Wednesday, September 20, 2023

આજથી છેતાલીસ વર્ષ ઉપર બનાસની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ સંવત ૨૦૨૯ ભાદરવા સુદ પાંચમ ને બુધવાર વર્ષે ૧૯૭૩ ની મધ્યરાત્રિએ તુટ્યો હતો.


તા. ૧-૦૯-૨૦૨૦

પાલનપુર


            આજથી છેતાલીસ વર્ષ ઉપર બનાસની

જીવાદોરી  સમાન દાંતીવાડા   ડેમ સંવત  ૨૦૨૯ 

ભાદરવા  સુદ પાંચમ ને  બુધવાર  વર્ષે ૧૯૭૩ ની મધ્યરાત્રિએ તુટ્યો હતો.


વર્ષ ૧૯૬૫ માં દાંતીવાડા ડેમ નું બાંધકામ કરવામાં આવ્યું હતું. અને વર્ષ ૧૯૭૩ માં ડેમમાં ગાબડું પડતાં  તુટ્યો હતો,  

આજનું દાંતીવાડા ગામ એ મુળ દાંતીવાડા નથી, પરંતુ  દાંતીવાડા ગામનું સ્થળાંતર કરીને તેને બીજે એટલે  કે ડેમથી ઉતર  દિશામાં  થોડેક દુર ફરી વસાવવામાં આવ્યું છે. 

 

ઘણા વર્ષો પછી આવું ચોમાસું જામ્યું છે. અત્યારે ભાદરવામાં વરસાદની હેલી થૈઈ રહી છે તેમ,  તે  સમયે જ્યારે દાંતીવાડા ડેમ તુટ્યો ત્યારે ભાદરવા માસની સુદ પાંચમ ને બુધવાર હતો. 


તે દિવસે ગુજરાત અને પુરા રાજસ્થાનમા  છેલ્લા પાંચ દિવસથી  વરસાદ મન મુકીને વરસતો હતો. એમ કહો કે ભાદરવાની હેલીના દિવસો હતા.  ભાદરવામાં જો મેઘ ☁️ વરસે તો અનરાધાર વરસે અને જો ના વરસે તો વરસાદ નું એક ટીપું પણ પડતું નથી. 


 કાળ ના ચક્રને કોણ ઓળખી શક્યું છે,  કે કોને  ખબર કે કાલે શું થવાનું છે. ઉપરવાસમાં વરસાદ ધીરે ધીરે તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતો હતો. બાલારામ અને બનાસ નદી જાણે નશામાં ધૂત હોય તેમ ગાંડીતુર બનીને  બેઉં કાંઠે દરિયાની જેમ ઘુઘવતી વહી રહી હતી. નદીના પુરના પાણી નો

અવાજ સાંભળીને  કાંઠા વિસ્તાર ઉપર આવેલા ગામડાના લોકોના જીવ અધ્ધર કરી રહ્યા હતા.  પુરના પાણીની ભયંકર હોમ વાગી રહી હતી. ઉપર આકાશમાં ઘનઘોર કાળાં ડીબાંગ વાદળો જાણે

પ્રથ્વીના પ્રલયની તૈયારી કરતાં હોય તેમ મેઘની

સવારી સાથે જોડાયાં હતાં. 

દાંતીવાડા ડેમ પર ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓની બાજ નજર ડેમમાં આવતા અવિરત પાણીની આવક જોઈને ઘડી ઘડી જળ ડેમની સપાટી નોંધતા હતા.  ડેમની સપાટી પુર ઝડપે વધી રહી હતી. જોતજોતામાં ડેમની સપાટી ૬૦૦ ફુટને આંબી ગઇ. હવે કોઈ પણ સંજોગોમાં

ડેમના દરવાજા ખોલવા જરુરી હતા. ફરજ પરના અધિકારીઓએ સંદેશો મોકલ્યો કે,  ડેમમાં પાણીની સપાટી સતત ભયજનક રીતે વધી રહી છે. જેથી અગમચેતીના ભાગરૂપે ડેમના દરવાજા ખોલવા મંજુરી આપવામાં આવી. 

સ્થળપર ફરજ બજાવતા ઈજનોરેને ક્યાં ખબર હતી કે છેલ્લા આઠ વર્ષથી ડેમના બંધ દરવાજા ઓને કાટ લાગી ગયો હતો. ઈજનેરોની એક ટૂકડી

બંધ દરવાજા ખોલવા મહા મહેનત કરી હતી. આ

બાજું ક્લેક્ટરશ્રી દ્વારા ફરમાન જારી કરવામાં આવ્યું કે,  દાંતીવાડા ડેમ માં પાણીની સપાટી સતત ભયજનક રીતે  ઝડપથી વધી રહી છે જેથી

દરવાજા ખોલવાના હોઈ કાંઠા વિસ્તારના લોકોએ સાવધાન રહેવું અને નદી તરફ ના જવું.


