We Provide Best Solution As Per Your Problem for online please Send as Me Your Problem Email: dhanjithakor77@gmail.com And share your Video my you tube channel : todayvirpurdmt : today virpur live
Thursday, November 10, 2022
*રિવાજ માં કઈ રીતે ગાડરિયો પ્રવાહ થાય છે તેનું ઉત્તમ દ્રષ્ટાંત*😀😀 મનુભાઈ મુંબઈ થી અમદાવાદ એમના વેવાઈ ને ત્યાં આવેલા. બપોરનું જમવાનું વેવાઈના ઘરે હતું. આસન પાટલા ગોઠવાઈ ગયા. મનુભાઈ અને વેવાઈ જમવા આસન પર બેઠા.વીણાબેન વેવાણે થાળી પીરસવાની ચાલુ કરી.પાટલા ઉપર થાળી,વાટકી ૨, ચમચી ૨,ગ્લાસ વિગેરે મુકાઈ ગયું. લાપસી, દૂધપાક, પૂરી, પરવળ નું શાક, દાળ, ભાત, પાપડ, અથાણાં પીરસ્યા. સાથે થાળીમાં લીમડા ના ૧૦ દાતણ ની ઝૂડી પણ મૂકી. મનુભાઈ આ ૧૦ દાતણ ની ઝૂડી જોઈ અચરજ પામ્યા. પરંતુ કશું બોલ્યા નહીં. મનુભાઈ દાતણ ની ઝૂડી બાજુ પર મૂકી જમવાનું ચાલું કર્યું.જમીને હાથ ધોઈ સોફામાં બેઠા. મુખવાસ ખાધો.સમાજની વાતો કરી. પછી શાંતિ થી વેવાઈ ને પૂછ્યું, વેવાઈ આ જમવાની થાળી માં લીમડાના ૧૦ દાતણ ની ઝૂડી મૂકવાનું શું કારણ? વેવાઈ એ વિસ્તાર થી જવાબ આપ્યો કે "મનુલાલ હું એકવાર અમારા સાઢુભાઈ સુમતિલાલ ને ત્યાં ગયો હતો, હું એમના ત્યાં જમવા બેઠો તો મારી થાળીમાં બાવળના ૯ દાતણ મૂક્યાં.એટલે મેં અહીં એક દાતણ વધારે એટલે ૧૦ દાતણ ની ઝૂડી મૂકી". મનુભાઈ ને આમાં રસ પડ્યો તો તમે વેવાઈ તમારા સાઢુભાઈ ને પૂછ્યું નહિ કે આ ૯ દાતણ શાના મૂક્યાં. વેવાઈ કહે, મનુભાઈ મેં તો કંઈ પૂછ્યું નહિ. મનુભાઈ ને તાલાવેલી થઈ કે સાલું આ તો અચરજ કહેવાય. આનું રહસ્ય તો જાણવું જ પડશે. મનુભાઈ અને વેવાઈ બંને સુમતિલાલના ઘરે ગયા. ૯ દાતણ વિશે પૂછ્યું, સુમતિલાલ કહે હું મારા બનેવી બાબુલાલને ત્યાં જમવા ગયો હતો ત્યાં ૮ દાતણ મૂક્યાં હતાં. તેથી મેં એક દાતણ વધારી ૯ મૂક્યાં. મનુભાઈ ને તાલાવેલી વધવા લાગી. ૮ દાતણ મૂક્યાં હતાં તે ઘેર, ૭ દાતણ મૂક્યાં હતાં તે ઘરે, ૬ દાતણ મૂક્યાં હતાં ત્યાં, એમ ૫, ૪, ૩ દાતણ મૂક્યાં હતાં તે તમામ ઘરે ગયા,પણ આનું રહસ્ય ઉકેલાયુ નહીં. છેલ્લે જેણે ૨ દાતણ થાળી માં મૂક્યાં હતા, તે રમણીકભાઇ ના ઘરે ગયા. તેમણે કહ્યું, "જુઓ ભાઈ હું એકવાર ગામડે ગયો હતો, અમારા એક સગા વિધવા માજી રહે. સંતાન માં એક દીકરી , તે પણ પરણાવી દીધેલી. માજી ઘરમાં એકલા બિચારા. હું એમના ઘરે જમવા બેઠો, તો મારી થાળી માં ૧ દાતણ મૂક્યું, મેં તો કંઈ માજી ને દાતણ વિશે પૂછ્યું નહીં. મનુલાલ ને હજુ રહસ્ય મળતું નથી. મનુભાઈ પેલા વિધવા માજી નું સરનામું લઈ ને એમના ઘરે પહોંચ્યા. માજી એ આવકારો આપ્યો. માજી ના ખબર અંતર પૂછ્યા, અને પછી હળવેકથી માજીને પૂછ્યું, "માજી રમણીકભાઇ આપને ત્યાં એકવાર જમવા આવ્યા હતા, ત્યારે આપે સારી રીતે જમાડ્યા હતા, અને થાળીમાં ૧ લીમડાનું દાતણ મૂક્યું હતું, તો લીમડા નું દાતણ મૂકવાનું કારણ શું?" માંજી એ કહ્યું, "જુવો મનુલાલ, ભાઈ હું