Monday, June 13, 2022

ગઈકાલે એક નવા નંબર પરથી ફોન આવ્યો. મેં ફોન ઉપાડ્યો અને કહ્યું : હા, કહો. સામેથી કોઈ સ્ત્રી ગુસ્સામાં બોલી : સવારે નાસ્તો કર્યા વગર ઓફિસ કેમ ગયા? કેટલી વાર કહ્યું છે કે રાતના ઝગડાને સવારમાં ભૂલી જવા, પણ તમે સમજતા કેમ નથી. આજે તમે ઘરે આવો પછી સારી રીતે તમારી ખબર લઉં છું. હું સ્પષ્ટ કહું છું કે, જો મને બાળકોની ચિંતા ન હોત તો ક્યારનીય તમારાથી દૂર જતી રહી હોત. તે સ્ત્રી ગમે તેમ બોલી રહી હતી અને હું આશ્ચર્ય ચકિત થઈને વિચારી રહ્યો હતો કે આ નિર્દોષ સ્ત્રી કોણ છે જે મને પોતાનો પતિ માનીને મારો ક્લાસ લઈ રહી છે. અને મારે તો દૂર દૂર સુધીનું સગાઇના પણ કોઈ સંકેત દેખાતા નથી. જ્યારે તે સ્ત્રીએ બોલવાનું બંધ કર્યું ત્યારે મેં કહ્યું : શ્રીમતી, તમે કદાચ ખોટા નંબર પર ક્લાસ લઇ લીધો. પણ હું તમારો આભારી છું કે મારા લગ્ન થયા ન હોવા છતાં તમે થોડી વાર માટે મને પરણેલા હોવાનો અનુભવ કરાવ્યો. પછી તે સ્ત્રીએ કહ્યુ : મારા લગ્ન પણ હજી બાકી જ છે. હમણાં જ મારા લગ્ન નક્કી થયા છે, તો મારી ભાભીએ કહ્યું કે તું કોઈપણ નંબર ડાયલ કર અને તેને ખંખેરી નાખ. તેનાથી પ્રેક્ટિસ પણ થશે અને હૃદયને સંતોષ પણ મળશે. 😃😜 😁😜😜 😀 😆

Wednesday, June 8, 2022

*વાળ કાપવા ની દુકાન માં વાંચ્યું* *"અમે તમારા દિલ નો નહી, પણ માથાનો બોજો જરુર હલકો કરીશું*" *લાઇટ ની દુકાન માં લખ્યું હતું* *"તમારા દિમાગની બત્તી ભલે ન થાય પણ અમારો બલ્બ જરુર સળગશે*" *ચા વાળા એ પાટીયું મુક્યું હતું* *"હું ભલે સાધારણ છું પણ ચા સ્પેશિયલ બનાવું છું*" *એક હોટલ માં લખ્યું હતું* *"અહીં ઘર જેવું ખાવાનું નથી મળતું ખચકાટ વગર પધારો*" *એક ઇલેક્ટ્રોનિક ની દુકાન માં લખ્યું હતું* *"તમારો કોઇ ફેન નથી ? વાંધો નહીં અહીંથી એક લઇ જાવ*" *પાણી પુરી વાળા એ પાટીયું મુક્યું હતું* *"દિલ મોટું નહી હોય તો ચાલશે, મોઢું મોટું રાખો અને આખું ખોલો*" *એક ફળ વાળાએ તો હદ કરી,* *"તમે ફક્ત કર્મ કરો ફળ અમે આપીશું*" *ઘડિયાળ વાળા એ તો ગજબ કરી* *"ભાગતા સમય ને કાંડે બાંધો અથવા દિવાલ પર લટકાવો*" *જ્યોતિષી તો એકતા કપૂર નો ચાહક નીકળ્યો* *"ફક્ત 100 રૂ માં તમારી જીંદગી ના આવનાર એપિસોડ જાણો*" *વાળ ના તેલ ની કંપની એ એની બોટલ પર લખાવ્યું* *"ભગવાન જ નહીં અમે પણ તમારો વાળ પણ વાંકો નહીં થવા દઇએ.*" *તમે જેમ થોડું થોડું હસ્યા એમ બીજા ને પણ હસાવો અને સ્વસ્થ રહો, મસ્ત રહો.* *વિશ્વ હાસ્ય દિવસ* 😁😁😁😁😁😁😁😁

