Thursday, March 26, 2020

Jay to tell India that today our country is fighting against a horrible virus like Corona.
I urge you to remove the corona virus. The person who has the symptoms of corona virus should be treated in the open sun and kept in a place that is open from far away from the city or village and given all kinds of treatment provided by the doctor. Such is my request
Because in the skin of the virus germs are destroyed and natural oxygen is available
This is my personal idea
I am helping remove corona virus in our country
I am only suggest kindly request   dicscation your doctors
We have not responsible any issues
Thanks

Thursday, March 19, 2020

Corona Information કોરોના વાયરસ વિશે માહિતી ખરેખર કોરોના શુ છે?

કોરોના – આ 14 દિવસનું ચક્કર શું છે ?
અને
 ઘરે રહીને આપણે માનવજાતની સૌથી મોટી સેવા કેવી રીતે કરી શકીએ?
  ***
કોરોના વાયરસ  અંગે ઘણી સમજ-ગેરસમજ જોઈ રહ્યો છુ. ઘણાં એક્દમ બિન્દાસ્ત છે તો ઘણાંના મનમાં સતત ચિંતા થઈ રહી છે. ઘણા લોકોને ખબર નથી પડી રહી, આખિર યે હો ક્યાં રહા હૈ? બધા જ કિસ્સામાં એક વસ્તુ કોમન છે અને એ છે સાચી જાણકારીનો અભાવ અથવા અધૂરી જાણકારી અથવા જાણકારીનું અધકચરુ અને મનગમતું અર્થઘટન.

 આ લેખમાં હું સરળ ભાષામાં આ વાયરસ અંગે સમજાવા પ્રયાસ કરીશ.
વાઇરસ એ સૃષ્ટિની અજાયબી છે. તેના વિષે જાણકારી મળ્યે માંડ 100-120 વરસ જેવુ થયું હશે પણ આ મહાશય કરોડો વર્ષોથી દુનિયામાં રહે છે. એના વિષે આપણે બહુ મર્યાદિત જાણકારી ધરાવીએ છીએ. એને જીવંત ગણવું કે નિર્જીવ એમાંય ઘણા વિવાદ છે. નરી આંખે દેખી ન શકાતા વાયરસે ભૂતકાળમાં’ય માનવ જીવનને હચમચાવી દીધું છે.  વાઇરસ જાતે પોતાના સંતાન પેદા નથી કરી શકતું, એને કોઈ પ્રાણીનો સહારો જોઈએ.  પ્રકૃતિમાં અન્ય તમામ સજીવ પોતાની રીતે જ પોતાનો વંશ વેલો આગળ વધારવા સક્ષમ છે, વાઇરસ એવું નથી કરી શકતો  એટ્લે એને કેવી કેટેગરીમાં મૂકવો  એ સવાલ રહે છે. આ વાયરસને ભાડાનું મકાન જોઈએ. એટલે એ અન્ય પ્રાણીઓના કોષમાં ભૂસકો મારીને ત્યાં પોતાના સંતાન પેદા કરે. 

વાયરસની બનાવટ જોઈએ તો એ બહુ કોમ્પ્લેક્સ નથી. મોટે ભાગે 1) RNA કે DNA એટલે કે જેનેટિક મટીરિયલ  2) તેની મટીરિયલની ફરતે તેની રક્ષા કરતી પ્રોટીનની દીવાલ –કેપ્સિડ  અને કોરોના જેવા કેસમાં  3) એ દીવાલની ફરતે બી લિપિડનું એક આવરણ !  (See figure 1)

 હવે પોતાની જાતે કઈ ઉખાડી ના શકતો આ વાયરસ -કોઈ માણસનો કે પ્રાણીના શરીરમાં ઘૂસ મારે છે અને ઘૂસ મારીને તેના કોષની જેનેટિક ફેક્ટરી પર કબ્જો લઈ લે છે.  હવે માણસના કોષમાં અલગ અલગ પ્રકારના પ્રોટીન પેદા કરતી ફેક્ટરી ચોક્કસ જેનેટિક કોડને અનુસરતી  હોય છે.  વાયરસ ઘૂસ મારીને આ સેટિંગ બગાડી દે છે અને પોતાના સંતાનો પેદા કરી શકે એવો ખોટો કોડ પેલી ફેક્ટરીના મશીનોમાં નાખી દે છે. (See figure 2)