ઘરમાં એકલી, દીકરી સાસરે રહે. તે દીવસે રમણીકભાઇ આવ્યા ત્યારે શીરો, પૂરી, શાક, દાળભાત બનાવેલા, હવે દાળ વાટકી માં હલાવવા મારા ઘર માં ચમચી નહિ, એટલ મેં લીમડા નું દાતણ દાળ હલાવવા મૂક્યું હતું........." મનુભાઈ ને લીમડા ના દાતણ નું રહસ્ય મળી ગયું. બધું આંધળે બહેરું કુટાય છે, માજી ના ઘરમાં ચમચી નહોતી એટલે લીમડાનું દાતણ મૂકતા હતા. દરેક રિવાજ જે તે સમય ની માંગ, સંજોગો, જે તે સમાજની શક્તિ અનુસાર અને વ્યક્તિ ની સવલત અનુસાર ઘડાયેલ હોય છે. એનું અનુકરણ ના હોય કે સ્પર્ધા પણ ના હોય. દરેક સમાજ માં આમને આમ જ અમુક રીવાજો માં ગાડરિયો પ્રવાહ ચાલે છે. 🙏🏻😀😀😜😂😂
Wednesday, November 2, 2022
મોરબી માટે એક લોક ગીત પ્રસિધ્ધ છે "મને જાવાદો મોરબીના રાજા...નથી કરવા મૂલ ...તારી મોરબી થાશે ડૂલ..." વાણિયા ની દીકરી ને મચ્છુનું પાણી ભરતા મોરબીના કુંવારા કુંવરે માત્ર ઘોડો આડો ઉભો રાખીને મોરબીના વાણિયાની એ 16 વર્ષની દીકરીને પોતાની સાથે વિવાહ કરવા માટે માત્ર આગ્રહ પૂર્વક દબાણ જ કર્યું હતું બસ. તેના પાલવને તે કુંવર અડકયો સુધો નહોતો. છતાં આવા ઓચિંતા માનસિક દબાણથી તે દીકરી ડઘાઈ ગઈ હતી. તેને મનમાં થયું કે " ચોક્કસ હવે મોરબીના રાજા મારું અપહરણ કરાવી લઈને મને તેમના કુંવર સાથે બળજબરીથી પણાવ્યા વગર છોડશે નહિં...અને જો પરજ્ઞાતિમાં મારા આવ લગ્ન થશેતો અમારા મહાજન સમાજના પંચ વચ્ચે મારા બાપને ઈજ્જતના માર્યા ઝેર ઘોળવું પડશે.!!!.. માવતરની ઈજ્જત બચાવવા માટે અને આવી શકવર્તી શક્યતાનો ભય લાગવાથી આ સગીર દિકરીયે હાલ જયાં ત્રણ દરવાજા પાસે ગ્રીન ચોક છે ત્યાં આવીને જાહેરમા ઝેર ખાઈને સતી થઈ હતી. અને ડૂલ ( ડૂબવાથી મોત ) નો શાપ આ જગાએ થીજ આપ્યો હતો. હકીકત મા મોરબીના રાજવી ખુબજ ધાર્મિક હતા... વ્યભિચારી કે પાપી નહોતા. તેમણે તો ઉલટાના આ નાલેશિ ભરી વાત જાણીને પોતાના કુંવરને આકરી સજા ફટકારી હતી. અને આ કુંવારી સતી ની યાદમાં ત્યાં નાની દેરી બનાવી હતી ( જે હાલમા હયાત નથી ). કહેછે કે ઇ.સ. 1856 ની આસ પાસ આ ગોઝારો બનાવ બન્યો હતો. પણ માવતરની ઈજ્જત માટે સતી થનાર આ કુંવાસી ના સત ની તાકાત તો જુઓ !!!??? ઇ.સ. 1857 ની 30 મી ઓક્ટોબરના આજ દિવસે મોરબીના પ્રજાજનો છીછરા પાણીમાં થઈ ને સામે કાંઠે આવેલા રાજમહેલમાં રાજાને નવા વર્ષના વધામણા આપવા જઈ રહયા હતા ત્યારે બરાબર તેજ સમયે મચ્છુના ઉપરવાસમાં આભફાડ વરસાદ વરસ્યો હતો. અને છીછરા પાણીમાં થઈને રાજા પાસે જઈ રહેલા સેંકડો નગરજનો ઉપર ઘોડાપુરનું પાણી ફરી વળ્યું હતું અને તમામના મોત થયાં હતાં. તા.11/ 8 /79 મચ્છુ ડેમ તૂટ્યો અને આજ ૩૦ ઓક્ટોમ્બર ૨૨ નાં રોજ પૂલ હોનારત મા અનેક લોકો નો ભોગ લેવાયો એક વાત જોગાનુજોગ છે 11/8/1979 મચ્છુ હોનારત, 21 વર્ષે 26/1/2001 ભૂકંપ, 21 વર્ષે 30/10/2022 ઝૂલતા પુલ દુર્ઘટના 21 વર્ષે દુર્ઘટના,
Wednesday, August 31, 2022
*ડો. અબ્દુલ કલામ સાહેબ નો એક જાણવા જેવો કિસ્સો..
