Wednesday, November 2, 2022

મોરબી માટે એક લોક ગીત પ્રસિધ્ધ છે "મને જાવાદો મોરબીના રાજા...નથી કરવા મૂલ ...તારી મોરબી થાશે ડૂલ..." વાણિયા ની દીકરી ને મચ્છુનું પાણી ભરતા મોરબીના કુંવારા કુંવરે માત્ર ઘોડો આડો ઉભો રાખીને મોરબીના વાણિયાની એ 16 વર્ષની દીકરીને પોતાની સાથે વિવાહ કરવા માટે માત્ર આગ્રહ પૂર્વક દબાણ જ કર્યું હતું બસ. તેના પાલવને તે કુંવર અડકયો સુધો નહોતો. છતાં આવા ઓચિંતા માનસિક દબાણથી તે દીકરી ડઘાઈ ગઈ હતી. તેને મનમાં થયું કે " ચોક્કસ હવે મોરબીના રાજા મારું અપહરણ કરાવી લઈને મને તેમના કુંવર સાથે બળજબરીથી પણાવ્યા વગર છોડશે નહિં...અને જો પરજ્ઞાતિમાં મારા આવ લગ્ન થશેતો અમારા મહાજન સમાજના પંચ વચ્ચે મારા બાપને ઈજ્જતના માર્યા ઝેર ઘોળવું પડશે.!!!.. માવતરની ઈજ્જત બચાવવા માટે અને આવી શકવર્તી શક્યતાનો ભય લાગવાથી આ સગીર દિકરીયે હાલ જયાં ત્રણ દરવાજા પાસે ગ્રીન ચોક છે ત્યાં આવીને જાહેરમા ઝેર ખાઈને સતી થઈ હતી. અને ડૂલ ( ડૂબવાથી મોત ) નો શાપ આ જગાએ થીજ આપ્યો હતો. હકીકત મા મોરબીના રાજવી ખુબજ ધાર્મિક હતા... વ્યભિચારી કે પાપી નહોતા. તેમણે તો ઉલટાના આ નાલેશિ ભરી વાત જાણીને પોતાના કુંવરને આકરી સજા ફટકારી હતી. અને આ કુંવારી સતી ની યાદમાં ત્યાં નાની દેરી બનાવી હતી ( જે હાલમા હયાત નથી ). કહેછે કે ઇ.સ. 1856 ની આસ પાસ આ ગોઝારો બનાવ બન્યો હતો. પણ માવતરની ઈજ્જત માટે સતી થનાર આ કુંવાસી ના સત ની તાકાત તો જુઓ !!!??? ઇ.સ. 1857 ની 30 મી ઓક્ટોબરના આજ દિવસે મોરબીના પ્રજાજનો છીછરા પાણીમાં થઈ ને સામે કાંઠે આવેલા રાજમહેલમાં રાજાને નવા વર્ષના વધામણા આપવા જઈ રહયા હતા ત્યારે બરાબર તેજ સમયે મચ્છુના ઉપરવાસમાં આભફાડ વરસાદ વરસ્યો હતો. અને છીછરા પાણીમાં થઈને રાજા પાસે જઈ રહેલા સેંકડો નગરજનો ઉપર ઘોડાપુરનું પાણી ફરી વળ્યું હતું અને તમામના મોત થયાં હતાં. તા.11/ 8 /79 મચ્છુ ડેમ તૂટ્યો અને આજ ૩૦ ઓક્ટોમ્બર ૨૨ નાં રોજ પૂલ હોનારત મા અનેક લોકો નો ભોગ લેવાયો એક વાત જોગાનુજોગ છે 11/8/1979 મચ્છુ હોનારત, 21 વર્ષે 26/1/2001 ભૂકંપ, 21 વર્ષે 30/10/2022 ઝૂલતા પુલ દુર્ઘટના 21 વર્ષે દુર્ઘટના,

No comments:

Post a Comment

એક નિઃસ્વાર્થ ભાવે કરેલું કાર્ય* *ક્યારેય નિષ્ફળ જતું નથી.*

 *કર્મ ના ફળ નું ફળ* સ્કોટલેન્ડમાં આવેલા મોટા-મોટા ખેતરોમાંથી એક ખેડૂત, જેનું નામ ફલેમિંગ હતું. એ ઝપાટાભેર જઈ રહ્યો હતો. એને ઘેર પહોંચવાની ઉ...