Friday, April 8, 2022

નાના હતા અને ઉનાળાનું વૅકેશન પડે એટલે સવાર સવારમાં ગિલ્લીદંડા , ભરબપોરે પત્તા , સાંજે ક્રિકેટ , સતોડીયું અને ઘંટડી વાગે એટલે બરફનો ગોળો , રાત પડે એટલે ફરી રમતો ચાલુ ને ચાલુ ... પંદર વીસ જણાના ટોળેટોળા ... ખડકીઓમાં ચારેબાજુ અવાજ અવાજ .. વચ્ચે 20 - 25 દિવસ મામા, માસી, કાકા, ફઈને ત્યાં રહેવા જવાનું અને ત્યાં પણ એવી ટોળકીઓ .. બપોરે એકબાજુ ઘરે ઘઉં સાફ થતા હોય અને સાંજ પડે ખડકીમાં મરચું ખંડાતું હોય .. ત્યારે તો A C શું એ પણ ખબર નહોતી .. અને રાત્રે થાક્યાપાક્યા ઉપર અગાસી માં ઠંડી પવનની લહેરો વચ્ચે બ્રહ્માંડના તારાઓ ને જોઈને એકદમ આશ્ચર્ય પામતા પામતા સુઈ જવાનું કે આ સામે આકાશમાં દેખાય છે એ ખરેખર છે શું .. આ તારાઓ આપણી ઉપર પડતા કેમ નથી .. આ ચંદ્ર આટલું બધું અજવાળું કેવી રીતે આપતો હશે .. આ બધાના વૈજ્ઞાનિક કારણો ગમે તે હશે પણ એ વખત કલ્પનાઓ કરવાની બહુ મજા આવતી ... નાનપણની ખરી મજા ઉનાળા એ જ આપી છે .. એ પછી કેરીઓ ખાવાની હોય કે રમવાની હોય .. અત્યારે નૌકરી, ધંધા પર બેઠા પછી ગરમી કાળઝાળ લાગે છે પણ એ વખતે તો આ ઉનાળો જ સૌથી પ્રિય લાગતો કારણકે ઝીંદગીની સૌથી અમૂલ્ય ક્ષણો જ એમાં કોતરાયેલી હતી .. મોટા થયા ત્યારે નોટો ગણ ગણ કરીએ છે અને નાના હતા ત્યારે હવે સ્કૂલ ખૂલવામાં કેટલા દિવસ બાકી બસ એની જ ગણતરીઓ થતી હતી .. કાશ આ પૈસાની થોકડીઓ એ નાનપણ પાછું લાવી આપતું હોત ... શરીર પર ગમે એટલા ઘા લાગતા તો રુજ આવી જતી હતી પણ એ ઉંમરે દિલ પર ઘા લાગતા જ ના હતા .. લુચ્ચાઈ શેને કહેવાય એ ખબર જ ના હતી . માણસોનું બીજું સ્વરૂપ જોયેલું જ ના હતું .. દુનિયા એકદમ નાની પણ એકદમ સુંદર અને ભવ્ય હતી.... 😘 હવેની પેઢી ના નસીબમાં આ નથી 😘 ● દફતર લઈને દોડવું... ● તૂટેલી ચપ્પલ નું જોડવું... ● નાશ્તા ના ડબ્બાઓ... ● શર્ટ પર સહીના ધબ્બાઓ.. ● ખોબે ખોબે પીવાતું પાણી... ● રીસેસ ની વિશેષ ઉજાણી... ● બેફામ રમાતા પકડ દાવ... ● ઘૂંટણ એ પડતા આછા ઘાવ... ● બાયોં થી લુંછાતા ચેહરા... ● શેરીઓમાં અસંખ્ય ફેરાં... ● ઉતરાણ ની રાત જાગી... ● પકડાયલા પતંગ ની ભાગી... ● ભાડાં ની સાયકલ નાં ફેરાં... ● મહોલ્લાના ઓટલા પર ડેરા... ● મંજી ની રેલમ છેલ... ● ગીલ્લી ડંડા નો એ ખેલ... ● ચાર ઠીકડી ને આટા પાટા... ● લાઈટના થાંભલે ગામગપાટા... ● વરસાદે ભરપૂર પલળવું... ● ખુલ્લા પગે રખડવું... ● બોર આમલી નાં ચટાકા... ● પીઠ પર માસ્તર ના ફટાકા... ● બિન્દાસ્ત ઉજવાતું વેકેશન... ● નાં ટ્યુશન નાં ટેન્શન... વાત સાચી લાગી કે નહિ મિત્રો... બધું ભૂલાઈ ગયું આ મોર્ડન લાઈફ ની લાઇ માં... કેવાં હતાં આપણે બધાં પાસે-પાસે ? જો ને નીકળી ગયા સહુ જીંદગીના પ્રવાસે..! માળો બનાવવામાં એવા મશગુલ થઇ ગયા; ઉડવા માટે પાંખ છે એજ ભૂલી ગયા..!!🙏🙏🙏🙏🙏 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸 ✍✍ ankur 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

