Monday, August 10, 2020

જય શ્રી કૃષ્ણ સાથે આપના કામ ની વાતો વાંચવા માટે વિનંતી

 *કોણ ક્યારે રડે છે*


(૧) જ્યારે તમે સવારના નાસ્તામાં કાંઈ ન લો ત્યારે *પેટ* રડે છે.


(૨) જ્યારે તમે ૨૪ કલાકમાં ૧૦ ગ્લાસ પાણી પીતા નથી ત્યારે *કિડની* રડે  છે.


(૩) જ્યારે તમે ૧૧ વાગ્યા સુધી સૂઈ જતા નથી અને સૂર્યોદય સુધી જાગતા નથી ત્યારે *પિત્તાશય* રડે છે. 


(૪) જ્યારે તમે ઠંડો અને પડતર ખોરાક ખાતા હો ત્યારે *નાના આંતરડા* રડે  છે.


(૫) જ્યારે તમે વધુ તળેલો અને મસાલેદાર ખોરાક ખાવ ત્યારે *મોટા આંતરડા* રડે છે.


(૬) જ્યારે તમે ધુમ્રપાન, ગંદકી અને સિગારેટ અને બીડીના દૂષિત વાતાવરણમાં શ્વાસ લેતા હો ત્યારે *ફેફસાં* રડે  ​​છે.


(૭) જ્યારે તમે ખોરાક મા જંક અને ફાસ્ટ ફૂડ ખાવ ત્યારે *યકૃત* રડે છે.


(૮) જ્યારે તમે વધુ મીઠું અને કોલેસ્ટ્રોલ થાય તેવું ભોજન લેતા હો ત્યારે *હૃદય*  રડે છે.


(૯) સ્વાદ અને મુક્ત રીતે ઉપલબ્ધ હોવાથી તમે વધુ મીઠાઈ ખાવ ત્યારે *સ્વાદુપિંડ* રડે છે.


(૧૦) જ્યારે તમે અંધારામાં મોબાઇલ અને કમ્પ્યુટર સ્ક્રીનના પ્રકાશમાં કામ કરો ત્યારે *આંખો* રડે છે.


અને


(૧૧) જ્યારે તમે નકારાત્મક વિચારો વિચારી શકો ત્યારે *મગજ*  રડશે.


તમારા શરીરના ભાગોની કાળજી રાખો અને તેમને ભયભીત બનાવશો નહીં.


*આ બધા શરીરના ભાગો બજારમાં ઉપલબ્ધ નથી, અને ઉપલબ્ધ હોય તો પણ ખૂબ ખર્ચાળ છે અને સંભવતઃ તમારા શરીરમાં ગોઠવી શકાતા નથી. તેથી તમારા શરીરના અંગોને તંદુરસ્ત રાખો. નિયમિત રીતે ચાલવાનું, કસરત, યોગ, ધ્યાન અથવા કોઈપણ પ્રવૃત્તિઓ કરો જેથી તમે તંદુરસ્ત રહી શકો*

Saturday, August 1, 2020

🙏સમય કાઢીને વાંચજો મજા આવ છે 🙏

*સમય કાઢીને વાંચજો* 


એક ભાઈ બગીચાના બાંકડે બેઠા હતા. પાસે એક બેગ હતી. મુલ્લા નસીરુદ્દીન બગીચામાં ટહેલતાં ટહેલતાં એમની પાસે આવ્યા અને બોલ્યા, ‘બહારના માણસ લાગો છો. તમને ક્યારેય જોયા નથી.

ભાઈ બોલ્યા, ‘હા, હું દૂરના શહેરમાં રહું છું. મારી પાસે બધું છે. પૈસો છે, બંગલો છે, પ્રેમાળ પરિવાર છે, છતાં જીવનમાં મને રસ નથી પડી રહ્યો. એટલે થોડા દિવસની રજા પાડીને ‘મજા પડે એવું કંઈક’ શોધવા નીકળ્યો છું. *હું સુખ શોધી રહ્યો છું.*

મુલ્લા કંઈ બોલવાને બદલે, એ ભાઈની બેગ આંચકીને ભાગ્યા. પેલો માણસ પણ પાછળ દોડ્યો. મુલ્લા દોડમાં પાક્કા, એટલે ખાસ્સા આગળ નીકળી ગયા. પેલો માણસ હાંફતો હાંફતો એમની પાછળ દોડતો રહ્યો. બે કિલોમીટર દોડ્યા બાદ મુલ્લા રસ્તાને કિનારે એક બાંકડા પર બેસી ગયા.