 આમ તો આવું કઈ થાય ત્યારે શરીરની સિક્યોરિટી સિસ્ટમ એક્ટિવ થઈને આવા ઘૂસણ ખોરોને ધક્કા મારીને બહાર કરી દે – આવા સમયે આપણને તાવ આવે છે. તાવ એ સિગ્નલ છે કે અંદરની સિક્યોરિટી સિસ્ટમ એક્ટિવ થઈને કામ કરી રહી છે , ભઇલા તમે જરા બહાર ધ્યાન આપો –ગમે તે વસ્તુ અંદર ના ઘૂસી જાય !  હવે આવી એક્ટિવ સિસ્ટમ હોય તો કોઈ બી વાઇરસ શરીર માં ટકે નહીં. એટલે ઉત્ક્રાંતિમાં અમુક વાયરસ વધુ શાતિર થઈ ગયા અને એટલા બિલ્લીપગે કામ કરવા લાગ્યા કે શરીરની અંદર રહીને એ પોતાનું કામ કરે પણ સિક્યોરીટી સિસ્ટમને ગંધ બી ના આવવા દે – જ્યારે ગંધ આવે ત્યારે બહુ જ મોડુ થઈ ગયું અને પેલા વાયરસે પોતાના જેવા હજારો લાખો વાયરસ તૈયાર કરી નાખ્યા હોય. આવા સમયે અચાનક તાવ શરદી જેવા લક્ષણ શરૂ થઈ જાય – કેમ કે હવે વાયરસે આ શરીરની સિસ્ટમ વાપરી કાઢી એને હવે બીજે જવું હોય એટલે એ એના રસ્તા કરી લે – જેના શરીરમાં છે એ માણસ છીંક ખાય તો બીજા શરીરમાં જવા મળે- એટલે વાયરસ એના શ્વસન તંત્રને અસર કરે અને છીંક વાટે બીજે પહોંચે ! અમુક વાઇરસ બીજા રસ્તા પણ શોધતું હોય.

હવે આ કોરોનાના કેસમાં એ આપણાં શરીરની સિક્યોરિટીને મહત્તમ 14 દિવસ સુધી ગંધ આવવા દેતો નથી   See Figure 3 (હવે તમને સમજાયું હશે શા માટે 14 દિવસની વાતો બધે ચાલી રહી છે-અને બધા ને કેમ 14 દિવસ સુધી ક્વોરંટાઈન કરવામાં આવે છે) અને એટલે જ માણસોને ખબર પણ ના હોય કે અંદર કોરોના બેઠો બેઠો કામ કરી રહ્યો છે અને એને એમ લાગે કે પોતે સ્વસ્થ છે. એટલે અહિયાં વાયરસ ફાવી જાય કેમ કે પોતે ઓકે છે એવા વહેમમાં ફરતો માણસ 14 દિવસમાં કેટલા બધા માણસને મળી શકે એનો તમે ખાલી વિચાર કરો ? તમે એક દિવસમાં કેટલા ને મળો છો? હવે તમે ધારો કે 10ને મળો અને 3 ને પણ ચેપ લાગે એ બીજા 30 જણને મળે અને આ સિલસિલો ચાલુ રહે તો એક રફ ગણતરી મારી જુઓ 14 દિવસમાં એ કેટલો બધો ફેલાઈ શકે ! અને આ બધુ જ રોકાઈ શકે છે –જો એક બીજાને મળવાનું ટાળવામાં આવે ! બસ આ ક્વોરંટાઈન કેટલો ચમત્કારી હોય શકે એ વિશે તમે બધા હવે જાતે જ વિચારી શકો છો. કોરોનાના કેસ બધા જ દેશોમાં અચાનક એકસાથે કેમ વધી જાય છે એ વાતનો તર્ક પણ આશા રાખું છુ તમને  આમાંથી મળી ગયો હશે.