Sunday, March 27, 2022

VERY TOUCHY... 🌹બા નો પલંગ ઝાટક્યો તો આંખમાં આંસુ આવી ગયા.🌹 આજે સવારે વહેલા ઓફિસ જઈ પહેલું કામ રાજીનામું લખી ને મારા સાહેબ ના ટેબલ ઉપર મૂકી દીધું.. અને હોસ્પિટલે મમ્મી પાસે જતો રહયો... હોસ્પિટલ પહોંચી સાહેબ ને ફોન કરી ફક્ત એટલું કીધું આજે હું ઓફિસે નહીં આવી શકું.. સાહેબ ની આદત મુજબ બોલ્યા: નીલેશ,હમણાં a હમણાં તારી રજાઓ બહુ પડે છે.. કામ મા ધ્યાન નથી, આવું લાંબુ કેમ ચાલસે?? મે ફક્ત એટલું જ કીધું: સાહેબ, તમારા ઉપર છોડી દઉં છું.. તમે તમારી રીતે સાચા છો.. તમારો આખરી નિર્ણય મને માન્ય છે.. કહી મોબાઈલ મે કટ કર્યો.. અને, મારી પત્ની કહે કોણ હતું?? સાહેબ મેં કીધું.. આ તું જોવે છે.. રોજ - રોજ મમ્મી ની તબિયત બગડતી જાય છે.. ડૉક્ટર એ હાથ અધ્ધર કરી દીધા છે.. મારા થી તો હાથ અધ્ધર ના થાય.. પથારી ઉપર સુતેલ લાચાર અસહાય માઁ મારી સામે જોઈ ધીરે.. ધીરે.. બોલે છે: ઓફિસે જા બેટા, અહીં કહી કામ નથી.. પણ તેની લાચાર આંખ કહી રહી હતી.. બેટા અહીં બેસ સારૂ લાગે છે.. મેં કીધું: માઁ, હું અહીં જ છું.. તું ઓફિસ ની ચિન્તા ના કર.. માથે હાથ ફેરવી હું બોલ્યો: બચપન માં તે બહુ માથે હાથ ફેરવ્યો છે.. હવે મારો વારો આવ્યો છે માઁ, તો હું કઈ રીતે તને છોડી ને જઈ શકું?? મારા મોબાઇલ મા રિંગ વાગી સાહેબ નો ફરી થી ફોન આવ્યો.. હું સમજી ગયો, સાહેબે રાજીનામું વાંચી લીધું લાગે છે.. યસ સર, મેં કીધું: સાહેબ બોલ્યા: નીલેશ તારું રાજીનામુ મૅનેજીગ ડિરેક્ટર ના ટેબલ ઉપર મૂક્યું છે.. તેઓ તને રૂબરૂ મળવા માંગે છે.. તો થોડો સમય કાઢી આવી શકીશ?? મેં કીધું: યસ સર.. પ્રયત્ન કરું છું.. મારી પત્ની એ કીધું: તમે જઈ આવો.. હું અહીં બેઠી છું.. હું ઓફિસે પોહચ્યો.. MD એ અંદર બોલાવ્યો.. આવ નીલેશ, તને શું તકલીફ પડી કે અચાનક રાજીનામું?? કોઈ સ્ટાફ, મેનજમેન્ટ.. તરફ થી તકલીફ?? તને ખબર છે હું જનરલી રાજીનામુ સ્વીકારી લઉ છું.. પણ તું અહીં વીસ વર્ષ થી એક નિષ્ઠા અને વફાદારી થી કામ કરે છે.. તો મારી પણ ફરજ બને છે કે હું રાજીનામુ પાસ કરતા પહેલા તારી લાગણી, અને તારી તકલીફ સમજી લઉ.. સર, પહેલા તો દિલ થી તમને વંદન.. એક ઉચ્ચ જગ્યાએ બેસી ને પણ આપ આવી નમ્રતા થી વાત કરી શકો છો.. હું સમજુ છું જે કંપની એ મને માન, સ્વમાન આપેલ છે તેની પ્રત્યે પણ મારી ફરજ છે.. પણ સર, આજે મારી માઁ હોસ્પિટલ મા છેલ્લા દીવસો ગણી રહી છે.. ડોક્ટરો એ આશા છોડી દીધી છે.. કેટલા દિવસ કાઢશે એ ખબર નથી સાહેબ, એટલી ખબર છે થોડા દિવસ ની મહેમાન છે.. આવા સંજોગો માં એક- એક દિવસ ની રજા માંગી - માંગી ને હું માનસિક અને નૈતિક રીત થાકી ગયો હતો.. નતો હું ઘર ની ફરજ બજાવી શકતો હતો, નતો ઓફિસ ની.. પિતાજી છે નહીં.. નાના પરિવાર ના ફાયદા સામે આ પણ એક વીક પોઇન્ટ છે.. અત્યારે હોસ્પિટલ ની જવાબદારી એકલા મારા માથે છે.. આપ જ બતાવો હું મારી માઁ ની છેલ્લી અપેક્ષાઓ થી ભરેલી આંખો સામે બહાનાં બતાવી ઓફિસ ની ફરજ કહી રીતે બજાવી શકું?? સાહેબ, મને માફ કરો.. હું એટલો લાગણીહીન નથી થઈ શકતો.. નોકરી તો હું બીજી ગોતી લઈશ.. પણ, આ મારી માઁ ના પ્રેમ નો બદલો આપવા તો હું સક્ષમ નથી.. પણ તેની છેલ્લી ક્ષણ માં થોડો તેને સમય જો હું આપી શકીશ તો હું મારી જાત ને ધન્ય ગણીશ.. નહીંતર આખી જીંદગી હું મારી જાત ને કદી માફ નહીં કરી શકું.. MD મારી લાગણી ભરેલા શબ્દો શાંતિ સાંભળતા હતા ત્યાંજ હોસ્પિટલે થી પત્ની નો મોબાઈલ આવ્યો.. મમ્મી ની તબિયત વધારે બગડી છે, તમને બહુ યાદ કરે છે.. જલ્દી આવો.. MD સમજી ગયા ચિંતા ના કર હું તારી સાથે આવું છું.. અમે હોસ્પિટલ પહોંચ્યા.. ડોક્ટરો ની દોડા દોડી વચ્ચે અમે ICU માં પહોંચ્યા.. મમ્મી મારી જ રાહ જોતી હોય તેમ લાગ્યું.. બોલવા ની તાકાત ન હતી.. હું બાજુ માં ગયો તે અંતિમ ક્ષણ મા પણ પોતાની છેલ્લી તાક્ત વાપરી બેઠી થઇ.. અને મને ભેટી અને મારા ખભા ઉપર તેને છેલ્લા શ્વાસ છોડી દીધા.. આ દ્રશ્ય જોઈ હોસ્પિટલ ના ICU નો સ્ટાફ ની પણ આંખો ભીની થઇ ગઇ.. મારા થી બોલાઈ ગયુ: માઁ નો પ્રેમ સમજવા માટે કેટલીયે જીંદગી ઓછી પડે.. મારા MD ની આંખ પણ ભીની થઇ ગઇ.. એ બોલ્યા: નીલેશ તું મહાન નહીં પણ નસીબદાર પણ છે.. મને પણ ખબર હતી મારી માઁ છેલ્લા દીવસો ની મહેમાન છે.. હું કંપની નો માલિક હોવા છતાં પણ હું તારા જેવી હિંમત ના કરી શક્યો.. કદાચ મેં હિંમત કરી હોત તો મારી માઁ પણ તેનો ભાર મારા ખભા ઉપર હળવો કરી શકી હોત.. ખેર, નસીબ- નસીબ ની વાત છે.. રજાઓ ની ચિંતા કરતો નહીં.. બધી ક્રિયા કાંડ કરી શાંતિ થી ઓફિસ જોઈન્ટ કરી દેજે.. કાઈં પણ કામ કાજ હોય તો કહેજે.. સાહેબ, મારી માઁ એ મારા ખભે જીવ છોડ્યો છે.. તે તૃપ્ત થઈ ગઈ છે.. કોઈ ક્રિયા કાંડ કે બેસણા ની જરૂર નથી.. જે લોકો ની લાગણી હતી તે હોસ્પિટલે મળી ગયા.. હવે ફોટા પાસે રડી કે હાથ જોડી કોઈ ફાયદો નથી.. સાહેબ, હોસ્પિટલ ની ડ્યૂટી આજે મારી અહીં પુરી થઈ છે.. રજા ની જરૂર સ્વજનનો ને જીવતા હોય ત્યારે જ હોય છે.. હવે રજા ઓ પાડવાનો કોઈ મતલબ નથી.. હું કાલ થી ડ્યૂટી જોઈન્ટ કરું છું..!! Delete મારતા પહેલા એકવાર જરૂર વાંચો..🙏🏼🙏🙏

