Tuesday, February 15, 2022

■અજબ ગાંવ કી ગજબ કહાની■ ગામ જામતાડા ગામને જામફળ કે તાડી સાથે કોઈ લેવાદેવા નથી લગભગ ૩૦૦૦૦ની વસ્તી ધરાવતું ઝારખંડનું એ ગામ, ઝારખંડની રાજધાની રાંચીથી લગભગ ૨૫૦ કિલોમીટર દૂર. બિહારની રાજધાની પટણાથી ૩૦૦ કિલોમીટર દૂર, મોટાભાગનો જંગલ વિસ્તાર. વસ્તી હિન્દી અને બંગાળી ભાષી મોટાભાગનો યુવાવર્ગ વધીને ધોરણ ૧૦ સુધી ભણેલો, એક બહુ જ અગત્યની વાત કે મોટાભાગનો યુવાવર્ગ સ્ત્રીઓના અવાજમાં પણ આસાનીથી વાત કરી શકે છે. હજુ ગઈકાલ સુધી જયાં માટીના ઘર નજરે પડતા તા ત્યાં આજે હારબંધ સુંદર અને આંખને આંજી દે તેવા બંગલાઓ છે. અહીં ભણેલો કે અભણ યુવાવર્ગ ઓછામાં ઓછા ૪ સ્માર્ટ ફોન ધરાવે છે આ નાનકડા ગામમાં વિવિધ મોબાઈલ નેટવર્ક પ્રોવાઈડરના ૧૭ ટાવર છે. આ નાનકડા ગામમાંથી રોજના ઓછામાં ઓછા ૨૦૦૦૦ ફોનકોલ્સ અન્ય રાજ્યોમાં થાય છે બસ ગામની ભૌગોલિક અને સામાજિક આટલી ઓળખ પૂરતી છે ..! . હવે આપણે આ ગામની ખાસ ઓળખ મેળવીયે આ ગામ આજે ભારતનું સાયબર ક્રાઇમ કેપિટલ ગણાય છે, આશ્ચર્ય થાય છે ને ?!!!!! તમારા પર IT ઈન્ક્વાયરીના નામે, બેન્કના નામે, આધાર કાર્ડ કે તમારા ડેબિટકાર્ડ કે ક્રેડિટકાર્ડની વિગતો માંગવાના નામે આવતો ફોન આ ગામથી આવે છે આ ગામના યુવા વર્ગનું આ અને આ જ એકમાત્ર કામ છે સવારથી જ યુવાવર્ગ જંગલમાં જે તે ઝાડ નીચે લેપટોપ ને સ્માર્ટ ફોન લઈ બેસી જાય છે અને પોતાના શિકારોને ફોન કરવા લાગે છે જુદાજુદા રાજ્યોમાં મોબાઈલ વાપરતા લોકોના નંબર પર જાતજાતની અને ભાતભાતની વિગતો મેળવવા ફોન કરી તેઓની પાસેથી તેમના બેન્કની વિગતો અને આધારકાર્ડની વિગતો મેળવી લે છે, અરે તમારા મોબાઈલના સીમકાર્ડ અને તમારા કોમ્પ્યુટરને હેક કરવાનો કરતબ પણ જાણે છે તમારી પાસેથી તમારા બેન્ક એકાઉન્ટની કે આધારકાર્ડની મેળવેલી વિગતોના આધારે તમારા બેન્ક એકાઉન્ટમાંથી એ લોકો ધારે એટલી રકમ ઉડન છુ કરી દે છે વર્ષ ૨૦૧૭ના એપ્રિલથી ડિસેમ્બરમાં આ ગામના આ કલાકાર અને કસબી યુવાઓએ પોતાની આ ખાસ આવડતે ભારતની પ્રજાના રૂ.૨૬૫ કરોડ ઓહિયાં કર્યાનું નોંધાયું છે. સરકાર, પોલીસ અને સંબંધિત તંત્ર આ લોકોને પકડીને કાયદેસરની કોઈ જ કાર્યવાહી પણ નથી કરી શકતું .... તદ્દન લાચાર છે કડક કાયદા ન હોવાથી આપણા દેશના ના ગાલ પર આ બાબત તમાચા સમાન છે આ બાબતની તમામ માહિતી ઇન્ટરનેટ પર મોજુદ છે. મને અને તમને પણ આ ગામમાંથી ફોન આવી ગયો જ હશે, પણ સદનસીબે આપણે ફસાયા નહિ હોઈએ ..! આ ગામનો અભણ યુવાન પણ મહિને ઓછામાં ઓછા રૂ. ૫૦,૦૦૦ આ કસબથી ઉતારી લે છે આ ગામમાં યુવકો ઈમ્પોર્ટેડ બાઇકોના ચાહકો છે કેમ ના હોય ? વગર મૂડીનો ધંધો જે એટલો સરસ ચાલતો હોય. મારા મતે, આ સાઇબર ક્રાઇમ માટે મફત મળેલા કાર્ડ અને ફ્રી રોમિંગ ફેસિલિટી જવાબદાર છે. સરકાર અને તંત્ર આ તમામ હકીકત જાણે છે, પણ પુરાવાના અભાવે અને કાયદાકીય પ્રક્રિયાની શીથીલતા ને લીધે, આ ગામની કોઈપણ વ્યક્તિ પર કાયદેસરના પગલાં ભરવા લાચાર છે કહેવાય છે કે, અહીં આ બાબતની તાલીમ આપવાના ખાસ વર્ગો ચાલે છે. તો આ છે જામતાડાના અભણ અને અંગૂઠાછાપ કસબીઓ ના "અંગુઠા" ની કરામતની કહાની ..! . આજે જામતાડાના અભણ અને અંગૂઠાછાપ ભેજાબાજોની નેટફલીકસ પર વેબસીરીઝ બની છે ..! *હવે એક ખાસ વાત :- તમે તમારી કોઈપણ પ્રકારની ડીજીટલ માહિતી કોઈ પણ વ્યક્તિ સાથે ફોન પર કે સાઈટ પર અથવા મેસેજ દ્વારા શેર કરશો નહીં .. કોઈ પણ બેન્ક કે કચેરી ને પણ ફોન પર માહિતી આપશો નહીં..!* *આપના હિતમાં, દેશના હિતમાં .. સાઈબર ક્રાઈમ એવરનેસ મેસેન્જર ..*!_ 💐🇮🇳❤