બીજું આની વેક્સિન શોધાઈ રહી છે. વેક્સિન એ બીજું કઈ નઈ પણ આપણી શરીરની સિક્યોરિટી સિસ્ટમને અપાતી ટ્રેનીંગ છે કે જો બકા આવું કોઈ બહારથી આવે તો બેસી નૈ રહેવાનુ અટેક કરીને બહાર કાઢી દેવાનો –અત્યારે 14 દિવસ સુધી આપણો સિકયોરટી સ્ટાફ આવી ટ્રેનિંગ ના અભાવે બાઘાની જેમ બેસી રહે છે –પણ વેક્સિન અપાય તો એ તરત એક્શન લેતા શીખી શકે છે. 
હવે આમાં પણ કેવું છે કે આ વાયરસની ફેલાવાની ઝડપ ના રોકી તો પાછા આ ભૈ સ્વરૂપ બી બદલી શકે-મ્યુટેટ પણ થઈ શકે અને જુદા જ પ્રકારનો વાયરસ પણ બની શકે – એક પ્રકારના વાયરસની રસી શોધતા સ્હેજે 8-12 મહિના નીકળી જાય ત્યાં જો  વાયરસ સ્વરૂપ બદલી નાખે તો બીજી વેક્સિન શોધવાની મગજમારી કરવી પડે.

 એટલે ટૂંકમાં તમે ખાલી એટલું સમજો કે ખાલી પોતાના ઘરમાં રહીને –પોતાના કામથી કામ રાખીને અને કઈ જ ના કરીને તમે માનવ જાતની કેટલી મોટી સેવા કરી શકો છો.   કોરોના વાયરસ અંગે ગેર સમજ ના ફેલાય એટલે અલગ અલગ મુદ્દાઓ પર સમય મળ્યે હું આમ લખતો રહીશ.  આશા રાખું છુ કે મારી વાત તમારા સુધી પહોચી હશે.

#Corona  #CoronaVirus #CoronaUpdate #CoronaInformation

#IIS #IndianInformationService #Pharmacist

Friday, March 13, 2020

Corona virus

ઇટાલીના સવા લાખની વસતી ધરાવતા બર્ગામો શહેરની ક્રિસ્ટીના હિગ્ગીન્સ નામની એક મહિલાએ ઈટાલીમાં કોરોના વાયરસે જે હાહાકાર મચાવ્યો છે તેને ધ્યાનમાં રાખીને ગઈકાલે (તા. ૧૧મી માર્ચ ૨૦૨૦ના રોજ) એક ફેઈસબૂક પોસ્ટ લખી છે જેને એક જ દિવસમાં ૫૮ હજારથી વધુ લોકોએ તેના પર ટિપ્પણી (કોમેન્ટ) કરી છે અને સવા ચાર લાખથી વધુ લોકોએ આ પોસ્ટ ‘શેર’ કરી છે. મારા ફેઇસબૂક સ્વજનોની જાણ અર્થે ક્રિસ્ટીનાની પોસ્ટનો ગુજરાતી અનુવાદ અત્રે પ્રસ્તુત કરું છું:

“હું કોરોના વાયરસના ગંભીર સંકટમાં ઘેરાયેલા ઇટાલીના બર્ગામોથી આ લખી રહી છું. ઈટાલીમાં કોરોના વાયરસે જે સ્થિતિ સર્જી છે તેની ગંભીરતા અમેરિકાનું મિડિયા પકડી શક્યું નથી. હું આ પોસ્ટ એટલા માટે લખી રહી છું કે, માત્ર તમારા દેશની સરકાર જ નહીં, શાળા-કોલેજોના સંચાલકો જ નહીં, ગામ, નગરો કે મોટા શહેરોના વડાઓ જ નહીં પરંતુ, આપ સહુ પાસે, પ્રત્યેક નાગરિક પાસે આજે મોકો છે – એવા કાર્યો કરવાનો જેનાથી તમારા દેશમાં ઇટાલી જેવી સ્થિતિ સર્જાતી અટકાવી શકાશે. આ વાયરસને ફેલાતો અટકાવવાનો એકમાત્ર રસ્તો તેનો ચેપ સીમિત કરવાનો છે અને આ ચેપને ફેલાતો રોકવાની એકમાત્ર યુક્તિ લાખો લોકોએ પોતાની રીત-ભાત, વ્યવહાર બદલવાની છે.”

“જો તમે યુરોપ કે અમેરિકામાં રહો છો તો જાણી લો કે, ઇટાલીમાં અમે જે સ્થિતિમાં છીએ તેનાથી તમે માત્ર એકાદ-બે સપ્તાહ જ દૂર છો.”

“તમે કદાચ કહેશો કે, આ તો એક ફ્લુ છે. જે માત્ર મોટી ઉંમરના અમુક સ્થિતિ ધરાવતા લોકોને જ અસર કરે છે. તમારા મનનો આ પ્રતિભાવ હું સાંભળી શકું છું.”