Sunday, May 29, 2022

*૬૭ વર્ષીય નિવૃત્ત અધિકારી દ્વારા WhatsApp પર શેર કરવામાં આવેલો ઉત્તમ સંદેશ::* 🥳 *જીવન સીમિત છે અને જ્યારે તેનો અંત આવશે, ત્યારે આ દુનિયાની કોઈ પણ વસ્તુ તેની સાથે જશે નહીં.* 🥳 *તો આવી પરિસ્થિતિમાં પેટ કાપીને, કંજૂસાઈ કરીને બચત કેમ કરવી જોઈએ.?? જરૂરિયાત મુજબ ખર્ચ કેમ નથી કરતા.?? જે સારી બાબતોમાં આનંદ છે, તે કરવા જ જોઈએ.* 🥳 *આપણા ગયા પછી શું થશે, કોણ શું કહેશે તેની ચિંતા છોડો, કારણ કે શરીરના પાંચ તત્વોમાં ભળી ગયા પછી કોઈ વખાણ કરે કે કોમેન્ટ કરે તો શું ફરક પડે છે.??* 🥳 *તે સમયે જીવનનો આનંદ માણવાનો સમય અને મહેનતની કમાણી વીતી ગઈ હશે..* 🥳 *તમારા બાળકોની જરૂરિયાતો વિશે વધુ ચિંતા કરશો નહીં..* *તેમને પોતાનો રસ્તો શોધવા દો.* *તેમને પોતાનું ભવિષ્ય બનાવવા દો. તેમની ઈચ્છાઓ, આકાંક્ષાઓ અને સપનાઓના ગુલામ ન બનો.* 🥳 *બાળકોને પ્રેમ કરો, તેમની સંભાળ રાખો, તેમને ભેટો પણ આપો, પરંતુ તમારી પોતાની આકાંક્ષાઓ પર પણ કેટલાક જરૂરી ખર્ચાઓ કરો.* 🥳 *જન્મથી મૃત્યુ સુધી દુઃખ સહન કરવાનો એકમાત્ર રસ્તો નથી.* *આ ધ્યાનમાં રાખો.* 🥳 *તમે ૬ દાયકા પૂર્ણ કર્યા છે, હવે જીવન અને આરોગ્ય સાથે રમીને પૈસા કમાવવા એ અયોગ્ય છે, કારણ કે હવે પૈસા ખર્ચ્યા પછી પણ તમે સ્વાસ્થ્ય ખરીદી શકતા નથી.* 🥳 *આ યુગમાં બે પ્રશ્નો મહત્વના છેઃ* *પૈસા કમાવવાનું કામ ક્યારે બંધ કરવું* *અને* *બાકીના જીવન માટે કેટલા પૈસા સુરક્ષિત રીતે રાખવા.* 🥳 *તમારી પાસે હજારો એકર ફળદ્રુપ જમીન હોવા છતાં પેટ ભરવા માટે કેટલું અનાજ જોઈએ? જો તમારી પાસે ઘણાં ઘરો છે, તો પણ તમને રાત્રે સૂવા માટે માત્ર એક જ રૂમની જરૂર છે.* 🥳 *જો કોઈ દિવસ આનંદ વિના પસાર થાય, તો તમે તમારા જીવનનો એક દિવસ ગુમાવ્યો છે. અને જો એક દિવસ આનંદમાં વિતાવ્યો હોય, તો એ દિવસ તમે કમાયા છો, આ ધ્યાનમાં રાખો.* 🥳 *બીજી એક વાત:* *જો તમે રમતવીર છો અને ખુશમિજાજ છો, તો પછી ભલે તમે બીમાર હોવ, પણ તમે જલ્દી સ્વસ્થ થઈ જશો અને જો તમે હંમેશા ખુશખુશાલ રહેશો, તો તમે ક્યારેય બીમાર થશો નહીં.* 🥳 *સૌથી મહત્વની વાત એ છે કે તમારી આસપાસ જે કંઈ સારું છે, તે શુભ છે, ઉત્કૃષ્ટ છે, તેનો આનંદ લો અને તેની કાળજી લો.* 🥳 *તમારા મિત્રોને ક્યારેય ભૂલશો નહીં. તેમની સાથે હંમેશા સારા સંબંધો રાખો. જો આમાં સફળ થશો, તો તમે હંમેશા હૃદયથી યુવાન રહેશો અને દરેકને પ્રેમ કરશો.* 🥳 *તમારા મિત્રો ના હોય તો તમે એકલા પડી જશો અને આ એકલતા બહુ ભારે પડશે.* 🥳 *તો વ્હોટ્સએપ દ્વારા દરરોજ સંપર્કમાં રહો, હસતા રહો, એકબીજાના વખાણ કરો.. જેટલો આનંદ છોડ્યો છે તેટલો આનંદ કરો.* 🥳 *પ્રેમ અને સ્નેહ મધુર છે, તેની મધુરતા માણો.* 🥳 *ગુસ્સો જીવલેણ છે. તેને હંમેશ માટે જમીનમાં દાટી દો.* 🥳 *કટોકટી ક્ષણિક છે, તેનો સામનો કરો.* 🥳 *પર્વત-શિખર ઓળંગીને સૂરજ પાછો આવે છે, પણ હૃદયમાંથી દૂર ગયેલા પ્રિયજનો પાછા આવતા નથી.* 🥳 *સંબંધોનું ધ્યાન રાખો, બધા વચ્ચે આદર અને પ્રેમ વહેંચો. જીવન ક્ષણિક છે, તેનો અંત ક્યારે આવશે તેની તમને ખબર પણ નથી. તો આનંદ કરો, આનંદ કરો, આનંદ કરો.* 🥳 *મિત્રતા અને મિત્રોને સુરક્ષિત રાખો.* 🥳 *શક્ય બને તેટલા "ગેટ-ટુગેધર" કરતા રહો..* 🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳 *જો તમને વાંચવાની મજા આવી હોય, તો ચોક્કસપણે આ સંદેશ તમને અને તમારા વરિષ્ઠ મિત્રોને ફોરવર્ડ કરો.* ✍️