Saturday, March 19, 2022

એક કંપનીમાં બોસ દર મહિનાની પાંચ મી તારીખ ના એનાં ૩૦૦ માણસોના સ્ટાફ પાસેથી એક એક હજાર ઉઘરાવીને ૩ લાખ જમા કરતા અને એમાં પોતાનાં તરફથી ૩ લાખ ઉમેરીને ૬ લાખની લોટરી નું ડ્રો કરતાં એમાં જેનું નામ નીકળતું એને ૬ લાખ રૂપિયા બક્ષિસ રૂપે મળતાં. એ કંપનીમાં ઝાડું પોતા કરવાવાળી બાઇને આ રૂપિયાની બહું જરૂર હતી. કારણકે એનાં દિકરાનું ઓપરેશન કરાવવા નું હતું. પણ આ તો લોટરી હતી એક જુગારની રમત હતી. એને ન લાગે તો દેખીતી રીતે એને એક હજારનું નુકસાન થાય એમ હતું. છતાં એણે હજાર રૂપિયાનું જોખમ લીધું હતું. અને ભગવાનને પ્રાર્થના કરતી હતી કે લાેટરી એને જ લાગે. બોસ ને એની દયા આવતી હતી. અને એ પણ ચાહતા હતા કે ઇનામ એને જ લાગે. એણે પોતાના નામની કાપલી પર પાેતાના નામને બદલે બાઈ નું નામ લખીને કાપલી બાેક્ષમાં નાખી દીધી. અને મનાેમન પ્રાર્થના કરી કે ઈનામ બાઈ ને જ લાગે. આમ તો 300 માણસમાં પોતાનું એક નામ જતું કરવાથી ઇનામ એને જ લાગે એવી શક્યતા બહું ઓછી હતી. છતાં એમની ધાર્મિક લાગણીએ એમને એવું કરવા પ્રેર્યા. બધાની કાપલી એકઠી થયાં બાદ લાેટરી ડ્રો નો સમય આવી પહોચ્યો. બાેસે એક કાપલી કાઢી. કામવાળી અને બોસ અને તમામ સ્ટાફ ની ધડકન વધી ગઇ. હવે કોનું નામ નીકળશે.? એની આતુરતાથી સૌ રાહ જોઈ રહ્યાં. એકજ પળમાં બાેસે વિજેતાનું નામ ઘાેષિત કર્યુ અને જાણે ચમત્કાર થયો. એ નામ કામવાળી બાઇનું હતું. એની આંખમાં હરખના આસું છલકાઇ ગયાં. બોસ ની આંખાે પણ ભીની થઇ ગઇ. બોસે કામવાળી બાઇને ઇનામની રકમનું કવર આપ્યું. ત્યારે બાઈ એ આંખમાં આસું સાથે કહ્યું કે હવે મારાં દીકરાને કોઈ ભય નથી, હું મારાં દીકરાનું ઓપરેશન કરાવી શકીશ. સાચે હું બહું નસીબદાર છું. મારાં પર ભગવાનની અસીમ કૃપા છે. બોસ અમસ્તા જ લાેટરી બાેક્ષની બાજુમાં જઈને ઉભા રહ્યાં અને જસ્ટ જાણવા ખાતર એમણે બીજી કાપલી કાઢીને જોઈ તો એની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ. બીજી કાપલીમાં પણ કામવાળી બાઇનું જ નામ હતું. એમણે ત્રીજી કાપલી કાઢી ને જોઈ તો એ ચકરાઇ ગયા. ત્રીજીમાં પણ એનું જ નામ હતું. પછી તાે એમણે એક પછી એક તમામ કાપલી જોઈ તો દરેકે દરેકમાં એનું જ નામ લખેલુ હતું. એમની છાતી ગર્વથી ફૂલાઇ ગઇ. ઓફિસના બધાં કર્મચારીએ મૂક્ રહીને એને મદદ કરી હતી. એ લોકો ચાહત તાે લોટરી ડ્રો કર્યા વગર એને હાથમાં રોકડ રકમ આપી મદદ કરી શક્યાં હોત, પણ એમ ન કરતાં એમણે એને પોતાની હકની રકમ મળી હાેય એવી રીતે મદદ કરી. હમેશાં યાદ રાખજો, જ્યારે પણ કોઈને મદદ કરો ત્યારે એને લાચારીનો એહસાસ ન થાય અને એનાં માનનું હનન થાય, એવી રીતે મદદ કરશાે તાે ખરાં અર્થમાં મદદ કરેલી ગણાશે.

