We Provide Best Solution As Per Your Problem for online please Send as Me Your Problem Email: dhanjithakor77@gmail.com And share your Video my you tube channel : todayvirpurdmt : today virpur live
Friday, April 29, 2022
સડેલા તેલ માં બનેલા સમોસા અને કચોરી એસિડ નાં પાણી વાળી પાણીપુરી.. એક જ ચા ની પત્તી થી જેવા તેવા ગ્લાસ માં પીધેલી ચા.. ડિટરજન્ટ પાવડર વાળું દૂધ.. ધૂળ ની ડમરીયું ઊડતી હોય એવા રોડ ઉપર ખુલ્લાં કાપેલા ફ્રુટ. Gidc ના ગંદા પાણી માં ધોયેલા શાકભાજી.. પીવા માં ક્યારે સાફ ના થયેલી હોય એવી ટાંકી નું પાણી.. હોટલ માં ખરજવા થઇ ગયેલા હાથ થી બનેલી રોટલી.. મરેલા મચ્છર વાળી ચાસણી માં બનેલી જલેબી.. અને નકલી માવા માં બનેલી મીઠાઇઓ, જે આપણા ભારતવાસી ઓ નો વાળ પણ વાંકો નો કરી શકતી હોય તો, તો આ 45/47 ગરમી આપણું શું બગાડી લેવાની.?? બોલો હાચું કે નઇ ??!! 😜😜😜😜😜😜😜 😀😀😀😀😀😀😀
રવિવાર નો દિવસ... સવારના દસ વાગ્યા હતા. અચાનક મારા મિત્ર ભાવેશ નો મોબાઈલ મારા ઉપર આવ્યો... ભાવેશ નો નંબર અને નામ વાંચી મને નવાઈ લાગી... જિંદગી ની રફતાર ..રૂપિયાની વાત કરું તો અમારા થી ઘણો દૂર નીકળી ગયો હતો... કરોડો ની વાતો ...અને કરોડો ના બિઝનેસ માં મારા જેવો પગારદાર મિત્ર ની અચાનક યાદ કેમ આવી ? મેં કીધું બોલ દોસ્ત...સુદામા ની યાદ કેમ આવી ? મારે તને મળવું છે ભાવેશ ની વાત માં ઢીલાશ હતી.. મેં કીધું દોસ્ત એપોઇન્ટમેન્ટ મોટા માણસ ની લેવાય અમે તો નાના માણસ...આવ દોસ્ત હું ઘરે જ છું.. થોડીવાર પછી...ભાવેશ અમારા ઘરે વર્ષો પછી આવ્યો... મેં તેને આવકાર્યો.... થોડી વાતચીત પછી મેં કીધું દોસ્ત તારું અચાનક આ તરફ આવવા પાછળ કોઈ કારણ તો છુપાયેલ હોવું જોઈએ.. તારી વાત સાચી છે...દોસ્ત આજે તારે મારી સાથે આવવાનું છે...ભાવેશ બોલ્યો ક્યાં ? રોહિત ના ઘરે ? પણ રોહિત ને તો આ દુનિયા છોડે 20 વર્ષ થવા આવ્યા... હવે તેના ઘરે જઈ તારે શું કરવું છે ? મારે જૂનો હિસાબ પૂરો કરવો છે...ઢીલા અવાજે ભાવેશ બોલ્યો *નવીન* તેં મને ઘણા વર્ષો પહેલા કર્મના સિદ્ધાંતો સમજાવતા કીધું હતું... દોસ્ત... હક્ક નું રાખ ..બાકી નું પાછું આપી દે... મેં તારી સાથે ઉગ્ર ચર્ચા પણ કરી હતી.... તેં મને ચર્ચા ના અંતે ફક્ત એટલુંજ કીધું હતું... દોસ્ત..ખરાબ કર્મ ના કુંડાળા માં પગ ભૂલથી પણ ન મુકતો...ભગવાન પણ નહીં બચાવી શકે તને ..કારણ એ પોતે કર્મબંધન થી બંધાયલો હોય છે.. મેં કીધું...