Sunday, July 26, 2020

भगवान किसी को बचाना चाहता है तो बोलेरो बन के भी आ सकता है

https://youtu.be/wXB8-kUr10s

આ એક સત્ય ઘટના છે આજે કોરોના જેવી બીમારી ના કારણે ધટના યાદ આવી એટલે રજુ કરી

આજથી લગભગ 58 વર્ષ પહેલાં ની આ એક વિરપુર (તાલુકો -પાલનપુર ) ની સત્ય ધટના છે
એ સમય મા  વિરપુર ગામ માં એક રોગ  આવેલ જેમાં ભેંસો ની (ઑચળ) ની અને શરીર ની ચામડી રોગ ના કારણે ચામડી ઉતરવા લાગી જેના કારણે ભેંસો દોહવા મા ખુબ જ મુશ્કેલી પડવા લાગી ગ્રામ જનો હેરાન પરેશાન થઈ ગયા હતાં આના કારણે ગામ લોકો ભેગા મળીને એક ઠાકોર ના ધરે થી એક ચરુડી (પહેલા ના જમાના માં પાણી ભરવા નુ પીતળ નુ વાસણ ) તેમાં ગામ કુવા નુ પાણી ભરી ગામ નો ચોકિયાત (માજી રાણા) ને માથે ઉપાડવ ને ગામ થી  બહાર વીર મહારાજ નુ મંદિર છે હાલ માં પણ છે તે વીર મહારાજ ના ઉપર તે પાણી ફેરવી ને
  તે પાણી ગામ ના ઝાંપા  મા લાવ્યા ત્યાર બાદ ગામના બધા જ ઢોર (ભેંસો) ને ગામ ની અંદર લાવવા મા આવ્ય અને પછી એક પછી એક પોત પોતાના ભેંસો લઇને ગામની બહાર નીકળવા નુ હતું અને જયારે ભેંસો ને ગામ ની બહાર લઇ જવામાં (પોતા પોતાના ને વાડે/ખેતરમાં ) આવી ત્યારે તે ભેંસો ઉપર વિર મહારાજ ના ઉપર ફેરવી ને લાવેલા પાણી નો છંટકાવ કરવામાં આવ્યો

ત્યાર સુધી થી આજ દિવસ સુધી વિરપુર ગામ માં શ્રી વીર મહારાજ ની કુપા થી કોઈ રોગ આવેલ નથી. જેના પુરાવા રૂપે હાલ માં પણ માણસો હાજર છે.
આવી અવનવી માહિતી માટે અમારા બ્લોગ ની મુલાકાત લેવા વિનંતિ