Saturday, May 28, 2022

Medicine should not be limited to medicine bottles and tablets. Exercise is medicine. Morning walk is medicine. Fasting is medicine. Eating with family is medicine. Laughter is medicine. Sleep deprivation is a drug. Get to get together with friends is the medicine. Always being happy and cheerful is also medicine. Positivity is medicine. Kindness and compassion are medicine. Gratitude and love are medicine. Regular meditation is medicine. Silence on some occasion and Sometimes going into seclusion is also medicine. *And… * The most important good friend with whom we can share all the things of life * * is a drug store ..: !!! *

*દવા માત્ર દવાની બાટલી અને ગોળીઓ માં જ હોય એવું ન હોય…* વ્યાયામ એ દવા છે. મોર્નિંગ વોક એ દવા છે. ઉપવાસ કરવો એ દવા છે. કુટુંબ સાથે જમવું એ દવા છે. ખડખડાટ હસવું એ દવા છે. ઘસઘસાટ ઊંઘવું એ દવા છે. મિત્રો અને સહેલીઓ સાથે ગેટ ટુ ગેધર એ દવા છે. હંમેશા આનંદ માં રહેવું અને હસમુખ રહેવું એ પણ દવા છે. પોઝીટીવીટી એ દવા છે. દયા અને કરુણા એ દવા છે. કૃતજ્ઞતા અને પ્રેમ એ દવા છે. નિયમિત ધ્યાન કરવું તે દવા છે. અમુક પ્રસંગમાં મૌન અને કોઈ વાર એકાંતવાસ માં જવું એ પણ દવા જ છે. અને… *સૌથી અગત્ય નું સારા મિત્ર કે જેની સાથે જિંદગીની* *બધી જ વાત શેર કરી શકીએ એ એક દવાની દુકાન છે..:!!!*