Saturday, March 12, 2022

#ચાંપાનેર_(#પાવાગઢ)#ઇતિહાસ 👉#-1 👉વિશ્વામિત્રની પાસે જે કામધેનુ ગાય હતી તે એક દિવસ ચાંપાનેરમાં ખાઈમાં પડી અને જે ખાઈમાંથી તે બહાર ના આવી શકતા તેણે પોતાના દૂધની રસધારથી સમગ્ર ખાઈ ભરી દીધી અને આ દૂધમાં તરીને બહાર નીકળી. અને ભગવાને વિશ્વામિત્રના કહેવાથી અહિયાં આ આખા ખાઈને પાણીથી ભરીને અહિયાં વિશ્વામિત્રી નદી બનાવી. 👉આ વિસ્તારનું નામ હકીકતમાં પાવક ગઢ હતું જેનું અપભ્રંશ થઈને બન્યું છે પાવાગઢ. 👉આ પાવાગઢ ઉપર સૌથી પહેલા નજર પડી કર્ણાવતીના સૌથી મોટા ક્રૂર બળાત્કારી અહમદ શાહએ આક્રમણ પછી કઈ ખાસ કરી શકાયું નહીં કેમકે ઇડરના રાજપૂતો-માળવાનો હોશંગ ગાઝી વગેરે સાથે યુદ્ધમાં વ્યસ્ત રહ્યો. 👉તેના પછી તેનો પુત્ર અને તેનો પુત્ર મહમુદ બેગડા સત્તા ઉપર આવ્યો જેણે "ફક્ત" ઈસ્લામિક ઝંડાના પચારાર્થે ચાંપાનેર ઉપર પોતાની કાળી નજર નાખી. 👉રાજપૂતોનો ત્યાં ત્રણ તબક્કામાં મોરચો તૈયાર હતો. જેમાં પ્રથમ હતો અટકનો કિલ્લો જ્યાં મેદીનું તળાવ આવેલું છે. જે આજે પણ જોવા મળે છે. 👉 બીજા તબક્કામાં થોડા ઉપર આવો એટલે મોહોતી નામનો દરવાજો છે અને ત્રીજો તબક્કો છે સદન શાહ દરવાજા. 👉 અહિયાં સાત મહલ વાળી ઊંચી ઇમારત પણ હતી જ્યાં રાણીઓ બેસીને જંગલમાં આખેટ કરતાં તેઓના રાજાઓને નિહાળતી. ત્યાં એક નગર હવેલી પણ હતી. અને આજે પણ ત્યાં જયસિંહ ( પતાઈના રાજાનો મહેલ છે જ્યાં રાણીઓએ જૌહર કર્યું હતું ). 👉 ચાંપાનેર તે સમયે કર્ણાવતી-સુરતની કક્ષાનું વ્યાપારી-સામાજિક દ્રષ્ટિએ વિકસિત નગર હતું. 👉 1482 માં ગુજરાતમાં દુષ્કાળ પડ્યો અને મહમુદ બેગડાની નજર ચાંપાનેર ઉપર પડી તેના સૈન્યએ હુમલો કર્યો અને ચાંપાનેરમાં હારીને કપાઈને પાછા ફર્યા. 👉 આ હારથી અકળાઇને મહમૂદ બેગડાએ ખૂબ મોટી સેના સાથે બરોડાથી આગળ ઘેરો ઘાલ્યો જ્યાં રાજપૂત રાજાઓએ તેની સાથે સંધિ કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ બેગડા માન્યો નહીં. 👉 પતાઈ રાજા જયસિંઘએ પણ લડાઈનો નિશ્ચય કરી લીધો. અને પોતાના દોસ્ત-સાથીદાર માળવાના ગ્યાસુદદીન જેને એક સમયે આ રાજપૂતોએ બચાવ્યો હતો તેને કહેણ મોકલ્યા. 👉 પણ આ ગ્યાસુદદીનની પાસે બેગડાએ ઈસ્લામિક કાજીને મોકલ્યો અને પાછો જવા મનાવી લીધો. ગ્યાસુદદીનએ ઈસ્લામિક કહેણ માટે મૈત્રીક ગદ્દારી કરી. 