🙏🙏🙏🙏🙏જય વીર દાદા🙏🙏🙏🙏🙏

બનાસ ( બનાસકાંઠા)નદી નો ઈતિહાસ

🏞 બનાસ નદી નો ઈતિહાસ 🏞

રેતના વસ્ત્રો ધોતી, બનાસ નદી...
~~~~~~~~~~~~~~~~~~~~~~
          રાજસ્થાનમાંથી નીકળીને ગુજરાતમાં વહેતી બનાસ નદીનું મૂળ સિરોહી જિલ્લામાં સિરોહી અને માઉન્ટ આબુ વચ્ચે અરવલ્લીની ગિરિમાળામાં ઉદેપુર પાસેના ઢેબર સરોવરમાંથી નીકળી ગુજરાતમાં અમીરગઢ સરોત્રા પાસેથી ઈશાન ખૂણામાં પ્રવેશે છે. આ નદી ૧૮ કિ.મી. જંગલમાં વહે છે. તેના પછી દાંતીવાડા ડેમમાં તેનું પાણી સંગ્રહાય છે. આ ડેમ દ્વારા ડીસા અને પાટણવિસ્તારના લગભગ ૧ લાખ કિ.મી. વિસ્તારમાં પિયત થાય છે.. પ્રાચીનકાળમાં આ નદી ‘પર્ણાશા’ નામથી ઓળખાતી હતી. મહાભારત અને પદ્મપુરાણમાં એક ‘પર્ણાશા’ નદી નોંધાઈ છે. ભીષ્મપર્વમાં એ ‘પર્ણાશા’ છે. આ નદીને મત્સ્ય અને વાયુ-પુરાણોમાં ‘વર્ણાશા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને માર્કંડેયમાં એ ‘વેણાસાં’ કહેવાતી હતી, જયારે બ્રહ્મપુરાણમાં એ ‘વેણ્યા’ છે. પર્ણાશા એ સ્પષ્ટ હાલની બનાસ છે. બનાસ નદી બે છે તેમાં એક બનાસ મધ્યપ્રદેશના ચંબલની શાખા છે. જે પૂર્વાગામીની છે. જ્યારે બીજી બનાસ ઉત્તર- પશ્ચિમ ગુજરાતની છે જે પશ્ચિમગામિની છે. સીપુ બનાસનદીના જમણા કાંઠાની મુખ્‍ય શાખા છે અને ખારી, ડાબા કાંઠાની મુખ્‍ય શાખા છે. બનાસના ડાબા કાંઠે અન્‍ય પાંચ શાખા નામે સુકલી, બાલારામ, સુકેત, સેવરણ અને બાત્રિયા મળે છે. આ નદીને ‘કુંવારિકા’ નદી તરીકે ઓળખવામાં આવે છે. કારણકે તે કોઈ સાગર કે મહાસાગર ને મળતી નથી, પરંતુ રણમાં જઈ સમાઈ જાય છે.

          બનાસ નદીનો પટ તેની બટાટાની ખેતી માટે જાણીતો છે. અહીં ઇટાલિયન તથા સિમલા પ્રકારનાં બિયારણોના ઉપયોગી બટાટાનું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે. આ નદીના નામ પરથી ઉત્તર ગુજરાતના આ સરહદી જિલ્લાનું નામ ‘બનાસકાંઠા’ પડેલું છે. અમુક ઉલ્લેખો પ્રમાણે નહપાનના જમાઈ ઉષવદાતના નાસિકના અભિલેખમાં એનાં તીર્થોમાંના દાનપુણ્યનો આરંભ ‘બાર્ણાસા’ નદીથી થયો કહેવાયા છે. સાહિત્યિક ઉલ્લેખો જોતા ખ્યાલ આવે છે કે પુરાતન પ્રબંધસંગ્રહમાં ભીમદેવ રાજાના સમયમાં પાટણ ઉપર તુરુષ્કો ચડી આવ્યા ત્યારે ‘બનાસ’ નદીના કાંઠાના ‘ગાડર’ નામના સ્થાન પર રણક્ષેત્ર તૈયાર કર્યાનું નોંધ્યું છે. આ નદીની સીપુ અને બાલારામ એ મુખ્ય શાખા નદીઓ છે. આ નદી બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ધાનેરા, ડીસા, દાંતીવાડા, કાંકરેજ તથા પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુર તાલુકાઓમાં થઇને વહે છે. કચ્છના નાના રણની શુષ્ક અને વેરાન ભૂમિને બનાસ નદીનું વરદાન મળેલું છે તેથી આ પ્રદેશના રહેવાસી માટે તે ખરા અર્થમાં લોકમાતા બનીને લોકજીવનને ધબકતું રાખે છે.