*ડો. અબ્દુલ કલામ સાહેબ નો એક જાણવા જેવો કિસ્સો... વર્ષ ૨૦૦૭ ના ત્રિચી જિલ્લા પોલીસ અધિક્ષક કલિયા મૂર્તિ પાસે રાષ્ટ્રપતિ કલામ સાહેબ નો ફૉન આવ્યો અને પૂછ્યું કે તમે જાણો છો કે તમારા જિલ્લા મા થુરેયુર નામ નું એક ગામ છે .. પોલીસ અધિક્ષક એ હા પાડી તો કલામ સાહેબ કહ્યું કે ત્યાં સરસ્વતી નામની ૧૭ વર્ષ ની કિશોરી ના લગ્ન જબરદસ્તી થી ૪૩ વર્ષ ના વ્યકિત સાથે કરાવાય રહ્યા છે મને જાણવા મળ્યું કે તે લગ્ન કરવા તૈયાર નથી અને તે ૧૨ મા ધોરણ મા જિલ્લા મા પ્રથમ સ્થાન મેળવ્યા બાદ આગળ ભણવા માગે છે.. શુ તમે મદદ કરી શકો છો ? અને કલામ સાહેબ ના આદેશ થી એક કલાક મા આ ગામ માં DSP ,SP ,DIG સહિત પોલીસ નો મોટો કાફલો લગ્ન સ્થળે પહોંચી ગયો .. તેમના માતાપિતા ને સમજાવી લગ્ન રદ કરવામાં આવ્યા.. અને કારણ જાણવા મળ્યું કે અતિશય ગરીબી અને પૈસા ના અભાવે આ નિર્ણય લીધો હતો.. જિલ્લા પોલીસ વડા એ દીકરી સરસ્વતી ને પૂછ્યું કે તુ આગળ ભણવા માગે છે ? અને કયા ભણવું છે...? તેણે જિલ્લા ની એક પ્રસિદ્ધ કોલેજ નું નામ આપ્યું.. જ્યાં તે કોમ્પુટર સાયન્સ મા પ્રવેશ લેવા માગતી હતી. સ્વાભાવિક છે કે તેને એક ફોન પર જ પ્રવેશ મળી ગયો.. કેમ કે તેમની ભલામણ ખુદ અબ્દુલ કલામ સાહેબ રાષ્ટ્રપતિ એ કરી હતી .. પ્રવેશ પછી પોલીસ વડા એ સરસ્વતી ને પૂછ્યું કે રાષ્ટ્રપતિ ને તારા કેસ ની ખબર કેવી રીતે પડી.. તો સરસ્વતી એ જણાવ્યું કે મે જ તેમને સીધો ફૉન કર્યો હતો.. વાત કેક એમ હતી એક વખત તેમની શાળા ના કાર્યક્રમ મા રાષ્ટ્રપતિ કલામ સાહેબ હાજર રહેવાના હતાં .. ત્યારે સરસ્વતી એ પૂછ્યું કે મારા જેવી છોકરી ઓ નો વિકાસ કેવી રીતે થય શકે ? ડો કલામ સાહેબ કહ્યું કે શિક્ષણ જ આનો જવાબ છે.... ત્યાર બાદ તેઓ મને તેમનું કાર્ડ અને ફોન નંબર આપી ને જતા રહ્યા.. જ્યારે મારી મરજી વિરુદ્ધ લગ્ન કરવા દબાણ કર્યું ત્યારે મે ડો કલામ સાહેબ ને ફૉન પર આપવીતી જણાવી અને મદદ કરવા વિનંતી કરી... અને બાકી નું કામગીરી તેમના આદેશ થી પોલીસ વડા એ પૂર્ણ કરી... આજે આ સરસ્વતી નામની યુવતી હ્યુસ્ટન મા માઈક્રોસોફ્ટ કંપની મા માસિક ૩ લાખ રૂપિયા ના પગાર ધોરણ પર વિદેશ માં નોકરી કરી પરિવાર સાથે સુખી જીવન જીવે છે... નિવૃત્ત જિલ્લા પોલીસ વડા કલીયા મૂર્તિ એ વર્ણવેલ ડો કલામ સાહેબ ની માનવતા ની સત્ય ઘટના....*
*(ક્લામ કો સલામ )*
Saturday, August 27, 2022
આ 4 મિત્રોના જીવનની સ્ટોરી ચોક્કસ વાંચજો, આમાં ઘણી અગત્યની વાત રહેલી છે
આ 4 મિત્રોના જીવનની સ્ટોરી ચોક્કસ વાંચજો, આમાં ઘણી અગત્યની વાત રહેલી છે.
