Tuesday, September 23, 2025

આરતી ગાઈએ છીએ પણ તેનો અર્થ જાણીએ

 *આરતી ગાઈએ છીએ પણ તેનો અર્થ જાણીએ 


નવરાત્રિ કે અન્ય શુભપ્રસંગે જ્યાં માતાજીની અર્ચના પૂજા કરવામાં આવે છે, ત્યાં ગવાતી મા અંબેની આરતી *‘જય આદ્યાશક્તિ મા…’*નું રસદર્શન નહીં પણ અર્થઘટન ભાવિકો સુધી પહોંચાડવું. જેથી હવે પછી તેઓ જ્યારે આરતીનું ગાન કરશે ત્યારે તેમનામાં શ્રદ્ધા, ઉત્સાહ અને આનંદમાં વધારો થશે.


માતાજીની આ આરતી *‘જય આદ્યાશક્તિ…’ ની રચના આજથી 420 વર્ષ પૂર્વે 1601માં સુરતના નાગર ફળિયામાં રહેતા શિવાનંદ પંડયાએ કરેલી છે.* તેઓ લગભગ ૮૫ વર્ષ જીવ્યા હતાં અને ઘણી આરતીની રચના કરી હતી. આ આરતીમાં સમયાંતરે ફેરફાર થતો જોવા મળે છે. આ ફેરફાર શબ્દો અને ઢાળમાં જોવા મળે છે, અર્થ એનો એ જ જોવા મળે છે. આમ છતાં પૂનમ પછીની પંક્તિઓ પછીથી ઉમેરાઈ છે.


*પ્રથમ પંક્તિ*


*‘જ્ય આદ્યાશક્તિ મા જય આદ્યાશક્તિ, અખંડ બ્રહ્માંડ દિપાવ્યા, પડવે પ્રગટ થયાં’*

 એટલે કે અખંડ બ્રહ્માંડ જેના દિવ્ય તેજથી પ્રકાશિત છે અને જેઓ નોરતાંની સુદ એકમે પ્રગટ થયાં છે. એવા મા શક્તિ અંબાનો જય હો. 


*બીજી પંક્તિ*


*‘દ્વિતીયા બેય સ્વરૂપ શિવશક્તિ જાણું, બ્રહ્મા ગણપતિ ગાયે, હર ગાયે હર મા’*

 બે સ્વરૂપ એટલે પુરૂષ અને પ્રકૃતિ, શિવ અને શક્તિ બંને તારાં જ સ્વરૂપો છે. હે મા, બ્રહ્મા,ગણપતિ અને શિવ તારો મહિમા ગાય છે.


 *ત્રીજી પંક્તિ*


*‘તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠાં, ત્રયા થકી તરવેણી, તું તરવેણીમાંં`*

ત્રણ સ્વરૂપ એટલે મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાલી. આપ ત્રણ ભુવન પાતાળ, આકાશ અને પૃથ્વી પર બિરાજમાન છો. ગંગા, યમુના તથા સરસ્વતી અને જ્ઞાન, ભક્તિ અને મોક્ષનો ત્રિવેણી સંગમ છો. 

*ચોથી પંક્તિ

*‘ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં, ચારભૂજા ચહું દિશા, પ્રગટયાં દક્ષિણમાં’*

એટલે કે મહાલક્ષ્મીને સૌથી વધારે ચતુર ગણ્યા છે. આ મહાલક્ષ્મી વિવિધ સ્વરૂપે સચરાચરમાં વ્યાપેલાં છે. તેમની ચારભૂજા ચાર દિશા સમાન છે અને તેમનો ભક્તિપંથ દક્ષિણમાં પ્રગટ થયેલો છે. 


*પાંચમી પંક્તિ*


*‘પંચમી પંચ ઋષિ પંચમી ગુણ પદમા, પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે, પંચે તત્ત્વોમાં’*

અહીં પ્રથમ પંક્તિમાં પ્રાસ બેસાડવા રચેયતાએ કેટલીક છૂટ લીધી છે. હકીકતમાં પંચ ઋષિની જગ્યાએ સર્પ્તિષ જોઈએ અને ગુણ પાંચ નહીં ત્રણ છે. સત્વ, રજસ અને તમસ. હે મા, પાંચ તત્ત્વો પૃથ્વી, જળ, આકાશ, પ્રકાશ અને વાયુમાં આપ છો. 


*છઠ્ઠી પંક્તિ*


 *‘ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો, નરનારીનાં રૂપે, વ્યાપ્યાં સઘળે મા’*

 મહિષાસુર રાક્ષસને મારનારી મા તું નર-નારીના સ્વરૂપે સમગ્ર વિશ્વમાં વ્યાપેલી છે.


*સાતમી પંક્તિ*


*‘સપ્તમી સપ્ત પાતાળ સાવિત્રી સંધ્યા, ગૌ, ગંગા, ગાયત્રી, ગૌરી ગીતા મા’*

સાતે પાતાળમાં આપ બિરાજમાન છો, પ્રાતઃ સંધ્યા (સાવિત્રી) અને સાયંસંધ્યા આપ છો. પાંચ માતાના સ્વરૂપો ગાય, ગંગા, ગાયત્રી, ઉમિયા અને ગીતા આપ જ છો. 


*આઠમી પંક્તિ*


 *‘અષ્ટમી અષ્ટ ભુજા આઈ આનંદા, સુનિવર મુનિવર જન્મયા, દેવ દૈત્યો મા’*

(દૈત્યોને હણનારી મહાકાલી આઠ ભુજાવાળી ગણાવાય છે.) હે મહાકાલી તારી જ કુખે જ દૈત્યો, શુભ-અશુભ તત્ત્વો, શ્રવણ ભક્તિ કરનારા સુનિવર અને મનન ભક્તિ કરનારા મુનિવરો પ્રગટયાં છે.


*નવમી પંક્તિ* 


*‘નવમી નવ કુલ નાગ સેવે નવદુર્ગા, નવરાત્રિનાં પૂજન, શિવરાત્રિના અર્ચન, કીધાં હરબ્રહ્મા’*

નવેનવ કુળના નાગ આપને ભજે છે અને નવદુર્ગાનું પૂજન કરે છે. શિવ અને બ્રહ્મા પણ આપની સ્તુતિ કરે છે. નવદુર્ગા એટલે અનુક્રમે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિ.