એ સમયે સંદેશાના સાધનો ન હતાં. મોટાભાગના

સંદેશા વાયરલેસ મારફતે પોલીસ સ્ટેશનમાં કંટ્રોલ પોઈન્ટ પર આપવામાં આવતા. અને મામલતદાર શ્રી જેતે નદી કાંઠે આવેલ ગામના તલાટીઓને ખાસ પટાવાળા મારફતે જાણ કરવામાં આવતી.

એથી વિશેષ કોઈ સગવડ ન હતી.

જોતજોતામાં દિવસના બાર વાગવા આવ્યા હતા.  કુશળ ઈજનોરોની આજે અગ્ની પરીક્ષા હતી. આમેય ડેમના દરવાજા ઓનું મેઈન્ટેઈનસ કામ ખુબ બારીકાઈથી કરવામાં આવે છે.  કારણ કે ડેમના દરવાજા મજબુત પોલાદના શક્તિશાળી અને વજનદાર હોય છે. એક દરવાજાનું  સરેરાશ વજન આશરે ૫૬ ટન જેટલું હોય છે. દાંતીવાડા ડેમ ૬૬૦૦ ફુટની લંબાઈમાં છે જેમાં ૧૦૭૩ ફુટ

પાકો બનાવવામાં આવેલ છે. બાકીનો કાચો માટીનો છે. જેની ચારેબાજુ આશરે ૧૬ કીમી ના અંતરમાં પથરાયેલો છે.


ડેમના દરવાજા ખોલવાની ચાર સિસ્ટમ ગોઠવેલી હોય છે.

૧)  ઈલેક્ટ્રોનિક સિસ્ટમ માં પ્રત્યેક દરવાજા પાસે ૧૦ હોર્સ પાવર્સની ઇલેક્ટ્રિક મોટર ગોઠવેલી હોય છે.જેનુ સંચાલન કંટ્રોલ કેબીનથી થાય છે.


૨) કદાચ અચાનક લાઈટ નો કોઈ ફોલ્ટ થાય તો

૧૦ હોર્સ પાવર્સના શક્તિશાળી ડીઝલ જનરેટો

લગાવેલા હોય છે.


૩) લાઈટ ના હોય, અને જનરેટર પણ એકાએક બંધ થઈ ગયાં હોય અને દરવાજા ખોલવાના ની

નોબત આવી પડે તો ત્રીજા વિકલ્પ રૂપે  પ્રત્યેક દરવાજે ૧૦ હોર્સ પાવર્સના શક્તિશાળી  ડીઝલ એન્જિન લગાવેલા હોય છે.  જે હાથવડે હેન્ડલ મારીને ચાલું કરવામાં આવે છે.


૩) જ્યારે ત્રણેય વિકલ્પ માં કોઈ સફળતા ના મળે ત્યારે ચોથો વિકલ્પ માત્ર આશ્વાસન રૂપે જ  હોય છે.  કારણકે જ્યારે કુદરત રૂઠે છે ત્યારે બધાજ પ્રયત્ન નિષ્ફળ જાય છે. 


ચોથા વિકલ્પ માં આ મુજબ પોલાદી દરવાજા ખોલવા માટે હાથ વડે હેન્ડલ મારીને દરવાજાને

ઉપર ખેંચવા પ્રયત્ન કરવામાં આવે છે.પરતુ સતત

એક કલાક સુધી હાથવડે હેન્ડલ મારવામાં આવે ત્યારે માત્ર એક ફુટ દરવાજો ખુલે છે. 


આમ એક બાજુ ઈજનોરોની ટૂકડી ડેમના બંધ દરવાજા ખોલવામાં વ્યસ્ત હતી તો બીજી તરફ  રાજસ્થાનનના માઉન્ટ આબુ અને  આજુબાજુના

વિસ્તારમાં  ચૌદ ચૌદ ઈંચ જેટલો ભયાનક વરસાદ 

ત્રાટકી રહ્યો હતો. પાણીની સપાટી હવે ભયજનક રીતે તેનું લેવલ વટાવી રહી હતી.  જોતજોતામાં પાણી ડેમના દરજાની ટોચ પર આવી ગયું.પાણીની આવક સતત અને ઝડપથી વધી રહી હતી. બધાં ના શ્વાસ અધ્ધર હતા. હવે  બચવા માટે કુદરત સિવાય કોઈ વિકલ્પ ના હતો.  ઉપર કાળાં ડીબાંગ વાદળોનો અંધકાર અને નીચે ચારેબાજુ પાણી જ પાણી હતું. 

આ બાજું ફરી સાયર વાગી.

લોકો માં અફવા ફેલાઈ કે ડેમ તુટી રહ્યો છે. ભાગો ભાગો. લોકો તેમનો જીવ બચાવવા પશુઓને ખીલે

રેઢાં મુકીને ગામ છોડીને સ્થળાંતર કરી રહ્યા હતા.

