Sunday, April 9, 2023

એક ગધેડાએ વાઘને કહ્યું, "ઘાસ વાદળી છે. " વાઘે જવાબ આપ્યો, "ના, ઘાસ લીલું છે." ચર્ચા ગરમ થઈ, અને બંન્ને વિવાદ ના નિરાકરણ સારુ મધ્યસથી (લવાદ )માટે જંગલના રાજા સિંહ સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા. રાજાએ બન્નેની દલીલો સાંભળી જાહેર કર્યું કે , "વાઘને એક વર્ષ માટે મૌન રહેવાની સજા કરવામાં આવે છે ." ગધેડો ખુશખુશાલ કૂદકા મારતો ગધેડાઓ ની ભીડ સામે બૂમો પાડવા લાગ્યો. હું સાચો.. આપણે વાઘ ને હરાવ્યો, આજથી , "ઘાસ વાદળી જ ગણાશે ." વાઘે કાયદા નું પાલન ને આદર કરી સજા સ્વીકારી લીધી, પરંતુ તે સાથે સિંહને પૂછ્યું કે, "મહારાજ, તમે મને શા માટે સજા કરી, આખું ઘાસ લીલું છે, તમે પણ સત્ય જાણો છો છતાં મને મૌન રહેવાની સજા કેમ?." સિંહે જવાબ આપ્યો, "સજા ઘાસ ના રંગ બાબતે સત્ય શું એના સંબંધે નથી કરી, પણ તમારા જેવા બહાદુર અને બુદ્ધિશાળી પ્રાણી ગધેડા સાથે દલીલ કરવામાં સમય બગાડ્યો એના માટે કરી છે " " મૂર્ખ અને કટ્ટરપંથી કે જેઓ વાસ્તવિકતા, તથ્ય કે પુરાવાઓ ની પરવા કર્યા સિવાય દલીલો કરતા હોય તેમની સામે શબ્દો અને સમય નો બગાડ એક ગુન્હો જ ગણાય. સાર :- જ્યારે અજ્ઞાન ચીસો પાડતું હોય ત્યારે બુદ્ધિએ મૌન રહેવું જોઈએ...

No comments:

Post a Comment

એક નિઃસ્વાર્થ ભાવે કરેલું કાર્ય* *ક્યારેય નિષ્ફળ જતું નથી.*

 *કર્મ ના ફળ નું ફળ* સ્કોટલેન્ડમાં આવેલા મોટા-મોટા ખેતરોમાંથી એક ખેડૂત, જેનું નામ ફલેમિંગ હતું. એ ઝપાટાભેર જઈ રહ્યો હતો. એને ઘેર પહોંચવાની ઉ...