Thursday, June 18, 2020

જિંદગીમાંથી ડિપ્રેશન દૂર કરવાનો ઉપાય શું???

જિંદગીમાંથી ડિપ્રેશન દૂર કરવાનો ઉપાય શું???

એનો એક જ ઉપાય છે સર....
મારા જેવો એટીટયુડ રાખવાનો....
"આવે તો વેલકમ,
અને
જાય તો ભીડ કમ...."
બાકી પોતાના વ્યક્તિગત સ્વાર્થની સિધ્ધિ માટે લાગણીનો સ્વાંગ રચીને આપણને ચૂંથી નાંખવા ફરતા વરુઓ રોજના દસ મળશે....અને જો તમે એણે રચેલી ટ્રેપમાં ફસાઈને લાગણીશીલ બન્યા તો બીજી જ ક્ષણે એનો સ્વાર્થ સિદ્ધ કરી લઈ યૂઝ એન્ડ થ્રો કરી ક્યાંય પલાયન થઈ જશે...અને તમે ભરોસો ખોયાના દુઃખમાં એ પણ એવી વ્યક્તિ કે જે ભરોસા લાયક હતી જ નહીં માત્ર એને તમારી પાસેથી કંઈક કઢાવવું હતું કે તમારો ઉપયોગ કરીને અન્ય રીતે એનો સ્વાર્થ સિદ્ધ કરવો હતો, તેવી વ્યક્તિ કે જે તમને છેતરીને પલાયન થઈ ગઈ છે એને તમારી રહેનુમા સમજીને ડીપ્રેશ થવાનો કોઈ જ અર્થ નથી અને થાઓ છો તો એ મુર્ખામી છોડી પોતાના ઉપર થોડીક વાર હસી લેવું....
ધેટ્સ યુ આર....
જે દિવસે તમે પોતાના ઉપર હસતા થઈ ગયા, સમજી લેજો કે તમારું ડિપ્રેશન તમને એનો કાળ સમજીને જોજનો દૂર ભાગતું રહેશે...
તમે તમારા ઉપર ત્યારે જ નથી હસી શકતા કે જ્યારે તમે પોતાને " આઈ એમ સમથિંગ" સમજો છો.. તમે સમથિંગ છો જ પણ તમારા સ્વજનો માટે, તમારા માતાપિતા, ભાઈ બહેન કે પત્ની તથા સંતાનો માટે....
પણ બીજાને નીચે પછાડીને કે કોઈની ઉપર ખોટો વટ મારવાના હેતુસર જ્યારે આપણે પોતાની હેસિયતથી ઓવર રીએક્ટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને એ મુર્ખામી કરવામાં પછડાટ મળ્યા બાદ હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાવાથી જ્યારે તમારો વણ જોઈતો ઈગો હર્ટ થાય છે, એ જ પરિસ્થિતિ તમને ડીપ્રેશનમાં ગરકાવ કરે છે પણ જો એ વખતે આવું સમથિંગપણું છોડીને વાસ્તવિકતાનો સ્વીકાર કરી જો પોતાને જ હસી કાઢતા થઈ ગયા તે દિવસથી સમજી લેજો કે તમે જિંદગીને માણતા થઈ જશો.....
અરે યાર જરા એટલું તો સમજો કે એ પરમાત્માની આપણી ઉપર કેટલી બધી કૃપા છે કે એણે આપણને 18, 20 , 30 કે 45 વર્ષની ઉંમર સુધી આ દુનિયામાં જીવિત રાખ્યા છે...નહિ તો એવા કેટલાયે હશે જેઓ હોસ્પિટલમાં કે ઘરના ખાટલામાં માં ના ગર્ભમાંથી બહાર નીકળતાંની સાથે જ આ દુનિયામાંથી વિદાય લઈ લે છે....
તો આપણે કમ સે કમ કુદરતની આપણા ઉપર વરસેલી એ મહેરની તો કદર કરવી જ જોઈએ...
અને તેમ છતાંયે હજુપણ ડિપ્રેશન દૂર નથી થતું તો તમારા કોઈ અંગત વ્યક્તિ પાસે દિલનો બધો જ ભાર ઠાલવી દો...
અને જો એવું કોઈ અંગત ના હોય તો પછી મને ફોન કરો... "અભી હમ જિંદા હૈ..."
 જય હિન્દ...
 વાત સાચી અને સારી લાગી હોય તો લાઈક અને શેર કરવા વિનંતી 