સાથે જેટલી લૈઈ શકાય તેટલી ઘરવખરીનાં પોટકા બાંધીને બાળકોને સાથે ગામ છોડી રહ્યાં હતાં. 

નાંદોત્રા બ્રા વાસ, નાંદોત્રા ઠા.વાસ, શિકરીયા, લટીયા, વાછડા, રાણપુર, ભડથ, અને તેની આજુબાજુના લોકો ભયનાં માર્યાં સલામત સ્થળે

આશરો લેવા નીકળી પડ્યા. 

આજનો દિવસ જાણે ગોઝારો ઉગ્યો હતો. ના ભુલી શકાય એવી અને હદયને હચમચાવી મૂકે એવી કરુણ  ઘટના હતી. હજારો લોકોની માનવ મેદની માથે ઘરવખરીનો સામાન અને  ,કેડમાં ધાવતા નાનાં બાળકો સાથે ઘરબાર છોડી રહ્યાં હતાં. કોઈ સગર્ભા બહેનો તો કોઈ ઘરડાં વ્રુધ્ધ માતાઓ લાકડીના સહારે તો કોઈ નાનાં બાળકોને આંગળી એ વળગાડીને ઝડપથી  ચાલતાં હતાં. 

આંગળીએ વળગાડેલા  નાનાં નાનાં બાળકોનો કાફલો જોઈને ભલભલાના કાળજાં ચિરાઈ જાય એવા એ કરૂણ દ્રશ્યો હતાં. લોકો આજે ઉતાવળે

ડગ ભરતા હતા.ચારેબાજુ  બધેજ કોલાહલ અને ભયનું વાતાવરણ ફેલાયું હતું. 

     સમય હતો ૩૧ સપ્ટેમ્બર બપોરનો.  કુશળ ઈજનોરેની મહામહેનતે આખરે ડેમના એક પછી એક દરવાજા ખોલવામાં આવ્યા. કાનના પડદા ફાટી જાય તેવો વિકરાળ અવાજ આવતો હતો.  પાણીનો પ્રવાહ ધોધમાર વહેતો હતો. પરંતુ વિધિનું નિર્માણ કાંઈક જુદું લખાયેલું હતું. ઉપરવાસમાં વરસાદ બંધ થવાનું નામ લેતો ન હતો.આજે જાણે બારેમેઘ ખાંગા થયા હોય અને ઉપર આભ ફાટ્યું હોય તેમ સાબેલાની ધારે વરસાદ વરસી રહ્યો હતો

ડેમના દરવાજામાંથી પાણી પુર ઝડપે બહાર નીકળી રહ્યું હોવા છતાં પાણીની સપાટી નીચી આવતી ન હતી. કારણ માત્ર એટલું જ કે ડેમના દરવાજા માંથી પ્રાણીની જે નીકાસ થતી હતી એના કરતાં પાણીની આવકનું પ્રમાણ ખુબ વધું હતું. જોતજોતામાં ડેમની સપાટી ૬૦૪ ફુટની ઉંચાઈએ આંબી ગઈ ત્યારે કહેવાય છે કે  ડેમનુ પાણી ઇકબાલગઢ ના ગોદરે આવીને ઊભાં હતાં.


કહેવાય છે કે,  કુદરત જ્યારે હાથ અધ્ધર કરી દે છે એટલે કોઈપણ મનુષ્ય નું પ્રારંબ્ધ કામ આવતું નથી, પછી ભલેને એ સત્પુરુષ કેમ ના હોય. સુકાની સાથે લીલાં ને પણ આખરે બળવું પડે છે.

ત્યાંતો કુદરતે એનો ખેલ પાર પાડ્યો. 

રામનગરથીઆગળ પાણીની સપાટી વધતાં વધતાં રણાવાસ ગામની ચારેબાજુ ડેમનાં પાણીએ ભરડો લીધો ને તેનું પ્રેસર ડેમની કાચી માટીના પાળા ઉપર આવ્યું. આ માટીના પાળામા એક નાનું છીદ્ર પડ્યું

જે જોતજોતામાં મોટુ ગાબડું બન્યું.. અને બરાબર રાત્રી ના નવ વાગ્યા હશે, અને ચેતવણીની પહેલી શાયરન વાગી. * દાંતીવાડા ડેમ તુટ્યો* 

પણ ત્યાં સુધી તો મોટા ભાગના લોકોને જેતે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. એ સમયે વાહન વ્યવહાર ઓછો હતો. લોકો મોટે ભાગે પાળા ચાલતા હતા. વળી સંદેશા વ્યવહારના ખુબ

ઓછાં સાધનો હતાં. કોઈ ભાગ્યશાળી ને ઘેર

રેડીયો હતો. આકાશવાણી અમદાવાદ ઉપરથી

સતત દાંતીવાડા ડેમ ના સમાચાર પ્રસારિત થતા હતા. વળી ઘણા લોકો આરામથી નીદ્રા લેતા હતાં.

