🏞 બનાસ નદી નો ઈતિહાસ 🏞
રેતના વસ્ત્રો ધોતી, બનાસ નદી...
~~~~~~~~~~~~~~~~~~~~~~
રાજસ્થાનમાંથી નીકળીને ગુજરાતમાં વહેતી બનાસ નદીનું મૂળ સિરોહી જિલ્લામાં સિરોહી અને માઉન્ટ આબુ વચ્ચે અરવલ્લીની ગિરિમાળામાં ઉદેપુર પાસેના ઢેબર સરોવરમાંથી નીકળી ગુજરાતમાં અમીરગઢ સરોત્રા પાસેથી ઈશાન ખૂણામાં પ્રવેશે છે. આ નદી ૧૮ કિ.મી. જંગલમાં વહે છે. તેના પછી દાંતીવાડા ડેમમાં તેનું પાણી સંગ્રહાય છે. આ ડેમ દ્વારા ડીસા અને પાટણવિસ્તારના લગભગ ૧ લાખ કિ.મી. વિસ્તારમાં પિયત થાય છે.. પ્રાચીનકાળમાં આ નદી ‘પર્ણાશા’ નામથી ઓળખાતી હતી. મહાભારત અને પદ્મપુરાણમાં એક ‘પર્ણાશા’ નદી નોંધાઈ છે. ભીષ્મપર્વમાં એ ‘પર્ણાશા’ છે. આ નદીને મત્સ્ય અને વાયુ-પુરાણોમાં ‘વર્ણાશા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને માર્કંડેયમાં એ ‘વેણાસાં’ કહેવાતી હતી, જયારે બ્રહ્મપુરાણમાં એ ‘વેણ્યા’ છે. પર્ણાશા એ સ્પષ્ટ હાલની બનાસ છે. બનાસ નદી બે છે તેમાં એક બનાસ મધ્યપ્રદેશના ચંબલની શાખા છે. જે પૂર્વાગામીની છે. જ્યારે બીજી બનાસ ઉત્તર- પશ્ચિમ ગુજરાતની છે જે પશ્ચિમગામિની છે. સીપુ બનાસનદીના જમણા કાંઠાની મુખ્ય શાખા છે અને ખારી, ડાબા કાંઠાની મુખ્ય શાખા છે. બનાસના ડાબા કાંઠે અન્ય પાંચ શાખા નામે સુકલી, બાલારામ, સુકેત, સેવરણ અને બાત્રિયા મળે છે. આ નદીને ‘કુંવારિકા’ નદી તરીકે ઓળખવામાં આવે છે. કારણકે તે કોઈ સાગર કે મહાસાગર ને મળતી નથી, પરંતુ રણમાં જઈ સમાઈ જાય છે.
બનાસ નદીનો પટ તેની બટાટાની ખેતી માટે જાણીતો છે. અહીં ઇટાલિયન તથા સિમલા પ્રકારનાં બિયારણોના ઉપયોગી બટાટાનું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે. આ નદીના નામ પરથી ઉત્તર ગુજરાતના આ સરહદી જિલ્લાનું નામ ‘બનાસકાંઠા’ પડેલું છે. અમુક ઉલ્લેખો પ્રમાણે નહપાનના જમાઈ ઉષવદાતના નાસિકના અભિલેખમાં એનાં તીર્થોમાંના દાનપુણ્યનો આરંભ ‘બાર્ણાસા’ નદીથી થયો કહેવાયા છે. સાહિત્યિક ઉલ્લેખો જોતા ખ્યાલ આવે છે કે પુરાતન પ્રબંધસંગ્રહમાં ભીમદેવ રાજાના સમયમાં પાટણ ઉપર તુરુષ્કો ચડી આવ્યા ત્યારે ‘બનાસ’ નદીના કાંઠાના ‘ગાડર’ નામના સ્થાન પર રણક્ષેત્ર તૈયાર કર્યાનું નોંધ્યું છે. આ નદીની સીપુ અને બાલારામ એ મુખ્ય શાખા નદીઓ છે. આ નદી બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ધાનેરા, ડીસા, દાંતીવાડા, કાંકરેજ તથા પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુર તાલુકાઓમાં થઇને વહે છે. કચ્છના નાના રણની શુષ્ક અને વેરાન ભૂમિને બનાસ નદીનું વરદાન મળેલું છે તેથી આ પ્રદેશના રહેવાસી માટે તે ખરા અર્થમાં લોકમાતા બનીને લોકજીવનને ધબકતું રાખે છે.