Saturday, February 12, 2022

બે જુબાન પથ્થર પર લાખો ના ઘરેણાં લટકતા જોયા છે મેં. અને મંદિર ની સીડી પર એક રૂપિયા માટે તરસતું દેશ નું ભવિષ્ય પણ જોયું છે મેં. ⭕️ સજાવ્યા છપન ભોગ અને મીઠાં મેવાઓ એક મુરત ની સામે, મંદિર ની બહાર એક માનવ ને ભૂખ થી તરસતા જોયા છે મેં. ⭕️ ઓઢાડેલી છે રેશમી ચાદરો તે મજાર પર, પણ બહાર એક વૃદ્ધ માતા ને ઠંડી થી થર થર કાપતા જોઈ છે મેં. ⭕️ મૂર્ખ દઈ આવ્યો છે લાખો રૂપિયા મંદિર નિર્માણ માટે, એનાજ ઘર માં માત્ર 500 રૂપિયા માટે કામવાળી બાઈ ને બદલતા જોઈ છે મેં. ⭕️ સાંભળ્યું છે ચડ્યો છે મંદિર ના પગથિયાં તેના દુઃખ ના નિવારણ માટે, એના માઁ બાપ ને અનાથઃ આશ્રમ માં, રડતા કકડતા પણ જોયા છે મેં. ⭕️ સળગાવતા રહ્યા તે અખંડ જ્યોત સાચા દેશી ઘી થી, ગરીબ ભૂખ્યા તરસ્યા બટકું રોટલા માટે ઝગડતાં જોયા છે મેં. ⭕️ જેણે નથી આપી માઁ બાપ ને ભરપેટ રોટલી ક્યારેય, આજ અચાનક તેને સમાજ માં સમૂહ ભોજન કરાવતા જોયા છે મેં. ⭕️ કહેવા માટે શબ્દો પણ ઓછા પડે છે મારાં હવે...* * માણસો ના માણસો ને હજારો રંગ બદલતા પણ જોયા છે મેં. *