ગોઢ ગામ ઊચાઈ ઉપર આવેલ ગામ હતું એટલે લોકો ભયમુક્ત હતા. છતાપણ કેટલાંય કુટુંબોએ

ગામ છોડીને પોતપોતાના સગાં ને ત્યાં ગયા હતા તો કોઈ ઘર અને ઢોરઢાંખર સાચવવા ઘેરજ રહ્યાં હતાં. રાત્રિના ના બરાબર બાર વાગ્યા હતા. 


 ડેમના અધિકારી ઓનો ગાબડાની જાણ થૈઈ પણ

કુદરતના  પંચતત્વો આગળ મનુષ્ય હારતો આવ્યો છે.  આખરે બન્યું પણ એવું. જોતજોતામાં ગાબડું ત્રણસો   ફુટથી  વધી ને એક  હજાર  ફુટનું  પહોળું ગાબડું  પ્રલય વમાટે પુરતું હતું.   ડેમનાં  ધસમસતાં પાણીનાં પુરે અધિકારીઓની કોરી આંખોને આજે ભીજવી દિધી.   ઘણી વખત માણસ પાસે ઘણું બધું હોવા છતાં કુદરતની આગળ લાચાર અને નિઃસહાય નજરે જોઈ રહે છે. 


તા ૧ સપ્ટેમ્બર ને ગુરૂવારની વહેલી પરોઢે કુદરતે એની લીલા પ્રુથ્વી વાસીઓને બતાવી દીધી.. ચારેબાજુ તારાજી બસ તારાજી.દાતીવાડા  ડેમનાં ધસમસતાં પાણીના પ્રવાહને કારણે જાણે બનાસે

એનો મારગ બદલ્યો હોય તેમ ઊડી ખીણોની જેમ

મોટા વિશાળ વાઘા કોતરો પડી ગઈ. હજારો નહીં પણ લાખો ગાય, ભેંસ, ઘેટાં, બકરાં, ઊંટ અને ગધેડા જેવાં મુંગા અને નિર્દોષ પશુઓ ડેમના પુરના પાણીમાં તણાયા.કોઈ પાણીના પ્રવાહમાં ગુંગળાઈ ને મરણ પામ્યા તો કોઈ બાવળોની ઝાડીમાં ભરાઈ પડ્યાં. કાનના પરદા ફાડી નાખે તેવી  ચીસાચીસ અને રો કકળ થેઈ. ઘડીક ના છઠ્ઠા ભાગમાં આ બધો ખેલ પડી ગયો અને શાન્ત પણ  થૈઈ ગયું. કહેવાય છે કે જ્યારે ક્રોધ અને વાવાઝોડું, શાન્ત પડે છે ત્યારે ખબર પડે છે કે કોને કેટલું નુકશાન થયું. 

બનાસ નદી છેલ્લે કચ્છના નાના રણમાં સમાઈ જાય છે.  બનાસકાંઠાના કાકરેજ, સમી, રાધનપુર, અને વારાહી તાલુકાના દુરના ગામડાઓને આ પુરના પાણી એ  ઘણું નુકશાન કર્યું. એ લોકોને ખબર પણ ન હતી કે, દાંતીવાડા ડેમ માં ગાબડું પડ્યું છે એટલે ડેમ તુટ્યો છે એની એમને ખબર નહતી એટલે એ લોકો મીઠી નીંદર માણતા હતા ત્યારે ઓચિંતા બનાસના પુર ફરી વળ્યાં ત્યારે એકાએક રોકકળ અને કુકવા થયા હતા.એક બીન સત્તાવાર અહેવાલ મુજબ આ પુરમાં હજારો સ્ત્રી પુરુષ અને બાળકો નો ભોગ લેવાયો હતો અને મુંગા પશુઓ તણાયા હતા.


આ હતી દાંતીવાડા ડેમ તુટ્યા ની કરૂણ ઘટના. ઈતિહાસ મા આજનો દિવસ દાંતીવાડા ની પ્રજા માટે ગોજારો દિવસ કહેવાય છે. 

🙏🙏🙏🙏🙏

એક નિઃસ્વાર્થ ભાવે કરેલું કાર્ય* *ક્યારેય નિષ્ફળ જતું નથી.*

 *કર્મ ના ફળ નું ફળ* સ્કોટલેન્ડમાં આવેલા મોટા-મોટા ખેતરોમાંથી એક ખેડૂત, જેનું નામ ફલેમિંગ હતું. એ ઝપાટાભેર જઈ રહ્યો હતો. એને ઘેર પહોંચવાની ઉ...