*દસમી પંક્તિ*


*‘દસમી દસ અવતાર વિજ્યાદસમી’, રામે રામ રમાડયાં, રાવણ રોળ્યો મા’*

દશેરાના દિવસે રામે રાવણનો વધ કરેલો એટલે જ એને વિજ્યાદશમી કહે છે. હે મા, આપની કૃપાથી જ રામે રાવણનો ધ્વંશ કરેલો.


*અગીયારમી પંક્તિ*


 *‘એકાદશી અગિયારસ કાત્યાયની કામા, કામદુર્ગા, કાલિકા, શ્યામને રામા’*

નોરતાની અગિયારમી રાતે કાત્યાયની માનો મહિમા ગવાય છે. (શ્રીમદ્ ભાગવતમાં એવો ઉલ્લેખ છે કે , શ્રીકૃષ્ણને વર સ્વરૂપે મેળવવા ગોપીઓએ યમુના તટે કાત્યાયની માનું વ્રત કરેલું. કાત્યાયની મા મનગમતો ભરથાર મેળવી આપે છે.) શ્યામા એટલે રાધા અને રામા એટલે સીતા બંને આપ જ છો.


*બારમી પંક્તિ*


*‘બારસે બાળારૂપ, બહુચરી અંબા મા, બટુક ભૈરવ સોહિયે, કાળ ભૈરવ સોહિયે, તારાં છે તુજ મા’* બહુચર મા બારસના દિવસે બાળસ્વરૂપે પ્રગટેલા એમ મનાય છે. બટુક ભૈરવ (ક્ષેત્રપાલ) અને કાળ ભૈરવ (સ્મશાન) એ બધાં તારા સેવકો છે. જે તમારી અડખે-પડખે શોભે છે.


*તેરમી પંક્તિ* 


*‘તેરસે તુળજારૂપ તું તારિણી માતા, બ્રહ્મા, વિષ્ણુ, સદાશિવ, ગુણતારાં ગાતાં’*

હે મા, તારું તેરમું સ્વરૂપ તુળજા ભવાનીનું છે. (તુળજા ભવાની મહારાષ્ટ્રમાં કોલ્હાપુરમાં બિરાજેલ છે જે છત્રપતિ શિવાજીના કુળદેવી હતાં) જે સર્વજનોને તારે છે, એવી મા તારિણીના ગુણગાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવ ગાય છે.


*ચોદમી પંક્તિ* 


 *‘ચૌદસે ચૌદારૂપ ચંડી ચામુંડા’ ભાવભક્તિ કંઈ આપો, ચતુરાઈ કંઈ આપો, સિંહવાહિની માતા’*

શક્તિનું ચૌદમું સ્વરૂપ મા ચામુંડાનું છે. એ ચૌદ ભુવન અને ચૌદ વિદ્યાસ્વરૂપોમાં બિરાજમાન છે. એવા સિંહને વાહન તરીકે ધારણ કરનાર મા, અમને થોડાં ભક્તિભાવ અને ચતુરાઈ આપો.


*પંદરમી પંક્તિ* 


*’પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરૂણા મા, વશિષ્ઠ દેવે વખાણ્યાં, માર્કંડ દેવે વખાણ્યાં, ગાયે શુભ કવિતા.'* પૂનમ એટલે પૂર્ણત. ચંદ્ર પૂરેપૂરો ખીલેલો હોય ત્યારે અમારી વિનંતી અંતરમાં કરૂણા ધારીને સાંભળજો. વશિષ્ઠ અને માર્કંડ ઋષિએ અનેક સ્તવનો દ્વારા આપનો મહિમા ગાયો છે.


*સોળમી પંક્તિ*


*‘ત્રંબાવટી નગરી આઈ, રૂપાવટી નગરી, સોળસહસ્ત્ર ત્યાં સોહિયે, ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી’* અહીં નગરીના નામ તો પ્રતીક છે. હે મા, તમે સર્વત્ર વ્યાપેલાં છો. સોળ હજાર ગોપી સ્વરૂપ પણ આપનાં છે. પૂજા ભક્તિમાં અમારી કોઈ ભૂલચૂક થઈ હોય તો અમને માફ કરજો.


*અંતિમ પંક્તિ*


*‘શિવશક્તિની આરતી જે કોઈ ગાશે, ભણે શિવાનંદ સ્વામી, સુખસંપત થાશે, હર કૈલાસ જાશે, મા અંબા દુઃખ હરશે’*

આ આરતી જે કોઈ પ્રેમ-ભાવથી ગાશે અને સુખ અને સંપત્તિ પ્રાપ્ત થશે, સર્વનું સુખ દુઃખ હરશે’ આ આરતી જે કોઈ પ્રેમ-ભાવથી ગાશે એને સુખ અને સંપત્તિ પ્રાપ્ત થશે. સ્વર્ગનું સુખ મળશે. શિવપાર્વતિના ચરણમાં-કૈલાસમાં સ્થાન મળશે એવું આરતીના રચયિતા શિવાનંદ સ્વામી કહે છે.



*મા શક્તિ ના દરેક સ્વરૂપને સમજીને સાચા ઉચ્ચારણ થી આરતી કરવામાં આવે તો અચુક માં શક્તિ ના દરેક સ્વરૂપ આપને  સુખ ,સમૃદ્ધિ, લાભ,શાંતિ,આપે તેવી મા શકિત ને પ્રાથૅના....*