Thursday, June 11, 2020

શ્રધ્ધા,વિશ્વાસ, આસ્થા ચમત્કાર વગેરે જેવા સવાલો ના જવાબ આપતી એક અનોખી કથા

यह कहानी है 1946 में जन्में हरभजन सिंह की, जो 1966 में भारतीय सेना के पंजाब रेजिमेंट में सिपाही के पद पर भर्ती हुए थे। मात्र दो साल की नौकरी करके 1968 में सिक्किम के नाथूला दर्रे के पास एक दुर्घटना में शहीद हो गए। हुआ यूं की एक दिन जब वे खच्चर पर बैठकर नदी पार कर रहे थे तो, पाँव फिसलने से वे घाटी में गिर पडें और खच्चर सहित नदी में बह गए। दो दिन की तलाशी के बाद भी जब उनका शव नहीं मिला तो उन्होनें खुद अपने एक साथी सैनिक के सपने में आकार अपने शव की जगह बताई। सवेरे सैनिकों ने बताई गई जगह से उनका शव बरामद किया और उनका अंतिम संस्कार कर दिया। बाद में जब उनके चमत्कार बढनें लगे और विशाल जनसमूह के आस्था का केंद्र हो गए तो उनके लिए एक मंदिर का निर्माण किया गया जो बाबा हरभजन सिंह मंदिर के नाम से जाना जाता है। यह मंदिर सिक्किम के नाथू-ला दर्रे के पास 13000 हजार फीट की ऊंचाई पर स्थित है। इस इलाके मे आने वाला हर सेनिक पहले बाबा हरभजन के मंदिर में धोक लगाने आता है।कहा जाता है कि मृत्यु के बाद भी बाबा हरभजन सिंह नाथूला के आसपास चीनी सेना की गतिविधियों की जानकारी सैनिकों को सपने में देते रहे जो हमेशा सच साबित होती थी। बाबा की आत्मा से जुडी बातें चीनी सेना भी बताती है। चीनी सेनिकों ने भी उनकों घोडे पर सवार होकर रात में गश्त लगाने की पुष्टी की है। भारत और चीन की सेना आज भी बाबा हरभजन के होने पर यकीन करती है। इसीलिए दोनों देशों की होने वाली फ्लैग मीटिंग में एक कुर्सी बाबा हरभजन के नाम पर खाली रखी जाती है, ताकि वो मीटिंग अटेंड कर सकें । इन्हीं तथ्यों के आधार पर उनकों मरणोपरांत भी भारतीय सेना मे रखा गया।बाबा हरभजन सिंह अपनी मृत्यु के बाद भी पिछले 50 साल से भारत-चीन सीमा पर मुस्तैदी से पहरा दे रहे हैं । इसके लिए उन्हे बाकायदा तनख्वाह भी दी जा रही है। नियमानुसार इनका प्रमोशन भी किया जाता है, वर्तमान में बाबा हरभजन सिंह केप्टन के पद पर हैं । यहां तक की उन्हें कुछ साल पहले तक दो महीने की छुट्टी पर गाँव भी भेजा जाता था। इसके लिए ट्रैन में सीट रिजर्व की जाती थी। तीन सैनिकों के साथ उनका सारा सामान उनके गाँव भेजा जाता था। दो महीने पुरे होने पर फिर से सिक्किम लाया जाता था। जिन दो महीनें बाबा छुट्टी पर रहते थे, उस दरमियान पूरा बार्डर हाई अलर्ट पर रहता था, क्योकि उस वक्त सैनिकों को बाबा की मदद नहीं मिल पाती थी। लेकिन बाबा का सिक्किम से जाना और वापस आना एक धार्मिक आयोजन का रूप लेता जा रहा था। कुछ लोग इस आयोजन को अंधविश्वास को बढावा देने वाला मानते थे। उन्होनें अदालत का दरवाजा खटखटाया क्योकि सेना में किसी भी प्रकार के अंधविश्वास की मनाही होती है। लिहाजा सेना ने बाबा को छुट्टी पर भेजना बंद कर दिया। अब बाबा बारह महीनें डयूटी पर रहते हैं । बाबा हरभजन सिंह का मंदिर सेना और स्थानिय लोगो की आस्था का केंद्र है। इस इलाके मे आने वाली हर सैनिक पलाटुन पहले बाबा हरभजन के मंदिर में धोक लगाने आती हैं । मंदिर के अन्दर बाबा की फोटो और उनकी सेना वाली वर्दी-जुते आदि सामान रखा है। मंदिर में बाबा का एक कमरा भी है, जिसमें प्रतिदिन सफाई करके बिस्तर लगाया जाता है। कहते है कि रोज सफाई करने पर भी उनके जूतो में कीचड़ और चद्दर पर सलवटें पाई जाती हैं । इस मंदिर को लेकर यहां के स्थानिय लोगों में एक मान्यता है कि यदि इस मंदिर में बोतल भरकर पानी को तीन दिन के लिए रख दिया जाए तो उस पानी में चमत्कारिक औषधिय गुण आ जाते हैं । इस पानी को पीने से रोग दूर होते हैं ।  कहने को तो बाबा हरभजन की मृत्यु को 50 साल हो चुके हैं , लेकिन भारतीय सेना और स्थानीय लोगों के दिलों में बाबा आज भी जिंदा हैं । दिनों दिन इनकी ख्याति देशभर में ही नहीं बल्कि सीमापार चीनी सेना में भी बढ़ रही है।