Sunday, January 16, 2022

ખુશ રહો . ખુશ રાખો . નો મંત્ર જીવન જીવવા જેવું બનાવશે.👌🙏

 મુકેશ અંબાણી આજે બપોરે એન્ટિલિયા બંગલામાં આરસના જમવાનાં ટેબલ પર બેઠાં હતાં . સામે સિલ્વર  પ્લેટમાં,મીઠાં વગરનું,મરચાં વગરનું,મસાલા વગરનું, ભીંડા નું શાક અને ઘી વિનાની  રોટલી હતી, મીનરલ વોટર ગરમ કરેલું હતું,.

7,000 કરોડનું ઘર, દસ નોકરો જમવાનું પીરસી રહ્યા હતાં , એસી ચાલુ હતું,  ઠંડી હવા આપી રહ્યું હતું.

ઇમારતોની નીચે પ્રદૂષણનો ધુમાડો વહી રહ્યો હતો.

અંબાણી આવા વાતાવરણમાં જમી  રહ્યા હતાં .......

😊

અને 

અહીં, આ બાજુ;

ખેતમજૂર ખેતરમાં ખૂબ જ ઘટાદાર ઝાડ ની નીચે બેઠો હતો. તેણે મસાલેદાર ભીંડા નું શાક, ઘીવાળી રોટલી, સાથે ડુંગળી અને અને લીલાં વઘારેલા મરચાં. અને પીવા માટે વાસણમાં ઠંડુ પાણી હતું.


સામે લીલા ખેતરો, પવન લહેરાતા પાક, ઠંડી પવન, પક્ષીઓ નો કલરવ સંભળાતો હતો.


અને

તે આરામથી સવારનો જમી રહ્યો હતો.


* 200 રૂપિયા કમાતો એક ખેતમજૂર 7 અબજ કરોડ રૂપિયાનો માલિક જે ખાતો હતો તે ખાતો હતો. *

 

એજ


* સ્વાદિષ્ટ ખાવાનું હતું *


હવે મને કહો, બંને વચ્ચે શું ફરક હતો?


અંબાણી પચાસ વર્ષ નો હતો અને મજૂર પણ પચાસ વર્ષનો હતો.


જમી લીધા પછી, અંબાણી બી.પી., ડાયાબિટીસની ગોળી લઈ રહ્યા હતાં , અને એક ખેતમજૂર ચૂના જોડે પાન ખાઈ રહ્યો હતો.


* કોઈ પણ ગૌણ નથી, કોઈ મહાન નથી. *

  

તેથી


   *સુખ* ન જુઓ

         *સુખ* બનાવો કારણ કે

     *આનંદ* ઉત્પાદન પર જીએસટી *0%* છે :- 

જિંદગી રોજ મને શીખવે કે જીવતા શીખ, એક સાંધતા તેર તૂટશે, પણ સીવતા શીખ.. "મન ભરીને જીવો, મનમાં ભરીને નહી"

કંઈક ઈચ્છાઓ અધૂરી હોય છે,


જિંદગી તોયે મધૂરી હોય છે,

દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી,

જીભ પણ ક્યારેક તૂરી હોય છે.

લીમડાના પાન મેં પણ ચાખ્યાં છે

માણસના બોલ કરતાં મીઠા લાગ્યાં છે

જિંદગી રોજ મને શીખવે કે જીવતા શીખ,

એક સાંધતા તેર તૂટશે, પણ સીવતા શીખ..

