Sunday, November 28, 2021

*એક વાણિયો 5 રુપિયામાં રોટી વેચતો હતો.* !

 

*એક વાણિયો 5 રુપિયામાં રોટી વેચતો હતો.*

તેને રોટીની કીંમત વધારવી હતી પરંતુ રાજાની અનુમતિ વિના કોઈ પણ કીંમત વધારી શકતો ન હતો. એટલે તે રાજાની પાસે પહોંચ્યો, બોલ્યો રાજાજી ! મારે રોટીની કીંમત 10 રુપિયા કરવી છે.

રાજા બોલ્યો, તમે 10 નહીં, 30 રુપિયા કરો, 

વાણિયો બોલ્યો, મહારાજ ! તેનાથી તો હાહાકાર મચી જશે, 

રાજા બોલ્યો, એની ફિકર તમે ન કરો, તમે 10 રુપિયા કરી દેશો તો મારાં રાજા હોવાનો શો ફાયદો ! તમે પોતાનો ફાયદો જૂઓ અને 30 રુપિયા કીંમત કરી દો.

બીજા દિવસે વાણિયાએ રોટીની કીંમત વધારીને 30 રુપિયા કરી દિધી, 

નગરમાં હાહાકાર મચી ગયો. નગરજનો રાજાની પાસે પહોંચ્યા, બોલ્યા, મહારાજ ! આ વાણિયો અત્યાચાર કરી રહ્યો છે, 5 રુપિયાની રોટી 30 માં વેચી રહ્યો છે.

રાજા સિપાઈઓને બોલ્યો, તે ગુસ્તાખ વાણિયાને મારાં દરબારમાં હાજર કરો.

વાણિયો જેવો જ દરબારમાં પહોંચ્યો, રાજાએ ગુસ્સામાં કહ્યું, ગુસ્તાખ! તારી એ હિંમત કે તેં મને પૂછ્યા વિના કેવી રીતે દામ વધારી દિધા ! આ જનતા મારી છે તું એમને ભૂખે મારવા માંગે છે ! રાજાએ વાણિયાને આદેશ દિધો, કાલથી તું અડધા ભાવથી વેચીશ, નહીં તો તારું માથુ અલગ કરી દેવામાં આવશે.


રાજાનો આદેશ સાંભળતા જ પૂરી જનતાએ જોરથી.... મહારાજની જય હો...., જય હો... નારાઓથી દરબાર ગુંજી ઉઠ્યો.


*પરિણામ.....!!!*


*બીજા દિવસથી 5 ની રોટી 15 રુપિયામાં વેચાવા લાગી.*

*જનતા ખુશ...! વાણિયો ખુશ...!! અને રાજા પણ ખુશ...!!!*


*સમજ્યા કે....?*

*વર્તમાન ભારતીય પરિદ્રશ્યની, એક ઝલક*

75 નો પેટ્રોલ-ડીઝલ  108 કરીને 98 કરી દીધા

 *એટલે જનતા ખુશ*😀😀😀


No comments:

Post a Comment

એક નિઃસ્વાર્થ ભાવે કરેલું કાર્ય* *ક્યારેય નિષ્ફળ જતું નથી.*

 *કર્મ ના ફળ નું ફળ* સ્કોટલેન્ડમાં આવેલા મોટા-મોટા ખેતરોમાંથી એક ખેડૂત, જેનું નામ ફલેમિંગ હતું. એ ઝપાટાભેર જઈ રહ્યો હતો. એને ઘેર પહોંચવાની ઉ...