Wednesday, July 12, 2023

*"ખેતીવાડી" ભવિષ્યનો "સર્વોતમ ધંધો"* હશે. ( ધ્યાન થી પૂરેપૂરો વાંચજો, અધવચ્ચે છોડી ન દેવા વિનંતી ) *"ખેતી"* એક *"સંપુર્ણ"* અને *"સ્વનિર્ભર" વ્યવસાય* છે. જગત આખાની *પેટની ભુખ ઠારવાનું "કૌવત"* એક માત્ર *"ખેડુતના બાવડામાં"* જ હોય છે. *કુદકેને ભુસકે વધતી વસ્તીને* કારણે, દુનિયાની કોઈપણ *સત્તા* કે *મહાસત્તા કેમ ન હોય?* આવનારા નજીકના સમયમાં *"ખેતી"ને સૌથી વધારે "મોભાદાર અને રોજગારી"* આપતો *વ્યવસાય* બનતા કોઈ નહિ રોકી શકે. *કરોડો રુપિયાના રોકાણ પછી પણ ધંધા બદલવા પડે છે અથવા બંધ થઈ જાય છે.* આજે કે ભવિષ્યમાં એક પણ ધંધા-નોકરીની સલામતીની કોઈ ગેરંટી નથી. એની સામે *સૌથી સુરક્ષીત વ્યવસાય "ખેતી"* હશે! *મિત્રો! તમે જ જોઈ લ્યો :-* આજથી ૧૫ - ૧૭ વર્ષ પેહલા લગભગ એવી કોઈ જ જગ્યા નહોતી જ્યાં *P.C.O "ના"* હોય પછી ધીમે ધીમે બધાના ઘરમાં લેન્ડલાઈનની સુવિધા થવા માંડી ધીમે ધીમે P.C.O ઓછા થવા લાગ્યા,અને પછી *વિશ્વમાં જન્મ લીધો "મોબાઈલે"* લગભગ *બધા P.C.O બંધ* હવે એ P.C.O વાળાએ મોબાઈલના રિચાર્જ અને બિલ ભરવાના ચાલુ કરી દીધા અને હવે તો *રિચાર્જ* અને *બિલ* પણ *ઓનલાઈન* થઇ ગયા છે. તમે ક્યારેય એ તરફ ધ્યાન આપ્યું? આજે બજારમાં દરેક ચોથી-પાંચમી દુકાન મોબાઈલની છે. સેલ, સર્વિસ, રિચાર્જ, એસેસરીઝ , રીપેર તથા મોબાઈલને લગતી કોઈ પણ હલ કરવી હોય, આજે લગભગ બધું *"Paytm" UPI* થી થઇ ગયુ છે. હવે તો લોકો રેલવે, બસની ટિકિટ પણ મોબાઈલથી કરાવવા લાગ્યા છે, હવે રૂપિયા -પૈસાનું લેણદેણ પણ બદલાઈ રહ્યું છે. *"રોકડ રૂપિયા"ની* જગ્યા પહેલા *"પ્લાસ્ટિક મની"* એ લીધી અને હવે તો *"ડિજિટલ લેવડદેવડ"* થઈ રહ્યુ છે. *દુનિયા ખુબ ઝડપથી બદલાઈ* રહી છે. *આંખ , કાન , નાક , મગજ ખુલ્લું રાખો નહીંતર "તમે પાછળ" રહી જાશો.* ૧૯૯૮માં *"કોડાક"* કંપનીમાં ૧,૭૦,૦૦૦ કર્મચારીઓ કામ કરતા હતા અને તેઓ દુનિયાના ૮૫% ફોટો પેપર વેંચતા હતા થોડા જ વર્ષોમાં *"ડિજિટલ ફોટોગ્રાફી"* એ તેમને બજાર માંથી બહાર ફેંકી દીધા. *"કોડાક"* દેવાળિયું થઈ ગયું તેમના બધા જ કર્મચારીઓ રસ્તા પર આવી ગયા, તેવી જ રીતે *"નોકિયા"* મોબાઈલ કંપની. મુદ્દાની વાત એ છે કે. *તમને અંદાજો પણ છે કે આવતા ૧૦ વર્ષોમાં વિશ્વ સંપૂર્ણ પરિવર્તન પામશે.* આજે ચાલનારા ૭૦ થી ૮૦% ઉદ્યોગો બંધ થઈ જશે. *"ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં* *તમારું સ્વાગત છે."* *"ઉબેર"* ફક્ત એક *સોફ્ટવેર* છે. તેમની પોતાની *એકપણ કાર નથી* તેમ છત્તા તે *દુનિયાની સૌથી મોટી ટેક્ષી કંપની* છે. *Airbnb* દુનિયાની *સૌથી મોટી હોટેલ કંપની* છે , જયારે તેમની પોતાની પાસે તો *પોતાની એકપણ હોટેલ* નથી. અમેરિકામાં યુવા વકીલો માટે હવે કોઈ જ કામ નથી બચ્યું, કારણકે *IBM Watson* નામનું એક સોફટવેર પાપંણના ઝબકારામાં વધારે સારી *Legal Advise* આપી દે છે. *આવનારા ૫ થી ૭ વર્ષમાં ૯૦% વકીલોને ઘરે બેસવાનો વારો આવશે* અને જે બાકી બચ્યા હશે તે *ઉત્તમ* પ્રકારના *જે તે બાબતના નિષ્ણાંત* હશે. *Watson* નામક આ *સોફ્ટવેરે કેન્સરનું ડાયગ્નોસિસ મનુષ્યની ચોક્કસાઈ* કરતા *૪ ગણી* વધુ *ચોક્કસાઈ* એ કરે છે. *અંદાજે અંદાજે ૨૦૩૦ થી તે ૨૦૩૫ સુધીમાં "કમ્પ્યુટર મનુષ્ય" કરતા વધારે "હોશિયાર" થઈ ગયું હશે.