"મન ભરીને જીવો, મનમાં ભરીને નહી"

      *તમારી જાતને શોધો* 


ખુશ રહો . ખુશ રાખો .

નો મંત્ર જીવન જીવવા જેવું બનાવશે.👌🙏



Wednesday, January 5, 2022

અનેક અનાથ બાળકોની માતા સિંધુતાઈ સપકાલે આ જગતમાંથી વિદાય લીધી . સિંધુતાઈ કોણ હતા ? વાંચો હિમતવાન નારીની આ અદભૂત કથા

 


અનેક અનાથ બાળકોની માતા સિંધુતાઈ સપકાલે આ જગતમાંથી વિદાય લીધી . સિંધુતાઈ કોણ હતા ? વાંચો હિમતવાન નારીની આ અદભૂત કથા

મહારાષ્ટ્રના વર્ધા જીલ્લામાં પીંપરી નામનું એક ગામ છે. આ ગામમાં એક સામાન્ય પરિવારમાં એક દિકરીનો જન્મ થયો. છોકરીને ભણવાની ખુબ ઇચ્છા પરંતું પરિવારની નબળી આર્થિક પરીસ્થિતીને કારણે માત્ર 4 ધોરણ સુધીનો અભ્યાસ જ કર્યો. હજુ તો 10 વર્ષની ઉંમર થઇ ત્યાં તેના લગ્ન કરી દેવામાં આવ્યા અને તે પણ ઉંમરમાં તેના કરતા 20 વર્ષ મોટા પુરુષ સાથે. 10 વર્ષની આ છોકરીએ પોતાનું નસીબ સમજીને 30 વર્ષના પતિને સ્વિકારી લીધો અને પિયરમાંથી સાસરીયે પ્રસ્થાન કર્યુ. 


આ છોકરી 20 વર્ષની થઇ અને એના જીવનમાં સુખનો સુરજ ઉગ્યો. ભગવાને એની કુખમાં સંતાનનું સુખ રોપ્યુ. જેમ જેમ મહીના ચઢવા લાગ્યા તેમ તેમ આ યુવતીના ચહેરા પરનું તેજ વધવા લાગ્યુ. 9મો મહીનો પુરો થવા આવ્યો હવે બાળકના જન્મની ઘડીઓ ગણાતી હતી. આવા દિવસોમાં કોઇપણ સ્ત્રીને સૌથી વધુ સહકાર એના પતિ તરફથી મળતો હોય એ સ્વાભાવિક છે. પતિના પ્રેમને કારણે બધી તકલીફોને એ સહજતાથી સહી લેતી હોય છે પરંતું આ યુવતિનું નસિબ કંઇક જુદી રીતે જ લખાયુ હશે એટલે જે સમયે પતિ એમની સાથે હોવો જોઇએ એવા સમયે પતિએ તેણીને ઘરની બહાર કાઢી મુકી. કોઇ જાતના વાંક વગર આ ગર્ભવતી મહિલાને ઉપાડીને ઘરની બહાર ફેંકી દેવામાં આવી. ચાલી શકવાની કોઇ ક્ષમતા નહોતી એટલે ઘરના ફળીયામાં જ ઢોરને બાંધવાની જગ્યા સુધી એ માંડ પહોંચી શકી અને ત્યાં એક બાળકીને એણે જન્મ આપ્યો. 