Wednesday, May 27, 2020

કેટલી ખબર પડી ગઈ?

કેટલી ખબર પડી ગઈ?
01 ભગવાને નિર્માણ કરેલી પ્રકૃતિને હાની પહોંચાડવાથી શું થાય છે તેનીખબર પડી.
02. દેશી દવા કેટલી ગુણકારી છે તેની ખબર પડી
03. Lockdown માં મૃત્યુ, ભોજન કે  બેસણા વિના કામ ચાલી રહ્યું છે એટલા માટે આ યોગ્ય સમય છે કે આવા સામાજિક કુરિવાજો કાયમ માટે બંધ કરી દેવા જોઈએ.
04. પ્રસંગ વગર એક થાળી વગાડવાથી કેટલો આનંદ થાય છે તેની ખબર પડી.
05 વિદેશમાં વસતા લોકોને ભારત (વતન) શું છે? તેની ખબર પડી
06. વિભક્ત કુટુંબને સંયુક્ત કુટુંબ શું છે તેની ખબર પડી.
07. કોઈપણ વસ્તુ વગર ચાલે છે તેની ખબર પડી.
08. જે લોકો કહેતા હતા કે મારી પાસે સમય નથી તેને સમય શું છે? તેની ખબર પડી.
09. મંદિરોમાં ગયા વગર પણ ભક્તિ થઈ શકે છે તે પણ શીખવા મળ્યું.
10. કોઈપણ પ્રકારના જંક ફૂડ વગર સરસ જીવી શકાય છે તેની ખબર પડી.
11. કોઈપણ પ્રકારની અગવડને સગવડમાં ફેરવી શકાય છે તેની ખબર પડી.
 Till awaited for more
 🌹🌷🌹

Monday, May 25, 2020

Future Planning શિયાળા નુ છાણુ અને જુવાની નું નાણું* 💰💰*જૂનાં જમાનામાં એક રાજ્યમાં એક

