We Provide Best Solution As Per Your Problem for online please Send as Me Your Problem Email: dhanjithakor77@gmail.com And share your Video my you tube channel : todayvirpurdmt : today virpur live
Wednesday, July 19, 2023
પર્સનલ લોનના ચક્કરમાં ફસાઈ ગયા છો? કરજના દલદલમાંથી બહાર નીકળવા RBI નો નવો નિયમ કરશે મદદ Personal Loan Tips: RBI દ્વારા હાલમાં જ સર્ક્યુલર જાહેર કરીને બેંકોને કહ્યું છે કે તેઓ વિલફુલ ડિફોલ્ટર સાથે સેટલમેન્ટ કરે અને 12 મહિના બાદ તે વ્યક્તિને જરુરિયાત હોય તો ફરીથી લોન પણ આપે. ગ્રાહકો થોડી આર્થિક સૂઝબૂઝ વાપરીને લોનના દલદલમાંથી હંમેશા માટે નીકળી શકે છે. પર્સનલ લોનના દલદલમાં ફસાઈ ગયા છો? RBI દેવદૂત બન્યું છે તમે પણ ફાયદો લઈ લો 1 લોનના ભાર હેઠળ દબાઈ ગયા છો? લોનના ભાર હેઠળ દબાઈ ગયા છો? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ હાલમાં જ એક સર્ક્યુલર જાહેર કરીને બેંકોને વિલફુલ ડિફોલ્ટર સાથે લોનની પતાવટ કરવા અને જરૂર પડ્યે 12 મહિના બાદ તે વ્યક્તિને ફરીથી લોન આપવા જણાવ્યું છે. જો કે આરબીઆઇના આ નિર્ણયનો વિરોધ થયો હતો, જેના પર આરબીઆઇએ કહ્યું કે સમાધાન કોઇ નવી પ્રક્રિયા નથી. જો કે આરબીઆઈના આ નિર્ણયથી એ લોકોને મોટી રાહત મળશે, જે સેટલમેન્ટ બાદ ફરીથી લોન મેળવવા માટે બેંકોમાં ભટકતા હતા અને લોન મેળવી શક્યા ન હતા. જો તમે કોઇ કારણસર પર્સનલ લોનની રકમ ચૂકવી ન શકો તો ચિંતા ન કરશો. એવી ઘણી રીતો છે, જેમાં તમે લોનની જાળમાંથી બહાર નીકળી શકો છો. 2 બે પ્રકારના હોય છે લોન બે પ્રકારના હોય છે લોન સિક્યોર્ડ- આ લોનમાં બેંક અથવા નાણાંકીય સંસ્થા લોનના બદલામાં મિલકત અથવા સંપત્તિના કાગળો ગીરવે મૂકે છે. લોન લેનાર લોન ભરપાઈ કરવામાં અસમર્થ હોય અથવા કોઈ કારણસર લોન લેનારનું મૃત્યુ થઈ જાય, તો બેન્ક ગીરવે મૂકેલી મિલકત વેચીને તેના નાણાં મેળવી શકે છે. આવી લોનનો વાર્ષિક વ્યાજ દર 6.5 ટકાથી 10 ટકા સુધી હોઈ શકે છે. આવી લોનમાં હોમ લોન, કાર લોન, ગોલ્ડ લોન વગેરેનો સમાવેશ થાય છે. 