Thursday, May 12, 2022

*રાજકારણમાં રસ લેતા* *મિત્રોને જણાવવાનું કે, અતિ દિલથી* *રાજકીય રસ લેવો નહીં.* *સારા* માણસ *ટિકિટ* થી *વંચિત* રહે છે. ને બાહુબલિને *ટિકિટ* મળે છે ત્યારે *હાર્ટને* એટેક આવે છે. બધાં *ભારતીયો* ને ચાહવું. કોઈથી *નફરત* કરવી નહીં. *ગામ* માં *સંપ* રહે, *સોસાયટી* માં *સંપ* રહે, *કુટુંબ* માં *સંપ* રહે એનુ *ધ્યાન* રાખવું. કોઈ રાજકીય ઉમેદવારનું વધુ પડતું *ખેંચવું* નહિ. *બાકી આજે ભાજપમાં છે,* *એ કાલે કોંગ્રેસમાં જતાં રહેશે,* *ને જે આજે કોંગ્રેસમાં છે, એ કાલે* *ભાજપમાં જતાં રહેશે.* બહુ *દુઃખી* થવું નહીં. જાડી *ચામડી* ના થવું. ધંધામાં *ધ્યાન* રાખવું. કોઈ *પક્ષ* ને વધારે *દેશભક્તિ* વાળો સમજી આંધળુકિયા *કુદી* ના પડવું. *તમારે દેશહિતનાં કાર્યો જાતે જ કરવા.* 👉 વીજળીની *બચત* કરવી. 👉 ટ્રાફિકના *નિયમો* પાળવા. 👉 ગંદકી *ના* કરવી. 👉 સગા ભાઈ-બહેનો તેમજ અંગત મિત્રોને *આર્થિક* મદદ કરવી. *કોઈને નડવું જ નહીં.* 👉 સોસાયટીમાં *ગાડી* નું *પાર્કિંગ* કોઈને *નડે* એમ *ના* કરવું. 👉 ગરીબ *ફેરિયા* પાસે બહુ *કસ* મારવો નહીં. 👉 ઘરમાં *મ્યુનિસિપાલિટી* ના નળનું *પાણી* બહુ *બગાડવું* નહીં. 👉 તમાકુના *માવા* ખાઈને જ્યાં- ત્યાં *થુકવું* નહીં. આવી અનેક *દેશહિત* ની *સેવા* છે જે *આપણે* જાતે કરી શકીએ છીએ. બાકી ટીવીના *ડિબેટ* માં *દેશહિત* માં જે મુદ્દા ઉપાડે તે *સાંભળવામાં* સમય *બગાડવો* નહીં. અને મોટેથી ટીવીનો *અવાજ* કરી ઘરમાં પત્ની બાળકો માતાપિતાને *ખલેલ* પહોંચાડવી નહીં. રાજકીય લોકોના ફાલતું *મેસેજ* વોટ્સએપમાં *ફોરવર્ડ* કરી સામાંનો સમય *બગાડવો* નહીં. *આ બધી દેશસેવા જ છે.* પ્રિય *દેશવાસીઓ* રાજકિય લોકો, જે *ચૂંટણી* સમયે દેશહિતના *મુદ્દા* લાવે છે એ *દેશહિતના* હોતા નથી, પણ ફક્ત *ચૂંટણી જીતવાનાજ* હોય છે, *માટે પોતાના ધંધામાં ધ્યાન આપો.* *મતદાન કરજો પણ કોઈની સાથે સંબંધ બગાડતા નહીં.* *વિચારવા 🤔 જેવુ ખરુ કે નહી???* 🙏🙏🙏🙏🙏 બે વિપરીત પરીસ્થિતીના કારણે દેશ પાયમાલી ભોગવે છે, એક : *શિક્ષણમાં રાજકારણ વધુ છે એ,* અને બીજું : *રાજકારણમાં શિક્ષણ ઓછુ છે એ*..!! *It's reality* *it's true*

એક નિઃસ્વાર્થ ભાવે કરેલું કાર્ય* *ક્યારેય નિષ્ફળ જતું નથી.*

 *કર્મ ના ફળ નું ફળ* સ્કોટલેન્ડમાં આવેલા મોટા-મોટા ખેતરોમાંથી એક ખેડૂત, જેનું નામ ફલેમિંગ હતું. એ ઝપાટાભેર જઈ રહ્યો હતો. એને ઘેર પહોંચવાની ઉ...