🙏🙏🙏🙏

Tuesday, July 29, 2025

*જે લોકો પોતાના પરિવાર* *માટે 22 વર્ષ થી 58 વર્ષ* *કમાવવા માં વ્યસ્ત રહે છે*

 😃🤔😃

*જે લોકો પોતાના પરિવાર*

*માટે 22 વર્ષ થી 58 વર્ષ*

*કમાવવા માં વ્યસ્ત રહે છે*

*આજે તેમને સમર્પિત છે*

*આ નાનકડી રચના*

----------------------------------

*કેવી રીતે  22 વર્ષ થી 58 વર્ષ*

 *ની આ સફર પુરી કરી*

*ખબર જ ના પડી* 😔


*શુ પામ્યા શુ ગુમાવ્યું*

*ખબર જ ન પડી* 😒


*બચપણ ગયુ*

*ગઈ જવાની*

*ક્યારે પ્રોઢઃ થયા*

*ખબર જ ના પડી* 🤔


*કાલ સુધી તો દીકરો હતો,*

*ક્યારે સસરો થયો*

*ખબર જ ના પડી* 😊


 *કોઈ કહેતું ડફોળ છે*

*કોઈ કહતું હોશિયાર છે*

*શુ સાચું હતું*

*ખબર જ ના પડી* 😉


*પહેલા માં બાપ નુ ચાલ્યું*

*પછી પત્ની નુ ચાલ્યું*

*પછી ચાલ્યું છોકરાઓ નુ*

*મારું ક્યારે ચાલ્યું*

*ખબર જ ના પડી* 😀


*દિલ કહે છે હજુ જવાન છુ,*

*ઉમ્ર કહે છે સાવ નાદાન છુ*

*બસ આ જ ચક્કર માં કયારે*

*પગ ઘસાઈ ગયા*

*ખબર જ ના પડી 😱*


*વાળ જતા રહ્યા*

*ગાલ લબડી ગયા*

*ચશ્માં આવી ગયા*

*કયારે સુરત બદલાઈ ગયી*

*ખબર જ ના પડી 🧖🏽‍♂️*


*કાલ સુધી કુટુંબ જોડે હતા*

*કયારે કુટુંબ વિખરાયો*

*કયારે નજીક ના દૂર ગયા*

*ખબર જ ના પડી 😒*


*ભાઈ બહેન સગા સબંધી*

*ટાણે ત્યોહારે ભેગા મળે*

*ક્યારે ખુશ થઈ ઉદાસ જિંદગી*

*ખબર જ ના પડી 😊*


*જીંદગી ને જી ભરી જીવી લે*

*પછી ન કહેતો કે............*

*ખબર જ ના પડી*🙏

                   👏🏻🌹👏🏻

----------------------------------

_*પોતાના ખિસ્સામાંથી ૫૦ ₹. ની નોટ પડી જાય તો રઘવાયો બની જનારો 'માણસ' પોતાના જીવનમાંથી 58 વર્ષ નીકળી ગયા હોય, તો ય પરિવર્તિત થતો નથી ! છે ને કરૂણતા !*_

----------------------------------

_*સ્મશાનનું સિક્યુરીટીનું ચેકીંગ એટલું કડક અને જોરદાર હોય છે ને સાહેબ કે ના પૂછો વાત ! અરે, પૈસા તો બહુ દુરની વાત છે, શ્વાસ પણ સાથે લઈને નથી જવા દેતા ! ભલે ને પછી તમારી ગમે તેટલી મોટી કે ઉપર સુધી ઓળખાણ જ કેમ ના હોય !*_

----------------------------------

_*જીવન ની ગાગર પર બેઠો સમયનો કાગડો, દિવસ-રાત ઉંમર ને પી રહ્યો છે ! 'ને માણસ સમજે છે : હું જીવી રહ્યો છું !!*_

----------------------------------

_*માણસ નીચે બેઠો બેઠો પૈસા અને સંપત્તિ ગણે છે : કાલે આટલા હતા 'ને આજે આટલા વધ્યા ! અને ઉપરવાળો હસતાં હસતાં માણસના શ્વાસ ગણે છે : કાલે આટલા હતા 'ને આજે આટલા બચ્યા !!*_

----------------------------------

_*ચાલો, જીવન જે "શેષ" બચ્યું છે,*_

_*તે "અવશેષ" બની જાય તે પહેલા*_ 

_*તેને "વિશેષ" બનાવી લઈએ !*_

----------------------------------

*"પાસબુક" અને "શ્વાસબુક" બંને ખાલી થાય ત્યારે ભરવી પડે છે !* 

----------------------------------

 *"પાસબુક" ને "રકમથી", અને* *"શ્વાસબુક" ને "સત્કર્મથી"* 

🌹

----------------------------------

                   *એટલે જ*


        *`એકબીજાનું માન રાખો```*

        *`ભૂલોને ભૂલી જાવ```*

        *`ઈગો ને એવોઇડ કરો.```*

      *```જિંદગી જેટલી બચી છે,*

      *```હસતાં હસતાં પુરી કરો.*

----------------------------------

*નમ્ર વિનંતિ છે : એકવાર નહીં પણ વારંવાર વાંચજો જીવનમાં ઉતારવા લાયક વાત છે...🙏

🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 અને અંતે સત્સંગ જ કામ આવશે ભજન જોડે આવશે બીજું કંઈ નહીં આવે😁😁😁

Saturday, March 1, 2025

आप को लगेगा अजीब किन्तु यह सत्य है

 आप को लगेगा अजीब  किन्तु यह सत्य है

पिछले 68 सालों में पीपल, बरगद और नीम के पेडों को सरकारी स्तर पर लगाना बन्द किया गया है।

पीपल कार्बन डाई ऑक्साइड का 100% एबजॉर्बर है, बरगद 80% और नीम 75 % ।

इसके बदले लोगों ने विदेशी यूकेलिप्टस को लगाना शुरू कर दिया, जो जमीन को जल विहीन कर देता है...

आज हर जगह यूकेलिप्टस, गुलमोहर और अन्य सजावटी पेड़ो ने ले ली है ।

अब जब वायुमण्डल में रिफ्रेशर ही नहीं रहेगा तो गर्मी तो बढ़ेगी ही, और जब गर्मी बढ़ेगी तो जल भाप बनकर उड़ेगा ही ।


हर 500 मीटर की दूरी पर एक पीपल का पेड़ लगायें, 

तो आने वाले कुछ साल भर बाद प्रदूषण मुक्त भारत होगा । 🌳


वैसे आपको एक और जानकारी दे दी जाए ।


पीपल के पत्ते का फलक अधिक और डंठल पतला होता है, जिसकी वजह शांत मौसम में भी पत्ते हिलते रहते हैं और स्वच्छ ऑक्सीजन देते रहते हैं ।


वैसे भी पीपल को वृक्षों का राजा कहते है ।

इसकी वंदना में एक श्लोक देखिए ।


मूलम् ब्रह्मा, त्वचा विष्णु, सखा शंकरमेवच।

पत्रे-पत्रेका सर्वदेवानाम, वृक्षराज नमस्तुते।।


अब करने योग्य कार्य ।


इन जीवनदायी पेड़ों को ज्यादा से ज्यादा लगाने के लिए समाज में जागरूकता बढ़ायें ।

बाग बगीचे बनाइये, पेड़ पौधे लगाइये, बगीचों को फालतू के खेल का मैदान मत बनाइये.. जैसे मनुष्य को हवा के साथ पानी की जरूरत है, वैसे ही पेड़ पौधों को भी हवा के साथ पानी की जरूरत है ।