3 આ મુશ્કેલી સર્જી શકે આ મુશ્કેલી સર્જી શકે અનસિક્યોર્ડ- આ પ્રકારમાં લોન લેનાર વ્યક્તિના ક્રેડિટ સ્કોર, પગાર અથવા બેંક સાથેના સંબંધના આધારે બેંક અથવા ફાઇનાન્સિયલ સંસ્થા દ્વારા આપવામાં આવે છે. લોન ન ચૂકવવાના કિસ્સામાં અથવા લોન લેનારનું મૃત્યુ થાય તો બેંક ગેરેન્ટર પાસેથી લોનની રકમ વસૂલ કરી શકે છે. આવી લોનનો વાર્ષિક વ્યાજ દર 10%થી 20% અથવા તેનાથી વધુ હોઈ શકે છે. પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ લોન વગેરે અનસિક્યોર્ડ લોન છે. 4 સાઇન નહીં તો ગેરેન્ટર નહીં સાઇન નહીં તો ગેરેન્ટર નહીં જો તમે લોન ન લીધી હોય, પરંતુ કોઈ બેંક કે નાણાકીય સંસ્થાનો એજન્ટ તમને ફોન કરીને કહે છે કે તમારા કોઈ મિત્ર કે પરિચિતે લોન લીધી છે અને તમે તેમાં ગેરેન્ટર છો. તમારો મિત્ર લોન ભરપાઈ કરી રહ્યો નથી અને હવે તમારે લોન ભરપાઈ કરવી પડશે. આવી સ્થિતિમાં એજન્ટને પૂછો કે શું ગેરંટી પેપર પર મારી સહી છે? જો તમારી સહી ન હોય તો તમે તે લોનમાં ગેરેન્ટર નથી અને તેથી તમારે કોઇ લોન ચૂકવવાની રહેતી નથી. 5 CIBIL સ્કોર CIBIL સ્કોર તે ત્રણ અંકની સંખ્યા છે, જે 300થી 900ની વચ્ચે હોય છે. આ સંખ્યા જેટલી વધારે હશે તેટલી ક્રેડિટ સ્કોર સારો રહેશે અને લોન મળવાની શક્યતા પણ એટલી જ વધી જશે. સાથે જ બેંક તરફથી કોઈપણ પ્રકારના લોન ટ્રાન્ઝેક્શન અને ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ સાથે જોડાયેલા રેકોર્ડના રિપોર્ટને ક્રેડિટ રિપોર્ટ કહેવામાં આવે છે. 500થી ઓછો ક્રેડિટ સ્કોર ધરાવતી વ્યક્તિને બેન્કો લોન આપતી નથી. 6 આ રીતે ચેક કરો સિબિલ સ્કોર આ રીતે ચેક કરો સિબિલ સ્કોર તમે સિબિલ cibil.com વેબસાઇટ પર સિબિલ સ્કોર ચકાસી શકો છો. આ સિવાય તમે ઇક્વિફેક્સ, ટ્રાન્સયુનિયન સિબિલ, એક્સપીરિયન અને સીઆરઆઇએફ હાઇમાર્ક, પેટીએમ, બજાજ ફિનસર્વ, બેંક બજાર, પૈસા બજાર વગેરે જેવા પ્લેટફોર્મ પર પણ સિબિલ સ્કોર ચકાસી શકો છો. 7 બેંક સાથે કરો વાત બેંક સાથે કરો વાત જો તમે કોઇ કારણસર લોન ચૂકવવાની સ્થિતિમાં નથી તો તમે તમારી બેંક સાથે વાતચીત કરી શકો છો. જોકે, બેંકો પોતાના નિયમો પર કામ કરે છે. 8 સમય માંગો સમય માંગો લોન ઈએમઆઈ ન ભરવાના કિસ્સામાં બેન્કને ઈ-મેઈલ કરો અથવા શક્ય હોય તો જે બ્રાન્ચમાંથી લોન લીધી હોય ત્યાં જઈને લોન વિભાગના અધિકારીને મળો. બેંક સાથે તમારી સ્થિતિ વિશે વાત કરીને તમે થોડા સમય માટે ઈએમઆઈથી રાહત મેળવી શકો છો. તમારી પરિસ્થિતિના આધારે બેંક નક્કી કરે છે કે તે તમને સમય આપવો કે નહીં. 