ચાર મિત્રોએ નિર્ણય લીધો કે 40 વર્ષ પછી મળીશું, આ દરમિયાન જે થયું તે જાણીને આંખો ભીની થઈ જશે.
સ્કૂલના ચાર નજીકના મિત્રોની આંખો ભીની કરવાવાળી સ્ટોરી છે, જેમણે એક જ સ્કૂલમાં 12 માં ધોરણ સુધી અભ્યાસ કર્યો.
એ સમયે શહેરમાં એકમાત્ર લક્ઝરીયસ હોટલ હતી. ધોરણ 12 ની પરીક્ષા પછી તેમણે નક્કી કર્યું કે આપણે તે હોટલમાં જઈને ચા-નાસ્તો કરવો જોઈએ.
એ ચારે જણે મહામહેનતે ચાલીસ રૂપિયા જમા કર્યા. રવિવારનો દિવસ હતો, અને સાડા દશ વાગે તે ચારે સાઇકલ લઈને હોટલ પહોંચ્યા. સીતારામ, જયરામ, રામચંદ્વ અને રવિશરણ ચા નાસ્તો કરતા કરતા વાતો કરવા લાગ્યા.
તે ચારેય જણાએ મળીને સર્વસંમતિથી નિર્ણય કર્યો કે 40 વર્ષ પછી આપણે પહેલી એપ્રિલે આ જ હોટલમાં ફરી મળશું. ત્યાં સુધી આપણે બધાએ ઘણી મહેનત કરવી જોઈએ. અને એ જોવું ઘણું રસપ્રદ હશે કે કોની કેટલી પ્રગતિ થઈ?
જે મિત્ર તે દિવસે છેલ્લે હોટલમાં આવશે તેણે તે સમયનું હોટલનું બિલ આપવું પડશે.
ચા નાસ્તો પીરસવાવાળો વેટર કાલુ આ બધું સાંભળી રહ્યો હતો. તેણે કહ્યું કે જો હું અહીં રહ્યો, તો હું આ હોટલમાં તમારા બધાની રાહ જોઇશ. એ પછી આગળના અભ્યાસ માટે ચારેય જણ અલગ અલગ થઈ ગયા.
સીતારામ શહેર છોડીને આગળના અભ્યાસ માટે તેના ફુવા પાસે ગયો, જયરામ આગળના અભ્યાસ માટે તેના કાકા પાસે ગયો, રામચંદ્ર અને રવિશરણને શહેરની જુદી જુદી કોલેજોમાં પ્રવેશ મળ્યો. છેલ્લે રામચંદ્ર પણ શહેર છોડી ચાલ્યો ગયો.
દિવસો, મહિનાઓ, વર્ષો વીતી ગયા. 40 વર્ષમાં તે શહેરમાં આમૂલ પરિવર્તન આવ્યું, શહેરની વસ્તી વધી, રસ્તાઓ, ફ્લાયઓવરોએ મહાનગરનો દેખાવ બદલી નાખ્યો.
હવે એ હોટેલ ફાઈવ સ્ટાર હોટેલ બની ગઈ હતી. પેલો વેઈટર કાલુ હવે કાલુ શેઠ બની ગયો હતો અને આ હોટેલનો માલિક બની ગયો. 40 વર્ષ પછી, નક્કી કરેલી તારીખ, 01 એપ્રિલના રોજ બપોરના સમયે, એક લક્ઝરી કાર હોટલના દરવાજે આવી. સીતારામ કારમાંથી ઉતરીને અંદર જવા લાગ્યો. સીતારામ પાસે હવે ત્રણ જ્વેલરી શોરૂમ છે.