.*      *શિયાળા નુ છાણુ અને જુવાની નું નાણું*
💰💰💰💰💰💰
*જૂનાં જમાનામાં એક રાજ્યમાં એક એવો રીવાજ હતો કે દર પાંચ વર્ષે રાજાની નિયુક્તિ ગામની પ્રજામાંથી જ થાય અને પાંચ વર્ષ સુધી રાજા રાજ કરે અને નવો રાજા આવે એટલે જુના રાજાને રાજ્યની બહાર આવેલ નદીને સામે પારના ગાઢ જંગલમાં ભગવાન ભરોસે મૂકી આવવાનો. ત્યાના જંગલી જાનવરો આ રાજાનો શિકાર પણ કરી જાય અને એનું જીવન સમાપ્ત થઇ જાતું*
  *પ્રજામાંથી રાજાની નિમણૂક એક હાથી કરતો. એની સૂંઢમાં એક મોટો હાર લટકાવવામાં આવતો. ગામ વચ્ચેથી હાથી નીકળે અને જેના ગળામાં હાર નાખે એ રાજા! પાંચ વર્ષ સુધી એ રાજા હતો! અપાર જાહોજલાલી અને એશો આરામની જિંદગી. પણ પાંચ વર્ષ પછી રાજાની હાલત જોવા જેવી હોય! નવો રાજા આવે એ જુના રાજાને દોરડે બાંધીને નદીને પેલે પાર મુકવા જાય. જુનો રાજા કરગરે, જિંદગીની ભીખ માંગે પણ નવો રાજા એને ન સાંભળે*
  *એક રાજાની પાંચ વર્ષની ટર્મ પૂરી થઇ અને નવો રાજા નિયુક્ત થતાં જ જુના રાજાને દોરડેથી બાંધવા સૈનિકો આવ્યા એટલે રાજા હસીને કહે, ‘મને દોરડાથી બાંધવાની જરૂર નથી. હું તમારી સાથે જ આવું છું, ચાલો!’ સૈનિકો વિચારમાં પડી ગયા કે આ પહેલો રાજા આમ બોલે છે. અત્યાર સુધીના રાજાઓ તો કરગરતા. તેમ છતાં સૈનિકોએ એને ચારેબાજુથી કોર્ડન કરી લીધો કે જેથી એ ભાગી ન જાય! રાજા ગામ વચ્ચેથી રૂઆબથી ચાલતો નીકળ્યો અને નેતાની જેમ ગામ લોકોને હાથ હલાવતો ચાલી નીકળ્યો. નવો રાજા પણ એને જોઈ રહ્યો હતો કે આ હસતો હસતો કેમ જાય છે! અત્યાર સુધી ગામ લોકોએ રોતો કકળતો અને કરગરતો રાજા જ જોયો હતો. પણ આજે સાવ વિપરીત પરિસ્થિતિ હતી. આ રાજા તો લોકોનું અભિવાદન ઝીલતો હતો!*
  *નદીને પેલે પાર જવા એને નાવમાં બેસાડવામાં આવ્યો ત્યારે નાવિક પણ અચરજમાં પડી ગયો. અત્યાર સુધીના રાજાઓને તો દોરડે બાંધેલા હતા અને તેઓ રાડો પાડીને ‘બચાવો! બચાવો!ની બૂમ પાડતા હતા! જયારે આ રાજા તો ગીત ગાતો હતો! જયારે નાવ ચાલી નીકળી ત્યારે નાવિક કહે, ‘રાજા, તું પહેલા રાજા છો કે આમ હસતા હસતા વિદાય લઇ રહ્યો છો! તને મોતનો ડર નથી લાગતો? તારામાં કાંઈક રહસ્ય તો છે જ!’ રાજા કહે, ‘તારી વાત સાચી છે! તેં મને સાચો ઓળખ્યો! ચાલ, તને પૂરી વાત કહું’:*