9 લોન રીસ્ટ્રક્ચર કરાવો લોન રીસ્ટ્રક્ચર કરાવો જો તમારી પાસે ઈએમઆઈ ચૂકવવા માટે પૂરતા પૈસા નથી. તો પછી તમે બેંક સાથે વાત કરીને લોનને રીસ્ટ્રક્ચર પણ કરી શકો છો. આમાં લોનની ઈએમઆઈ ઘટે છે પરંતુ લોનની ચુકવણીનો સમયગાળો વધી જાય છે. 10 બેલેન્સ ટ્રાન્સફર કરાવો બેલેન્સ ટ્રાન્સફર કરાવો ઘણી બેંકો લોનની રકમમાં બેલેન્સ ટ્રાન્સફર (BT)ની સુવિધા પણ આપે છે. આવી સ્થિતિમાં બેંકો લોનના રૂપમાં વધુ પૈસા આપે છે. તેનાથી જૂની લોન ખતમ થઈ જાય છે અને નવી લોન શરૂ થાય છે. ઉપરાંત લોન લેનાર વ્યક્તિને વધુ પૈસા મળે છે, જેનો ઉપયોગ તે પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે કરી શકે છે. એવી પણ ઘણી બેંકો છે જે જૂની બેંક કરતા ઓછા વ્યાજ દરે લોન આપે છે. 11 લોન સેટલમેન્ટ કરાવો લોન સેટલમેન્ટ કરાવો જો કોઈ વ્યક્તિ બેંક તરફથી વારંવાર કોલ કર્યા પછી પણ ઈએમઆઈ નથી ચૂકવી રહી તો બેંક સમાધાન માટે કહી શકે છે. તેને વન ટાઇમ સેટલમેન્ટ (OTS) કહે છે. આમાં બેંકો લોનની બાકીની રકમ લેતી નથી, પરંતુ માત્ર 10થી 50 ટકા રકમ લે છે અને બાકીની રકમ માફ કરે છે. મોટાભાગની બેંકો સેટલમેન્ટ ટેક્સની રકમ ભરવા માટે 1 સપ્તાહનો સમય આપે છે. ઓટીએસ દરમિયાન ધ્યાનમાં રાખો આ બાબતો- - લોન સેટલમેન્ટ માટે યોગ્ય કારણ દર્શાવો. - લોન સેટલમેન્ટ દરમિયાન બેંક નક્કી કરે છે તે રકમમાં ઘટાડો કરવા માટે લોન લેનાર પૂછી શકે છે. - લોન સેટલમેન્ટ દરમિયાન બેંકને કરાર અથવા એનઓસી (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) આપવા માટે કહો, જે અનુસાર સેટલમેન્ટ પછી લોન બંધ થઈ જશે અને જો કોઈ કાનૂની કાર્યવાહી ચાલી રહી છે, તો તેને સમાપ્ત કરવામાં આવશે. 12 લોન સેટલમેન્ટના નુક્શાન લોન સેટલમેન્ટના નુક્શાન - લોન સેટલમેન્ટ બાદ ક્રેડિટ સ્કોરમાં 50થી 100 પોઇન્ટનો ઘટાડો થાય છે. - સિબિલ રીપોર્ટ અનુસાર, સેટલમેન્ટ કરનારના 12 મહિના સુધી કોઇ લોન મળી શકતી નથી. ત્યાર બાદ મળી શકે છે. - તમારી આર્થિક સ્થિતિ સુધરતા તમે લોનની રકમ ચૂકવાની તમારા સેટલ્ડ એકાઉન્ટને ક્લોઝ્ડ એકાઉન્ટમાં પરીવર્તિત કરવાનો પ્રયાસ કરો. 