* આવતા ૧૫-૧૭ વર્ષોમાં લગભગ કાર ગાયબ થતી અનુભવશો, જે વધશે તે કાં તો *Electric Car* હશે અથવાતો *હાયબ્રીડ.* રસ્તાઓ ખાલી જોવા મળશે. પેટ્રોલની નહિવત જરૂર પડશે, આરબ દેશો કે જેમણે *ભવિષ્યનું આયોજન નહિ કર્યું હોય તે મુશ્કેલીમાં મુકાવા લાગશે. આર્થિક તાણ અનુભવવા* લાગશે. તમે પોતે *Uber* જેવા એક *સોફ્ટવેરેથી કાર* મંગાવશો અને પલભરમાં એક ડ્રાઈવર વગરની કાર તમારી આસપાસ આવી જશે અને એ સવારી જો તમે કોઈ અન્ય સાથે વહેચણીમાં લેશો તો તમને સવારી તમારા બાઈક કરતા પણ સસ્તી પડશે. *Driverless કાર* હોવાના કારણે એકસિડેન્ટ્સ થવાના લગભગ બંધ જ થઇ જશે, એટલે વીમા કંપની પણ ઘર ભેગી..! *ડ્રાઈવર* નામનો *રોજગાર "લુપ્ત જ"* થઇ જશે. જયારે શહેરો અને રસ્તાઓ પરથી *૯૦% ગાડીઓ ગાયબ* થઈ જશે તો *ટ્રાફિક અને પાર્કિંગ* નામની કંટાળાજનક સમસ્યાનો અંત આપોઆપ આવી જશે. આવુ તો બહુ બધું બદલાઈ રહ્યું છે, એ બદલાતા સમયમાં પણ *"મુળ ન બદલાય"* એવો *એક જ વ્યવસાય* હશે *"ખેતીવાડી"* *પ્રાકૃતિક ખેતી(indigenious framing)* ને *અનુસરતો ખેડુત* ક્યારેય *બેકાર ગરીબ* કે *લાચાર* નહિ રહે. *"પ્રાકૃતિક ખેતી",* આધુનિક વિજ્ઞાન કે ટેકનોલોજીની *"ઓશીયાળી"* નહિ રહે. *અનેક ધંધા બંધ થય ગયા અને ભુલાય સુદ્ધા ગયા છે પણ પાછલા ૫૦૦૦ વરસથી અનેક ચડાવ ઉતાર આવ્યા પછી પણ ખેતીનો વ્યવસાય અડીખમ ઉભો છે અને માણસને જ્યાં સુધી પેટ છે ત્યાં સુધી રહેશે.* ગમે એવા ભુખમરામાં પણ પોતાનું પેટ ભરવા માટે ખેડુત સ્વનિર્ભર તો રહેશે જ. *આવનારા સમયમાં "વ્યસ્થિત આયોજન"* કરશે તો *બજારનો માલીક "ખેડુત" પોતે જ* હશે. *આખરે "ખેતીવાડી"* એ *આપણી "સંસ્કૃતિ"* છે. 🙏🌹🙏 *ખેતી પ્રેમપૂર્વક અને નીતિથી કરવાથી ક્યારેય કોઈ ખેડૂત દુઃખી નહિ થાય*.....

શિક્ષક એટલે કોણ? ખુબજ મજાની વાત છે! અને છતાંયે છે કંપાવી મૂકે તેવી! એક શાળાના આચાર્ય એ વિદાય સમારંભના પ્રવચન માં કહેલું કે, “ડોક્ટર તેના બાળકને ડોક્ટર બનાવવા માગતો હોય છે, એંજીનીયર તેના બાળકને એંજીનીયર બનાવવા માગતો હોય છે, અને કોઈ બિઝનેસમેન તેના બાળકને કોઈ કંપની નો સીઈઓ બનાવવા માગતો હોય છે! પરંતુ એક શિક્ષક પણ તેના બાળકને આમાનું જ કૈંક બનાવવા માંગતો હોય છે! કોઈ ને ય પોતાની અંગત પસંદગીથી શિક્ષક બનવું નથી. ઘણું દુ:ખદ છે, પરંતુ હકીકત છે! ભોજન સમારંભમાં ટેબલ ની ફરતે બેઠેલા મહેમાનો જિંદગી વિષે ચર્ચા કરી રહ્યા હતા. એક વ્યક્તિ જે કોઈ કંપની ના સીઈઓ હતા, તેમણે શિક્ષણ માં રહેલ મુશ્કેલી ની ખુલાસાવાર ચર્ચા કરવાનો નિર્ણય કર્યો. તેમણે દલીલ કરી કે, “જે વ્યક્તિ એ પોતાની જિંદગી ના ઘડતર માટે શિક્ષણને શ્રેષ્ઠ વિકલ્પ તરીકે પસંદ કરેલ હોય, તેની પાસેથી કોઈ એક બાળક શું શીખી શકે?” પોતાના મુદ્દા ઉપર વધુ વજન આપવાના હેતુથી તેમણે ટેબલના બીજા છેડે બેસેલા એક મહેમાન ને કહ્યું, “પ્રામાણિકતાથી કહેજો બોની, તમે શું બનાવો છો?” એમનો મતલબ કમાણી થી હતો. શિક્ષિકા શ્રીમતિ બોની, પોતાની પ્રામાણિક્તા તેમજ નિખાલસતા માટે પ્રખ્યાત હતા. તેમની જવાબ આપ્યો, “તમારે જાણવું છે, હું શું બનાવું છું? (એમણે એકાદ શ્વાસ લેવા પૂરતા અટકી ને વાત આગળ ચલાવી) “બાળકોએ કલ્પના પણ કરી હોય તેના કરતાં વધુ મહેનત તેમની પાસે કરાવું છું તેમને મળેલા C+ ગ્રેડ નું મહત્વ તેમણે પરમ વીર ચક્ર કરતાં પણ વધુ લાગે, એવો અનુભવ કરાવું છું જે માં-બાપ તેમના પાંચ મિનિટ પણ શાંત બેસાડી શકતા નથી, તેમને પિસ્તાળીસ મિનિટના પિરિયડમાં સળંગ બેસારું છું અને તે પણ, આઈ-પોડ, ગેઇમ ક્યુબ, કે, ભાડે લાવેલી ફિલ્મની CD વગર! તમારે જાણવું છે હું શું બનાવું છું? (અહિંયા તેઓ ફરીવાર અટકયા અને ટેબલ પર બેઠેલા પ્રત્યેક વ્યક્તિ સામે નજર માંડી) “હું તેમણે આશ્ચર્ય ચકિત બનાવું છું! હું તેમને પ્રશ્નો પૂછતા કરી દઉં છું હું તેમને ખરા દીલથી માફી માંગતા શીખવાડું છું હું તેમને તેમની તમામ ક્રિયાઓ માટે આદર ધરાવતા અને જવાબદારી લેતા શીખવાડું છું હું તેમને લખતા શીખવાડું છું અને તેમની પાસે લખાવું છું અને સમજણ પાડું છું, કે, માત્ર કી-બોર્ડ જ સર્વસ્વ નથી હું તેમની પાસે વંચાવું છું અને વંચાવું છું અને વંચાવું છું હું તેમની પાસે ગણિત ની બધીજ ગણતરીઓ કરાવું છું, અને એ બધાજ બાળકો ઈશ્વરે આપેલા મગજ નો ઉપયોગ કરીને કરે છે, માનવી એ બનાવેલા કેલ્ક્યુલેટર નો નહીં બીજા દેશોમાંથી આવેલા સ્ટુડન્ટ્સ ને ઈંગ્લિશ વિષય બાબત માં જે પણ જાણવું જરૂરી હોય, તે સઘળું કેમ શીખી શકાય, તે શીખવાડું છું અને તે પણ પોતાની સંસ્કૃતિની મૌલિકતા જાળવી રાખીને હું મારા વર્ગખંડને એવી જગ્યામાં રૂપાંતરીત કરું છું જ્યાં મારા બધા સ્ટુડન્ટ્સ ને સલામતીનો અનુભવ થાય! અંતે હું તેમને સમજાવું છું, કે, જો તેઓ તેમને મળેલી તમામ સોગાતો નો ઉપયોગ કરે, સખત મહેનત કરે અને પોતાના હ્રદયના અવાજને અનુસરે, તો તેઓ પોતાની જિંદગીમાં અવશ્ય સફળ થઈ શકે! (શ્રીમતિ બોની અહીં છેલ્લી વખત અટકયા અને તેમને આગળ ચલાવ્યું) અને પછી જ્યારે લોકો ‘હું શું બનાવું છું’ ની મદદથી મારું માપ કાઢવાનો પ્રયત્ન કરે, ત્યારે હું મારું મસ્તક ઊંચું રાખી શકું છું અને તેમના પર ધ્યાન આપતી નથી, કારણકે હું જાણું છું, કે, પૈસો એજ સર્વસ્વ નથી. તમારે જાણવું છે હું શું બનાવું છું? હું તમારા બધાની જિંદગીમાં એક ફર્ક પેદા કરું છું! તમારા બાળકોને શિક્ષણ આપી, તૈયાર કરી, તેમને સીઈઓ, ડોક્ટર્સ અને એંજીનીયર્સ બનાવું છું! તમે શું બનાવો છો મી. સીઈઓ?” સીઈઓનું જડબું ખુલ્લુંજ રહી ગયું અને તેઓ ચૂપ જ રહ્યા. મારા જાણીતા અને અજાણ એવા તમામ શિક્ષક મિત્રો ને ખરા દિલ થી પ્રણામ.🙏🌹🕉️🙏🌹

Wednesday, June 14, 2023

*એક ગર્ભવતી હરણી જંગલમાં બાળકને જન્મ આપવા જઈ રહી હતું.તે એકાંત સ્થળની શોધમાં ફરતી હતી કે તેણે નદીના કિનારે ઊંચું અને જાડું ઘાસ જોયું. બાળકને જન્મ આપવા માટે તેને યોગ્ય જગ્યા લાગી.,* *ત્યાં પહોંચતા જ તેને પ્રસુતિની પીડા થવા લાગી.* *તે જ સમયે,આકાશમાં ભારે વાદળો વરસાદ માટે આતુર બન્યા અને વીજળીના કડાકા ભડાકા શરૂ થયા.* *જ્યારે તેણે જમણી તરફ જોયું, ત્યારે એક શિકારી તેની તરફ તીર મારવા જઇ રહ્યો* *હતો.