થોડી વાર પછી પેલો માણસ હાંફતો-હાંફતો પહોંચ્યો. એણે તરાપ મારીને પોતાની બેગ લઈ લીધી. બેગ મળી ગયાનો આનંદ એના ચહેરા પર પ્રગટ્યો, એની બીજી જ પળે એણે ગુસ્સાથી મુલ્લાને કહ્યું, ‘મારી બેગ લઈને કેમ ભાગ્યા?’ 

મુલ્લા: ‘કેમ વળી? તમે સુખ શોધવા નીકળ્યા છો, તો બોલો, બેગ પાછી મળી જતાં તમને સુખની લાગણી થઈ કે નહીં ? મેં તો તમને સુખ શોધવામાં મદદ કરી.’

આપણામાંના મોટા ભાગના લોકો પણ થોડા અંશે પેલા માણસ જેવા હોઈએ છીએ. જે કંઈ આપણી પાસે છે, એમાંથી ઝાઝું સુખ નથી મળતું. પણ પછી એ ખોવાઈ ગયા બાદ પાછું મળે ત્યારે સારું લાગે.

આવું શા માટે?

એટલે, હવે પછી જ્યારે મૂડ સારો ન હોય, ત્યારે ઘરમાંની બધી વસ્તુઓને શાંતિથી નીરખવી અને પછી વિચારવું કે આ વસ્તુ જો મારી પાસે ન હોય તો કેટલી તકલીફ પડે?

કડકડતી ઠંડીમાં એક અત્યંત ગરીબ માતા પોતાનાં બાળકોના શરીર પર છાપાં પાથરી એના પર ઘાસ ‘ઓઢાડી’ને સૂવડાવી રહી હતી, ત્યારે એના ટેણિયા દીકરાએ ભાઈને પૂછ્યું, ‘હેં ભાઈ? જે લોકો પાસે છાપાં અને ઘાસ નહીં હોય એમની કેવી ખરાબ હાલત થતી હશે?’

આપણી પાસે ઘાસ અને છાપાંથી તો ઘણી સારી વસ્તુઓ ઘરમાં હોય છે, એટલે હવે ક્યારેક ‘હું સુખી નથી... મારી પાસે આ નથી... મારી પાસે તે નથી... એવું લાગે ત્યારે એક નજર જે કંઈ આપણી પાસે છે તેના પર નાખી જોવી.

જેમ કે, આવો સરસ મજાનો લેખ તમે ઓનલાઇન વાંચી શકો છો, તેના પરથી આટલી બાબત સાબિત થાય છે- 

01. તમે ગરીબ નથી. (સમગ્ર વિશ્વમાં આશરે 112 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવે છે.)

02. તમારી જાતને ઠંડી, ગરમી અને વરસાદ સામે રક્ષણ આપવા આશરો છે જે વિશ્વમાં લગભગ 130 કરોડ લોકો પાસે નથી.

03. તમે શાંતિથી બેસીને વાંચી શકો છો, મતલબ કે તમે અત્યંત માંદા નથી. (દુનિયામાં કોઈ પણ સમયે આશરે 120 કરોડ લોકો બીમાર હોય છે)

04. તમારી પાસે આટલો સારો મોબાઇલ છે જે દુનિયાના 198 કરોડ લોકો પાસે નથી.

05. તમને પીવાનું પાણી ઘેર બેઠા મળી રહેતું હશે, જે વિશ્વમાં આશરે 180 કરોડ લોકોને નથી મળતું.

06. તમારા ઘેર વીજળી હશે, (મોબાઇલ charging તો જ થતુ હોય ને) જે જગતના 18 કરોડ ઘરમાં નથી.

07. તમે મોજથી જીવવા વાળા વ્યક્તિ છો, એટલે જ તો મોજ થી સુતા છો.. અને જો બેઠા હશો તો પગ ઉપર પગ ચડાવીને બેઠા હશો. આવી નિરાંત દુનિયાના અનેક કરોડોપતિ પાસે પણ નથી.

08. આજ સવારે તમે ઉઠ્યા ત્યારે વિશ્વના 88,400 લોકો પોતાની ઊંઘમાં જ મૃત્યુ પામ્યા. આવુ દરરોજ બને છે.