👉 રાજપૂતોને કિલ્લા તોડીને હરાવવા એ અશક્ય વાત હતી પણ રાજપૂતો રોજ સવારે પૂજાપાઠ કરવા કિલ્લો મૂકીને જતાં હતા તે વાતની ખબર બેગડાને ખબર પડી ગઈ. અને એણે કિલ્લા ઉપર કબજો જમાવ્યો. 👉 700 રાજપૂતોએ કેસરિયા કર્યા અને તેઓની રાણીઓ અને બાળકોએ જૌહર કર્યા અને બધાએ પોતાની કાયા કપાવી નાખી. 👉 રાજા જયસિંહ અને તેનો પરિવાર પકડાઈ ગયો સાથે તેનો સાથીદાર દુર્જનસિંહ પણ. 👉 6 મહિના સુધી રાજા અને તેના પરિવારને અત્યંત પ્રતાડના આપ્યા પછી પણ જ્યારે તેઓ ઇસ્લામ ના સ્વીકાર્યો. 👉 ત્યારે જયસિંહનું માથું કાપી નાખ્યું પણ તે જ સમયે મરતા મરતા જયસિંહના સાથીદાર તલવારથી બેગડાના કૌટુંબી શેખાન કબીરનું માથું વાઢતો ગયો. 👉 જયસિંઘના પરાક્રમ અને બલિદાનની કોઈ પ્રેરણા ના લે તે માટે બેગડા-કુત્તાએ જયસિંહએ માતા કાલીની છેડતી કરી હતી તેવી ગંદી વાર્તા પ્રચલિત કરી દીધી. પરંતુ આ વાર્તા-વાર્તા જ રહી જેને દરેક અંગ્રેજ અને ભારતના ઇતિહાસકારોએ જાકારો આપ્યો. 👉 જયસિંહ નાં પહેલા પૌત્ર એ છોટાઉદેપુર નગર વસાવ્યું જયારે. 👉 જયસિંહ નાં બીજા પૌત્ર એ દેવગઢ-બારિયા નગર વસાવ્યું. અને ગુજરાતનું સૌથી સમૃદ્ધ ગણાતું નગર ચાંપાનેર ઉજ્જડ વેરાન ભેંકાર બની ગયું. 👉 250 વર્ષ પછી જ્યારે મરાઠા પેશ્વાઓ-મહાદજી સિંધિયા એ ગુજરાત કબજે કર્યું ત્યારે પાવગઢનું મંદિર ખોલાવ્યું. ત્યાં દાદરા બનાવ્યા. 👉 પાવગઢનું મંદિર ફરીથી કાલકા માતાજીનો ગઢ બન્યો. 👉 પટેલો-જૈનો-વણકર-રાજપૂતો-બ્રાહ્મણો બધાની શ્રધ્ધા આજે પાવાગઢમાં એટલી છે કે ત્યાં પગ મૂકવાની જગ્યા નથી હોતી. 👉 પાવાગઢ જાઓ ત્યારે મહેરબાની કરીને આ રાજપૂત શૌર્ય-બલિદાનના ઇતિહાસને પણ યાદ કરીને તેને નમન કરવાનું ભૂલતા નહીં.🙏 🙏🙏

Tuesday, February 15, 2022

■અજબ ગાંવ કી ગજબ કહાની■ ગામ જામતાડા ગામને જામફળ કે તાડી સાથે કોઈ લેવાદેવા નથી લગભગ ૩૦૦૦૦ની વસ્તી ધરાવતું ઝારખંડનું એ ગામ, ઝારખંડની રાજધાની રાંચીથી લગભગ ૨૫૦ કિલોમીટર દૂર. બિહારની રાજધાની પટણાથી ૩૦૦ કિલોમીટર દૂર, મોટાભાગનો જંગલ વિસ્તાર. વસ્તી હિન્દી અને બંગાળી ભાષી મોટાભાગનો યુવાવર્ગ વધીને ધોરણ ૧૦ સુધી ભણેલો, એક બહુ જ અગત્યની વાત