           તે સિવાય સીપુ અને બાલારામ નદીઓ તેની શાખાઓ છે. અર્જુની નદી કે જે હિન્દુ જનતા માટે પુજનીય છે. તે દાંતા અને અંબાજીની ટેકરીઓમાંથી નીકળી સરસ્વતી નદીને વડગામ તાલુકાના મોરીયા ગામે મળ્યા બાદ સરસ્વતી નામ ધારણ કરેલ છે. બનાસ નદી ઉપર દાંતીવાડા ડેમ, સીપુ નદી ઉપર સીપુ ડેમ અને સરસ્વતી નદી ઉપર મુકતેશ્વર ડેમ બાંધવામાં આવેલ છે. બનાસ અને સીપુ નદી ડીસા તાલુકાના ભડથ ગામે એક થઈ સીપુ નદી બનાસ નદીમાં સમાઈ જાય છે. અહીં રહી, લેફ. એડવિનને બાર્ને ૧૮૮૫માં મુંબઇ ઇલાકાના પક્ષીઓ ઉપર સુંદર પુસ્તક બહાર પાડ્યું હતું તે સમયે બનાસ નદી બારે માસ વહેતી હતી. આદિકાળથી અવિરત વહેતી આ નદી ૧૮૮૫ની આજુબાજુ હંમેશ માટે ધરતી ઉપરથી અલોપ થઇ ગઇ, ચારે બાજુ પાર વગરના વન્ય પ્રાણીઓ અહીં વિહરતા હતા. બનાસ નદીને કાંઠે વાઘ અને સિંહ એક કાંઠે સાથે પાણી પીતા હોવાના દાખલા છે. ડીસાના અંગ્રેજોના રેસકોર્સના મેદાન પાસે અંગ્રેજો ઘોડા ઉપર બેસી સિંહનો શિકાર કરતા હતા. ધીમે ધીમે વન્યપ્રાણીઓની સંખ્યા ઓછી થવા માંડી હતી....
             llઅરે ઓહ બનાસી
જ્યા હરણના માથા ફાડે તેવો તડકો પડતો હોય ,પણ તોય બાજરી લીલી છમ લહેરાય છે.
                                                   એવો મારો બનાસ કાઠો છે.
          વૈષાખની ગરમી મા લગનો ની સીજન  ચાલતી  હોય,પણ તોય લગ્નગીતો મીઠા ગવાય છે
                                                  એવો મારો બનાસ કાઠો છે.
           જ્યારે હાડ થીજાય એવી ઠંડી પડતી હોય,સવારના પરોઢીયે ઉઠીને ભેશો દોહવા જાય છે .
                                                   એવો મારો બનાસ કાઠો છે.
           ચોમાસા ના ઘોઘમાર વરસાદમા
નદીનુ પુર આવ્યુ હોય,પોતાનો જીવને જોખમ મા નાખીને ગાયો ભેશો ને  બચાવા જાય છે
                                                   એવો મારો બનાસ કાઠો છે.
           મર્યાદા નો ઘુઘટો કાઢીને જ્યારે દીકરી સાસરે જાય છે  ,ત્યારે પીયરની લાજ રાખવા ઝેરના ઘૂટડા પણ પી જાય છે.
                                                   એવો મારો બનાસ કાઠો છે.
            ખમ્મા મારા વીરા એમ બહેન ભાઈને કહે છે, ત્યારે ભાઈના આખમા આશુડા પડી જાય છે.
                                                   એવો મારો બનાસ કાઠો છે.
            ગામ મા એક ઘરે પ્રસંગ હોય ને આખુ ગામ દોડીને જાય છેત્યારે વેરી પણ ભેળા બેસીને જ્યા અમલ કશુબા પીવાય છે .
                                                   એવો મારો બનાસ કાઠો છે.
જ્યા રેતાળ રણ જેવો પ્રદેશ છે તોય માનવી દીલના નમણા છે
આવે કોઈ કોઈ મહેમાન તો બધા ઘરથી ચા લઈઆવે છે
                                                    એવો મારો બનાસ કાઠો છે.
           બનાસની ભોમ મા ઘરે ઘરે રેગડી ડાકલા વાગે છે ત્યારે મા જગદંબા પણ ગબ્બર છોડી ને
દરશન આપવા આવે છે.
                                                     એવો મારો બનાસ કાઠોછે.
           ધોળુ ધોતીયૂ ને ધોળી પાઘડી જ્યા પેરાય છે જ્યા બટાકા નગરી તરીકે મારુ ડીસા ઓળખાય છે..
                                                    એવો મારો બનાસ કાઠો છે.
           લાલ ગાગરો લીલી જુલકી અને સુનરી ઓઢણી જ્યા પહેરાય છે
એ પહેરવેષને જોઈને આખો અંજાઈ જાય છે.
                                                    એવો મારો બનાસ કાઠો છે.