बरगद एक लगाइये, पीपल रोपें पाँच।

घर घर नीम लगाइये, यही पुरातन साँच।।

यही पुरातन साँच, आज सब मान रहे हैं।

भाग जाय प्रदूषण सभी अब जान रहे हैं ।।

विश्वताप मिट जाये, होय हर जन मन गदगद।

धरती पर त्रिदेव हैं, नीम पीपल और बरगद।।

Wednesday, January 3, 2024

એક નિઃસ્વાર્થ ભાવે કરેલું કાર્ય* *ક્યારેય નિષ્ફળ જતું નથી.*

 *કર્મ ના ફળ નું ફળ*


સ્કોટલેન્ડમાં આવેલા મોટા-મોટા ખેતરોમાંથી એક ખેડૂત, જેનું નામ ફલેમિંગ હતું. એ ઝપાટાભેર જઈ રહ્યો હતો. એને ઘેર પહોંચવાની ઉતાવળ હતી. કેમકે આજે ઘરે એક મોટું કામ કરવાનુ હતું. જો એ કાર્ય ઘરે થઈ જાય તો એને ખૂબ નફો થાય એવું હતું. એ ઘરે જલ્દી પહોંચવાની ધૂનમાં હતો.

પણ...ત્યાં જ એના કાનમાં દૂર-દૂરથી કોઈ બાળકના કણસવાનો અવાજ આવ્યો. એના પગ થંભી ગયા. ફ્લેમિંગે વિચાર્યું, આ કોઈ બાળકનો અવાજ લાગે છે, ને એ રડે છે, કણસે છે. એટલે નક્કી એ એકલો જ હશે. એણે ચારે તરફ નજર કરી તો દૂર-દૂર કાદવમાં એક બાળક ફસાઈ ગયો છે, ને એ એમાંથી નીકળવાના હવાતીયા મારી રહ્યો છે. એ જેમ-જેમ નીકળવાની કોશિશ કરે છે, એમ-એમ એ વધુ ને વધુ અંદર ફસાતો જાય છે. ખેડૂત ફ્લેમિંગે વિચાર્યું કે, અત્યારે જો આ બાળકને બહાર નહિં કાઢું તો કદાચ કંઈ ન બનવાનું બની જાય અને જો કાઢવા જઉં તો, ઘરે જઈ મોટું કામ કરી એનો મોટો લાભ જે મળવાનો છે, એ લાભ હું મોડો પડું તો ચાલ્યો જશે એ નક્કી! પણ...*ફલેમિંગના મનમાં દયા હતી.* દયા એટલે કોઈના દુઃખે દિલનું દ્રવી જવું.

ખેડૂત ફલેમિંગના દિલે એને આગળ વધતો અટકાવીને સીધો જ બાળકની મદદે મોકલી દીધો. એણે બાળકને ખૂબ સાચવીને કાદવમાંથી બહાર કાઢ્યો, ને પોતાના ઘરે લઈ જઈ નવડાવ્યો, ને ખવડાવ્યું. બાળક શાંત થયો. 


 ત્યાં તો થોડીવારમાં એક મોંઘી કાર એના ઘરઆંગણે આવી ઊભી. એમાંથી ઉતરેલા શ્રીમંતને જોઈ ફલેમિંગ કંઈ વિચારે એ પહેલા તો પેલો બાળક દોડ્યો ને *"પપ્પા! પપ્પા!*” કહેતો પેલા શ્રીમંત માણસને ભેટી પડ્યો અને એ શ્રીમંત માણસની આંખમાં આંસુ છલકાઈ આવ્યાં. એમણે દિકરાને તેડી લીધો, ને.. આભારવશ થઈ ખેડૂતની સામે ડોલરોની થપ્પી ધરી દીધી.

ફલેમિંગ ખેડૂત હતો. એ ધનાઢય નો’તો, પણ...દિલની અમીરાઈ હતી એની પાસે!


ખેડૂત ફલેમિંગ બોલ્યો, “સર! સત્કાર્યનો ચાર્જ ન હોય, સત્કાર્ય તો ચાર્જર છે. જે આપણા નસીબને ચાર્જ કરી દે છે.’’ ખેડૂત ફ્લેમિંગે જ્યારે વિનમ્રતાપૂર્વક પૈસા લેવાનો ઈન્કાર કર્યો, ત્યારે આ શ્રીમંત સજ્જને કહ્યું, “તો તમારે મારી એક વાત માનવી પડશે. તમારા છોકરાનો ભણવાનો તમામ ખર્ચ હું ઉઠાવીશ. એને જેટલું ભણવું હોય, ને જ્યાં જઈ ભણવું હોય, સંપૂર્ણ ભણવાનો ખર્ચ હું જ આપીશ.”

ખેડૂત ફલેમિંગ આર્થિક દ્રષ્ટિએ પોતાના બાળકને શ્રેષ્ઠ શિક્ષણ આપી નો’તો શકતો. એણે નીચી નજર કરી દીધી ને પછી ઈતિહાસ રચાયો. એ ખેડૂતનો છોકરો લંડનની પ્રખ્યાત, મોભાદાર સેન્ટ મેરી મેડિકલ હોસ્પિટલમાં સ્નાતક બન્યો, પછી વૈજ્ઞાનિક બન્યો. એનું વિશ્વપ્રસિધ્ધ નામ, *"એલેક્ઝાન્ડર ફલેમિંગ."*


એણે ઘણા સંશોધન કાર્યો કર્યા. ઘણી બધી દવાઓના નિર્માણ કર્યા અને એક દિવસ ઈતિહાસ રચાયો. એક અતિ ધનાઢ્ય પરિવારનો દિકરો ગંભીર માંદગીમાં પટકાયો. એના બચવાની તકો ખૂબ ઓછી હતી. એ જ અરસામાં એલેક્ઝાન્ડર ફ્લેમિંગે *'Penicillin'* (પેનિસિલિન) ની શોધ કરી, જે આ બિમારી સામે અક્સીર દવા સાબિત થઈ, જે આજેય જગ વિખ્યાત છે.


એ જ દવાએ આ ધનાઢ્ય પરિવારનો લાડકવાયો બચી ગયો અને આ ધનાઢ્ય પરિવારને જ્યારે ખબર પડી કે, આ દવાના શોધનાર સર એલેક્ઝાન્ડર ફલેમિંગ આટલા ઉચ્ચ સ્થાન સુધી પહોંચી શક્યા, આ ઉચ્ચ અભ્યાસ કરી શક્યા, અને આટલા મોટા વૈજ્ઞાનિક બની શક્યા, એનું શ્રેય આપણા જ પરિવારને ફાળે છે, ત્યારે તેઓ ગદગદ બની ગયા.