ડોકટર અને નર્સની સેવા તો એકબાજુ રહી અહીંયા તો મદદ માટે આજુ બાજુમાં કોઇ જ નહોતું. તાજી જન્મેલી બાળકીની નાળ કાપવા માટે કોઇ સાધન ન હોવાના કારણે બાજુમાં પડેલા ધારદાર પથ્થરનો ઉપયોગ કરીને તેનાથી નાળ કાપી. બાળકના જન્મ પછી માતાને ખુબ નબળાઇ રહે તે સ્વાભાવિક છે આવી પરિથિતીમાં પણ બાળકીને પોતાની સાથે લઇને આ યુવતી અમુક કીલોમીટર ચાલીને એના પિતાના ઘરે પહોંચી. બાપના ઘર સુધી પહોંચતા એને કેવી પીડા થઇ હશે તેની કલ્પના માત્ર પણ આપણને ધુજાવી દે છે તો જેણે આ પીડા અનુભવી હોય એની સ્થિતી કેવી હશે. પિતાના ઘરે પણ દિકરીને આવી ગંભીર હાલત હોવા છતા કોઇ અગમ્ય કારણસર સહારો ના મળ્યો. બાપના ઘરનો દરવાજો પણ બંધ થઇ જતા આ યુવતી સાવ પડીભાંગી અને એને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો. વિચાર એના પર કબજો જમાવે એ પહેલા થોડી જ ક્ષણોમાં એણે આ નબળા વિચારને મનમાંથી હાંકી કાઢ્યો. 


પોતાની અને દિકરીની ભૂખ ભાંગવા માટે એણે રેલ્વે સ્ટેશન પર ભીખ માંગવાની શરુઆત કરી. ભીખમાંગવાની આ પ્રવૃતી ચાલુ કર્યા પછી એના ધ્યાન પર આવ્યુ કે બીજા કેટલાય અનાથ બાળકો માતા-પિતાનું છત્ર ગુમાવવાના કારણે ભીખ માંગવાનું કામ કરે છે અને નરકથી પણ બદતર જીવન જીવે છે. એકલતા અને સમાજમાંથી તિરસ્કૃત થવાની પીડા આ યુવતીએ ખુદ અનુભવી હતી એટલે એણે આવા અનાથ બાળકો માટે અનુકંપા જાગી. આ મા વગરના બાળકની મા બનીને એમના માટે કંઇક કામ કરવાની પ્રેરણા થઇ. એણે આવા અનાથ બાળકોને દતક લેવાનું ચાલુ કર્યુ. પરિવારથી તિરસ્કૃત થયેલી આ યુવતીએ ભીખ માંગીને બચાવેલી રકમમાંથી આ બાળકોના અભ્યાસ માટેની વ્યવસ્થા કરી. જે બાળકો ભીખ માંગતા હતા તે હવે ભણવા લાગ્યા. ધીમે ધીમે બાળકોની સંખ્યા વધતી ગઇ અને આ યુવતીનો પરિવાર મોટો થતો ગયો. 


સિંઘુતાઈ સપકાલે  કોઇ પાસેથી કોઇ પ્રકારની મદદ લીધા વગર એકાદ બે નહી પરંતું 1400થી વધુ બાળકોને મા બનીને  સાચવ્યા છે. એમના કેટલાય દિકરા-દિકરીઓ આજે ડોકટર, એન્જીનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે સરકારી અમલદારો બની ગયા છે. ભીખ માંગવાનું બંધ કરીને ભણવાની શરુઆત કરનાર આ બાળકો  સમાજમાં આજે સન્માનનિય સ્થાને પહોંચ્યા છે. સિન્ધુતાઇ માત્ર બાળકોને દતક લેવાનું જ કામ નથી કરતા પરંતું તેના અભ્યાસની બધી જ વ્યવસ્થા કરે છે. ઉંમર લાયક થાય ત્યારે દિકરા-દિકરીને પરણાવે છે. સુન્ધુતાઇને ૨૦૦થી વધુ  જમાઇ છે અને ૪૦થી વધુ  પુત્રવધુઓ છે. એમની પોતાની દિકરીને બીજા બાળકો કરતા વધુ પ્રેમ કરીને ભૂલથી પણ બીજા બાળકોને અન્યાય ન થઇ જાય એ માટે સિન્ધુતાઇએ એની દિકરીને પોતાનાથી દુર કરી જે દિકરી પણ આજે માના રસ્તે ચાલીને અનાથ બાળકો માટેની સંસ્થા ચલાવતા હતા.


