Friday, April 29, 2022

રવિવાર નો દિવસ... સવારના દસ વાગ્યા હતા. અચાનક મારા મિત્ર ભાવેશ નો મોબાઈલ મારા ઉપર આવ્યો... ભાવેશ નો નંબર અને નામ વાંચી મને નવાઈ લાગી... જિંદગી ની રફતાર ..રૂપિયાની વાત કરું તો અમારા થી ઘણો દૂર નીકળી ગયો હતો... કરોડો ની વાતો ...અને કરોડો ના બિઝનેસ માં મારા જેવો પગારદાર મિત્ર ની અચાનક યાદ કેમ આવી ? મેં કીધું બોલ દોસ્ત...સુદામા ની યાદ કેમ આવી ? મારે તને મળવું છે ભાવેશ ની વાત માં ઢીલાશ હતી.. મેં કીધું દોસ્ત એપોઇન્ટમેન્ટ મોટા માણસ ની લેવાય અમે તો નાના માણસ...આવ દોસ્ત હું ઘરે જ છું.. થોડીવાર પછી...ભાવેશ અમારા ઘરે વર્ષો પછી આવ્યો... મેં તેને આવકાર્યો.... થોડી વાતચીત પછી મેં કીધું દોસ્ત તારું અચાનક આ તરફ આવવા પાછળ કોઈ કારણ તો છુપાયેલ હોવું જોઈએ.. તારી વાત સાચી છે...દોસ્ત આજે તારે મારી સાથે આવવાનું છે...ભાવેશ બોલ્યો ક્યાં ? રોહિત ના ઘરે ? પણ રોહિત ને તો આ દુનિયા છોડે 20 વર્ષ થવા આવ્યા... હવે તેના ઘરે જઈ તારે શું કરવું છે ? મારે જૂનો હિસાબ પૂરો કરવો છે...ઢીલા અવાજે ભાવેશ બોલ્યો *નવીન* તેં મને ઘણા વર્ષો પહેલા કર્મના સિદ્ધાંતો સમજાવતા કીધું હતું... દોસ્ત... હક્ક નું રાખ ..બાકી નું પાછું આપી દે... મેં તારી સાથે ઉગ્ર ચર્ચા પણ કરી હતી.... તેં મને ચર્ચા ના અંતે ફક્ત એટલુંજ કીધું હતું... દોસ્ત..ખરાબ કર્મ ના કુંડાળા માં પગ ભૂલથી પણ ન મુકતો...ભગવાન પણ નહીં બચાવી શકે તને ..કારણ એ પોતે કર્મબંધન થી બંધાયલો હોય છે.. મેં કીધું...હા દોસ્ત મને હજુ બધું જ યાદ છે...રોહિત નું અચાનક હાર્ટફેલ થી અવસાન થયું...તમારા બંન્ને વચ્ચે મૌખિક લાખો કરોડો ની લેવદેવડ હતી.... રોહિત પોતાની "ડાયરી" માં આ લેવદેવડ લખતો હતો..તેમાં તારે એ સમયે સવા કરોડ રોહિત ના પરિવાર ને ચૂકવવા ના નીકળતા હતા..એ સત્ય હકીકત તું પણ જાણતો હોવા છતાં..તેં આ ડાયરી નો હિસાબ ખોટો છે કહી..વાત ને નકારી કાઢી હતી. રોહિત ની પત્ની અને તેનો છોકરો દેવેન્દ્ર સંસ્કારી અને ધાર્મિક સ્વભાવ ના હતા તેઓએ હાથ જોડી ત્યારે તને કીધું હતું...તમારી અને પપ્પા ની કાચી ચિઠ્ઠી નો હિસાબ હું જાણતો..નથી પણ પપ્પા ની ડાયરી માં હિસાબ તારીખ સાથે લખેલ છે.. છતાં પણ મેં પપ્પા નો હિસાબ મારા ઠાકોરજી ને સોંપ્યો છે.....તમને એટલું જરૂર કહીશ...એક વખત ઘરે જઈ હિસાબ બરાબર જોઈ લેજો...અંકલ ..કારણ કે મારો ઠાકોરજી હિસાબ કરવા જ્યારે બેઠો ત્યારે છાતી ઉપર પગ રાખી રૂપિયા કઢાવશે... હા અને એ પણ યાદ રાખજો...મારા હક્ક ના રૂપિયા તમારા ઘર માં હશે..તો તમારે જાતે મને રૂપિયા અહીં આપવા આવવા પડશે... *નવીન* તને હજુ બધું યાદ છે?..ભાવેશ બોલ્યો હા ભાવેશ..જીવન માં અમુક સમય સ્થળ, સંજોગ અને બનાવ જીવનના અંત સુધી ભૂલાતા નથી... રોહિત પણ મારો મિત્ર અને તું પણ મારો મિત્ર...તમારા બન્ને ની લેવદેવડ મને ખબર ન હતી પણ રોહિત નો છોકરો દેવેન્દ્ર ની આંખ ની ભાષા માં સત્ય હતું સાથે ભગવાન ઉપર નો પૂર્ણ વિશ્વાસ હતો. પણ અચાનક તેના ઘરે જવાનું કારણ.. મેં પૂછ્યું જો દોસ્ત..મારો પુત્ર સંતોષ નો ગંભીર કાર અકસ્માત બે દિવસ પહેલા થયો છે..અત્યારે ICU માં છે...ડોક્ટર ખૂબ પ્રયત્ન બચાવવા માટે કરી રહ્યા છે...જીવન મરણ નો ખેલ છે..બચે તો પણ કોઈ શારિરીક ખામી આવે તેવી બીક છે....મારી પાસે કરોડો રૂપિયા છે..સામે વારસદાર એક જ છે..મન મારુ ગભરાઈ રહયું છે....દોસ્ત ચલ ઉભો થા દોસ્ત....આજે મોડું ન કરતો.. અમે...કાર માં રોહિત ના ઘરે પહોંચ્યા...રોહિત ના પત્ની સ્વાતિ અમને ઓળખી ગઈ ..તેમણે અમને આવકાર આપ્યો... થોડી વાર પછી....સ્વાતિ એ ભાવેશ સામે હાથ જોડી પૂછયુ...ભાવેશભાઈ હજુ કંઈ હિસાબ ચૂકવવા નો અમારા તરફ થી બાકી

No comments:

Post a Comment

એક નિઃસ્વાર્થ ભાવે કરેલું કાર્ય* *ક્યારેય નિષ્ફળ જતું નથી.*

 *કર્મ ના ફળ નું ફળ* સ્કોટલેન્ડમાં આવેલા મોટા-મોટા ખેતરોમાંથી એક ખેડૂત, જેનું નામ ફલેમિંગ હતું. એ ઝપાટાભેર જઈ રહ્યો હતો. એને ઘેર પહોંચવાની ઉ...