ગભરાઈને, તે ડાબી તરફ વળી, તો ત્યાં એક ભૂખ્યો સિંહ હતો, જે ત્રાટકવા તૈયાર હતો.તો, સામેના સૂકા ઘાસમાં આગ લાગી ગઈ હતી અને જ્યારે તે પાછી વળી,ત્યારે નદીમાં પણ ઘણું પાણી હતું.* માદા હરણ શું કરશે?? તે પ્રસૂતિની પીડાથી પરેશાન હતી. હવે શું થશે? શું હરણ બચશે? શું તે તેના બચ્ચાને જન્મ આપી શકશે? શું બચ્ચા બચશે? શું જંગલની આગ બધું બાળી નાખશે? શું માદા હરણ શિકારીના તીરથી બચી જશે?શું માદા હરણ ભૂખ્યા સિંહ માટે ખોરાક બનશે? તે એક તરફ આગ અને પાછળ નદીથી ઘેરાયેલું છે. તેણીની શું કરશે? હરણે પોતાની જાતને "શૂન્ય"માં છોડી દીધી અને તેના બાળકને જન્મ આપવાનું શરૂ કર્યું....બસ જુઓ,કુદરતનો ચમત્કાર.... વીજળી અચાનક ચમકી,તો શિકારીની આંખો અંજાઈ ગઈ,અને હાથમાંથી તીર છુટી ગયું,જે તીર હરણની નજીકથી પસાર થઇ સિંહની આંખમાં વાગ્યું, સિંહ અહીં-તહી ગર્જના કરતો ભાગવા લાગ્યો. અને શિકારી સિંહને ઘાયલ સમજીને ભાગી ગયો. ભારે વરસાદ શરૂ થયો અને જંગલની આગ ઓલવાઈ ગઈ અને હરણે બચ્ચાને જન્મ આપ્યો... કેટલીકવાર આવી ક્ષણો આપણા જીવનમાં પણ આવે છે, જ્યારે આપણે દરેક બાજુથી સમસ્યાઓથી ઘેરાયેલા હોઈએ છીએ અને કોઈ નિર્ણય લઈ શકતા નથી ત્યારે નિયતિને બધું સોંપીને પોતાની જવાબદારી અને પ્રાથમિકતા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.... આખરે કીર્તિ,બદનામી,હાર, જીત,જીવન,મૃત્યુનો અંતિમ નિર્ણય ભગવાન જ લે છે.આપણે તેના પર વિશ્વાસ રાખવો જોઈએ અને તેના નિર્ણયને માન આપવું જોઈએ. કેટલાક લોકો આપણી કદર કરશે, કેટલાક લોકો અમારી ટીકા કરશે. બંને કિસ્સાઓમાં આપણે ફાયદામાં જ છીએ.. એક આપણને પ્રેરણા આપશે અને બીજું આપણામાં સુધારો લાવશે.... *🌹Good morning 🌹* *🙏🙏જય માતાજી 🙏🙏*

Tuesday, June 13, 2023

મહેસૂલના શબ્દોનું શાસ્ત્ર ભુલાઈ ગયેલા શબ્દોને યાદ કરીએ. એક જમાનામાં જમીન મહેસૂલ એ જ રાજ્યની આવકનો મુખ્ય હિસ્સો રહેતો. મહેસૂલ માટે અમારા વિસ્તારમાં "વિઘોટી" શબ્દ વપરાતો. મહેસૂલને અંગ્રેજીમાં Revenue કહે છે. એના માટે હિંદી શબ્દ છે રાજસ્વ. મહેસૂલી વહીવટનો રસપ્રદ ઇતિહાસ છે. અર્થશાસ્ત્રમાં જેમ એડમ સ્મિથ છે, મનોવિજ્ઞાનમાં જેમ સિગ્મંડ ફ્રોઇડનું નામ છે, સાહિત્યમાં જેમ શેક્સપિયર છે એવું જ નામ મહેસૂલી દુનિયામાં બ્રિટિશ સનદી અધિકારી એન્ડરસનનું છે...એણે ઇ.સ. ૧૯૧૪માં તૈયાર કરેલા મહેસૂલી હિસાબના નમૂનાઓ દંતકથા સમાન છે. આજે પણ સાત બાર કે નમૂનો ૬અ હકકપત્રક એ જમીન માટે અનિવાર્ય છે. મહેસૂલી દુનિયા અને એના શબ્દો એની વિરાસતને વ્યકત કરે છે. રૈયત એટલે પ્રજા અને રૈયતવારી એટલે શાસન અને લોકો વચ્ચે સીધા વ્યવહારની પ્રથા. રકબો એટલે ગામનું કુલ ક્ષેત્રફળ. પાણીપત્રક એ પ્હાણીપત્રક છે. પ્હાણી એટલે પાક અથવા ક્રોપ. એના વિવરણને તુલવારી કહેવાય છે. જમીનનું જે ભાડું હોય એને ગણોત કહેવાય એને ચૂકવનાર એ ગણોતિયો. જમીનનો રેકર્ડ દુરસ્ત કરવા માટે જે પત્રક હોય છે એનું નામ કમીજાસ્તી પત્રક. આ બધા શબ્દો જે તે શાસનપ્રણાલી સાથે આવેલા છે અને આજે પણ અડીખમ છે. બે હક્કવાળી જમીનને દુમાલા કહેવાય. જમીનનો ભોગવટો જૂની શરત અને નવી શરત એવા શબ્દોમાં વ્યકત થાય છે. રેવન્યૂ રાહે નિકાલ એ એવો શબ્દ છે જેની અર્થચ્છાયા પકડવી મુશ્કેલ છે. આપણા સુપ્રસિદ્ધ લેખક ર.