આ જગદંબાએ અનેક અનાથ બાળકોના અંધારિયા જીવનમાં અજવાળા પાથરીને પ્રભુના ઘરે જવા વિદાય લીધી છે. તાઈ આપના સંઘર્ષ, સમર્પણ અને સેવાને કોટી કોટી વંદન...





Sunday, December 5, 2021

👌 *એક સુંદર *👌

 👌 *એક સુંદર *👌

3



*એક વૃધ્ધ નદી કિનારે બેઠા હતા.* *ત્યાં એક વ્યક્તિ આવીને પુછે છે : “શું કરો છો...?"*

*વૃધ્ધ કહે : રાહ જોઉં છું કે, નદીનું પાણી વહી જાય તો નદી પાર કરી લઉં.....!"*

*ત્યાં એ વ્યક્તિ કહે : “કેવી વાત કરો છો..?* *આ બધું પાણી વહી જાય એની રાહમાં તો તમે ક્યારેય નદી પાર નહીં કરી શકો.....!”*


*વૃધ્ધ કહે : “હું પણ તમને એ જ સમજાવવા માંગું છું કે, તમે લોકો જે હંમેશાં કહો છો કે, જિંદગીની જવાબદારીઓ પુરી થાય*તો...*

*મોજ કરું...*

*ક્યાંક ફરવા જાઉં...*

*બધાને મળું...*

*સેવા કરું...*

*બસ,*જે રીતે નદીનું પાણી ક્યારેય પુરું નહીં થાય જીવનના કામો પૂરાં થશે જ નહી ને  સમય મળશે જ નહીં*

*આપણે જ નદી પાર કરવાનો રસ્તો કાઢવો પડે છે...*

*તે જ રીતે જિંદગી જીવવાનો અને માણવાનો સમય કાઢવો પડે..*જિંદગીનાં કામ ક્યારેય પુરાં નથી થતાં...!"*


*માટે...*

*આજને જ જીવી લઈએ, કાલની ક્યાં કોઈને ખબર છે...?*


*સાહેબ*


*ઉંમર ને વાવી અમે*

*અનુભવો* *લણ્યા છે*

 