08. તમે આ બધું વાંચી શક્યા. મતલબ કે તમને લખતા વાંચતા આવડે છે માટે તમે આ વિશ્વના 140 કરોડ નિરક્ષર લોકો કરતા નસીબદાર છો જેઓને વાંચતા આવડતું નથી. 

અને તમારા જેવા મિત્રો તો ખરાજ

*ઔર જીને કો ક્યા ચાહિયે ?* 

આટલો મસ્ત લેખ તમે અત્યારે વાંચી રહ્યા છો, તો પછી છોડો ફરિયાદો, અને આભાર માનો ઈશ્વરનો, નસીબનો, પુરુષાર્થનો કે, જીવન મસ્ત છે. સવારે ઊઠીને આપણો પ્રથમ શબ્દ કયો હોવો જોઈએ ખબર છે? Thank you, God..

ગમે તો આ સુખ બીજા સાથે વહેચશો, મજા આવશે

Wednesday, July 29, 2020

🎉આજે પાલનપુરનો બર્થ ડે🎂 Happy Birthday Dear palanpur 🎊

તા.30.7.2020
🎉આજે પાલનપુરનો બર્થ ડે🎂 
શ્રાવણ સુદ સાતમ વિક્રમ સવંત1596⃣માં 
કચ્છથી આવેલાં રાજવી 👑 જામરાવળે સ્થાપેલું 
🌆પાલનપુર શહેર આજે 480વર્ષનું થયું છે.
🎤Happy Birthday Dear palanpur 🎊

🌸ઉત્તર ગુજરાત નુ પેરિસ કહેવાતું 
આમારુ  પાલનપુર છે.લોકો ભલે કહે ગમે 
તેવુ કહે પણ પાલનપુર ના લોકો❤ દિલદાર છે 
એટલે તો બધા કહે છે  પાલનપુર ના લોકો જોરદાર છે.💪💪
વ્યાપાર નો બિજનેશ અમારી જાન છે.

 પાલનપુર નો અત્તર ને કાજળ અને જગ વિખ્યાત છે
🌾એક બાજુ  શ્રી પાતાળેશ્વર મહાદેવ કીરતીસ્થભ🌳 ને બીજી બાજુ 🕉અંબાજી શ્રી કંથેરીયા હનુમાન  ⛺આપણી શાન છે, સાથે દર્શન કરવા લાયક ઘણાપ્રાચીન મંદીરો  છે.

એકવાર આવી તો જુઓ  આ જ પાલનપુરમાં.................
💭🌂 અમીર રોડ ખાતે ફિલિપ્સ નીદુકાન
સુખડીયાની મીઠાઈ ને,કૈલાસ ની સેવખમણી🍬,લક્ષ્મી ના ખમણ ,  ના ગાંઠિયા , ને ગઠામણગેટ ના ટીકડી ભજીયા ની વાત જ કઇ અલગ છ, હાઈવે પર મહેશભાઈના જલારામ ના ફાફડા સમોસાે😋આબુહાઇવે ઉપર ઢગલાબંધ જમવા માટે ની હોટલો છે....

🛍વારંવાર શોપીંગ કરવા નું મન થાય એવું દરેક જગ્યાએ મોલ ,અને ઢાળવાસ નૂ મેઇન બજાર છે.અહીં આવી ને જુવો તો ખરી કે 🌰 શનિવારી અને રવિવારી ની કેવી શાન છે !

🍹 માઘવીની મારા મારી, ગાલવની ગલીપચી,જય અંબેની જલેબી,🍦મીરા ની આઇસ્ક્રિમ,મણિલાલ ની પાણી પુરી , દાલ પકાવાન મયા ના અને  કચોરી જનતાની પથ્થર સડક ની જેનુ વિદેશો મા નામ છે🍽🍩
દુશ્મનો ને પણ ગમી જાય એવી અમારી મહેમાનગતી છે. 
🍪🍲🍴પાલનપુર છે તો મોજીલુ🌻🌹🌻🌹🌻🌹🌻🌹🌻અનહદ પ્રેમ છે અમને પાલનપુર થી એજ સીધી સટ વાત છે🌻🌹🌻🌹🌻.🍃એવું અમારું આ " પાલનપુર મજાનુ છે" 