કે મોટાભાગનો યુવાવર્ગ સ્ત્રીઓના અવાજમાં પણ આસાનીથી વાત કરી શકે છે. હજુ ગઈકાલ સુધી જયાં માટીના ઘર નજરે પડતા તા ત્યાં આજે હારબંધ સુંદર અને આંખને આંજી દે તેવા બંગલાઓ છે. અહીં ભણેલો કે અભણ યુવાવર્ગ ઓછામાં ઓછા ૪ સ્માર્ટ ફોન ધરાવે છે આ નાનકડા ગામમાં વિવિધ મોબાઈલ નેટવર્ક પ્રોવાઈડરના ૧૭ ટાવર છે. આ નાનકડા ગામમાંથી રોજના ઓછામાં ઓછા ૨૦૦૦૦ ફોનકોલ્સ અન્ય રાજ્યોમાં થાય છે બસ ગામની ભૌગોલિક અને સામાજિક આટલી ઓળખ પૂરતી છે ..! . હવે આપણે આ ગામની ખાસ ઓળખ મેળવીયે આ ગામ આજે ભારતનું સાયબર ક્રાઇમ કેપિટલ ગણાય છે, આશ્ચર્ય થાય છે ને ?!!!!! તમારા પર IT ઈન્ક્વાયરીના નામે, બેન્કના નામે, આધાર કાર્ડ કે તમારા ડેબિટકાર્ડ કે ક્રેડિટકાર્ડની વિગતો માંગવાના નામે આવતો ફોન આ ગામથી આવે છે આ ગામના યુવા વર્ગનું આ અને આ જ એકમાત્ર કામ છે સવારથી જ યુવાવર્ગ જંગલમાં જે તે ઝાડ નીચે લેપટોપ ને સ્માર્ટ ફોન લઈ બેસી જાય છે અને પોતાના શિકારોને ફોન કરવા લાગે છે જુદાજુદા રાજ્યોમાં મોબાઈલ વાપરતા લોકોના નંબર પર જાતજાતની અને ભાતભાતની વિગતો મેળવવા ફોન કરી તેઓની પાસેથી તેમના બેન્કની વિગતો અને આધારકાર્ડની વિગતો મેળવી લે છે, અરે તમારા મોબાઈલના સીમકાર્ડ અને તમારા કોમ્પ્યુટરને હેક કરવાનો કરતબ પણ જાણે છે તમારી પાસેથી તમારા બેન્ક એકાઉન્ટની કે આધારકાર્ડની મેળવેલી વિગતોના આધારે તમારા બેન્ક એકાઉન્ટમાંથી એ લોકો ધારે એટલી રકમ ઉડન છુ કરી દે છે વર્ષ ૨૦૧૭ના એપ્રિલથી ડિસેમ્બરમાં આ ગામના આ કલાકાર અને કસબી યુવાઓએ પોતાની આ ખાસ આવડતે ભારતની પ્રજાના રૂ.૨૬૫ કરોડ ઓહિયાં કર્યાનું નોંધાયું છે. સરકાર, પોલીસ અને સંબંધિત તંત્ર આ લોકોને પકડીને કાયદેસરની કોઈ જ કાર્યવાહી પણ નથી કરી શકતું .... તદ્દન લાચાર છે કડક કાયદા ન હોવાથી આપણા દેશના ના ગાલ પર આ બાબત તમાચા સમાન છે આ બાબતની તમામ માહિતી ઇન્ટરનેટ પર મોજુદ છે. મને અને તમને પણ આ ગામમાંથી ફોન આવી ગયો જ હશે, પણ સદનસીબે આપણે ફસાયા નહિ હોઈએ ..! આ ગામનો અભણ યુવાન પણ મહિને ઓછામાં ઓછા રૂ. ૫૦,૦૦૦ આ કસબથી ઉતારી લે છે આ ગામમાં યુવકો ઈમ્પોર્ટેડ બાઇકોના ચાહકો છે કેમ ના હોય ? વગર મૂડીનો ધંધો જે એટલો સરસ ચાલતો હોય. મારા મતે, આ સાઇબર ક્રાઇમ માટે મફત મળેલા કાર્ડ અને ફ્રી રોમિંગ ફેસિલિટી જવાબદાર છે. સરકાર અને તંત્ર આ તમામ હકીકત જાણે છે, પણ પુરાવાના અભાવે અને કાયદાકીય પ્રક્રિયાની શીથીલતા ને લીધે, આ ગામની કોઈપણ વ્યક્તિ પર કાયદેસરના પગલાં ભરવા લાચાર છે કહેવાય છે કે, અહીં આ બાબતની તાલીમ આપવાના ખાસ વર્ગો ચાલે છે. તો આ છે જામતાડાના અભણ અને અંગૂઠાછાપ કસબીઓ ના "અંગુઠા" ની કરામતની કહાની ..! . આજે જામતાડાના અભણ અને અંગૂઠાછાપ ભેજાબાજોની નેટફલીકસ પર વેબસીરીઝ બની છે ..! *હવે એક ખાસ વાત :- તમે તમારી કોઈપણ પ્રકારની ડીજીટલ માહિતી કોઈ પણ વ્યક્તિ સાથે ફોન પર કે સાઈટ પર અથવા મેસેજ દ્વારા શેર કરશો નહીં .. કોઈ પણ બેન્ક કે કચેરી ને પણ ફોન પર માહિતી આપશો નહીં..!* *આપના હિતમાં, દેશના હિતમાં .. સાઈબર ક્રાઈમ એવરનેસ મેસેન્જર ..*!_ 💐🇮🇳❤

Saturday, February 12, 2022

બે જુબાન પથ્થર પર લાખો ના ઘરેણાં લટકતા જોયા છે મેં. અને મંદિર ની સીડી પર એક રૂપિયા માટે તરસતું દેશ નું ભવિષ્ય પણ જોયું છે મેં. ⭕️ સજાવ્યા છપન ભોગ અને મીઠાં મેવાઓ એક મુરત ની સામે, મંદિર ની બહાર એક માનવ ને ભૂખ થી તરસતા જોયા છે મેં. ⭕️ ઓઢાડેલી છે રેશમી ચાદરો તે મજાર પર, પણ બહાર એક વૃદ્ધ માતા ને ઠંડી થી થર થર કાપતા જોઈ છે મેં. ⭕️ મૂર્ખ દઈ આવ્યો છે લાખો રૂપિયા મંદિર નિર્માણ માટે, એનાજ ઘર માં માત્ર 500 રૂપિયા માટે કામવાળી બાઈ ને બદલતા જોઈ છે મેં. ⭕️ સાંભળ્યું છે ચડ્યો છે મંદિર ના પગથિયાં તેના દુઃખ ના નિવારણ માટે, એના માઁ બાપ ને અનાથઃ આશ્રમ માં, રડતા કકડતા પણ જોયા છે મેં. ⭕️ સળગાવતા રહ્યા તે અખંડ જ્યોત સાચા દેશી ઘી થી, ગરીબ ભૂખ્યા તરસ્યા બટકું રોટલા માટે ઝગડતાં જોયા છે મેં. ⭕️ જેણે નથી આપી માઁ બાપ ને ભરપેટ રોટલી ક્યારેય, આજ અચાનક તેને સમાજ માં સમૂહ ભોજન કરાવતા જોયા છે મેં. ⭕️ કહેવા માટે શબ્દો પણ ઓછા પડે છે મારાં હવે...* * માણસો ના માણસો ને હજારો રંગ બદલતા પણ જોયા છે મેં. *

એક નિઃસ્વાર્થ ભાવે કરેલું કાર્ય* *ક્યારેય નિષ્ફળ જતું નથી.*

 *કર્મ ના ફળ નું ફળ* સ્કોટલેન્ડમાં આવેલા મોટા-મોટા ખેતરોમાંથી એક ખેડૂત, જેનું નામ ફલેમિંગ હતું. એ ઝપાટાભેર જઈ રહ્યો હતો. એને ઘેર પહોંચવાની ઉ...