હા દોસ્ત મને હજુ બધું જ યાદ છે...રોહિત નું અચાનક હાર્ટફેલ થી અવસાન થયું...તમારા બંન્ને વચ્ચે મૌખિક લાખો કરોડો ની લેવદેવડ હતી.... રોહિત પોતાની "ડાયરી" માં આ લેવદેવડ લખતો હતો..તેમાં તારે એ સમયે સવા કરોડ રોહિત ના પરિવાર ને ચૂકવવા ના નીકળતા હતા..એ સત્ય હકીકત તું પણ જાણતો હોવા છતાં..તેં આ ડાયરી નો હિસાબ ખોટો છે કહી..વાત ને નકારી કાઢી હતી. રોહિત ની પત્ની અને તેનો છોકરો દેવેન્દ્ર સંસ્કારી અને ધાર્મિક સ્વભાવ ના હતા તેઓએ હાથ જોડી ત્યારે તને કીધું હતું...તમારી અને પપ્પા ની કાચી ચિઠ્ઠી નો હિસાબ હું જાણતો..નથી પણ પપ્પા ની ડાયરી માં હિસાબ તારીખ સાથે લખેલ છે.. છતાં પણ મેં પપ્પા નો હિસાબ મારા ઠાકોરજી ને સોંપ્યો છે.....તમને એટલું જરૂર કહીશ...એક વખત ઘરે જઈ હિસાબ બરાબર જોઈ લેજો...અંકલ ..કારણ કે મારો ઠાકોરજી હિસાબ કરવા જ્યારે બેઠો ત્યારે છાતી ઉપર પગ રાખી રૂપિયા કઢાવશે... હા અને એ પણ યાદ રાખજો...મારા હક્ક ના રૂપિયા તમારા ઘર માં હશે..તો તમારે જાતે મને રૂપિયા અહીં આપવા આવવા પડશે... *નવીન* તને હજુ બધું યાદ છે?..ભાવેશ બોલ્યો હા ભાવેશ..જીવન માં અમુક સમય સ્થળ, સંજોગ અને બનાવ જીવનના અંત સુધી ભૂલાતા નથી... રોહિત પણ મારો મિત્ર અને તું પણ મારો મિત્ર...તમારા બન્ને ની લેવદેવડ મને ખબર ન હતી પણ રોહિત નો છોકરો દેવેન્દ્ર ની આંખ ની ભાષા માં સત્ય હતું સાથે ભગવાન ઉપર નો પૂર્ણ વિશ્વાસ હતો. પણ અચાનક તેના ઘરે જવાનું કારણ.. મેં પૂછ્યું જો દોસ્ત..મારો પુત્ર સંતોષ નો ગંભીર કાર અકસ્માત બે દિવસ પહેલા થયો છે..અત્યારે ICU માં છે...ડોક્ટર ખૂબ પ્રયત્ન બચાવવા માટે કરી રહ્યા છે...જીવન મરણ નો ખેલ છે..બચે તો પણ કોઈ શારિરીક ખામી આવે તેવી બીક છે....મારી પાસે કરોડો રૂપિયા છે..સામે વારસદાર એક જ છે..મન મારુ ગભરાઈ રહયું છે....દોસ્ત ચલ ઉભો થા દોસ્ત....આજે મોડું ન કરતો.. અમે...કાર માં રોહિત ના ઘરે પહોંચ્યા...રોહિત ના પત્ની સ્વાતિ અમને ઓળખી ગઈ ..તેમણે અમને આવકાર આપ્યો... થોડી વાર પછી....સ્વાતિ એ ભાવેશ સામે હાથ જોડી પૂછયુ...ભાવેશભાઈ હજુ કંઈ હિસાબ ચૂકવવા નો અમારા તરફ થી બાકી
Tuesday, April 26, 2022