અને જ્યારે આ ધનાઢ્ય પરિવાર ને સર એલેક્ઝાન્ડર ફલેમિંગ ભેગા મળ્યા ત્યારે બંન્ને એકબીજાના આભારવશ લાગણીભીના બની ગયા. ખેડૂત ફલેમિંગ કહે, "મારા દિકરાને તમે આટલે પહોંચાડ્યો." ધનાઢ્ય પરિવાર કહે, "મારા દિકરાને તમે બચાવ્યો." અને આ ગંભીર બિમારીમાંથી બચી ગયેલો યુવાન એટલે, *સર વિન્સ્ટન ચર્ચિલ!*


જમીન...વાવેલા દાણા પાછા આપે કે ન આપે, બેંક...મૂકેલા નાણા પાછા આપે કે ન આપે, પણ...કરેલા સારા કાર્યો તો એના મીઠા ફળ આપે આપે ને આપે જ! સમય પાકતા ને વખત આવતા, અને તેય અનેકગણા થઈને!


*એક નિઃસ્વાર્થ ભાવે કરેલું કાર્ય*

*ક્યારેય નિષ્ફળ જતું નથી.*✍🏻✅

Wednesday, December 13, 2023

અમેરિકાના નવા પ્રમુખ:- બાઇડેન Befo2020

 અમેરિકાના નવા પ્રમુખ:- બાઇડેન.*


ઉ.વ.78

        

1. પત્નિ અને પુત્રી ક્રિસમસ ટ્રી

   ખરીદવા જતાં રોડઅકસ્માતમાં

    મૃત્યુ પામ્યા. 

2. એક પુત્ર બ્રેઇન કેન્સરથી મૃત્યુ

     પામ્યો. 

3. બીજા પુત્રને ડ્રગ્સ ના વ્યસનના 

   કારણે નેવીમાંથી હાંકી કાઢવામાં 

    આવ્યો. 

4. બાઇડેન પોતે પણ સ્નાયુના

    લકવાની બીમારીનો (facial

    palsy) સામનો કરી ચુકયા છે. 

    તેમાંથી પસાર થઇ ચુકયા છે!!!!!          


 જીવનની આટલી વિપરીત પરિસ્થિતિ હોવાછતાં આ માણસ ૭૮ વર્ષની ઉંમરે દુનિયાના સૌથી શક્તિશાળી દેશના પ્રમુખ બન્યા. 


તેઓ શારીરિક તેમજ માનસિક રીતે આટલી મોટી જવાબદારી નિભાવવા સક્ષમ છે.


         જ્યારે આપણે ૬૦ની ઉંમરે એવું માનીએ છીએ કે, "હવે બધું જ પુરું થઇ ગયું. હવે આપણાથી કાંઇ થાય નહી." જે બિલકુલ યોગ્ય નથી. 


        બધા સિનીયર સિટીઝનોએ બાઇડેનનું ઉદાહરણ નજર સમક્ષ રાખીને નવી શરુઆત કરવાની છે.


 તમે હજુપણ યુવાન છો. તેથી તમે જીવનમાં હજુ સુધી જે કરી શક્યા નથી તે કરવા, શીખી શકયા નથી તે શીખવા, જાણી શકયા નથી તે અંગે જાણવા અને મેળવી શક્યા નથી તે મેળવવા તન-મનથી પ્રયત્ન કરો.


Friday, November 3, 2023

"ધ વલ્ચર એન્ડ ધ લિટલ ગર્લ"

  "ધ વલ્ચર એન્ડ ધ લિટલ ગર્લ"


 એક ગીધ ભૂખથી પીડાતી એક નાની છોકરીના મૃત્યુની રાહ જોઇ રહ્યો છે. આ તસ્વીર દક્ષિણ આફ્રિકન ફોટો જર્નલિસ્ટ કેવિન કાર્ટર દ્વારા1993 માં સુદાનનાં દુકાળ સમયમાં ખેચવામાં આવી હતી અને એ ફોટા માટે તેમને પુલિતઝર પુરસ્કારથી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યો હતો. પરંતુ કાર્ટર આ આદરનો આનંદ થોડો દિવસ ઉઠ્યો કારણ કે થોડા મહિના પછી 33 વર્ષની ઉંમરે તેણે વિષાદથી/ઉદાસીનતાને કારણે આત્મહત્યા કરી હતી.


શું થયું?


વાસ્તવમાં જ્યારે ફોટો જર્નલિસ્ટ કેવિન કાર્ટર  એમને મળેલ પુલિતઝર પુરસ્કારની ઉજવણી કરતા હતા ત્યારે સમગ્ર વિશ્વમાં મુખ્ય ચેનલ અને નેટવર્ક પર ચર્ચા કરવામાં આવી હતી. તેમનો વિષાદ ત્યારે શરૂ થયો જ્યારે એક 'ફોન ઇન્ટરવ્યુ' દરમિયાન કોઈએ પૂછ્યું કે તે છોકરીનું શું થયું?  કાર્ટરે જણાવ્યું હતું કે તે જોવા માટે તે રોકાઇ શક્યો ન હતો કેમ કે તેમને ફ્લાઇટ પકડવાની હતી.


આ જવાબ સાંભળીને તે વ્યક્તિએ કહ્યું "હું આપને જણાવી દઉં કે એ દિવસે ત્યાં બે ગીધ હતાં. જેમાંથી એકનાં હાથમાં કેમેરો હતો.


આ સાભળીને કેવિન કાર્ટર એ હદે વિચલિત થયો અને એ પછી તે ડીપ્રેશનમાં ચાલ્યો ગયો. અને અંતમાં તેણે આત્મહત્યા કરી.


કોઈ પણ સ્થિતિમાં કંઈક પ્રાપ્ત કરવા પહેલાં માનવતા આવશ્યક છે.


કેવિન કાર્ટરે જો એ સમયે તે બાળકીને ઉઠાવીને યુનાઈટેડ નેશન્સના ફીડિંગ સેન્ટર સુધી પહોંચાડી હોત તો એ બાળકીની સાથે આજે એ પણ જીવીત રહ્યો હોત.


