દરેક કામ ફટાફટ થઈ જાય તેવી અપેક્ષા રાખે છે પણ કોરોના વાયરસ જેવી એક અદ્શય બીમારી માણસ ને ધીમે કરી દિધો છે
કોઈ પણ નિર્ણય બીજા ને આધારે લેવા માટે મજબૂર થઈ ગયો છે
જેમ કે આજે અમેરિકા કે ચીન જેવા દેશ ની કોઈ દવા બનાવતી કંપનીઓ જો એવું નક્કી કરે કે BP બ્લડ પ્રેશર 350 નોર્મલ ગણાય તો આપણે માની લઈએ
અને જો ડાયાબિટીસ વાળા ને એમ કહે કે મીઠાસ વધુ ખાવી તો હુ ગેરંટી સાથે કહુ છુ કે આપણે ડાયાબિટીસ હોય તો પણ મીઠાસ ખાઈ લઈએ
કેમકે લોકો ને દુનિયા જે બતાવે છે તેજ જોવું ગમે છે
અને માણસ જયાર સુધી દુખ ની ખબર ન પડે ત્યાર સુધી મુત્યુ આવે તો પણ પાછું પાડી શકે છે
પણ જયારે ખબર પડી જાય ત્યારે????
એક સરસ મજાની નાની વાર્તા રજૂ કરું છુ
એક વાર એક ખેડૂતો ખેતરમાં હળ ચલાવતો હતો સવાર ની નવ વાગ્યા નો સમય હતો તે તેના બળદ ને ડચકારા બોલાવતો બોલવતા તેની મસ્તીમાં હળ ચલાવતો હતો, જે ખેતરમાં હળ ચલાવતો હતો તે ખેતર ના શેઢા ને અડીને એક બાવળ નુ ઝાડ હતુ, અને તે ઝાડ ઉપર એક સાપ હતો જયારે ખેડૂત હળ ચલાવતો હતો ત્યારે સાપે તે ખેડૂત ને માથા માં ડંખ મારી પણ ખેડૂત ને એમ થયું કે માથા માં બાવળ નો શુલ કાટો વાગ્યો છે તેમ સમજી તે તેની મસ્તી માં હળ ચલાવ્યે જ રાખતો હતો આમ તેનુ કામ પુરું કરીને ઘરે જઈ બપોર નુ ભોજન કરી ને આરામ કરીને દરરોજ ના રેગ્યુલર કામ મુજબ તેનુ કામ કરવા લાગ્યો
હવે આ વાત ને લગભગ એક વર્ષ વીતી ગયું ફરીથી ખેડૂત એજ ખેતરમાં હળ ચલાવવા માટે ગયો અને સંજોગોવસાત એજ સાપ ના ડંખ વાળી ઘટના બની આ વખતે ખેડૂતે પોતાના ઉપર ના ભાગે ઝાડ ઉપર જોયું અને ખેડૂત ત્યાજ મરણ પામ્યો,
કેમ કે જયાર સુધી ખેડૂત ને સાપ ના ડંખ મારવાની ખબર ન હતી ત્યાર સુધી તે અમર હતો પણ જયારે ખબર પડી કે તેને સાપે ડંખ મારેલ છે એટલે ત્યાજ મરણ પામ્યો
માટે જયાર સુધી વાસ્તવિકતાની ખબર ન પડે ત્યાર સુધી કોઇ પણ ગણતરી ન મુકવી
આ મારા પોતાના વિચારો પર આધારિત લેખ આપેલ છે કોઈ પણ ગેરસમજ ઊભી થાય તેના માટે કોઈ જવાબદારી નથી
No comments:
Post a Comment