*બધા વાંચજો, બહુ સરસ છે.*
વિશ્વાસ (Belief) અને વિશ્વાસ (Trust) માં ફરક
--------------------------------
એક વાર બે બહુમજલી ઇમારતોની વચ્ચે બાંધેલા દોરડા પર લાબો વાંસ પકડી એક નટ ચાલી રહ્યો હતો, તેણે પોતાના ખંભા પર પોતાના બેટાને બેસાડી રાખ્યો હતો.
સૈંકડો-હજારો લોકો શ્વાસ રોકીને જોઈ રહ્યા હતા.
હળવા પગલાથી, તેજ હવાથી ઝઝૂમતો નટ પોતાની અને પોતાના દિકરાની જિંદગી દાવ પર લગાવીને તે કલાકારે અંતર પૂરું કરી લિધું.
ભીડ આહ્લાદથી ઉછળી પડી, તાલીઓના ગડગડાટ સાથે સીટીઓ વાગવા લાગી.
લોકો તે કલાકારના ફૉટો ખેંચી રહ્યાં હતા, તેની સાથે સેલ્ફી લઈ રહ્યાં હતા.
તેનાંથી હાથ મલાવી રહ્યાં હતા અને તે કલાકાર માઇક પર આવ્યો, ભીડ ને બોલ્યો,
*શું આપને વિશ્વાસ છે કે આ હું ફરીથી પણ કરી શકુ છું ?*
ભીડ એકી અવાજે બોલી, હાં-હાં તમે કરી શકો છો.
*તેણે પૂછ્યું, શું આપને વિશ્વાસ છે ?*
ભીડ બોલી ઉઠી, હાં પૂરો વિશ્વાસ છે.
અમે તો શરત પણ લગાવી શકીયે છીએ કે તમે સફળતાપૂર્વક તે ફરીથી પણ કરી શકો છો.
કલાકાર બોલ્યો, પૂરે-પૂરો વિશ્વાસ છે ને ?
ભીડ બોલી, હાં-હાં પૂરો વિશ્વાસ છે.
કલાકાર બોલ્યો, ઠીક છે, કોઈ મને પોતાનો દિકરો દઈ દો, હું તેને મારા ખંભા પર બેસાડીને દોરડા પર ચાલીશ.
ખામોશી, એકદમ શાંતિ, સન્નાટો ફેલાઈ ગયો !
કલાકાર બોલ્યો, ડરી ગયા......!
હમણાં તો આપને વિશ્વાસ હતો કે હું કરી શકું છું.
અસલમાં આપનો આ વિશ્વાસ (belief) છે, મારામાં વિશ્વાસ (trust) નથી !
બન્ને વિશ્વાસોમાં ફરક છે સાહેબ....!
*આ જ કહેવાનું છે, ઈશ્વર છે, એ તો વિશ્વાસ (belief) છે, પરંતુ ઈશ્વરમાં સમ્પૂર્ણ વિશ્વાસ (trust) છે નહી !!!*
You believe in God, but you don't trust him.
જો ઈશ્વરમાં પૂર્ણ વિશ્વાસ છે તો ચિંતા, ક્રોધ, તણાવ કેમ !!!
હંમેશા એક જ યાદ રાખવાનું ઈશ્વર હંમેશા મારી સાથે છે અને આ જ વિશ્વાસ છેલ્લા શ્વાસ સુધી હોવો જોઇએ.
🙏🏻 God is with me 🙏🏻
No comments:
Post a Comment