કોરોના – આ 14 દિવસનું ચક્કર શું છે ?
અને
ઘરે રહીને આપણે માનવજાતની સૌથી મોટી સેવા કેવી રીતે કરી શકીએ?
***
કોરોના વાયરસ અંગે ઘણી સમજ-ગેરસમજ જોઈ રહ્યો છુ. ઘણાં એક્દમ બિન્દાસ્ત છે તો ઘણાંના મનમાં સતત ચિંતા થઈ રહી છે. ઘણા લોકોને ખબર નથી પડી રહી, આખિર યે હો ક્યાં રહા હૈ? બધા જ કિસ્સામાં એક વસ્તુ કોમન છે અને એ છે સાચી જાણકારીનો અભાવ અથવા અધૂરી જાણકારી અથવા જાણકારીનું અધકચરુ અને મનગમતું અર્થઘટન.
આ લેખમાં હું સરળ ભાષામાં આ વાયરસ અંગે સમજાવા પ્રયાસ કરીશ.
વાઇરસ એ સૃષ્ટિની અજાયબી છે. તેના વિષે જાણકારી મળ્યે માંડ 100-120 વરસ જેવુ થયું હશે પણ આ મહાશય કરોડો વર્ષોથી દુનિયામાં રહે છે. એના વિષે આપણે બહુ મર્યાદિત જાણકારી ધરાવીએ છીએ. એને જીવંત ગણવું કે નિર્જીવ એમાંય ઘણા વિવાદ છે. નરી આંખે દેખી ન શકાતા વાયરસે ભૂતકાળમાં’ય માનવ જીવનને હચમચાવી દીધું છે. વાઇરસ જાતે પોતાના સંતાન પેદા નથી કરી શકતું, એને કોઈ પ્રાણીનો સહારો જોઈએ. પ્રકૃતિમાં અન્ય તમામ સજીવ પોતાની રીતે જ પોતાનો વંશ વેલો આગળ વધારવા સક્ષમ છે, વાઇરસ એવું નથી કરી શકતો એટ્લે એને કેવી કેટેગરીમાં મૂકવો એ સવાલ રહે છે. આ વાયરસને ભાડાનું મકાન જોઈએ. એટલે એ અન્ય પ્રાણીઓના કોષમાં ભૂસકો મારીને ત્યાં પોતાના સંતાન પેદા કરે.
વાયરસની બનાવટ જોઈએ તો એ બહુ કોમ્પ્લેક્સ નથી. મોટે ભાગે 1) RNA કે DNA એટલે કે જેનેટિક મટીરિયલ 2) તેની મટીરિયલની ફરતે તેની રક્ષા કરતી પ્રોટીનની દીવાલ –કેપ્સિડ અને કોરોના જેવા કેસમાં 3) એ દીવાલની ફરતે બી લિપિડનું એક આવરણ ! (See figure 1)
હવે પોતાની જાતે કઈ ઉખાડી ના શકતો આ વાયરસ -કોઈ માણસનો કે પ્રાણીના શરીરમાં ઘૂસ મારે છે અને ઘૂસ મારીને તેના કોષની જેનેટિક ફેક્ટરી પર કબ્જો લઈ લે છે. હવે માણસના કોષમાં અલગ અલગ પ્રકારના પ્રોટીન પેદા કરતી ફેક્ટરી ચોક્કસ જેનેટિક કોડને અનુસરતી હોય છે. વાયરસ ઘૂસ મારીને આ સેટિંગ બગાડી દે છે અને પોતાના સંતાનો પેદા કરી શકે એવો ખોટો કોડ પેલી ફેક્ટરીના મશીનોમાં નાખી દે છે. (See figure 2)
આમ તો આવું કઈ થાય ત્યારે શરીરની સિક્યોરિટી સિસ્ટમ એક્ટિવ થઈને આવા ઘૂસણ ખોરોને ધક્કા મારીને બહાર કરી દે – આવા સમયે આપણને તાવ આવે છે. તાવ એ સિગ્નલ છે કે અંદરની સિક્યોરિટી સિસ્ટમ એક્ટિવ થઈને કામ કરી રહી છે , ભઇલા તમે જરા બહાર ધ્યાન આપો –ગમે તે વસ્તુ અંદર ના ઘૂસી જાય ! હવે આવી એક્ટિવ સિસ્ટમ હોય તો કોઈ બી વાઇરસ શરીર માં ટકે નહીં. એટલે ઉત્ક્રાંતિમાં અમુક વાયરસ વધુ શાતિર થઈ ગયા અને એટલા બિલ્લીપગે કામ કરવા લાગ્યા કે શરીરની અંદર રહીને એ પોતાનું કામ કરે પણ સિક્યોરીટી સિસ્ટમને ગંધ બી ના આવવા દે – જ્યારે ગંધ આવે ત્યારે બહુ જ મોડુ થઈ ગયું અને પેલા વાયરસે પોતાના જેવા હજારો લાખો વાયરસ તૈયાર કરી નાખ્યા હોય. આવા સમયે અચાનક તાવ શરદી જેવા લક્ષણ શરૂ થઈ જાય – કેમ કે હવે વાયરસે આ શરીરની સિસ્ટમ વાપરી કાઢી એને હવે બીજે જવું હોય એટલે એ એના રસ્તા કરી લે – જેના શરીરમાં છે એ માણસ છીંક ખાય તો બીજા શરીરમાં જવા મળે- એટલે વાયરસ એના શ્વસન તંત્રને અસર કરે અને છીંક વાટે બીજે પહોંચે ! અમુક વાઇરસ બીજા રસ્તા પણ શોધતું હોય.