*ભગવાન શ્રીકૃષ્ણે જ્યારે દેહ છોડ્યો ત્યારે એમનો અંતિમ સંસ્કાર થયો,, તેમનું શરીર તો પંચમહાભૂત માં વિલીન થઈ ગયું પણ હૃદય સામાન્ય માણસની જેમ ધબકતું રહ્યું હતું,, અને બિલકુલ સુરક્ષિત હતું ભગવાનનું હૃદય આજ સુધી સુરક્ષિત છે, જે પુરીમાં ભગવાન જગન્નાથજીની કાષ્ઠની પ્રતિમમાં આજે પણ ધબકી રહ્યું છે, જે બાબત ખૂબ ઓછા લોકોને ખબર છે....* 🙏🏻🙏🏻 *મહાપ્રભુ નું મહારહસ્ય સોના ના ઝાડુથી સફાઈ.....* 🌸🌸🌸🌸🌸 *મહાપ્રભુ જગન્નાથજી (શ્રીકૃષ્ણ) ને કળિયુગ ના સાક્ષાત ભગવાન કહેવાય છે...પુરી (ઓરિસ્સા)માં જગન્નાથ સ્વામી બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નિવાસ કરે છે,પણ એનું રહસ્ય આજ સુધી કોઈ જાણી શક્યું નથી....* 🌸🪴🌸🪴🌸🪴🌸🪴🌸 *દર 12 વર્ષે મહાપ્રભુજી ની મૂર્તિ ને બદલવામાં આવે છે, ત્યારે આખાય નગરમાં બ્લેકઆઉટ (અંધકાર)કરવામાં આવે છે, લાઈટ બંધ થયા પછી CRPF ની સેના મંદિરને ચોતરફ થી ઘેરી લે છે,તે સમયે મંદિરમાં કોઈપણ નો પ્રવેશ નિષેધ હોય છે....* 🌸🪴🌸🪴🌸🪴🌸🪴🌸 *મંદિરમાં અંદર ગાઢ અંધકાર રહે છે, પૂજારીની આંખો પર કાળી પટ્ટી બાંધી દેવામાં આવે છે, પૂજારીના હાથમાં ગ્લોવ્ઝ (એક પ્રકારના હાથમોજા) પહેરાવવામાં આવે છે, પછી પૂજારી જૂની મૂર્તિમાંથી (બ્રહ્મપદાર્થ) કાઢીને નવી મૂર્તિમાં પ્રસ્થાપિત કરે છે...આ બ્રહ્મ પદાર્થ શુ છે ? આજસુધી આ બાબતની કોઈને ખબર નથી, એને આજસુધી કોઈએ જોયું નથી, હજારો વર્ષોથી આવી રીતે એક મૂર્તિમાંથી બીજી મૂર્તિમાં દર 12 વર્ષે બ્રહ્મ પદાર્થ ટ્રાન્સફર થાય છે....* 🪴🌸🪴🌸🪴🌸🪴🌸🪴 *આ એક અલૌકિક પદાર્થ છે, જેના સ્પર્શ માત્રથી કોઈ પણ માણસના ચીંથરા ઉડી જાય, આ બ્રહ્મ પદાર્થ નો સંબંધ ભગવાન શ્રીકૃષ્ણ સાથે છે પણ આ શું કે કોઈ જાણી પણ શકે નહીં ? ભગવાન જગન્નાથજી અને બીજી મૂર્તિઓ જે વર્ષે બે અષાઢ માસ હોય ત્યારે બદલે છે, તેને નવ કલેવર કહે છે....* 🪴🌸🪴🌸🪴🌸🪴🌸🪴 *અમુક પૂજારીઓનું કહેવું છે કે જ્યારે અમે તે બ્રહ્મ પદાર્થ હાથમાં લીધો તો સસલા જેવું કંઈક ઉછળે છે, પણ આંખો પર પટ્ટી બાંધેલ હોવાને લીધે અને હાથમાં ગ્લોવ્ઝ હોવાને કારણે માત્ર મહેસુસ કર્યું છે... આજે પણ દરવર્ષે રથયાત્રાના ઉપલક્ષ્યમાં પુરીના રાજા પોતે સોનાની સાવરણી થી ઝાડું લગાવવા આવે છે....* 🪴🌸🪴🌸🪴🌸🪴🌸🪴 *ભગવાન જગન્નાથજી ના મંદિરના સિંહદ્વારમાં પ્રથમ પગ મુકતાની સાથે જ સમુદ્રની લહેરોનો આવાઝ સંભળાતો બંધ થઈ જાય છે,પણ નવાઈની વાત એ છે કે જેવો પગ મંદિરની બહાર મુકો એટલે સમુદ્રનો આવાઝ આવવા લાગે છે....* 🪴🌸🪴🌸🪴🌸🪴🌸🪴 *તમે મોટેભાગે મંદિરોના શિખર ઉપર પક્ષીઓને બેસતા ઉડતા જોયા હશે, પરંતુ આજ સુધી જગન્નાથજી ના મંદિર શિખર ઉપરથી કોઈ પક્ષી પસાર થયું નથી કે નથી બેઠું,, મંદિરની ધ્વજા હંમેશા પવનની વિરૂદ્ધ દિશામાં ફરકે છે....દિવસમાં કોઈપણ સમયે ભગવાન જગન્નાથજીના મંદિરનો જમીન પર પડછાયો નથી પડતો....* 🪴🌸🪴🌸🪴🌸🪴🌸🪴 *ભગવાન જગન્નાથ મંદિર ના 45 માળના શિખર ઉપર સ્થિત ધ્વજા ને રોજ નિયમિત બદલવામાં આવે છે, એવી માન્યતા છે કે એક દિવસ પણ જો ધ્વજ બદલવામાં ના આવે તો મંદિર 18 વર્ષ સુધી બંધ રાખવું પડે છે....* 🪴🌸🪴🌸🪴🌸🪴🌸🪴 *આવી જ રીતે ભગવાન જગન્નાથજી ના મંદિર ના શિખર પર એક સુદર્શન ચક્ર પણ છે, જેને દરેક દિશા પરથી જોતા તમને તમારી સામે જ દેખાય છે....* 🪴🌸🪴🌸🪴🌸🪴🌸🪴 *ભગવાન જગન્નાથજી મંદિર ની રસોઈમાં પ્રસાદ બનાવવા માટે માટીના 7 વાસણ એકબીજા ની ઉપર રાખવામાં આવે છે, જેને લાકડાની આગમાં જ પકવવામાં આવે છે,આ દરમિયાન સૌથી ઉપર મુકેલા વાસણમાં પ્રથમ પ્રસાદ પાકીને તૈયાર થાય છે....* 🪴🌸🪴🌸🪴🌸🪴🌸🪴🌸 *ભગવાન જગન્નાથજી મંદિરમાં દરરોજ બનતો પ્રસાદ ભક્તોને માટે ક્યારેય ઓછો પડ્યો નથી, પરંતુ નવાઈની વાત એ છે કે જેવાં મંદિરના પટ બંધ થાય ઇવો પ્રસાદ પણ પૂરો થઈ જાય છે, આવી ઘણી ખરી આચ્છર્યજનક બાબતો છે આપણા સનાતન ધર્મની...સનાતન ધર્મની જય હો !* 🪴🌸🪴🌸🪴🌸🪴🌸🪴 *🚩 શ્રી ભગવાન જગન્નાથજી ની જય હો 🚩* *સનાતન ધર્મમાં ચારધામની યાત્રામાં રામેશ્વરમ અને કેદારેશ્વરની સાથે જગન્નાથપુરી અને દ્વારિકાપુરીનો સમાવેશ થાય છે....* 🪴🌸🪴🌸🪴🌸🪴 *પ્રેમથી બોલો જય શ્રીકૃષ્ણ....*🙏🏻🙏🏻
Friday, April 8, 2022
નાના હતા અને ઉનાળાનું વૅકેશન પડે એટલે સવાર સવારમાં ગિલ્લીદંડા , ભરબપોરે પત્તા , સાંજે ક્રિકેટ , સતોડીયું અને ઘંટડી વાગે એટલે બરફનો ગોળો , રાત પડે એટલે ફરી રમતો ચાલુ ને ચાલુ ... પંદર વીસ જણાના ટોળેટોળા ... ખડકીઓમાં ચારેબાજુ અવાજ અવાજ .. વચ્ચે 20 - 25 દિવસ મામા, માસી, કાકા, ફઈને ત્યાં રહેવા જવાનું અને ત્યાં પણ એવી ટોળકીઓ .. બપોરે એકબાજુ ઘરે ઘઉં સાફ થતા હોય અને સાંજ પડે ખડકીમાં મરચું ખંડાતું હોય .. ત્યારે તો A C શું એ પણ ખબર નહોતી .. અને રાત્રે થાક્યાપાક્યા ઉપર અગાસી માં ઠંડી પવનની લહેરો વચ્ચે બ્રહ્માંડના તારાઓ ને જોઈને એકદમ આશ્ચર્ય પામતા પામતા સુઈ જવાનું કે આ સામે આકાશમાં દેખાય છે એ ખરેખર છે શું .. આ તારાઓ આપણી ઉપર પડતા કેમ નથી .. આ ચંદ્ર આટલું બધું અજવાળું કેવી રીતે આપતો હશે .. આ બધાના વૈજ્ઞાનિક કારણો ગમે તે હશે પણ એ વખત કલ્પનાઓ કરવાની બહુ મજા આવતી ... નાનપણની ખરી મજા ઉનાળા એ જ આપી છે .. એ પછી કેરીઓ ખાવાની હોય