કુછ દીન તો ગુજારીયે  મેં પાલનપુર

Sunday, July 26, 2020

भगवान किसी को बचाना चाहता है तो बोलेरो बन के भी आ सकता है

https://youtu.be/wXB8-kUr10s

આ એક સત્ય ઘટના છે આજે કોરોના જેવી બીમારી ના કારણે ધટના યાદ આવી એટલે રજુ કરી

આજથી લગભગ 58 વર્ષ પહેલાં ની આ એક વિરપુર (તાલુકો -પાલનપુર ) ની સત્ય ધટના છે
એ સમય મા  વિરપુર ગામ માં એક રોગ  આવેલ જેમાં ભેંસો ની (ઑચળ) ની અને શરીર ની ચામડી રોગ ના કારણે ચામડી ઉતરવા લાગી જેના કારણે ભેંસો દોહવા મા ખુબ જ મુશ્કેલી પડવા લાગી ગ્રામ જનો હેરાન પરેશાન થઈ ગયા હતાં આના કારણે ગામ લોકો ભેગા મળીને એક ઠાકોર ના ધરે થી એક ચરુડી (પહેલા ના જમાના માં પાણી ભરવા નુ પીતળ નુ વાસણ ) તેમાં ગામ કુવા નુ પાણી ભરી ગામ નો ચોકિયાત (માજી રાણા) ને માથે ઉપાડવ ને ગામ થી  બહાર વીર મહારાજ નુ મંદિર છે હાલ માં પણ છે તે વીર મહારાજ ના ઉપર તે પાણી ફેરવી ને
  તે પાણી ગામ ના ઝાંપા  મા લાવ્યા ત્યાર બાદ ગામના બધા જ ઢોર (ભેંસો) ને ગામ ની અંદર લાવવા મા આવ્ય અને પછી એક પછી એક પોત પોતાના ભેંસો લઇને ગામની બહાર નીકળવા નુ હતું અને જયારે ભેંસો ને ગામ ની બહાર લઇ જવામાં (પોતા પોતાના ને વાડે/ખેતરમાં ) આવી ત્યારે તે ભેંસો ઉપર વિર મહારાજ ના ઉપર ફેરવી ને લાવેલા પાણી નો છંટકાવ કરવામાં આવ્યો

ત્યાર સુધી થી આજ દિવસ સુધી વિરપુર ગામ માં શ્રી વીર મહારાજ ની કુપા થી કોઈ રોગ આવેલ નથી. જેના પુરાવા રૂપે હાલ માં પણ માણસો હાજર છે.
આવી અવનવી માહિતી માટે અમારા બ્લોગ ની મુલાકાત લેવા વિનંતિ