13 લોન ચૂકવવા માટે અપનાવો આ રીત- લોન ચૂકવવા માટે અપનાવો આ રીત- - એવી જૂની વસ્તુઓ કે જે તમે લાંબા સમયથી ઉપયોગમાં નથી લેતા તો તેને OLX, Quikr પર વેચીને થોડા પૈસા મેળવી શકો છો. - જો તમારી પાસે કોઇ એફડી, મ્યૂચ્યુઅલ ફંડ્સ, લાઇફ ઇન્સ્યોરન્સ પોલિસી, ગોલ્ડ, શેર માર્કેટ વગેરે જેવી સેવિંગ્સને વેચીને અથવા તો ઉધાર રાખીને આર્થિક મદદ લઇ શકો છો. - જો તમારો કોઇ નજીકનો ખાસ મિત્ર અથવા સંબંધી હોય જે આર્થિક રીતે સક્ષમ હોય તો તમે તેની પાસેથી થોડા સમય માટે પૈસા ઉધાર લઇને લોનની ચૂકવણી કરી શકો છો. - જો તમારા પગારમાં 8થી 10 ટકાનો વધારો થયો હોય તો ઇએમઆઇની રકમની ચૂકવણીમાં 5 ટકાનો વધારો કરી દો. તેનાથી તમે 5 વર્ષમાં ચૂકવાતી લોન 3 વર્ષમાં ચૂકવી શકો છો. - તમારી તમામ લોનની લિસ્ટ બનાવો અને તે તમામમાં ચૂકવવાની બાકી રકમની સરખામણી કરો. હવે જેમાં વ્યાજદર વધારે હોય તે લોનની ચૂકવણી સૌથી પહેલા કરો. 14 તમે કઇ રીતે ફસાવ છો લોનની જાળમાં તમે કઇ રીતે ફસાવ છો લોનની જાળમાં લોનમાં ફસાવાના ઘણા કારણો હોઇ શકે છે. તમારા ખર્ચાઓ આવક કરતા વધારે હોવા, અડધાથી વધારે આવક ઇએમઆઇની ચૂકવણીમાં જવી, ઇએમઆઇ અથવા બિલ સમયસર જમા ન કરવા, લોન ચૂકવવા માટે લોન લેવી, શોખ પૂરા કરવા માટે લોન લેવી, દેખાડાના જીવન પાછળ વધારે પડતા ખર્ચાઓ કરવા વગેરે કારણોસર લોન લેવી તમને આર્થિક રીતે ભારે પડી શકે છે. 15 લોનથી બચવાના ઉપાયોઃ લોનથી બચવાના ઉપાયોઃ જો તમે લોન લેવાથી બચવા માંગતા હોય તો તમારે અન્ય વિકલ્પો વિશે વિચારવું જોઇએ. બાય નાઉ પે લેટર જેવી લોભામણી જાહેરાતોથી દૂર રહો. જો તમારે કોઇ આર્થિક નુકસાન અથવા સંકટ હોય તો તમે તમારા પરીવાર કે મિત્રો સાથે વાતચીત કરીને ઉકેલ લાવી શકો છો.
Subscribe to:
Post Comments (Atom)
એક નિઃસ્વાર્થ ભાવે કરેલું કાર્ય* *ક્યારેય નિષ્ફળ જતું નથી.*
*કર્મ ના ફળ નું ફળ* સ્કોટલેન્ડમાં આવેલા મોટા-મોટા ખેતરોમાંથી એક ખેડૂત, જેનું નામ ફલેમિંગ હતું. એ ઝપાટાભેર જઈ રહ્યો હતો. એને ઘેર પહોંચવાની ઉ...
-
Skip to content ભગવાન શ્રીકૃષ્ણના જયારે થયા અંતિમ સંસ્કાર ત્યારે તેમનું આ અંગ ના બાળી શકી આગ.. ભગવાન શ્રીકૃષ્ણના જયારે થયા અંતિમ સંસ્કાર ...
-
ગુજરાત રાજ્યના સરકારી કર્મચારી માટે વોડાફોન ના નવા પ્લાન પોસ્ટપેઈડ કનેક્શન
No comments:
Post a Comment