“કોરોના વાયરસે આજે ઈટાલીને ઘૂંટણભેર કરી મૂક્યું છે તેના બે કારણ છે. એક, આ એક એવો વિનાશકારી ફ્લુ છે જેનાથી ખરેખર બીમાર પડેલા લોકોને અઠવાડિયાઓ સુધી ‘આઈસીયુ’માં સારવાર હેઠળ રાખવાની જરૂર પડે છે અને બીજું, આ વાયરસ અત્યંત ઝડપથી અને અસરકારક રીતે ફેલાય છે. આ વાયરસનો ‘ઇન્કયુબેશન પિરિયડ’ બે સપ્તાહનો છે અને જેમને એનો ચેપ લાગ્યો હોય તેવી વ્યક્તિઓમાં તેના કોઈ જ લક્ષણો જોવામાં આવતા નથી.”

“ગઈ રાત્રે જયારે વડાપ્રધાન કોન્ટેએ જાહેર કર્યું કે, સમગ્ર દેશના, ૬૦ લાખ લોકો ‘લોક-ડાઉન’ પર જશે (જ્યાં હોય ત્યાં જ થંભી જાય, અટકી જાય..) ત્યારે મને સૌથી વધુ અસર તેમના એ વાક્યે કરી કે, “હવે વધુ સમય નથી.” કારણ કે, સ્પષ્ટ રીતે કહીએ તો, આ રાષ્ટ્રીય ‘લોક-ડાઉન’ એ કોઈ ડૂબતો તરણું ઝાલે એવી સ્થિતિ છે. એમનું (વડાપ્રધાનનું) કહેવાનું એ છે કે, જો ચેપ લાગવાની સંખ્યા ઘટવાનું શરુ નહીં થાય તો સમગ્ર ઈટાલીમાં તંત્ર પડી ભાંગશે.”

“કેમ? કેમકે, આજે લોમબાર્ડી (ઇટાલીના એક શહેર)માં ‘આઈસીયુ’ ‘પેક’ થઇ ગયા છે અથવા તો તેમાં  ક્ષમતાથી વધુ દરદીઓ રાખવા પડ્યા છે. તેઓને હવે ‘આઈસીયુ’ યુનિટ ખૂલ્લી લોબીઓ કે મોટા મોટા હોલમાં ઊભા કરવાની ફરજ પડી રહી છે. જો ચેપ લાગવાની સંખ્યા ઓછી નહીં થાય તો, જે ઝડપથી ચેપ વધી રહ્યો છે તે જોતાં આવતા એક સપ્તાહ? કે બે સપ્તાહ? માંજ હજ્જારો લોકો આ રોગચાળાની ચપેટમાં આવી જશે? કેટલા લોકોને સારવારની જરૂર પડશે? ત્યારે શું થશે જ્યારે સેંકડો કે હજ્જારો  લોકોને હોસ્પીટલમાં ભરતી કરવા પડશે અને એ પણ એવી સ્થિતિમાં કે જ્યારે ‘આઈસીયુ’ પણ ઓછા પડવા લાગ્યા છે?”

“ગત સોમવારે એક ડોકટરે એક છાપામાં લખ્યું છે કે, ઈમરજન્સી રૂમમાં આવતા દરદીઓને જોતાં તેઓએ હવે કોણ જીવે અને કોણ મરે એ નક્કી કરવું પડે એવી, યુદ્ધ જેવી સ્થિતિ શરુ થઇ ચૂકી છે. આ સ્થિતિ વણસી જાય એવા અસાર છે.”

“દેશમાં ડોકટરો, નર્સો અને અન્ય તબીબી સ્ટાફની સંખ્યા સીમિત છે અને તેઓ પણ વાયરસની લપેટમાં આવી રહ્યા છે. તેઓ રાત-દિવસ, વણથંભ્યા કામ કરી રહ્યા છે; પરંતુ, તેઓ પણ દરદીઓને સંભાળી શકવાની સ્થિતિમાં નહીં રહે ત્યારે શું થશે?”

“અને અંતમાં, જેઓ એમ કહી રહ્યા છે કે, આ વાયરસ તો માત્ર મોટી ઉંમરના લોકોને જ અસર કરે છે તેઓને એટલું જ જણાવવાનું કે, ગઈકાલથી ૪૦-૪૫ કે ૧૮ વર્ષની નાની ઉંમરના લોકો પણ સારવાર માટે આવી રહ્યાનું હોસ્પિટલો જણાવી રહી છે.”