🙏🙏🙏🙏🙏જય વીર દાદા🙏🙏🙏🙏🙏

બનાસ ( બનાસકાંઠા)નદી નો ઈતિહાસ

🏞 બનાસ નદી નો ઈતિહાસ 🏞

રેતના વસ્ત્રો ધોતી, બનાસ નદી...
~~~~~~~~~~~~~~~~~~~~~~
          રાજસ્થાનમાંથી નીકળીને ગુજરાતમાં વહેતી બનાસ નદીનું મૂળ સિરોહી જિલ્લામાં સિરોહી અને માઉન્ટ આબુ વચ્ચે અરવલ્લીની ગિરિમાળામાં ઉદેપુર પાસેના ઢેબર સરોવરમાંથી નીકળી ગુજરાતમાં અમીરગઢ સરોત્રા પાસેથી ઈશાન ખૂણામાં પ્રવેશે છે. આ નદી ૧૮ કિ.મી. જંગલમાં વહે છે. તેના પછી દાંતીવાડા ડેમમાં તેનું પાણી સંગ્રહાય છે. આ ડેમ દ્વારા ડીસા અને પાટણવિસ્તારના લગભગ ૧ લાખ કિ.મી. વિસ્તારમાં પિયત થાય છે.. પ્રાચીનકાળમાં આ નદી ‘પર્ણાશા’ નામથી ઓળખાતી હતી. મહાભારત અને પદ્મપુરાણમાં એક ‘પર્ણાશા’ નદી નોંધાઈ છે. ભીષ્મપર્વમાં એ ‘પર્ણાશા’ છે. આ નદીને મત્સ્ય અને વાયુ-પુરાણોમાં ‘વર્ણાશા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને માર્કંડેયમાં એ ‘વેણાસાં’ કહેવાતી હતી, જયારે બ્રહ્મપુરાણમાં એ ‘વેણ્યા’ છે. પર્ણાશા એ સ્પષ્ટ હાલની બનાસ છે. બનાસ નદી બે છે તેમાં એક બનાસ મધ્યપ્રદેશના ચંબલની શાખા છે. જે પૂર્વાગામીની છે. જ્યારે બીજી બનાસ ઉત્તર- પશ્ચિમ ગુજરાતની છે જે પશ્ચિમગામિની છે. સીપુ બનાસનદીના જમણા કાંઠાની મુખ્‍ય શાખા છે અને ખારી, ડાબા કાંઠાની મુખ્‍ય શાખા છે. બનાસના ડાબા કાંઠે અન્‍ય પાંચ શાખા નામે સુકલી, બાલારામ, સુકેત, સેવરણ અને બાત્રિયા મળે છે. આ નદીને ‘કુંવારિકા’ નદી તરીકે ઓળખવામાં આવે છે. કારણકે તે કોઈ સાગર કે મહાસાગર ને મળતી નથી, પરંતુ રણમાં જઈ સમાઈ જાય છે.

          બનાસ નદીનો પટ તેની બટાટાની ખેતી માટે જાણીતો છે. અહીં ઇટાલિયન તથા સિમલા પ્રકારનાં બિયારણોના ઉપયોગી બટાટાનું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે. આ નદીના નામ પરથી ઉત્તર ગુજરાતના આ સરહદી જિલ્લાનું નામ ‘બનાસકાંઠા’ પડેલું છે. અમુક ઉલ્લેખો પ્રમાણે નહપાનના જમાઈ ઉષવદાતના નાસિકના અભિલેખમાં એનાં તીર્થોમાંના દાનપુણ્યનો આરંભ ‘બાર્ણાસા’ નદીથી થયો કહેવાયા છે. સાહિત્યિક ઉલ્લેખો જોતા ખ્યાલ આવે છે કે પુરાતન પ્રબંધસંગ્રહમાં ભીમદેવ રાજાના સમયમાં પાટણ ઉપર તુરુષ્કો ચડી આવ્યા ત્યારે ‘બનાસ’ નદીના કાંઠાના ‘ગાડર’ નામના સ્થાન પર રણક્ષેત્ર તૈયાર કર્યાનું નોંધ્યું છે. આ નદીની સીપુ અને બાલારામ એ મુખ્ય શાખા નદીઓ છે. આ નદી બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ધાનેરા, ડીસા, દાંતીવાડા, કાંકરેજ તથા પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુર તાલુકાઓમાં થઇને વહે છે. કચ્છના નાના રણની શુષ્ક અને વેરાન ભૂમિને બનાસ નદીનું વરદાન મળેલું છે તેથી આ પ્રદેશના રહેવાસી માટે તે ખરા અર્થમાં લોકમાતા બનીને લોકજીવનને ધબકતું રાખે છે.

           તે સિવાય સીપુ અને બાલારામ નદીઓ તેની શાખાઓ છે. અર્જુની નદી કે જે હિન્દુ જનતા માટે પુજનીય છે. તે દાંતા અને અંબાજીની ટેકરીઓમાંથી નીકળી સરસ્વતી નદીને વડગામ તાલુકાના મોરીયા ગામે મળ્યા બાદ સરસ્વતી નામ ધારણ કરેલ છે. બનાસ નદી ઉપર દાંતીવાડા ડેમ, સીપુ નદી ઉપર સીપુ ડેમ અને સરસ્વતી નદી ઉપર મુકતેશ્વર ડેમ બાંધવામાં આવેલ છે. બનાસ અને સીપુ નદી ડીસા તાલુકાના ભડથ ગામે એક થઈ સીપુ નદી બનાસ નદીમાં સમાઈ જાય છે. અહીં રહી, લેફ. એડવિનને બાર્ને ૧૮૮૫માં મુંબઇ ઇલાકાના પક્ષીઓ ઉપર સુંદર પુસ્તક બહાર પાડ્યું હતું તે સમયે બનાસ નદી બારે માસ વહેતી હતી. આદિકાળથી અવિરત વહેતી આ નદી ૧૮૮૫ની આજુબાજુ હંમેશ માટે ધરતી ઉપરથી અલોપ થઇ ગઇ, ચારે બાજુ પાર વગરના વન્ય પ્રાણીઓ અહીં વિહરતા હતા. બનાસ નદીને કાંઠે વાઘ અને સિંહ એક કાંઠે સાથે પાણી પીતા હોવાના દાખલા છે. ડીસાના અંગ્રેજોના રેસકોર્સના મેદાન પાસે અંગ્રેજો ઘોડા ઉપર બેસી સિંહનો શિકાર કરતા હતા. ધીમે ધીમે વન્યપ્રાણીઓની સંખ્યા ઓછી થવા માંડી હતી....