બીજી વખત આ વાક્ય રીપીટ કરૂ છું, 

કોઈ પણ સ્થિતિમાં કંઈક પ્રાપ્ત કરવા પહેલાં માનવતા આવશ્યક છે...🙏🙏

Wednesday, September 20, 2023

આજથી છેતાલીસ વર્ષ ઉપર બનાસની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ સંવત ૨૦૨૯ ભાદરવા સુદ પાંચમ ને બુધવાર વર્ષે ૧૯૭૩ ની મધ્યરાત્રિએ તુટ્યો હતો.


તા. ૧-૦૯-૨૦૨૦

પાલનપુર


            આજથી છેતાલીસ વર્ષ ઉપર બનાસની

જીવાદોરી  સમાન દાંતીવાડા   ડેમ સંવત  ૨૦૨૯ 

ભાદરવા  સુદ પાંચમ ને  બુધવાર  વર્ષે ૧૯૭૩ ની મધ્યરાત્રિએ તુટ્યો હતો.


વર્ષ ૧૯૬૫ માં દાંતીવાડા ડેમ નું બાંધકામ કરવામાં આવ્યું હતું. અને વર્ષ ૧૯૭૩ માં ડેમમાં ગાબડું પડતાં  તુટ્યો હતો,  

આજનું દાંતીવાડા ગામ એ મુળ દાંતીવાડા નથી, પરંતુ  દાંતીવાડા ગામનું સ્થળાંતર કરીને તેને બીજે એટલે  કે ડેમથી ઉતર  દિશામાં  થોડેક દુર ફરી વસાવવામાં આવ્યું છે. 

 

ઘણા વર્ષો પછી આવું ચોમાસું જામ્યું છે. અત્યારે ભાદરવામાં વરસાદની હેલી થૈઈ રહી છે તેમ,  તે  સમયે જ્યારે દાંતીવાડા ડેમ તુટ્યો ત્યારે ભાદરવા માસની સુદ પાંચમ ને બુધવાર હતો. 


તે દિવસે ગુજરાત અને પુરા રાજસ્થાનમા  છેલ્લા પાંચ દિવસથી  વરસાદ મન મુકીને વરસતો હતો. એમ કહો કે ભાદરવાની હેલીના દિવસો હતા.  ભાદરવામાં જો મેઘ ☁️ વરસે તો અનરાધાર વરસે અને જો ના વરસે તો વરસાદ નું એક ટીપું પણ પડતું નથી. 


 કાળ ના ચક્રને કોણ ઓળખી શક્યું છે,  કે કોને  ખબર કે કાલે શું થવાનું છે. ઉપરવાસમાં વરસાદ ધીરે ધીરે તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતો હતો. બાલારામ અને બનાસ નદી જાણે નશામાં ધૂત હોય તેમ ગાંડીતુર બનીને  બેઉં કાંઠે દરિયાની જેમ ઘુઘવતી વહી રહી હતી. નદીના પુરના પાણી નો

અવાજ સાંભળીને  કાંઠા વિસ્તાર ઉપર આવેલા ગામડાના લોકોના જીવ અધ્ધર કરી રહ્યા હતા.  પુરના પાણીની ભયંકર હોમ વાગી રહી હતી. ઉપર આકાશમાં ઘનઘોર કાળાં ડીબાંગ વાદળો જાણે

પ્રથ્વીના પ્રલયની તૈયારી કરતાં હોય તેમ મેઘની

સવારી સાથે જોડાયાં હતાં. 

દાંતીવાડા ડેમ પર ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓની બાજ નજર ડેમમાં આવતા અવિરત પાણીની આવક જોઈને ઘડી ઘડી જળ ડેમની સપાટી નોંધતા હતા.  ડેમની સપાટી પુર ઝડપે વધી રહી હતી. જોતજોતામાં ડેમની સપાટી ૬૦૦ ફુટને આંબી ગઇ. હવે કોઈ પણ સંજોગોમાં

ડેમના દરવાજા ખોલવા જરુરી હતા. ફરજ પરના અધિકારીઓએ સંદેશો મોકલ્યો કે,  ડેમમાં પાણીની સપાટી સતત ભયજનક રીતે વધી રહી છે. જેથી અગમચેતીના ભાગરૂપે ડેમના દરવાજા ખોલવા મંજુરી આપવામાં આવી. 

સ્થળપર ફરજ બજાવતા ઈજનોરેને ક્યાં ખબર હતી કે છેલ્લા આઠ વર્ષથી ડેમના બંધ દરવાજા ઓને કાટ લાગી ગયો હતો. ઈજનેરોની એક ટૂકડી

બંધ દરવાજા ખોલવા મહા મહેનત કરી હતી. આ

બાજું ક્લેક્ટરશ્રી દ્વારા ફરમાન જારી કરવામાં આવ્યું કે,  દાંતીવાડા ડેમ માં પાણીની સપાટી સતત ભયજનક રીતે  ઝડપથી વધી રહી છે જેથી

દરવાજા ખોલવાના હોઈ કાંઠા વિસ્તારના લોકોએ સાવધાન રહેવું અને નદી તરફ ના જવું.


એ સમયે સંદેશાના સાધનો ન હતાં. મોટાભાગના

સંદેશા વાયરલેસ મારફતે પોલીસ સ્ટેશનમાં કંટ્રોલ પોઈન્ટ પર આપવામાં આવતા. અને મામલતદાર શ્રી જેતે નદી કાંઠે આવેલ ગામના તલાટીઓને ખાસ પટાવાળા મારફતે જાણ કરવામાં આવતી.

એથી વિશેષ કોઈ સગવડ ન હતી.

જોતજોતામાં દિવસના બાર વાગવા આવ્યા હતા.  કુશળ ઈજનોરોની આજે અગ્ની પરીક્ષા હતી. આમેય ડેમના દરવાજા ઓનું મેઈન્ટેઈનસ કામ ખુબ બારીકાઈથી કરવામાં આવે છે.  કારણ કે ડેમના દરવાજા મજબુત પોલાદના શક્તિશાળી અને વજનદાર હોય છે. એક દરવાજાનું  સરેરાશ વજન આશરે ૫૬ ટન જેટલું હોય છે. દાંતીવાડા ડેમ ૬૬૦૦ ફુટની લંબાઈમાં છે જેમાં ૧૦૭૩ ફુટ

પાકો બનાવવામાં આવેલ છે. બાકીનો કાચો માટીનો છે. જેની ચારેબાજુ આશરે ૧૬ કીમી ના અંતરમાં પથરાયેલો છે.