વ.દેસાઈ ગાયકવાડી રાજ્યમાં મહેસૂલી અધિકારી હતા જે સૂબાસાહેબ કહેવાય. આજે આપણે એને પ્રાંત અધિકારી કહીએ છીએ. કલેક્ટર લાટસાહેબ કહેવાતા. મામલતદારો ભાઈસાહેબ. મામલતદાર એટલે મામલો ઉકેલનાર ! જે અરેબિક શબ્દ MUAMLA ઉપરથી આવ્યો છે. શિરસ્તેદાર, અવ્વલ કારકૂન કે દફેદાર જેવાં પદો આજે નવાઈપ્રેરક લાગે. પણ એમનો દબદબો હતો. તલાટી શબ્દ પણ ગુજરાતી નથી. એની કચેરીને ચાવડી કહેવાય એ કદાચ મરાઠી શબ્દ છે. એક જમાનામાં નાનકડા તાલુકા હતા જે 'મહાલ' કહેવાતા અને એના અધિકારી એટલે મહાલકારી. રેવન્યૂ કચેરી એટલે દફતર. "દસાડા દફતરમાં જ નથી" એવી લોકોક્તિ પ્રચલિત છે. પન્નાલાલ પટેલની એક સરસ વાર્તા છે "ઘડાતો તલાટી" જેમાં વહીવટી જગત અને માનવસંવેદનાનું ગજબ નિરૂપણ છે. નદીના કાંઠા ઉપર જે જમીન ખુલ્લી થાય એને ભાઠાની જમીન કહેવાય. સૌથી ફળદ્રૂપ જમીન એટલે ક્યારીની જમીન. એ પછી આવે બાગાયત. અને સરેરાશ જમીનનું મહેસૂલી નામ છે જરાયત. ખેડૂત જે લોન લે એને તગાવી કહેવાય. પાણીના વેરાને પિયાવો કહેવાય. આ બધા શબ્દો એ પ્રચલિત ભાષાશાસ્ત્રથી અલગ છે. દરેક ખેતર એક સર્વે નંબર હોય છે જે સામાન્ય રીતે સળંગ ક્રમમાં હોય. ક્યાંક ક્રમ તૂટે તો અલગ નંબર પડે જેને "ઉડાફા નંબર " કહેવાય. જમીનના ટેસ્ટને નિમતાણો કહેવાય. મહેસૂલી અધિકારીના પ્રવાસને ફેરણી કહેવાય. જમીન મૂલ્યાંકનને મોજણી કહેવાય. બાકી વેરાની નોંધ એટલે આકારણી. ફોડવારી પણ હોય... મહેસૂલી જગત અનેક શાસકોના પ્રભાવ હેઠળ વિકસ્યું છે. નિયમો કાયદાઓ અને અનેકવિધ કામગીરી એ સત્તાની વિશેષતા છે. એમાં અરબી, ફારસી, મરાઠી પોર્ટુગીઝ અંગ્રેજી જેવી ભાષાઓની મહેક છે, પરંપરાઓ છે. મજકુર, ઈસમ, તકરાર , બખેડો, જેવા શબ્દો હજુ પણ વપરાય છે. આવા શબ્દોની એક યાદી સી.એમ.જોશી નામના નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારીશ્રીએ તૈયાર કરેલી છે જે અત્યંત રસપ્રદ છે. કુલીનચંદ્ર યાજ્ઞિક "વહીવટની વાતો" નામે પુસ્તકોમાં સરસ અનુભવો આલેખે છે. લલિત દલાલ જે ગુજરાતના મુખ્ય સચિવ હતા એ આઈ.સી.એસ. અમલદારોની છેલ્લી કડી સમાન હતા. એમણે "સનદી સેવાનાં સંભારણાં" એ નામે સાહિત્યિક મૂલ્ય ધરાવતું પુસ્તક લખ્યું છે. પી.કે.લહેરી સાહેબ વૈવિધ્યસભર લેખો લખે છે. એ પણ નિવૃત આઈ. એ.એસ.અધિકારી છે. વી. આર. એસ કૌલગીને સાંભળવા એ લ્હાવો ગણાય. કોહેલ્લો નામના કલેક્ટર હતા જેમને પદ્મશ્રી મળેલો. જાહેરસેવક માટે આ અપવાદરૂપ ઘટના છે. કોઠાસૂઝ, હૈયાઉકલત અને ત્વરિત નિકાલ એ મહેસૂલી અધિકારી માટેનાં આવશ્યક લક્ષણો છે. મોરારજી દેસાઈ પણ રેવન્યૂ ઓફિસર હતા. ક.મા.મુનશીના પિતાશ્રી પણ મામલતદાર હતા. એમના વડવાઓ એટલે કે "ટેકરાના મુનશીઓ" મોટેભાગે મહેસૂલી અધિકારીઓ જ હતા. મુનશી એટલે જ સફળ લેખકની સાથેસાથે એટલા જ સફળ વહીવટદાર પણ હતા. મહેસૂલી અધિકારીઓને વ્યાપક અનુભવો, જાણકારી, અજાણ્યા પ્રદેશો, પડકારો અને આકસ્મિકતાઓ વચ્ચે રસ્તો કાઢવો પડતો હોય છે. એમાં જો શબ્દની છટા ભળી જાય તો અવનવા અનુભવોથી વાચક ન્યાલ થઈ જતો હોય છે.