                                                   એવો મારો બનાસ કાઠો છે.
          બનાસ મારી જૂગ જૂની ને,
          જૂગ જૂનો તારો ઈતીહાસ
આ ભવમા બનાસ વાસી બ્નયો
આવતા ભવમાય હે બનાસ,
હૂ હોઇશ તારો મહેમાન....

Friday, July 24, 2020

દુનિયા માં કેન્સર ની બીમારી મા ભારત મા બીજા નંબરે છે તેનુ કારણ શુ????જાણવા માટે ક્લીક કરો

https://youtu.be/4Y1RaOk6J3g

જીવનમાં એક જ ક્ષણમાં પરિસ્થીતી તદ્દન બદલાઈ જઈ શકે છે

*એક જંગલ હતું. તેમાં એક હરણી ગર્ભવતી હતી અને તેનું બચ્ચુ જન્મવાની તૈયારીમાં જ હતું. દૂર દેખાઈ રહેલું નદી પાસેનું એક ઘાસનું મેદાન તેને સુરક્ષિત જણાતા, તેણે ત્યાં જઈ બચ્ચાને જન્મ આપવાનો નિર્ણય કર્યો. તે ધીમે ધીમે ત્યાં જવા આગળ વધી અને ત્યાં જ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ગઈ.*

*તે જ ક્ષણે અચાનક... તે વિસ્તારના આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયાં અને વિજળીનો ગડગડાટ શરૂ થઈ ગયો. વિજળી પડતા ત્યાં દાવાનળ ફેલાઈ ગયો.*

*હરણીએ ગભરાયેલી નજરે ડાબી બાજુ જોયું તો ત્યાં તેને એક શિકારી પોતાના તરફ તીરનું નિશાન તાકતો દેખાયો. તે જમણી તરફ ફરી ઝડપથી એ દિશામાં આગળ વધવા ગઈ ત્યાં તેને એક ભૂખ્યો વિકરાળ સિંહ પોતાની દિશામાં આવતો દેખાયો.*

*આ સ્થિતીમાં ગર્ભવતી હરણી શું કરી શકે કારણ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ચૂકી છે.*

*તમને શું લાગે છે ? તેનું શું થશે ? શું હરણી બચી જશે ?*

*શું તે પોતાના બચ્ચાને જન્મ આપી શકશે ? શું તેનું બચ્ચુ બચી શકશે ? કે પછી...*

*દાવાનળમાં બધું સળગીને ભસ્મીભૂત થઈ જશે ?*

*શું હરણી ડાબી તરફ ગઈ હશે ? ના, ત્યાં તો શિકારી તેના તરફ બાણનું નિશાન તાકી ઉભો હતો.*

*શું હરણી જમણી તરફ ગઈ હશે ? ના, ત્યાં સિંહ તેને ખાઈ જવા તૈયાર હતો.*

*શું હરણી આગળ જઈ શકે તેમ હતી ? ના, ત્યાં ધસમસ્તી નદી તેને તાણી જઈ શકે એમ હતી.*

*શું હરણી પાછળ જઈ શકે તેમ હતી ? ના, ત્યાં દાવાનળ તેને બાળીને ભસ્મ કરી દઈ શકે તેમ હતો.*

*જવાબ : આ ઘટના સ્ટોકેઇસ્ટીક પ્રોબેબીલીટી થિયરીનું એક ઉદાહરણ છે.*

*તે કંઈજ કરતી નથી. તે માત્ર પોતાના બચ્ચાને, એક નવા જીવને જન્મ આપવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે.*

*એ ક્ષણ પછીની ફક્ત બીજી જ઼ ક્ષણમાં આ પ્રમાણે ઘટનાક્રમ બનવા પામે છે.*

*એક ક્ષણમાં શિકારી પર વિજળી પડે છે અને તે અંધ બની જાય છે. આકસ્મિક બનેલી આ ઘટનાને લીધે શિકારી નિશાન ચૂકી જાય છે અને તીર હરણીની બાજુમાંથી પસાર થઈ જાય છે.*

*તીર સિંહના શરીરમાં ઘૂસી જાય છે અને તે બૂરી રીતે ઘાયલ થઈ જાય છે. એ જ ક્ષણે મૂશળધાર વર્ષા વરસે છે અને દાવાનળને બૂઝાવી નાંખે છે.*

*એ જ ક્ષણે હરણી એક સુંદર, તંદુરસ્ત બચ્ચાને જન્મ આપે છે.*

*આપણા સૌના જીવનમાં એવી કેટલીક ક્ષણો આવે છે જ્યારે બધી દિશાઓમાંથી નકારાત્મક વિચારો અને સંજોગો આપણને ઘેરી વળે છે. એમાંના કેટલાક વિચારો તો એટલા શક્તિશાળી હોય છે કે તે આપણા પર હાવી થઈ જાય છે અને આપણને શૂન્યમનસ્ક બનાવી મૂકે છે.*