તે સિવાય સીપુ અને બાલારામ નદીઓ તેની શાખાઓ છે. અર્જુની નદી કે જે હિન્દુ જનતા માટે પુજનીય છે. તે દાંતા અને અંબાજીની ટેકરીઓમાંથી નીકળી સરસ્વતી નદીને વડગામ તાલુકાના મોરીયા ગામે મળ્યા બાદ સરસ્વતી નામ ધારણ કરેલ છે. બનાસ નદી ઉપર દાંતીવાડા ડેમ, સીપુ નદી ઉપર સીપુ ડેમ અને સરસ્વતી નદી ઉપર મુકતેશ્વર ડેમ બાંધવામાં આવેલ છે. બનાસ અને સીપુ નદી ડીસા તાલુકાના ભડથ ગામે એક થઈ સીપુ નદી બનાસ નદીમાં સમાઈ જાય છે. અહીં રહી, લેફ. એડવિનને બાર્ને ૧૮૮૫માં મુંબઇ ઇલાકાના પક્ષીઓ ઉપર સુંદર પુસ્તક બહાર પાડ્યું હતું તે સમયે બનાસ નદી બારે માસ વહેતી હતી. આદિકાળથી અવિરત વહેતી આ નદી ૧૮૮૫ની આજુબાજુ હંમેશ માટે ધરતી ઉપરથી અલોપ થઇ ગઇ, ચારે બાજુ પાર વગરના વન્ય પ્રાણીઓ અહીં વિહરતા હતા. બનાસ નદીને કાંઠે વાઘ અને સિંહ એક કાંઠે સાથે પાણી પીતા હોવાના દાખલા છે. ડીસાના અંગ્રેજોના રેસકોર્સના મેદાન પાસે અંગ્રેજો ઘોડા ઉપર બેસી સિંહનો શિકાર કરતા હતા. ધીમે ધીમે વન્યપ્રાણીઓની સંખ્યા ઓછી થવા માંડી હતી....
llઅરે ઓહ બનાસી
જ્યા હરણના માથા ફાડે તેવો તડકો પડતો હોય ,પણ તોય બાજરી લીલી છમ લહેરાય છે.
એવો મારો બનાસ કાઠો છે.
વૈષાખની ગરમી મા લગનો ની સીજન ચાલતી હોય,પણ તોય લગ્નગીતો મીઠા ગવાય છે
એવો મારો બનાસ કાઠો છે.
જ્યારે હાડ થીજાય એવી ઠંડી પડતી હોય,સવારના પરોઢીયે ઉઠીને ભેશો દોહવા જાય છે .
એવો મારો બનાસ કાઠો છે.
ચોમાસા ના ઘોઘમાર વરસાદમા
નદીનુ પુર આવ્યુ હોય,પોતાનો જીવને જોખમ મા નાખીને ગાયો ભેશો ને બચાવા જાય છે
એવો મારો બનાસ કાઠો છે.
મર્યાદા નો ઘુઘટો કાઢીને જ્યારે દીકરી સાસરે જાય છે ,ત્યારે પીયરની લાજ રાખવા ઝેરના ઘૂટડા પણ પી જાય છે.
એવો મારો બનાસ કાઠો છે.
ખમ્મા મારા વીરા એમ બહેન ભાઈને કહે છે, ત્યારે ભાઈના આખમા આશુડા પડી જાય છે.
એવો મારો બનાસ કાઠો છે.
ગામ મા એક ઘરે પ્રસંગ હોય ને આખુ ગામ દોડીને જાય છેત્યારે વેરી પણ ભેળા બેસીને જ્યા અમલ કશુબા પીવાય છે .
એવો મારો બનાસ કાઠો છે.
જ્યા રેતાળ રણ જેવો પ્રદેશ છે તોય માનવી દીલના નમણા છે
આવે કોઈ કોઈ મહેમાન તો બધા ઘરથી ચા લઈઆવે છે
એવો મારો બનાસ કાઠો છે.
બનાસની ભોમ મા ઘરે ઘરે રેગડી ડાકલા વાગે છે ત્યારે મા જગદંબા પણ ગબ્બર છોડી ને
દરશન આપવા આવે છે.
એવો મારો બનાસ કાઠોછે.
ધોળુ ધોતીયૂ ને ધોળી પાઘડી જ્યા પેરાય છે જ્યા બટાકા નગરી તરીકે મારુ ડીસા ઓળખાય છે..
એવો મારો બનાસ કાઠો છે.
લાલ ગાગરો લીલી જુલકી અને સુનરી ઓઢણી જ્યા પહેરાય છે
એ પહેરવેષને જોઈને આખો અંજાઈ જાય છે.
એવો મારો બનાસ કાઠો છે.
એવો મારો બનાસ કાઠો છે.
બનાસ મારી જૂગ જૂની ને,
જૂગ જૂનો તારો ઈતીહાસ
આ ભવમા બનાસ વાસી બ્નયો
આવતા ભવમાય હે બનાસ,
હૂ હોઇશ તારો મહેમાન....

No comments:
Post a Comment