Sunday, April 9, 2023

એક ગધેડાએ વાઘને કહ્યું, "ઘાસ વાદળી છે. " વાઘે જવાબ આપ્યો, "ના, ઘાસ લીલું છે." ચર્ચા ગરમ થઈ, અને બંન્ને વિવાદ ના નિરાકરણ સારુ મધ્યસથી (લવાદ )માટે જંગલના રાજા સિંહ સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા. રાજાએ બન્નેની દલીલો સાંભળી જાહેર કર્યું કે , "વાઘને એક વર્ષ માટે મૌન રહેવાની સજા કરવામાં આવે છે ." ગધેડો ખુશખુશાલ કૂદકા મારતો ગધેડાઓ ની ભીડ સામે બૂમો પાડવા લાગ્યો. હું સાચો.. આપણે વાઘ ને હરાવ્યો, આજથી , "ઘાસ વાદળી જ ગણાશે ." વાઘે કાયદા નું પાલન ને આદર કરી સજા સ્વીકારી લીધી, પરંતુ તે સાથે સિંહને પૂછ્યું કે, "મહારાજ, તમે મને શા માટે સજા કરી, આખું ઘાસ લીલું છે, તમે પણ સત્ય જાણો છો છતાં મને મૌન રહેવાની સજા કેમ?." સિંહે જવાબ આપ્યો, "સજા ઘાસ ના રંગ બાબતે સત્ય શું એના સંબંધે નથી કરી, પણ તમારા જેવા બહાદુર અને બુદ્ધિશાળી પ્રાણી ગધેડા સાથે દલીલ કરવામાં સમય બગાડ્યો એના માટે કરી છે " " મૂર્ખ અને કટ્ટરપંથી કે જેઓ વાસ્તવિકતા, તથ્ય કે પુરાવાઓ ની પરવા કર્યા સિવાય દલીલો કરતા હોય તેમની સામે શબ્દો અને સમય નો બગાડ એક ગુન્હો જ ગણાય. સાર :- જ્યારે અજ્ઞાન ચીસો પાડતું હોય ત્યારે બુદ્ધિએ મૌન રહેવું જોઈએ...

Sunday, April 2, 2023

*ચેતો વેળાસર ચેતો* *ભારતમાં ઘણા શિક્ષિત લોકો પણ ખાનગીકરણને ખૂબ હળવાશથી લઈ રહ્યા છે.* *ખાનગીકરણ એ "ગુલામી નો સ્ક્રૂ" છે જે ધીમે ધીમે તમારું ગળું દબાવી દેશે!!* *એ સમય દૂર નથી જ્યારે ઈતિહાસ શીખવવામાં આવશે કે ભારતની છેલ્લી સરકારી ટ્રેન, છેલ્લી સરકારી બસ, છેલ્લી સરકારી વીજ કંપની, છેલ્લું સરકારી એરપોર્ટ અને છેલ્લી જાહેર સાહસ (કંપની) કઈ હતી?* *જો કોઈ સરકારી ઉપક્રમ કે સરકારી સંસ્થાનું ખાનગીકરણ કરવામાં આવે તો સામાન્ય જનતાનું મૌન એક દિવસ આખા દેશને છવાઈ જશે. કારણ કે જ્યારે* *તમામ શાળાઓ,* *તમામ હોસ્પિટલો,* *તમામ રેલ્વે સ્ટેશન,* *જો એરપોર્ટ, વીજળી, પાણી બધું જ ખાનગી કંપનીઓ ના હાથમાં હશે, તો તમે જોશો કે સરમુખત્યારશાહી શું છે?* *યાદ રાખો, સરકાર અને સરકારી પહેલનો હેતુ સૌથી ઓછા ખર્ચે શક્ય તેટલા વધુ લોકો સુધી પહોંચવાનો છે. તેથી, ખાનગી કંપનીઓનું લક્ષ્ય લઘુત્તમ ખર્ચ સાથે મહત્તમ નફો મેળવવાનું છે.* *તેમાં કોઈ શંકા નથી કે આનાથી હાલની સરખામણીમાં વધુ બેરોજગારી અને ઓછી રોજગારી વધશે.* *દાખલા તરીકે, આજની પરિસ્થિતિ માં તમે જુઓ ખાનગી શાળાઓ, ખાનગી હોસ્પિટલોની હાલત જુઓ! શાળા અને હોસ્પિટલમાં દાખલ થતાની સાથે જ સામાન્ય માણસનું ઘર અને જમીન વેચી દેવામાં આવશે.* *ખાનગીકરણના કાવતરા પર લોકોનું મૌન કેટલાક ઉદ્યોગપતિઓની દેશને ગુલામ બનાવવાની નીતિને અનુરૂપ છે.* *તો જાગો અને તમારો દેશ અને દેશની જાહેર સંપત્તિને બચાવો. રેલ્વે બચાવવી પડશે, સરકારી હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને બચાવવી પડશે,* *સરકારી વીજ કંપનીઓ (mseb), lic, bsnl, એર ઈન્ડિયા અને પોસ્ટ ઓફિસને બચાવવી પડશે,* *સરકારી કર્મચારીઓ અને સરકારી વિભાગોને બચાવવા પડશે. પૂર્વ ભારત બ્રિટિશ કંપનીને ચૂકી જાય છે. વેપાર માટે આવ્યા અને 200 વર્ષ શાસન કર્યું.* *ભાગ્યે જ માત્ર સરકારી વિભાગો જનતા માટે કામ કરવા આગળ આવે છે, કોઈ ખાનગી ક્ષેત્ર સામાન્ય લોકો માટે કામ કરતું નથી, જેનું ઉદાહરણ તમે તાજેતરમાં જોયું જ હશે..* *મજૂરો, કામદારો અને વિદ્યાર્થીઓને લઈ જતી ખાનગી બસો..?