ડેમના દરવાજા ખોલવાની ચાર સિસ્ટમ ગોઠવેલી હોય છે.

૧)  ઈલેક્ટ્રોનિક સિસ્ટમ માં પ્રત્યેક દરવાજા પાસે ૧૦ હોર્સ પાવર્સની ઇલેક્ટ્રિક મોટર ગોઠવેલી હોય છે.જેનુ સંચાલન કંટ્રોલ કેબીનથી થાય છે.


૨) કદાચ અચાનક લાઈટ નો કોઈ ફોલ્ટ થાય તો

૧૦ હોર્સ પાવર્સના શક્તિશાળી ડીઝલ જનરેટો

લગાવેલા હોય છે.


૩) લાઈટ ના હોય, અને જનરેટર પણ એકાએક બંધ થઈ ગયાં હોય અને દરવાજા ખોલવાના ની

નોબત આવી પડે તો ત્રીજા વિકલ્પ રૂપે  પ્રત્યેક દરવાજે ૧૦ હોર્સ પાવર્સના શક્તિશાળી  ડીઝલ એન્જિન લગાવેલા હોય છે.  જે હાથવડે હેન્ડલ મારીને ચાલું કરવામાં આવે છે.


૩) જ્યારે ત્રણેય વિકલ્પ માં કોઈ સફળતા ના મળે ત્યારે ચોથો વિકલ્પ માત્ર આશ્વાસન રૂપે જ  હોય છે.  કારણકે જ્યારે કુદરત રૂઠે છે ત્યારે બધાજ પ્રયત્ન નિષ્ફળ જાય છે. 


ચોથા વિકલ્પ માં આ મુજબ પોલાદી દરવાજા ખોલવા માટે હાથ વડે હેન્ડલ મારીને દરવાજાને

ઉપર ખેંચવા પ્રયત્ન કરવામાં આવે છે.પરતુ સતત

એક કલાક સુધી હાથવડે હેન્ડલ મારવામાં આવે ત્યારે માત્ર એક ફુટ દરવાજો ખુલે છે. 


આમ એક બાજુ ઈજનોરોની ટૂકડી ડેમના બંધ દરવાજા ખોલવામાં વ્યસ્ત હતી તો બીજી તરફ  રાજસ્થાનનના માઉન્ટ આબુ અને  આજુબાજુના

વિસ્તારમાં  ચૌદ ચૌદ ઈંચ જેટલો ભયાનક વરસાદ 

ત્રાટકી રહ્યો હતો. પાણીની સપાટી હવે ભયજનક રીતે તેનું લેવલ વટાવી રહી હતી.  જોતજોતામાં પાણી ડેમના દરજાની ટોચ પર આવી ગયું.પાણીની આવક સતત અને ઝડપથી વધી રહી હતી. બધાં ના શ્વાસ અધ્ધર હતા. હવે  બચવા માટે કુદરત સિવાય કોઈ વિકલ્પ ના હતો.  ઉપર કાળાં ડીબાંગ વાદળોનો અંધકાર અને નીચે ચારેબાજુ પાણી જ પાણી હતું. 

આ બાજું ફરી સાયર વાગી.

લોકો માં અફવા ફેલાઈ કે ડેમ તુટી રહ્યો છે. ભાગો ભાગો. લોકો તેમનો જીવ બચાવવા પશુઓને ખીલે

રેઢાં મુકીને ગામ છોડીને સ્થળાંતર કરી રહ્યા હતા.

સાથે જેટલી લૈઈ શકાય તેટલી ઘરવખરીનાં પોટકા બાંધીને બાળકોને સાથે ગામ છોડી રહ્યાં હતાં. 

નાંદોત્રા બ્રા વાસ, નાંદોત્રા ઠા.વાસ, શિકરીયા, લટીયા, વાછડા, રાણપુર, ભડથ, અને તેની આજુબાજુના લોકો ભયનાં માર્યાં સલામત સ્થળે

આશરો લેવા નીકળી પડ્યા. 

આજનો દિવસ જાણે ગોઝારો ઉગ્યો હતો. ના ભુલી શકાય એવી અને હદયને હચમચાવી મૂકે એવી કરુણ  ઘટના હતી. હજારો લોકોની માનવ મેદની માથે ઘરવખરીનો સામાન અને  ,કેડમાં ધાવતા નાનાં બાળકો સાથે ઘરબાર છોડી રહ્યાં હતાં. કોઈ સગર્ભા બહેનો તો કોઈ ઘરડાં વ્રુધ્ધ માતાઓ લાકડીના સહારે તો કોઈ નાનાં બાળકોને આંગળી એ વળગાડીને ઝડપથી  ચાલતાં હતાં. 

આંગળીએ વળગાડેલા  નાનાં નાનાં બાળકોનો કાફલો જોઈને ભલભલાના કાળજાં ચિરાઈ જાય એવા એ કરૂણ દ્રશ્યો હતાં. લોકો આજે ઉતાવળે

ડગ ભરતા હતા.ચારેબાજુ  બધેજ કોલાહલ અને ભયનું વાતાવરણ ફેલાયું હતું. 

     સમય હતો ૩૧ સપ્ટેમ્બર બપોરનો.  કુશળ ઈજનોરેની મહામહેનતે આખરે ડેમના એક પછી એક દરવાજા ખોલવામાં આવ્યા. કાનના પડદા ફાટી જાય તેવો વિકરાળ અવાજ આવતો હતો.  પાણીનો પ્રવાહ ધોધમાર વહેતો હતો. પરંતુ વિધિનું નિર્માણ કાંઈક જુદું લખાયેલું હતું. ઉપરવાસમાં વરસાદ બંધ થવાનું નામ લેતો ન હતો.આજે જાણે બારેમેઘ ખાંગા થયા હોય અને ઉપર આભ ફાટ્યું હોય તેમ સાબેલાની ધારે વરસાદ વરસી રહ્યો હતો

ડેમના દરવાજામાંથી પાણી પુર ઝડપે બહાર નીકળી રહ્યું હોવા છતાં પાણીની સપાટી નીચી આવતી ન હતી. કારણ માત્ર એટલું જ કે ડેમના દરવાજા માંથી પ્રાણીની જે નીકાસ થતી હતી એના કરતાં પાણીની આવકનું પ્રમાણ ખુબ વધું હતું. જોતજોતામાં ડેમની સપાટી ૬૦૪ ફુટની ઉંચાઈએ આંબી ગઈ ત્યારે કહેવાય છે કે  ડેમનુ પાણી ઇકબાલગઢ ના ગોદરે આવીને ઊભાં હતાં.


