We Provide Best Solution As Per Your Problem for online please Send as Me Your Problem Email: dhanjithakor77@gmail.com And share your Video my you tube channel : todayvirpurdmt : today virpur live
Wednesday, July 12, 2023
શિક્ષક એટલે કોણ? ખુબજ મજાની વાત છે! અને છતાંયે છે કંપાવી મૂકે તેવી! એક શાળાના આચાર્ય એ વિદાય સમારંભના પ્રવચન માં કહેલું કે, “ડોક્ટર તેના બાળકને ડોક્ટર બનાવવા માગતો હોય છે, એંજીનીયર તેના બાળકને એંજીનીયર બનાવવા માગતો હોય છે, અને કોઈ બિઝનેસમેન તેના બાળકને કોઈ કંપની નો સીઈઓ બનાવવા માગતો હોય છે! પરંતુ એક શિક્ષક પણ તેના બાળકને આમાનું જ કૈંક બનાવવા માંગતો હોય છે! કોઈ ને ય પોતાની અંગત પસંદગીથી શિક્ષક બનવું નથી. ઘણું દુ:ખદ છે, પરંતુ હકીકત છે! ભોજન સમારંભમાં ટેબલ ની ફરતે બેઠેલા મહેમાનો જિંદગી વિષે ચર્ચા કરી રહ્યા હતા. એક વ્યક્તિ જે કોઈ કંપની ના સીઈઓ હતા, તેમણે શિક્ષણ માં રહેલ મુશ્કેલી ની ખુલાસાવાર ચર્ચા કરવાનો નિર્ણય કર્યો. તેમણે દલીલ કરી કે, “જે વ્યક્તિ એ પોતાની જિંદગી ના ઘડતર માટે શિક્ષણને શ્રેષ્ઠ વિકલ્પ તરીકે પસંદ કરેલ હોય, તેની પાસેથી કોઈ એક બાળક શું શીખી શકે?” પોતાના મુદ્દા ઉપર વધુ વજન આપવાના હેતુથી તેમણે ટેબલના બીજા છેડે બેસેલા એક મહેમાન ને કહ્યું, “પ્રામાણિકતાથી કહેજો બોની, તમે શું બનાવો છો?” એમનો મતલબ કમાણી થી હતો. શિક્ષિકા શ્રીમતિ બોની, પોતાની પ્રામાણિક્તા તેમજ નિખાલસતા માટે પ્રખ્યાત હતા. તેમની જવાબ આપ્યો, “તમારે જાણવું છે, હું શું બનાવું છું? (એમણે એકાદ શ્વાસ લેવા પૂરતા અટકી ને વાત આગળ ચલાવી) “બાળકોએ કલ્પના પણ કરી હોય તેના કરતાં વધુ મહેનત તેમની પાસે કરાવું છું તેમને મળેલા C+ ગ્રેડ નું મહત્વ તેમણે પરમ વીર ચક્ર કરતાં પણ વધુ લાગે, એવો અનુભવ કરાવું છું જે માં-બાપ તેમના પાંચ મિનિટ પણ શાંત બેસાડી શકતા નથી, તેમને પિસ્તાળીસ મિનિટના પિરિયડમાં સળંગ બેસારું છું અને તે પણ, આઈ-પોડ, ગેઇમ ક્યુબ, કે, ભાડે લાવેલી ફિલ્મની CD વગર! તમારે જાણવું છે હું શું બનાવું છું? (અહિંયા તેઓ ફરીવાર અટકયા અને ટેબલ પર બેઠેલા પ્રત્યેક વ્યક્તિ સામે નજર માંડી) “હું તેમણે આશ્ચર્ય ચકિત બનાવું છું! હું તેમને પ્રશ્નો પૂછતા કરી દઉં છું હું તેમને ખરા દીલથી માફી માંગતા શીખવાડું છું