*ઉપજ* *એ છે કે...*


*તમારા જેવા..*

*સ્નેહીઓ* *મળ્યા છે.*  ✍️


*વ્યક્તિ નું વ્યક્તિત્વ*

*વ્યક્તિએ - વ્યક્તિએ*

*બદલાતું રહે છે.*....✍️


*સાચી જીંદગી એટલે..*

*સાહેબ..*

*તમારામાં રહેલું નાનપણ..*✍️


*સારો વહેવાર અને સાચી લાગણી ફિક્સ ડિપોઝિટ સમાન છે,*

*સાહેબ.*

*સમય જતાં મુડી ની સાથે વ્યાજ પણ આપી જાય  છે..*✍️


 *પથ્થર બનીને ઠેસ પહોંચાડવા કરતાં*

*આવો એક બીજાને*

*પગથિયું બનીને ઠેઠ સુધી પહોંચાડીએ.*

*જીવન માં સંકટ આવે તેને*

 *"Part of life"*

*અને*

*તે સંકટ ને હસી ને દૂર કરે તેને*

*"Art of life"*

*કહેવાય .*▪️✍️▪️


*સમય....*

*સારો હોય કે ખરાબ...*

*વીતી જ જાય છે...*

*પણ,*

*વાતો ..વ્યક્તિ....અને વહેવાર*

*યાદ રહી જાય છે..*


▪️✍️▪️


*અતિ પ્રવૃત્તિ*

*અને*

*સંપૂર્ણ નિવૃત્તિ*

*બંન્ને એક સરખા*

*જ ખતરનાક છે.*

🔖


 *શબ્દનો ઉપયોગ ત્યારે જ કરો,!* 


*જ્યારે એ મૌન કરતાં વધારે કિંમતી હોય.!!*         


❤🧡🤎


*વેંચી નાખે*

*એવા તો ઘણાય છે*

*આ જગતમાં સાહેબ,*


             *પણ*


*કોઈ તમારા માટે ખર્ચાઈ જાય*

*એની કિંમત કરજો વાલા.*


      ▪️✍️▪️


 *હૃદયના કોઈ ખૂણામાં નાનકડું સ્થાન આપજો,*


*બીજું શું જોઈએ મિત્રતા માં આટલું માન આપજો.*


▪️✍️▪️


 *સારા સંબંધ ટકાવવા આટલું જ કહેજો તમારાં અંગત ને*,


*ક્યારેક હું કહી ના શકું તો તું સમજી જજે*.


*ક્યારેક હું સમજી ના શકું તો તું કહી દેજે*.


▪️✍️▪️


 *અંદરથી જાગો ત્યારે જ સાચી સવાર થાય છે...*

*બાકી તો રોજ રાત પછી એક સવાર થાય જ છે...*


        

 ▪️✍️▪️


 *હૃદય મા લાગણી જોઇયે બાકી..*_

*આપણું કહેવા થી  કોઈ આપણું નથી થઈ જતું*...

 *ધંધો સાચવવો હોય તો લોકોની " માંગણીઓ " સમજવી પડે...*

*અને...*

*સંબંધ સાચવવો હોય તો લોકોની " લાગણીઓ " સમજવી પડે*


▪️✍️▪️


*ખુશ છું ને બીજા ને ખુશ રાખું છું ,* 

             *"લાપરવાહ "*

*છું પણ બધાની પરવા કરું છું*

*નાદાન છું પણ નાસમજ નહિં ,*

        *હા મારી કિંમત નથી,*

*તોય અનમોલ લોકોથી "સંબંધ" રાખું છું*


       ▪️✍️▪️


 *સૌથી સફળ વ્યક્તિ બનવા માટે*

*તમારા* *ભૂતકાળ ને ડસ્ટબીનમાં* *ફેંકી દો,*


*વર્તમાનને ટેબલ પર* *રાખો*

 

*અને* 

*ભવિષ્યને નોટિસ બોર્ડ પર* *ચીપકાવી દો..!!*


▪️✍️


 *કોઈક સમય મળે ત્યારે તમને યાદ કરે છે..*

   *અને કોઈક યાદ કરી ને તમારા માટે સમય કાઢે છે.*

*સાહેબ.*

   *આ ફરક જેને સમજાય તે જ સાચો સબંધ સમજી શકે છે...!!*્


▪️✍️▪️


*હસુ  છું, હસાવું છું, હસવાની  તો મારી ટેવ છે.*

*એટલે જ પ્રેમથી પૂછું છું, તબિયત પાણી  કેમ છે?*

*કેટલી અણમોલ છે,*

*આ મિત્રતા..!*


*હું તમારો મિત્ર છું એ મારૂ ભાગ્ય છે. પણ, તમારા જેવા..!  મારા મિત્રો છે. એ મારૂ સૌભાગ્ય છે.*


▪️✍️▪️


*શરત પર આધારિત સંબંધ* 

*વધુ ન ટકી શકે.*


*સંબંધમાં જીવવાનું હોય,           જીતવાનું ન હોય, સાહેબ!*


 