કહેવાય છે કે,  કુદરત જ્યારે હાથ અધ્ધર કરી દે છે એટલે કોઈપણ મનુષ્ય નું પ્રારંબ્ધ કામ આવતું નથી, પછી ભલેને એ સત્પુરુષ કેમ ના હોય. સુકાની સાથે લીલાં ને પણ આખરે બળવું પડે છે.

ત્યાંતો કુદરતે એનો ખેલ પાર પાડ્યો. 

રામનગરથીઆગળ પાણીની સપાટી વધતાં વધતાં રણાવાસ ગામની ચારેબાજુ ડેમનાં પાણીએ ભરડો લીધો ને તેનું પ્રેસર ડેમની કાચી માટીના પાળા ઉપર આવ્યું. આ માટીના પાળામા એક નાનું છીદ્ર પડ્યું

જે જોતજોતામાં મોટુ ગાબડું બન્યું.. અને બરાબર રાત્રી ના નવ વાગ્યા હશે, અને ચેતવણીની પહેલી શાયરન વાગી. * દાંતીવાડા ડેમ તુટ્યો* 

પણ ત્યાં સુધી તો મોટા ભાગના લોકોને જેતે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. એ સમયે વાહન વ્યવહાર ઓછો હતો. લોકો મોટે ભાગે પાળા ચાલતા હતા. વળી સંદેશા વ્યવહારના ખુબ

ઓછાં સાધનો હતાં. કોઈ ભાગ્યશાળી ને ઘેર

રેડીયો હતો. આકાશવાણી અમદાવાદ ઉપરથી

સતત દાંતીવાડા ડેમ ના સમાચાર પ્રસારિત થતા હતા. વળી ઘણા લોકો આરામથી નીદ્રા લેતા હતાં.

ગોઢ ગામ ઊચાઈ ઉપર આવેલ ગામ હતું એટલે લોકો ભયમુક્ત હતા. છતાપણ કેટલાંય કુટુંબોએ

ગામ છોડીને પોતપોતાના સગાં ને ત્યાં ગયા હતા તો કોઈ ઘર અને ઢોરઢાંખર સાચવવા ઘેરજ રહ્યાં હતાં. રાત્રિના ના બરાબર બાર વાગ્યા હતા. 


 ડેમના અધિકારી ઓનો ગાબડાની જાણ થૈઈ પણ

કુદરતના  પંચતત્વો આગળ મનુષ્ય હારતો આવ્યો છે.  આખરે બન્યું પણ એવું. જોતજોતામાં ગાબડું ત્રણસો   ફુટથી  વધી ને એક  હજાર  ફુટનું  પહોળું ગાબડું  પ્રલય વમાટે પુરતું હતું.   ડેમનાં  ધસમસતાં પાણીનાં પુરે અધિકારીઓની કોરી આંખોને આજે ભીજવી દિધી.   ઘણી વખત માણસ પાસે ઘણું બધું હોવા છતાં કુદરતની આગળ લાચાર અને નિઃસહાય નજરે જોઈ રહે છે. 


તા ૧ સપ્ટેમ્બર ને ગુરૂવારની વહેલી પરોઢે કુદરતે એની લીલા પ્રુથ્વી વાસીઓને બતાવી દીધી.. ચારેબાજુ તારાજી બસ તારાજી.દાતીવાડા  ડેમનાં ધસમસતાં પાણીના પ્રવાહને કારણે જાણે બનાસે

એનો મારગ બદલ્યો હોય તેમ ઊડી ખીણોની જેમ

મોટા વિશાળ વાઘા કોતરો પડી ગઈ. હજારો નહીં પણ લાખો ગાય, ભેંસ, ઘેટાં, બકરાં, ઊંટ અને ગધેડા જેવાં મુંગા અને નિર્દોષ પશુઓ ડેમના પુરના પાણીમાં તણાયા.કોઈ પાણીના પ્રવાહમાં ગુંગળાઈ ને મરણ પામ્યા તો કોઈ બાવળોની ઝાડીમાં ભરાઈ પડ્યાં. કાનના પરદા ફાડી નાખે તેવી  ચીસાચીસ અને રો કકળ થેઈ. ઘડીક ના છઠ્ઠા ભાગમાં આ બધો ખેલ પડી ગયો અને શાન્ત પણ  થૈઈ ગયું. કહેવાય છે કે જ્યારે ક્રોધ અને વાવાઝોડું, શાન્ત પડે છે ત્યારે ખબર પડે છે કે કોને કેટલું નુકશાન થયું. 

બનાસ નદી છેલ્લે કચ્છના નાના રણમાં સમાઈ જાય છે.  બનાસકાંઠાના કાકરેજ, સમી, રાધનપુર, અને વારાહી તાલુકાના દુરના ગામડાઓને આ પુરના પાણી એ  ઘણું નુકશાન કર્યું. એ લોકોને ખબર પણ ન હતી કે, દાંતીવાડા ડેમ માં ગાબડું પડ્યું છે એટલે ડેમ તુટ્યો છે એની એમને ખબર નહતી એટલે એ લોકો મીઠી નીંદર માણતા હતા ત્યારે ઓચિંતા બનાસના પુર ફરી વળ્યાં ત્યારે એકાએક રોકકળ અને કુકવા થયા હતા.એક બીન સત્તાવાર અહેવાલ મુજબ આ પુરમાં હજારો સ્ત્રી પુરુષ અને બાળકો નો ભોગ લેવાયો હતો અને મુંગા પશુઓ તણાયા હતા.


આ હતી દાંતીવાડા ડેમ તુટ્યા ની કરૂણ ઘટના. ઈતિહાસ મા આજનો દિવસ દાંતીવાડા ની પ્રજા માટે ગોજારો દિવસ કહેવાય છે. 

🙏🙏🙏🙏🙏

આરતી ગાઈએ છીએ પણ તેનો અર્થ જાણીએ

 *આરતી ગાઈએ છીએ પણ તેનો અર્થ જાણીએ  નવરાત્રિ કે અન્ય શુભપ્રસંગે જ્યાં માતાજીની અર્ચના પૂજા કરવામાં આવે છે, ત્યાં ગવાતી મા અંબેની આરતી *‘જય આ...