“આજે તમારી પાસે સ્થિતિમાં ફરક પાડવાની અને તમારા દેશમાં ચેપ ફેલાતો અટકાવવાની તક છે. ઓફીસના તમામ કર્મચારીઓ ઘરે બેસીને કામ કરે તેવો આગ્રહ રાખો, બર્થડે પાર્ટીઓ અને વધુ લોકોના જમાવડા થાય તેવા કાર્યક્રમો રદ કરો, બની શકે ત્યાં સુધી ઘરમાંથી બહાર નીકળવાનું ટાળો. જો તમને તાવ આવ્યો હોય, કોઈપણ પ્રકારનો તાવ તો ઘરમાં જ રહો. હમણાં શાળા-કોલેજો બંધ રાખવાનો આગ્રહ કરો. વાયરસ, ચેપ ફેલાતો અટકાવવા માટે તમારાથી જે કાંઈ થઇ શકે તે કરો, કારણ કે, તે તમારા સમુદાયોમાં ફેલાઈ રહ્યો છે – બે સપ્તાહનો ‘ઇન્કયુબેશન પિરિયડ’ છે આ વાયરસનો હુમલો થવાનો – અને જો તમે તેનો ફેલાવો અત્યારથી જ અટકાવશો તો તમને તબીબી સારવારનો સમય ઉપલબ્ધ થઇ શકશે.”

“અને જેઓ એમ કહે છે કે, શાળા-કોલેજો બંધ રાખવાનું શક્ય નથી, અને બીજી બધી પ્રવૃત્તિઓ ચાલુ રાખે છે, તેઓને એટલું જ કહેવાનું કે, એક સપ્તાહ પહેલાં “લોકીંગ ડાઉન ઇટાલી” (ઈટાલીમાં જન-જીવન સંપૂર્ણપણે થંભાવી દેવા)ની સ્થિતિ સર્જાશે તેવી કોઈએ કલ્પના પણ કરી નહોતી.”

“ટૂંક સમયમાં જ, તમારી પાસે કોઈ વિકલ્પ બચ્યો નહીં હોય, તેથી કોરોના વાયરસનો ચેપ ફેલાતો અટકાવવા તમારાથી જે કાંઈ થઇ શકતું હોય તે અત્યારથી જ કરો...”

(ટીકા-ટિપ્પણ વિના: કોરોના વાયરસે જગત આખામાં જે હડકંપ મચાવ્યો છે તેને ભારતવાસીઓ ગંભીરતાથી લે એવી શક્યતા ઘણી ઓછી છે કેમકે, આ દેશમાં માર્ગ-અકસ્માતોમાં દર વર્ષે પોણા બે લાખ લોકો અમુલ્ય જીંદગી ગુમાવે છે છતાં, કોઈને ટ્રાફિકના સીધા-સરળ નિયમોનું પાલન કરવું ગમતું નથી. દર વર્ષે સાડા ચાર લાખ લોકો કેન્સરથી મૃત્યુને ભેટે છે તેમ છતાં, લોકોને પાન-મસાલા, તમાકુ, ગુટખા અને ધૂમ્રપાન જેવા તદ્દન બિનજરૂરી વ્યસનોમાંથી છૂટવું પસંદ પડતું નથી. કોરોના વાયરસથી તો દુનિયામાં હજુ ચાર-પાંચ હજાર જ મૃત્યુ થયા છે. જે ભારતીયોના સ્વજનો પરદેશમાં વસે છે તેઓ કોરોના વાયરસને ગંભીરતાથી લે અને પોતાને બચાવે એવા શુભ હેતુથી ઇટાલીની મહિલાની ઉપરોક્ત ફેઇસબૂક પોસ્ટ અનુવાદ કરીને અત્રે સાભાર પ્રસ્તુત કરી છે... અસ્તુ.
🙏🙏🙏

એક નિઃસ્વાર્થ ભાવે કરેલું કાર્ય* *ક્યારેય નિષ્ફળ જતું નથી.*

 *કર્મ ના ફળ નું ફળ* સ્કોટલેન્ડમાં આવેલા મોટા-મોટા ખેતરોમાંથી એક ખેડૂત, જેનું નામ ફલેમિંગ હતું. એ ઝપાટાભેર જઈ રહ્યો હતો. એને ઘેર પહોંચવાની ઉ...