સીતારામ હોટલના માલિક કાલુ શેઠ પાસે પહોંચ્યો, બંને એકબીજાને જોતા જ રહ્યા. કાલુ શેઠે કહ્યું કે રવિશરણ સાહેબે તમારા માટે એક મહિના પહેલા એક ટેબલ બુક કરાવ્યું હતું.
સીતારામ મનમાં ને મનમાં ખુશ થતો કે એ સૌથી પહેલો આવ્યો છે, તેથી તેણે આજનું બિલ આપવું નહી પડે, અને તે સૌથી પહેલા આવવાને કારણે પોતાના મિત્રોની મજાક ઉડાડશે.
એક કલાકમાં જયરામ આવ્યો, જયરામ શહેરનો મોટો રાજકારણી અને બિઝનેસમેન બની ગયો હતો. હવે બંને જણા વાતો કરી રહ્યા હતા અને બીજા મિત્રોની રાહ જોઈ રહ્યા હતા, ત્રીજો મિત્ર રામચંદ્ર અડધા કલાકમાં આવી ગયો. તેની સાથે વાત કરતાં બંનેને ખબર પડી કે રામચંદ્ર બિઝનેસમેન બની ગયો છે.
ત્રણેય મિત્રોની નજર વારંવાર દરવાજા તરફ જતી હતી કે રવિશરણ ક્યારે આવશે? આ પછી કાલુ શેઠે કહ્યું કે – રવિશરણ સાહેબનો મેસેજ આવ્યો છે, તમે લોકો ચા-નાસ્તો શરૂ કરો, હું આવું છું.
ત્રણેય જણા 40 વર્ષ પછી એકબીજાને મળીને ખુશ હતા. કલાકો સુધી મજાક ચાલી, પણ રવિશરણ આવ્યો નહિ. કાલુ શેઠે કહ્યું કે ફરી રવિશરણ સરનો મેસેજ આવ્યો છે, તમે ત્રણેય તમારું મનપસંદ મેનુ પસંદ કરીને ખાવાનું શરૂ કરો.
જમ્યા પછી પણ રવિશરણ દેખાયો નહીં. બિલ માગતાં જ ત્રણેયને જવાબ મળ્યો કે ઓનલાઈન બિલ ચૂકવાઈ ગયું છે.
સાંજના આઠ વાગે એક યુવક કારમાંથી નીચે ઉતર્યો અને ભારે હૈયે જવાની તૈયારી કરતા ત્રણેય મિત્રો પાસે પહોંચ્યો. ત્રણેય તે માણસને જોતા જ રહ્યા.
યુવક બોલવા લાગ્યો, હું તમારા મિત્રનો દીકરો યશવર્ધન છું, મારા પિતાનું નામ રવિશરણ છે. પપ્પાએ મને આજે તમારા આવવા વિશે કહ્યું હતું, તેઓ આ દિવસની રાહ જોતા હતા, પરંતુ ગયા મહિને એક ગંભીર બીમારીને કારણે તેમનું અ-વ-સા-ન થઈ ગયું.
તેઓએ મને તમને લોકોને મોડેથી મળવા માટે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જો તું વહેલો નીકળીશ, તો તેઓ ઉદાસ થશે, કારણ કે મારા મિત્રો જ્યારે જાણશે કે હું આ દુનિયામાં નથી રહ્યો તો તેઓ મસ્તી નહીં કરે, અને તેઓ એકબીજાને મળવાનો આનંદ ખોઈ બેસસે. તેથી તેમણે મને મોડા આવવાનો આદેશ આપ્યો હતો. તેમણે મને તેમના વતી તમને ગળે મળવાનું પણ કહ્યું.
એ પછી યશવર્ધને તેના બંને હાથ ફેલાવ્યા. આજુબાજુના લોકો ઉત્સુકતાથી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. તેમને લાગ્યું કે તેઓએ આ યુવકને ક્યાંક જોયો છે. પછી યશવર્ધને કહ્યું કે, મારા પિતા શિક્ષક બન્યા અને ભણાવીને મને કલેક્ટર બનાવ્યો. આજે હું આ શહેરનો કલેક્ટર છું.