     ☕✍️


*મન નો નિખાર* 

       *અલગ* *હોય છે*  

*દોસ્તી અને દુનિયા નો વહેવાર*

      *અલગ* *હોય છે.* 

*આંખો તો સહુની સરખી હોય ,*

                *બસ* 

*જોવાનો અંદાજ અલગ હોય છે.*


▪️✍️▪️


*મને પુછવામાં આવ્યું:*

*"પૈસા સિવાય આપની જીંદગીની સૌથી મોટી બચત કઈ.....?"*


*મેં કહ્યું:*

*"બસ, આપ જેવા સ્નેહી સ્વજનોના દિલમાં બનાવેલી જગ્યા.....!*    


           ▪️✍️▪️


જયાં હું છે, ત્યાં વિવાદ છે,*

*જયાં અમે છીએ, ત્યાં સંવાદ છે.*

 *કોણ કહે છે...* 

*આજે મન મનમાં વેર છે,*

*સંબંધો ની સુવાસ ઠેર ઠેર છે...*

*"સંબંધો*" *તો ઈશ્વર ની દેન છે,*

*બસ નિભાવવાની રીતોમાં*

 *થોડો થોડો ફેર છે...*



Sunday, November 28, 2021

*એક વાણિયો 5 રુપિયામાં રોટી વેચતો હતો.* !

 

*એક વાણિયો 5 રુપિયામાં રોટી વેચતો હતો.*

તેને રોટીની કીંમત વધારવી હતી પરંતુ રાજાની અનુમતિ વિના કોઈ પણ કીંમત વધારી શકતો ન હતો. એટલે તે રાજાની પાસે પહોંચ્યો, બોલ્યો રાજાજી ! મારે રોટીની કીંમત 10 રુપિયા કરવી છે.

રાજા બોલ્યો, તમે 10 નહીં, 30 રુપિયા કરો, 

વાણિયો બોલ્યો, મહારાજ ! તેનાથી તો હાહાકાર મચી જશે, 

રાજા બોલ્યો, એની ફિકર તમે ન કરો, તમે 10 રુપિયા કરી દેશો તો મારાં રાજા હોવાનો શો ફાયદો ! તમે પોતાનો ફાયદો જૂઓ અને 30 રુપિયા કીંમત કરી દો.

બીજા દિવસે વાણિયાએ રોટીની કીંમત વધારીને 30 રુપિયા કરી દિધી, 

નગરમાં હાહાકાર મચી ગયો. નગરજનો રાજાની પાસે પહોંચ્યા, બોલ્યા, મહારાજ ! આ વાણિયો અત્યાચાર કરી રહ્યો છે, 5 રુપિયાની રોટી 30 માં વેચી રહ્યો છે.

રાજા સિપાઈઓને બોલ્યો, તે ગુસ્તાખ વાણિયાને મારાં દરબારમાં હાજર કરો.

વાણિયો જેવો જ દરબારમાં પહોંચ્યો, રાજાએ ગુસ્સામાં કહ્યું, ગુસ્તાખ! તારી એ હિંમત કે તેં મને પૂછ્યા વિના કેવી રીતે દામ વધારી દિધા ! આ જનતા મારી છે તું એમને ભૂખે મારવા માંગે છે ! રાજાએ વાણિયાને આદેશ દિધો, કાલથી તું અડધા ભાવથી વેચીશ, નહીં તો તારું માથુ અલગ કરી દેવામાં આવશે.


રાજાનો આદેશ સાંભળતા જ પૂરી જનતાએ જોરથી.... મહારાજની જય હો...., જય હો... નારાઓથી દરબાર ગુંજી ઉઠ્યો.


*પરિણામ.....!!!*


*બીજા દિવસથી 5 ની રોટી 15 રુપિયામાં વેચાવા લાગી.*

*જનતા ખુશ...! વાણિયો ખુશ...!! અને રાજા પણ ખુશ...!!!*


*સમજ્યા કે....?*

*વર્તમાન ભારતીય પરિદ્રશ્યની, એક ઝલક*

75 નો પેટ્રોલ-ડીઝલ  108 કરીને 98 કરી દીધા

 *એટલે જનતા ખુશ*😀😀😀


એક નિઃસ્વાર્થ ભાવે કરેલું કાર્ય* *ક્યારેય નિષ્ફળ જતું નથી.*

 *કર્મ ના ફળ નું ફળ* સ્કોટલેન્ડમાં આવેલા મોટા-મોટા ખેતરોમાંથી એક ખેડૂત, જેનું નામ ફલેમિંગ હતું. એ ઝપાટાભેર જઈ રહ્યો હતો. એને ઘેર પહોંચવાની ઉ...