હવે આ કોરોનાના કેસમાં એ આપણાં શરીરની સિક્યોરિટીને મહત્તમ 14 દિવસ સુધી ગંધ આવવા દેતો નથી See Figure 3 (હવે તમને સમજાયું હશે શા માટે 14 દિવસની વાતો બધે ચાલી રહી છે-અને બધા ને કેમ 14 દિવસ સુધી ક્વોરંટાઈન કરવામાં આવે છે) અને એટલે જ માણસોને ખબર પણ ના હોય કે અંદર કોરોના બેઠો બેઠો કામ કરી રહ્યો છે અને એને એમ લાગે કે પોતે સ્વસ્થ છે. એટલે અહિયાં વાયરસ ફાવી જાય કેમ કે પોતે ઓકે છે એવા વહેમમાં ફરતો માણસ 14 દિવસમાં કેટલા બધા માણસને મળી શકે એનો તમે ખાલી વિચાર કરો ? તમે એક દિવસમાં કેટલા ને મળો છો? હવે તમે ધારો કે 10ને મળો અને 3 ને પણ ચેપ લાગે એ બીજા 30 જણને મળે અને આ સિલસિલો ચાલુ રહે તો એક રફ ગણતરી મારી જુઓ 14 દિવસમાં એ કેટલો બધો ફેલાઈ શકે ! અને આ બધુ જ રોકાઈ શકે છે –જો એક બીજાને મળવાનું ટાળવામાં આવે ! બસ આ ક્વોરંટાઈન કેટલો ચમત્કારી હોય શકે એ વિશે તમે બધા હવે જાતે જ વિચારી શકો છો. કોરોનાના કેસ બધા જ દેશોમાં અચાનક એકસાથે કેમ વધી જાય છે એ વાતનો તર્ક પણ આશા રાખું છુ તમને આમાંથી મળી ગયો હશે.
બીજું આની વેક્સિન શોધાઈ રહી છે. વેક્સિન એ બીજું કઈ નઈ પણ આપણી શરીરની સિક્યોરિટી સિસ્ટમને અપાતી ટ્રેનીંગ છે કે જો બકા આવું કોઈ બહારથી આવે તો બેસી નૈ રહેવાનુ અટેક કરીને બહાર કાઢી દેવાનો –અત્યારે 14 દિવસ સુધી આપણો સિકયોરટી સ્ટાફ આવી ટ્રેનિંગ ના અભાવે બાઘાની જેમ બેસી રહે છે –પણ વેક્સિન અપાય તો એ તરત એક્શન લેતા શીખી શકે છે.
હવે આમાં પણ કેવું છે કે આ વાયરસની ફેલાવાની ઝડપ ના રોકી તો પાછા આ ભૈ સ્વરૂપ બી બદલી શકે-મ્યુટેટ પણ થઈ શકે અને જુદા જ પ્રકારનો વાયરસ પણ બની શકે – એક પ્રકારના વાયરસની રસી શોધતા સ્હેજે 8-12 મહિના નીકળી જાય ત્યાં જો વાયરસ સ્વરૂપ બદલી નાખે તો બીજી વેક્સિન શોધવાની મગજમારી કરવી પડે.
એટલે ટૂંકમાં તમે ખાલી એટલું સમજો કે ખાલી પોતાના ઘરમાં રહીને –પોતાના કામથી કામ રાખીને અને કઈ જ ના કરીને તમે માનવ જાતની કેટલી મોટી સેવા કરી શકો છો. કોરોના વાયરસ અંગે ગેર સમજ ના ફેલાય એટલે અલગ અલગ મુદ્દાઓ પર સમય મળ્યે હું આમ લખતો રહીશ. આશા રાખું છુ કે મારી વાત તમારા સુધી પહોચી હશે.
#Corona #CoronaVirus #CoronaUpdate #CoronaInformation
#IIS #IndianInformationService #Pharmacist

No comments:
Post a Comment