બધા આશ્ચર્યચકિત થઈ ગયા. કાલુ શેઠે કહ્યું કે હવે 40 વર્ષ પછી નહીં, પરંતુ દર 40 દિવસે આપણે આપણી હોટેલમાં વારંવાર મળીશું, અને દરેક વખતે મારી તરફથી એક ભવ્ય પાર્ટી હશે.
તમારા મિત્રો, સ્નેહીજનો અને સંબંધીઓને મળતા રહો. તમારા પ્રિયજનોને મળવા માટે વર્ષો સુધી રાહ ન જુઓ. કોણ જાણે ક્યારે કોઈનાથી અલગ થવાનો સમય આવી જાય અને આપણને ખબર પણ ન પડે.
કદાચ આપણું પણ એવું જ છે. આપણે આપણા કેટલાક મિત્રોને ગુડ મોર્નિંગ, ગુડ નાઈટ વગેરે સંદેશાઓ મોકલીને જીવતા હોવાનો પુરાવો આપીએ છીએ. જીવન પણ એક ટ્રેન જેવું છે, જ્યારે સ્ટેશન આવશે ત્યારે ઉતરી જવું પડશે. અને રહી જશે તો માત્ર ઝાંખી યાદો.
તો પરિવાર સાથે રહો, અને જીવતા હોવાનો આનંદ અનુભવો. માત્ર હોળી કે દિવાળીના દિવસે જ નહીં, પરંતુ અન્ય તમામ પ્રસંગોએ અથવા દરરોજ મળો ત્યારે એકબીજાને ભેટો તો તમારી મિત્રતા વધુ મજબૂત થશે.
આ સ્ટોરી અન્ય ગ્રુપની સાથે સાથે તમારા સંબંધીઓ, મિત્રો અને પરિચિતો સાથે પણ ચોક્કસ શેર કરજો.. 🙏🙏🙏
Wednesday, June 29, 2022
बेस्ट कॉपी पेस्ट *🌹अनजानी मदद🌹* *रात के 11:00 बज रहे थे और अचानक घर की घंटी बजी। रवि चौंक गया!! इतनी रात को कौन आया?* *दरवाजा खोल कर घर के बाहर आया तो देखता है कि सामने एक वृद्ध सज्जन खड़े हैं। एक ऑटो पर आए हुए तेजी से हाफ रहें थे और उन सज्जन ने उससे पूछा, "बेटा, आपका नाम?"* *उसने बोला ,"रवि"* *वृद्ध सज्जन ने कहा, "हे भगवान तेरा लाख-लाख धन्यवाद , घर मिल गया।" रवि को कुछ समझ नहीं आया, वृद्ध सज्जन ने कहा,"पानी मिलेगा?"* *रवि ने कहा, "आइए, घर के अंदर आइए।" और रवि ने उनको पानी पिलाया।* *उसके बाद वृद्ध सज्जन ने रवि के हाथ में एक चिट्ठी दी। रवि ने उस चिट्ठी को पढ़ा, पढ़कर वह दूसरे कमरे मे गया। 3-4 मिनट्स मे रवि वहाँ वापिस आया और उस ऑटो वाले को कहा,"भाई साहब आप चले जाइए।" और वृद्ध सज्जन का सामान उतार कर घर के अंदर ले आया और कहा,* *"अंकल रात बहुत हो गई है, आप सो जाइए। मैं आपका काम कल सुबह कर दूँगा।" *उस चिट्ठी में रवि के पिता ने रवि के लिए कुछ लिखा था। और वृद्ध सज्जन ने कहा कि, "आपके पिता ने मुझे भरोसा दिलाया है कि मेरा लड़का आपका काम जरूर जरूर करेगा, आप बिना किसी चिंता के निसंकोच वहाँ चले जाओ।"* *बात यह थी कि उस वृद्ध सज्जन के एकमात्र बेटे का अचानक एक सड़क दुर्घटना में देहांत हो गया था।* *सिर्फ बुजुर्ग दंपत्ति घर में थे और लालन-पालन की दिक्कत होने लग गई थी। यहाँ तक कि दैनिक जीवन के खर्चों की भी पूर्ति नही कर पा रहे थे।* *वह तो अपने बेटे की मृत्यु का कंपनसेशन लेना नही चाहते थे , लेकिन जब कोई रास्ता ना बचा तो मजबूरी में उनको कंपनसेशन लेने का सोचना पड़ा और जब करवाई आगे बढ़ी तो उन्हें पता चला कि एक कागज है जो उन्हें दिल्ली में जाकर सर्टिफाई कराना पड़ेगा।* *सालों साल वृद्ध सज्जन अपने छोटे से गाँव से बाहर नही निकले थे, दिल्ली उनके लिए बहुत डरावनी और बहुत बड़ी जगह थी।* *इतने में उनके पुराने मालिक ने अपने बेटे के नाम से चिट्ठी बनाकर दी कि जाओ मेरा बेटा रवि आपकी मदद करेगा।