*પણ જીવનમાં એક જ ક્ષણમાં પરિસ્થીતી તદ્દન બદલાઈ જઈ શકે છે.

*ચારેબાજુ નકારાત્મકતા જોવા મળે તો પણ દ્રઢ નિશ્ચય રાખીએ તો અવશ્ય સફળતા મળે જ છે.*

*ગમે તો આ સ્ટોરી તમારા ફ્રેન્ડ્સને શેર જરૂર કરજો, જેથી તેમના વિચારો પણ પોઝીટીવ અને ડગમગીયા વગર શક્તિશાળી બને...!!!*

*ફકત ઈશ્વરમાં શ્રધ્ધા રાખો અને દીલથી મહેનત કરો તો જરૂર સફળ થશો.*********

Wednesday, July 22, 2020

માણસ જયાર સુધી દુખ ની ખબર ન પડે ત્યાર સુધી મુત્યુ આવે તો પણ પાછું પાડી શકે છે પણ જયારે ખબર પડી જાય ત્યારે?????? થોડું નહીં વધારે જાણો અવનવી માટે અમારા બ્લોગ ની મુલાકાત લેવા વિનંતિ

આજના સમયમાં માનવી નુ જીવન ખુબ જ ઝડપી બની ગયુ 
દરેક કામ ફટાફટ થઈ જાય તેવી અપેક્ષા રાખે છે પણ કોરોના વાયરસ જેવી એક અદ્શય બીમારી માણસ ને ધીમે કરી દિધો છે 
કોઈ પણ નિર્ણય બીજા ને આધારે લેવા માટે મજબૂર થઈ ગયો છે
જેમ કે આજે અમેરિકા કે ચીન જેવા દેશ ની કોઈ દવા બનાવતી કંપનીઓ જો એવું નક્કી કરે કે  BP બ્લડ પ્રેશર 350 નોર્મલ ગણાય  તો આપણે માની લઈએ 
અને જો ડાયાબિટીસ વાળા ને એમ કહે કે  મીઠાસ વધુ ખાવી તો હુ ગેરંટી સાથે કહુ છુ કે આપણે ડાયાબિટીસ હોય તો પણ મીઠાસ ખાઈ લઈએ 
કેમકે લોકો ને દુનિયા જે બતાવે છે તેજ જોવું ગમે છે

અને માણસ જયાર સુધી દુખ ની ખબર ન પડે ત્યાર સુધી મુત્યુ આવે તો પણ પાછું પાડી શકે છે 

પણ જયારે ખબર પડી જાય ત્યારે????
 
એક સરસ મજાની નાની વાર્તા રજૂ કરું છુ 

એક વાર એક ખેડૂતો ખેતરમાં હળ ચલાવતો હતો સવાર ની નવ વાગ્યા નો સમય હતો તે તેના બળદ ને ડચકારા બોલાવતો બોલવતા તેની મસ્તીમાં હળ ચલાવતો હતો, જે ખેતરમાં હળ ચલાવતો હતો તે ખેતર ના શેઢા ને અડીને એક બાવળ નુ ઝાડ હતુ, અને તે ઝાડ ઉપર એક સાપ હતો જયારે ખેડૂત હળ ચલાવતો હતો ત્યારે સાપે તે ખેડૂત ને માથા માં ડંખ મારી પણ ખેડૂત ને  એમ થયું કે માથા માં બાવળ નો શુલ કાટો વાગ્યો છે તેમ સમજી તે તેની મસ્તી માં હળ ચલાવ્યે જ રાખતો હતો આમ તેનુ કામ પુરું કરીને ઘરે જઈ બપોર નુ ભોજન કરી ને આરામ કરીને દરરોજ ના રેગ્યુલર કામ મુજબ તેનુ કામ કરવા લાગ્યો 

હવે આ વાત ને લગભગ એક વર્ષ વીતી ગયું ફરીથી ખેડૂત એજ ખેતરમાં હળ ચલાવવા માટે ગયો અને સંજોગોવસાત એજ સાપ ના ડંખ વાળી ઘટના બની આ વખતે ખેડૂતે પોતાના ઉપર ના ભાગે ઝાડ ઉપર જોયું અને ખેડૂત ત્યાજ મરણ પામ્યો,

કેમ કે જયાર સુધી ખેડૂત ને સાપ ના ડંખ મારવાની  ખબર ન હતી ત્યાર સુધી તે અમર હતો પણ જયારે ખબર પડી કે તેને સાપે ડંખ મારેલ છે એટલે ત્યાજ મરણ પામ્યો 

માટે જયાર સુધી વાસ્તવિકતાની ખબર ન પડે ત્યાર સુધી કોઇ પણ ગણતરી ન મુકવી








આ મારા પોતાના વિચારો  પર  આધારિત લેખ આપેલ છે કોઈ પણ ગેરસમજ ઊભી થાય તેના માટે કોઈ જવાબદારી નથી 



એક નિઃસ્વાર્થ ભાવે કરેલું કાર્ય* *ક્યારેય નિષ્ફળ જતું નથી.*

 *કર્મ ના ફળ નું ફળ* સ્કોટલેન્ડમાં આવેલા મોટા-મોટા ખેતરોમાંથી એક ખેડૂત, જેનું નામ ફલેમિંગ હતું. એ ઝપાટાભેર જઈ રહ્યો હતો. એને ઘેર પહોંચવાની ઉ...