             llઅરે ઓહ બનાસી
જ્યા હરણના માથા ફાડે તેવો તડકો પડતો હોય ,પણ તોય બાજરી લીલી છમ લહેરાય છે.
                                                   એવો મારો બનાસ કાઠો છે.
          વૈષાખની ગરમી મા લગનો ની સીજન  ચાલતી  હોય,પણ તોય લગ્નગીતો મીઠા ગવાય છે
                                                  એવો મારો બનાસ કાઠો છે.
           જ્યારે હાડ થીજાય એવી ઠંડી પડતી હોય,સવારના પરોઢીયે ઉઠીને ભેશો દોહવા જાય છે .
                                                   એવો મારો બનાસ કાઠો છે.
           ચોમાસા ના ઘોઘમાર વરસાદમા
નદીનુ પુર આવ્યુ હોય,પોતાનો જીવને જોખમ મા નાખીને ગાયો ભેશો ને  બચાવા જાય છે
                                                   એવો મારો બનાસ કાઠો છે.
           મર્યાદા નો ઘુઘટો કાઢીને જ્યારે દીકરી સાસરે જાય છે  ,ત્યારે પીયરની લાજ રાખવા ઝેરના ઘૂટડા પણ પી જાય છે.
                                                   એવો મારો બનાસ કાઠો છે.
            ખમ્મા મારા વીરા એમ બહેન ભાઈને કહે છે, ત્યારે ભાઈના આખમા આશુડા પડી જાય છે.
                                                   એવો મારો બનાસ કાઠો છે.
            ગામ મા એક ઘરે પ્રસંગ હોય ને આખુ ગામ દોડીને જાય છેત્યારે વેરી પણ ભેળા બેસીને જ્યા અમલ કશુબા પીવાય છે .
                                                   એવો મારો બનાસ કાઠો છે.
જ્યા રેતાળ રણ જેવો પ્રદેશ છે તોય માનવી દીલના નમણા છે
આવે કોઈ કોઈ મહેમાન તો બધા ઘરથી ચા લઈઆવે છે
                                                    એવો મારો બનાસ કાઠો છે.
           બનાસની ભોમ મા ઘરે ઘરે રેગડી ડાકલા વાગે છે ત્યારે મા જગદંબા પણ ગબ્બર છોડી ને
દરશન આપવા આવે છે.
                                                     એવો મારો બનાસ કાઠોછે.
           ધોળુ ધોતીયૂ ને ધોળી પાઘડી જ્યા પેરાય છે જ્યા બટાકા નગરી તરીકે મારુ ડીસા ઓળખાય છે..
                                                    એવો મારો બનાસ કાઠો છે.
           લાલ ગાગરો લીલી જુલકી અને સુનરી ઓઢણી જ્યા પહેરાય છે
એ પહેરવેષને જોઈને આખો અંજાઈ જાય છે.
                                                    એવો મારો બનાસ કાઠો છે.
                                                   એવો મારો બનાસ કાઠો છે.
          બનાસ મારી જૂગ જૂની ને,
          જૂગ જૂનો તારો ઈતીહાસ
આ ભવમા બનાસ વાસી બ્નયો
આવતા ભવમાય હે બનાસ,
હૂ હોઇશ તારો મહેમાન....

એક નિઃસ્વાર્થ ભાવે કરેલું કાર્ય* *ક્યારેય નિષ્ફળ જતું નથી.*

 *કર્મ ના ફળ નું ફળ* સ્કોટલેન્ડમાં આવેલા મોટા-મોટા ખેતરોમાંથી એક ખેડૂત, જેનું નામ ફલેમિંગ હતું. એ ઝપાટાભેર જઈ રહ્યો હતો. એને ઘેર પહોંચવાની ઉ...