* *अगले दिन सुबह अंकल उठे, रवि ने उनको बढ़िया नाश्ता कराया। अपनी गाड़ी में बिठाया।* *रवि ने छुट्टी ली और छुट्टी लेकर रवि उस ऑफिस में गया, जहाँ बहुत मेहनत मशक्कत करके आखिर वह दस्तावेज निकालवा दिए।* *दस्तावेज सर्टिफाइड कराने के बाद अंकल के बस की टिकट करा दी। टिकट के साथ मिठाई का एक डब्बा दिया और बस स्टैंड पर छोड़कर निकलने ही वाला था कि इतने में वृद्ध सज्जन ने हाथ जोड़कर कहा, "रवि तुम्हारे पिता धन्य है कि उन्होंने तुम्हारे जैसी संतान को पैदा किया। वे बहुत भाग्यशाली है।* *तुम कुछ कहना चाहते हो क्या? मैं आपके पिता को संदेश दे दूँगा। उनसे कहना तो मुझे भी बहुत कुछ है, पर अगर आपकी कोई बात पहुँचानी हो तो में पहुंचा दूंगा....."* *रवि एक पल के लिए एकदम शांत हो जाता है। फिर धीरे से कहता है, "माफ कीजिएगा अंकल, आपसे एक बात कहना चाहता हूँ।" वे सज्जन बोले, "कहिए न बेटा।"* *रवि ने कहा, "अंकल मैं वह रवि नहीं हूँ जिससे आप मिलने आये थे।"* *उस पर उस वृद्ध सज्जन ने हैरानी से कहा, "पर बेटा तुम्हारे मकान के बाहर तो रवि निवास लिखा था।"* *"हाँ, वह मेरा रवि निवास है। मेरा नाम भी रवि है, लेकिन मैं वह रवि नहीं हूँ, जिसे आप ढूँढने आए थे।"* *उस वृद्ध सज्जन को कुछ समझ नहीं आया, तो रवि बोला, "कल रात को जब आप आए थे, तब आप हाफ रहे थे, लेकिन आपकी आँखों में वह उम्मीद थी कि उनका बेटा आपकी मदद जरूर करेगा।* *जब मैंने चिट्ठी पढ़ी तो मैंने आपके वाले रवि को फोन किया। वह एकदम से परेशान हो गया और असमंज मे पड़ गया क्योंकि वह कहीं बाहर गया हुआ था और आठ दस दिन बाद आने वाला था। साथ ही आपको देखकर मुझे मेरे पिता याद आ गए, जिनके लिए मैं जीवन भर कुछ ना कर पाया था।* *मेरे पास हिम्मत भी नहीं थी कि मैं आपकी उम्र और भावना को देखते हुए आपको वापस भेज सकूँ। तब मैंने निर्णय लिया कि आपका यह काम मैं करूँगा।"* *उस वृद्ध व्यक्ति की आँखों से आँसु बहने लगे और वह बोले कि, "तुम रवि को जानते नहीं हो?"* *रवि बोला, "अंकल मैं उसको नही जानता , आपकी चिट्ठी में उनका फोन नंबर था, मैंने उन्हें फोन लगाया।"* *उस पर उन्होंने फिर से पूछा, "तुम वह रवि भी नहीं हो?" वह फिर से बोला, "हाँ, मैं वह रवि भी नहीं हूँ।"* *उस पर उस वृद्ध ने कहा, "फिर भी तुमने मेरे लिए छुट्टी ली और इतना किया। कौन कहता है भगवान नहीं होता, कौन कहता है कि ईश्वर नहीं होता।"* *इसको बार-बार दोहराते हुए वह बस में बैठ कर चले गए।* *रवि अपने घर पहुँचा और उस रात उसे अपने जीवन की सबसे ज्यादा सुकून वाली नींद आई।* *साथियों जीवन में हम अपने रिश्तेदारों की, दोस्तों की अपने परिवार वालों की अपने साथ काम करने वालो की मदद करते है, इतने में ही हमारी दुनिया सिमट जाती है।* *पर क्या कभी हमने बिना किसी कारण के किसी अनजान की, जिसे हम जानते नही, पहचानते नही, उनकी मदद की है?* *एक बार ऐसा करके देखें, हम भी चैन की ऐसी दशा का अनुभव करेंगे जिसे शायद हम सभी खोज रहे हैं । *🙏जय श्री राम 🙏* ~~~~~~~~~~~~~~~~ साभार। 🙏🙏