* *કેટલી ખાનગી સંસ્થાઓ અને એનજીઓ પાયાના સ્તરે લોકોને મદદ કરી રહી હતી...?* *કોવિડ કાળ માં કઈ ખાનગી એરલાઇન પણ ભારતીયોને એરલિફ્ટ કરી રહી હતી?* *કેટલા ખાનગી પાઇલોટ્સે તાલિબાનમાં ઘૂસણખોરી કરી અને દેશવાસીઓને બહાર કાઢ્યા?* *તેથી જ દરેક ભારતીય નાગરિકે ખાનગીકરણનો વિરોધ કરવો જોઈએ,,,* *નહીં તો ભવિષ્યમાં અમુક ઉદ્યોગપતિઓ જ આ દેશને પોતાના ઘરેથી ચલાવશે અને પૂર્વી ભારતનો યુગ ફરી આવશે, આ વખતે સત્તા અને સત્તા એવું વિચારનારાઓના હાથમાં હશે.* *રાજકીય સત્તા તો દેખાડો બનીને જ રહેશે, ખાનગીકરણના જંક લોકો આ વાત સમજી શકતા નથી કારણ કે કેટલાક લોકો તેમના મન સાથે રમત રમી રહ્યા છે.... બે જ રસ્તા છે કાં તો તમે અંબાણી, અદાણી જેવા મોટા ઉદ્યોગપતિ બનો.* *ગરીબ અને મધ્યમ વર્ગ જીવી શકે તે શક્ય નથી.* *ઉદાહરણ તરીકે જુઓ.: jio. ડેટા...* *પ્રથમ વખત..ફ્રી* *બાદમાં રૂ. 49/-* *પછી રૂ. 99/-* *બાદમાં રૂ. 149/-* *તો 199/-* *બાદમાં રૂ. 249/-* *પછી રૂ. 299/-* *રૂપિયો. 399/-* *રૂપિયો. 499/-* *રૂપિયો. 599/-* *રૂપિયો. 699/-* *અને હવે રૂ. 720/-* *માત્ર 5 વર્ષમાં રૂ.49 થી રૂ.720 સુધી 1400% નો વધારો* *આ છે ખાનગીકરણનું પરિણામ, વિચારો, સંગઠિત થાઓ, રોકો!!* *એક દેશભક્ત ભારતીય નાગરિક...*

Monday, December 19, 2022

*તમારા પગના તળિયા ઉપર નાળિયેર તેલ લગાવો* *આખી પોસ્ટ વાંચીને તરત જ આગળ રવાના કરજો...* *મફતની સલાહને નકામી સમજશો નહિ...*. મને કોઈ રોગ નથી મારે કંઈ જરૂર નથી *આવી બડાઈ માર્યા વગર આખી પોસ્ટ વાંચી લેજો*.. *અને પછી આ ઉપાય પણ અજમાવવાનું ચાલુ કરી દેજો...* *૦૧* એક ગુજરાતી મહિલાએ લખ્યું કે મારા દાદા *૮૭* વર્ષની વયે અવસાન પામ્યા, પીઠનો દુખાવો, સાંધાનો દુખાવો માથાનો દુખાવો, દાંતના દુ:ખાવા નહીં તેણે એકવાર કહ્યું હતું કે મેંગ્લોરમાં રહેતા દરમિયાન તે એક વૃદ્ધને મળ્યો હતો. તેણે સૂતા સમયે તેને પગના તળિયા પર તેલ લગાડવાની સલાહ આપી હતી અને ત્યારથી આ સારવાર તેમના સ્વાસ્થ્યનો એકમાત્ર સ્રોત છે. તેથી તેમને ક્યારેય કોઈ તકલીફ ન પડી, *૦૨* મણિપાલના એક વિદ્યાર્થીએ કહ્યું કે મારી માતાએ મારા પગ નીચે નાળિયેર તેલ લગાવવાનો આગ્રહ રાખ્યો હતો તેણે કહ્યું કે જ્યારે તે નાનો હતો ત્યારે તેની નજર ઓછી હતી. જેમ જેમ તેણીએ આ પ્રક્રિયા ચાલુ રાખી, મારી દૃષ્ટિ ધીરે ધીરે સંપૂર્ણપણે અને સારા સ્વાસ્થ્યમાં સુધરી. *૦૩* ઉદૂપીના એક ગૃહસ્થ શ્રી. કામથ જે એક વેપારી હતા તેણે લખ્યું કે હું રજા માટે કેરળ ગયો હતો. હું ત્યાંની હોટલમાં સૂઈ ગયો હું સૂઈ શક્યો નહીં હું દોડવા લાગ્યો. રાત્રે બહાર બેઠેલા એક વૃદ્ધ રક્ષકે મને પૂછ્યું, "શું થયું?" મેં કહ્યું હું સૂઈ શકતો નથી! તેણે હસીને કહ્યું તમારી પાસે નાળિયેર તેલ છે ?" મેં કહ્યું નહીં તે ગયા અને થોડુંક નાળિયેર તેલ મેળવ્યું અને કહ્યું તમારા પગના તળિયાઓને થોડીવાર માટે માલિશ કરો પણ પછી હું શાંતિથી સૂઈ ગયો. અને હવે હું ફરીથી સામાન્ય છું. *૦૪* વધુ સુખી ઉંઘ આવે છે અને થાક ઓછો થાય છે માટે રાત્રે સુતા પહેલા પગના તળિયા ઉપર નાળિયેર તેલની માલિશ કરો. *૦૫* મને પેટ માં દુખે છે નાળિયેર તેલમાં માલિશ કરવા પછી મારા પેટમાં દુખાવો *૨* દિવસમાં સાજો થઈ જાય છે *૦૬* વાસ્તવિક આ પ્રક્રિયાની જાદુઈ અસર છે રાત્રે સુતા પહેલા મેં મારા પગના તળિયાઓને નાળિયેર તેલથી માલિશ કર્યા આ પ્રક્રિયાથી મને ખૂબ જ શાંત ઉંઘ મળી. *૦૭* હું છેલ્લા *૧* વર્ષથી આ કરી રહ્યો છું આ મને તરત જ ઉંઘ આવી જાય છે હું