હું તેમને તેમની તમામ ક્રિયાઓ માટે આદર ધરાવતા અને જવાબદારી લેતા શીખવાડું છું હું તેમને લખતા શીખવાડું છું અને તેમની પાસે લખાવું છું અને સમજણ પાડું છું, કે, માત્ર કી-બોર્ડ જ સર્વસ્વ નથી હું તેમની પાસે વંચાવું છું અને વંચાવું છું અને વંચાવું છું હું તેમની પાસે ગણિત ની બધીજ ગણતરીઓ કરાવું છું, અને એ બધાજ બાળકો ઈશ્વરે આપેલા મગજ નો ઉપયોગ કરીને કરે છે, માનવી એ બનાવેલા કેલ્ક્યુલેટર નો નહીં બીજા દેશોમાંથી આવેલા સ્ટુડન્ટ્સ ને ઈંગ્લિશ વિષય બાબત માં જે પણ જાણવું જરૂરી હોય, તે સઘળું કેમ શીખી શકાય, તે શીખવાડું છું અને તે પણ પોતાની સંસ્કૃતિની મૌલિકતા જાળવી રાખીને હું મારા વર્ગખંડને એવી જગ્યામાં રૂપાંતરીત કરું છું જ્યાં મારા બધા સ્ટુડન્ટ્સ ને સલામતીનો અનુભવ થાય! અંતે હું તેમને સમજાવું છું, કે, જો તેઓ તેમને મળેલી તમામ સોગાતો નો ઉપયોગ કરે, સખત મહેનત કરે અને પોતાના હ્રદયના અવાજને અનુસરે, તો તેઓ પોતાની જિંદગીમાં અવશ્ય સફળ થઈ શકે! (શ્રીમતિ બોની અહીં છેલ્લી વખત અટકયા અને તેમને આગળ ચલાવ્યું) અને પછી જ્યારે લોકો ‘હું શું બનાવું છું’ ની મદદથી મારું માપ કાઢવાનો પ્રયત્ન કરે, ત્યારે હું મારું મસ્તક ઊંચું રાખી શકું છું અને તેમના પર ધ્યાન આપતી નથી, કારણકે હું જાણું છું, કે, પૈસો એજ સર્વસ્વ નથી. તમારે જાણવું છે હું શું બનાવું છું? હું તમારા બધાની જિંદગીમાં એક ફર્ક પેદા કરું છું! તમારા બાળકોને શિક્ષણ આપી, તૈયાર કરી, તેમને સીઈઓ, ડોક્ટર્સ અને એંજીનીયર્સ બનાવું છું! તમે શું બનાવો છો મી. સીઈઓ?” સીઈઓનું જડબું ખુલ્લુંજ રહી ગયું અને તેઓ ચૂપ જ રહ્યા. મારા જાણીતા અને અજાણ એવા તમામ શિક્ષક મિત્રો ને ખરા દિલ થી પ્રણામ.🙏🌹🕉️🙏🌹
Subscribe to:
Post Comments (Atom)
એક નિઃસ્વાર્થ ભાવે કરેલું કાર્ય* *ક્યારેય નિષ્ફળ જતું નથી.*
*કર્મ ના ફળ નું ફળ* સ્કોટલેન્ડમાં આવેલા મોટા-મોટા ખેતરોમાંથી એક ખેડૂત, જેનું નામ ફલેમિંગ હતું. એ ઝપાટાભેર જઈ રહ્યો હતો. એને ઘેર પહોંચવાની ઉ...
-
Skip to content ભગવાન શ્રીકૃષ્ણના જયારે થયા અંતિમ સંસ્કાર ત્યારે તેમનું આ અંગ ના બાળી શકી આગ.. ભગવાન શ્રીકૃષ્ણના જયારે થયા અંતિમ સંસ્કાર ...
-
ગુજરાત રાજ્યના સરકારી કર્મચારી માટે વોડાફોન ના નવા પ્લાન પોસ્ટપેઈડ કનેક્શન
No comments:
Post a Comment