बासमती चावल बेचने वाले एक सेठ की स्टेशन मास्टर से साँठ-गाँठ हो गयी। सेठ को आधी कीमत पर बासमती चावल मिलने लगा । सेठ ने सोचा कि इतना पाप हो रहा है , तो कुछ धर्म-कर्म भी करना चाहिए। एक दिन उसने बासमती चावल की खीर बनवायी और किसी साधु बाबा को आमंत्रित कर भोजनप्रसाद लेने के लिए प्रार्थना की। साधु बाबा ने बासमती चावल की खीर खायी। दोपहर का समय था । सेठ ने कहाः "महाराज ! अभी आराम कीजिए । थोड़ी धूप कम हो जाय फिर पधारियेगा। साधु बाबा ने बात स्वीकार कर ली। सेठ ने 100-100 रूपये वाली 10 लाख जितनी रकम की गड्डियाँ उसी कमरे में चादर से ढँककर रख दी। साधु बाबा आराम करने लगे। खीर थोड़ी हजम हुई । साधु बाबा के मन में हुआ कि इतनी सारी गड्डियाँ पड़ी हैं, एक-दो उठाकर झोले में रख लूँ तो किसको पता चलेगा ? साधु बाबा ने एक गड्डी उठाकर रख ली। शाम हुई तो सेठ को आशीर्वाद देकर चल पड़े। सेठ दूसरे दिन रूपये गिनने बैठा तो 1 गड्डी (दस हजार रुपये) कम निकली। सेठ ने सोचा कि महात्मा तो भगवतपुरुष थे, वे क्यों लेंगे.? नौकरों की धुलाई-पिटाई चालू हो गयी। ऐसा करते-करते दोपहर हो गयी। इतने में साधु बाबा आ पहुँचे तथा अपने झोले में से गड्डी निकाल कर सेठ को देते हुए बोलेः "नौकरों को मत पीटना, गड्डी मैं ले गया था।" सेठ ने कहाः "महाराज ! आप क्यों लेंगे ? जब यहाँ नौकरों से पूछताछ शुरु हुई तब कोई भय के मारे आपको दे गया होगा । और आप नौकर को बचाने के उद्देश्य से ही वापस करने आये हैं क्योंकि साधु तो दयालु होते है।" साधुः "यह दयालुता नहीं है । मैं सचमुच में तुम्हारी गड्डी चुराकर ले गया था। साधु ने कहा सेठ ....तुम सच बताओ कि तुम कल खीर किसकी और किसलिए बनायी थी ?" सेठ ने सारी बात बता दी कि स्टेशन मास्टर से चोरी के चावल खरीदता हूँ, उसी चावल की खीर थी। साधु बाबाः "चोरी के चावल की खीर थी इसलिए उसने मेरे मन में भी चोरी का भाव उत्पन्न कर दिया। सुबह जब पेट खाली हुआ, तेरी खीर का सफाया हो गया तब मेरी बुद्धि शुद्ध हुई कि 'हे राम.... यह क्या हो गया ? मेरे कारण बेचारे नौकरों पर न जाने क्या बीत रही होगी । इसलिए तेरे पैसे लौटाने आ गया । "इसीलिए कहते हैं कि.... जैसा खाओ अन्न ... वैसा होवे मन। जैसा पीओ पानी .... वैसी होवे वाणी । जैसी शुद्धी.... वैसी बुद्धी.... । जैसे विचार ... वैसा संसार।
Sunday, June 26, 2022
Subscribe to:
Posts (Atom)
એક નિઃસ્વાર્થ ભાવે કરેલું કાર્ય* *ક્યારેય નિષ્ફળ જતું નથી.*
*કર્મ ના ફળ નું ફળ* સ્કોટલેન્ડમાં આવેલા મોટા-મોટા ખેતરોમાંથી એક ખેડૂત, જેનું નામ ફલેમિંગ હતું. એ ઝપાટાભેર જઈ રહ્યો હતો. એને ઘેર પહોંચવાની ઉ...
-
Skip to content ભગવાન શ્રીકૃષ્ણના જયારે થયા અંતિમ સંસ્કાર ત્યારે તેમનું આ અંગ ના બાળી શકી આગ.. ભગવાન શ્રીકૃષ્ણના જયારે થયા અંતિમ સંસ્કાર ...
-
ગુજરાત રાજ્યના સરકારી કર્મચારી માટે વોડાફોન ના નવા પ્લાન પોસ્ટપેઈડ કનેક્શન