મારા નાનાં નાનાં નારિયેળનાં પગનાં તળિયાઓની પણ માલિશ કરું છું જે તેમને ખૂબ ખુશ અને સ્વસ્થ રાખે છે. *૦૮* મારા પગમાં ઇજા પહોંચી છે. રાત્રે સૂતા પહેલા મેં દરરોજ ૨ મિનિટ માટે નારિયેળ તેલથી મારા પગના તળિયાઓની માલિશ કરવાનું શરૂ કર્યું. આ કાર્યવાહીથી મારા પગમાં દુખાવો દૂર થયો *૦૯* મારા પગ હંમેશાં સૂજેલા હતા અને ચાલતા જતા મને થાક લાગે છે. રાત્રે સુતા પહેલા મારા પગના તળિયાઓ નાળિયેર તેલથી માલિશ કરવાની આ પ્રક્રિયા મેં શરૂ કરી હતી. ફક્ત *૨* દિવસમાં મારા પગનો સોજો અદૃશ્ય થઈ ગયો *૧૦* રાત્રે સુતા પહેલા મેં મારા પગના તળિયાઓને નાળિયેર તેલથી માલિશ કર્યા. તેના કારણે હું ખૂબ જ શાંતિથી સૂઈ ગયો *૧૧* આ એક મહાન વસ્તુ છે શાંત ઉંઘ માટે ઉંઘની ગોળીઓ કરતાં આ ટીપ સારી છે. હવે હું દરરોજ મારા પગ પર નાળિયેર તેલ લઈને સૂઈશ *૧૨* દાદાના પગ બળી રહ્યા હતા અને તેને માથાનો દુખાવો ઘણો હતો. તેણે તેના તળિયે નાળિયેર તેલ લગાવવાનું શરૂ કર્યું જેનાથી પીડા દૂર થઈ. *૧૩* મને થાઇરોઇડ રોગ હતો. મારા પગમાં આખો સમય ઈજા થાય છે ગયા વર્ષે એક બીજ સુતા પહેલા પગના તળિયા ઉપર નાળિયેર તેલની માલિશ કરવાની સલાહ આપતો હતો. હું કાયમી ધોરણે આ કરી રહ્યો છું હવે હું સામાન્ય રીતે શાંત છું. *૧૪* મારા પગ પર છાલા છે હું રાત્રે સૂતા પહેલા ચાર દિવસથી મારા પગના તળિયાંને નાળિયેર તેલથી માલિશ કરું છું તેમાં મોટો ફરક છે *૧૫* મને બાર કે તેર વર્ષ પહેલાં હેમોરહોઇડ્સ હતા મારો મિત્ર મને *૯૦* ના દાયકામાં લઈ ગયો તેમણે હાથની હથેળીઓ પર, આંગળીઓની વચ્ચે, નખની વચ્ચે અને નખ પર નાળિયેર તેલ નાખવાની સલાહ આપી અને કહ્યું નાળિયેર તેલના ચારથી પાંચ ટીપાં નાભિ પર લગાવો અને સૂઈ જાઓ‌ મેં હકીમ સાહેબની સલાહને અનુસરવાનું શરૂ કર્યું મને ખૂબ રાહત થઈ આ ટીપે મારી કબજિયાતની સમસ્યા પણ હલ કરી છે મારા શરીર પરનો થાક દૂર થઈ જાય છે અને હું હળવાશ અનુભવું છું નસકોરા રોકે છે *૧૬* મને મારા પગ અને ઘૂંટણમાં દુખાવો છે હું મારા પગના તળિયા પર નાળિયેર તેલની માલિશની ટોચ વાંચું છું ત્યારથી હું દરરોજ તે કરું છું તે મને નિંદ્રામાં બનાવે છે. *૧૭* જ્યારે હું રાત્રે સૂતા પહેલા મારા પગ પર નાળિયેર તેલની માલિશ કરવાની આ પદ્ધતિનો ઉપયોગ કરું છું ત્યારે મારી પીઠનો દુખાવો ઓછો થયો છે અને હું ખૂબ સૂઈ ગયો છું દક્ષિણ ભારતીય રહસ્ય નીચે મુજબ છે એકમાત્ર ગુપ્ત અને દરેક માટે ખૂબ જ સરળ છે તમે ફક્ત આખા પગ પર નાળિયેર તેલ લગાવી શકો છો, ખાસ કરીને શૂઝ ઉપર ત્રણ મિનિટ અને જમણા પગના તળિયા ઉપર કોઈપણ સમયે સૂતા સમયે પગના તળિયાની માલિશ કરવાનું પ્રારંભ કરો અને તે જ રીતે બાળકોના પગની પણ માલિશ કરો આખી જીંદગી માટે તેને રોજિંદા બનાવો.પછી પ્રકૃતિની પૂર્ણતા જુઓ તમે જીવનભર ઘણા આરોગ્ય લાભોનો અનુભવ કરી શકો છો પ્રાચીન ચાઇનીઝ ચિકિત્સા મુજબ, પગ નીચે *૧૦૦* જેટલા એક્યુપ્રેશર પોઇન્ટ છે તે અંગોને દબાવવા અને માલિશ કરવાથી ઘણી બિમારીઓ પણ મટી જાય છે પ્રતિ ‌ *પગ રીફ્લેક્સોલોજી* *૧૭* તે કહેવાય છે. આ પગની મસાજ થેરેપીનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં થાય છે. *૧૮* *કૃપા કરીને આ માહિતી શક્ય તેટલા તમારા મિત્રો સાથે શેર કરો*

એક નિઃસ્વાર્થ ભાવે કરેલું કાર્ય* *ક્યારેય નિષ્ફળ જતું નથી.*

 *કર્મ ના ફળ નું ફળ* સ્કોટલેન્ડમાં આવેલા મોટા-મોટા ખેતરોમાંથી એક ખેડૂત, જેનું નામ ફલેમિંગ હતું. એ ઝપાટાભેર જઈ રહ્યો હતો. એને ઘેર પહોંચવાની ઉ...