*જે દિવસે હું રાજા બન્યો ત્યારથી જ હું જાણી ગએલો કે પાંચ વર્ષ પછી મારો વારો પણ દોરડે બંધાઈને જંગલમાં જવાનો જ છે! એટલે મને વિચાર આવ્યો કે હું પાંચ વર્ષ પછી પણ કાયમ રાજા બનીને જ રહું તો! એટલે રાજા બનીને મેં તરત જ સૈનિકો અને મજુરોને નદીને સામેનાં જંગલમાં મોકલીને જંગલ સાફ કરવાનો હુકમ આપ્યો! હું રાજા હતો. ગમે તે હુકમ આપી શકું તેમ હતો. એટલે મેં સૌથી પહેલું આ કામ કર્યું. બીજા વર્ષે ત્યાં હોંશિયાર પ્રધાનોને મોકલીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવેલોપ કરાવ્યું. પ્રજા માટે સારા રસ્તા, તળાવ, અને શાળા બનાવરાવ્યા. ત્રીજા વર્ષે કડીયાઓ અને મીસ્ત્રીઓને મોકલીને મારો મહેલ અને પ્રજા માટે મકાનો બનાવરાવ્યા. ચોથા વર્ષે એ વિસ્તારને ‘ટેક્સ ફ્રી’ ઝોન જાહેર કરીને સારા બિઝનેસમેનોને ત્યાં વેપાર કરવા મોકલી દીધા. પાંચમાં વર્ષે ત્યાં તમામ પ્રોફેશનલ લોકો જેવા કે વૈદ્ય, હજામ, સોની, શિક્ષકો, નાણા ધીરનાર જેવા અનેકને સ્થાયી થવાનું આમંત્રણ આપ્યું. આજે પાંચ વર્ષ પૂરા થયા. જો ભાઈ, ધ્યાનથી સાંભળ...તને દૂરથી શરણાઈ, ઢોલ અને નગારાનો અવાજ સંભળાય છે? એ મારા સ્વાગત માટે પ્રજાજનો રાહ જુએ છે. મને રાજા તરીકે અહીં તો ફક્ત પાંચ વર્ષ જ રાજ કરવા મળ્યું, પણ ત્યાં તો હું આખી જિંદગી રાજા બનીને રહેવાનો! આ છે મારી મુસ્કાનનું રહસ્ય!*’
  *દોસ્ત, બીજા રાજાઓ તો પાંચ વર્ષ ફક્ત ભોગ વિલાસમાં જ માહોલતા રહ્યા! પણ હું જાણતો હતો કે ભગવાને આપણી કમાણીને પણ અમુક વર્ષો જ આપેલા છે. જો તે દરમ્યાન ભવિષ્યનું અને આવનારી અવસ્થાનું પ્લાનિંગ કરી લઈશું તો આખી જિંદગી રાજા બનીને જીવી શકાશે! પણ જો 5-15 વર્ષ કરક્સર થી, ઐયાશી વગર, ભવિષ્ય ના પ્લાનીંગ સાથે જીવીશું તો બીજા રાજાઓની માફક કાકલુદી કરવાનો વારો જ ન આવે*

*દોસ્તો પ્લાનિંગ માટે આવક માંથી સૌ પ્રથમ ઈન્વેસ્ટમેન્ટ નું પ્લાનિંગ કરી પછી ખર્ચ કરાય.*

*તમને મળેલા કમાણી ના (પાંચ) વરસો માં આખી જિંદગી રાજા બનીને જીવો એવી વ્યવસ્થા કરી લો, કોઈ ની પાસે કાકલૂદી કરવાનો વારો નહીં આવે.*

એટલે જ આપણે ત્યાં કહેવત છે... "નાનપણમાં દળેલું, ઘડપણમાં રળેલું"

એક નિઃસ્વાર્થ ભાવે કરેલું કાર્ય* *ક્યારેય નિષ્ફળ જતું નથી.*

 *કર્મ ના ફળ નું ફળ* સ્કોટલેન્ડમાં આવેલા મોટા-મોટા ખેતરોમાંથી એક ખેડૂત, જેનું નામ ફલેમિંગ હતું. એ ઝપાટાભેર જઈ રહ્યો હતો. એને ઘેર પહોંચવાની ઉ...