કે રમવાની હોય .. અત્યારે નૌકરી, ધંધા પર બેઠા પછી ગરમી કાળઝાળ લાગે છે પણ એ વખતે તો આ ઉનાળો જ સૌથી પ્રિય લાગતો કારણકે ઝીંદગીની સૌથી અમૂલ્ય ક્ષણો જ એમાં કોતરાયેલી હતી .. મોટા થયા ત્યારે નોટો ગણ ગણ કરીએ છે અને નાના હતા ત્યારે હવે સ્કૂલ ખૂલવામાં કેટલા દિવસ બાકી બસ એની જ ગણતરીઓ થતી હતી .. કાશ આ પૈસાની થોકડીઓ એ નાનપણ પાછું લાવી આપતું હોત ... શરીર પર ગમે એટલા ઘા લાગતા તો રુજ આવી જતી હતી પણ એ ઉંમરે દિલ પર ઘા લાગતા જ ના હતા .. લુચ્ચાઈ શેને કહેવાય એ ખબર જ ના હતી . માણસોનું બીજું સ્વરૂપ જોયેલું જ ના હતું .. દુનિયા એકદમ નાની પણ એકદમ સુંદર અને ભવ્ય હતી.... 😘 હવેની પેઢી ના નસીબમાં આ નથી 😘 ● દફતર લઈને દોડવું... ● તૂટેલી ચપ્પલ નું જોડવું... ● નાશ્તા ના ડબ્બાઓ... ● શર્ટ પર સહીના ધબ્બાઓ.. ● ખોબે ખોબે પીવાતું પાણી... ● રીસેસ ની વિશેષ ઉજાણી... ● બેફામ રમાતા પકડ દાવ... ● ઘૂંટણ એ પડતા આછા ઘાવ... ● બાયોં થી લુંછાતા ચેહરા... ● શેરીઓમાં અસંખ્ય ફેરાં... ● ઉતરાણ ની રાત જાગી... ● પકડાયલા પતંગ ની ભાગી... ● ભાડાં ની સાયકલ નાં ફેરાં... ● મહોલ્લાના ઓટલા પર ડેરા... ● મંજી ની રેલમ છેલ... ● ગીલ્લી ડંડા નો એ ખેલ... ● ચાર ઠીકડી ને આટા પાટા... ● લાઈટના થાંભલે ગામગપાટા... ● વરસાદે ભરપૂર પલળવું... ● ખુલ્લા પગે રખડવું... ● બોર આમલી નાં ચટાકા... ● પીઠ પર માસ્તર ના ફટાકા... ● બિન્દાસ્ત ઉજવાતું વેકેશન... ● નાં ટ્યુશન નાં ટેન્શન... વાત સાચી લાગી કે નહિ મિત્રો... બધું ભૂલાઈ ગયું આ મોર્ડન લાઈફ ની લાઇ માં... કેવાં હતાં આપણે બધાં પાસે-પાસે ? જો ને નીકળી ગયા સહુ જીંદગીના પ્રવાસે..! માળો બનાવવામાં એવા મશગુલ થઇ ગયા; ઉડવા માટે પાંખ છે એજ ભૂલી ગયા..!!🙏🙏🙏🙏🙏 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸 ✍✍ ankur 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
Subscribe to:
Posts (Atom)
એક નિઃસ્વાર્થ ભાવે કરેલું કાર્ય* *ક્યારેય નિષ્ફળ જતું નથી.*
*કર્મ ના ફળ નું ફળ* સ્કોટલેન્ડમાં આવેલા મોટા-મોટા ખેતરોમાંથી એક ખેડૂત, જેનું નામ ફલેમિંગ હતું. એ ઝપાટાભેર જઈ રહ્યો હતો. એને ઘેર પહોંચવાની ઉ...
-
અમેરિકાના નવા પ્રમુખ:- બાઇડેન.* ઉ.વ.78 1. પત્નિ અને પુત્રી ક્રિસમસ ટ્રી ખરીદવા જતાં રોડઅકસ્માતમાં મૃત્યુ પામ્યા. 2. એક પુત...
-
ગુજરાત રાજ્યના સરકારી કર્મચારી માટે વોડાફોન ના નવા પ્લાન પોસ્ટપેઈડ કનેક્શન