Wednesday, August 31, 2022

*ડો. અબ્દુલ કલામ સાહેબ નો એક જાણવા જેવો કિસ્સો..

*ડો. અબ્દુલ કલામ સાહેબ નો એક જાણવા જેવો કિસ્સો... વર્ષ ૨૦૦૭ ના ત્રિચી જિલ્લા પોલીસ અધિક્ષક કલિયા મૂર્તિ પાસે રાષ્ટ્રપતિ કલામ સાહેબ નો ફૉન આવ્યો અને પૂછ્યું કે તમે જાણો છો કે તમારા જિલ્લા મા થુરેયુર નામ નું એક ગામ છે .. પોલીસ અધિક્ષક એ હા પાડી તો કલામ સાહેબ કહ્યું કે ત્યાં સરસ્વતી નામની ૧૭ વર્ષ ની કિશોરી ના લગ્ન જબરદસ્તી થી ૪૩ વર્ષ ના વ્યકિત સાથે કરાવાય રહ્યા છે મને જાણવા મળ્યું કે તે લગ્ન કરવા તૈયાર નથી અને તે ૧૨ મા ધોરણ મા જિલ્લા મા પ્રથમ સ્થાન મેળવ્યા બાદ આગળ ભણવા માગે છે.. શુ તમે મદદ કરી શકો છો ? અને કલામ સાહેબ ના આદેશ થી એક કલાક મા આ ગામ માં DSP ,SP ,DIG સહિત પોલીસ નો મોટો કાફલો લગ્ન સ્થળે પહોંચી ગયો .. તેમના માતાપિતા ને સમજાવી લગ્ન રદ કરવામાં આવ્યા.. અને કારણ જાણવા મળ્યું કે અતિશય ગરીબી અને પૈસા ના અભાવે આ નિર્ણય લીધો હતો.. જિલ્લા પોલીસ વડા એ દીકરી સરસ્વતી ને પૂછ્યું કે તુ આગળ ભણવા માગે છે ? અને કયા ભણવું છે...? તેણે જિલ્લા ની એક પ્રસિદ્ધ કોલેજ નું નામ આપ્યું.. જ્યાં તે કોમ્પુટર સાયન્સ મા પ્રવેશ લેવા માગતી હતી. સ્વાભાવિક છે કે તેને એક ફોન પર જ પ્રવેશ મળી ગયો.. કેમ કે તેમની ભલામણ ખુદ અબ્દુલ કલામ સાહેબ રાષ્ટ્રપતિ એ કરી હતી .. પ્રવેશ પછી પોલીસ વડા એ સરસ્વતી ને પૂછ્યું કે રાષ્ટ્રપતિ ને તારા કેસ ની ખબર કેવી રીતે પડી.. તો સરસ્વતી એ જણાવ્યું કે મે જ તેમને સીધો ફૉન કર્યો હતો.. વાત કેક એમ હતી એક વખત તેમની શાળા ના કાર્યક્રમ મા રાષ્ટ્રપતિ કલામ સાહેબ હાજર રહેવાના હતાં .. ત્યારે સરસ્વતી એ પૂછ્યું કે મારા જેવી છોકરી ઓ નો વિકાસ કેવી રીતે થય શકે ? ડો કલામ સાહેબ કહ્યું કે શિક્ષણ જ આનો જવાબ છે.... ત્યાર બાદ તેઓ મને તેમનું કાર્ડ અને ફોન નંબર આપી ને જતા રહ્યા.. જ્યારે મારી મરજી વિરુદ્ધ લગ્ન કરવા દબાણ કર્યું ત્યારે મે ડો કલામ સાહેબ ને ફૉન પર આપવીતી જણાવી અને મદદ કરવા વિનંતી કરી... અને બાકી નું કામગીરી તેમના આદેશ થી પોલીસ વડા એ પૂર્ણ કરી... આજે આ સરસ્વતી નામની યુવતી હ્યુસ્ટન મા માઈક્રોસોફ્ટ કંપની મા માસિક ૩ લાખ રૂપિયા ના પગાર ધોરણ પર વિદેશ માં નોકરી કરી પરિવાર સાથે સુખી જીવન જીવે છે... નિવૃત્ત જિલ્લા પોલીસ વડા કલીયા મૂર્તિ એ વર્ણવેલ ડો કલામ સાહેબ ની માનવતા ની સત્ય ઘટના....* *(ક્લામ કો સલામ )*

Saturday, August 27, 2022

આ 4 મિત્રોના જીવનની સ્ટોરી ચોક્કસ વાંચજો, આમાં ઘણી અગત્યની વાત રહેલી છે

આ 4 મિત્રોના જીવનની સ્ટોરી ચોક્કસ વાંચજો, આમાં ઘણી અગત્યની વાત રહેલી છે. ચાર મિત્રોએ નિર્ણય લીધો કે 40 વર્ષ પછી મળીશું, આ દરમિયાન જે થયું તે જાણીને આંખો ભીની થઈ જશે. સ્કૂલના ચાર નજીકના મિત્રોની આંખો ભીની કરવાવાળી સ્ટોરી છે, જેમણે એક જ સ્કૂલમાં 12 માં ધોરણ સુધી અભ્યાસ કર્યો. એ સમયે શહેરમાં એકમાત્ર લક્ઝરીયસ હોટલ હતી. ધોરણ 12 ની પરીક્ષા પછી તેમણે નક્કી કર્યું કે આપણે તે હોટલમાં જઈને ચા-નાસ્તો કરવો જોઈએ. એ ચારે જણે મહામહેનતે ચાલીસ રૂપિયા જમા કર્યા. રવિવારનો દિવસ હતો, અને સાડા દશ વાગે તે ચારે સાઇકલ લઈને હોટલ પહોંચ્યા. સીતારામ, જયરામ, રામચંદ્વ અને રવિશરણ ચા નાસ્તો કરતા કરતા વાતો કરવા લાગ્યા. તે ચારેય જણાએ મળીને સર્વસંમતિથી નિર્ણય કર્યો કે 40 વર્ષ પછી આપણે પહેલી એપ્રિલે આ જ હોટલમાં ફરી મળશું. ત્યાં સુધી આપણે બધાએ ઘણી મહેનત કરવી જોઈએ. અને એ જોવું ઘણું રસપ્રદ હશે કે કોની કેટલી પ્રગતિ થઈ? જે મિત્ર તે દિવસે છેલ્લે હોટલમાં આવશે તેણે તે સમયનું હોટલનું બિલ આપવું પડશે. ચા નાસ્તો પીરસવાવાળો વેટર કાલુ આ બધું સાંભળી રહ્યો હતો. તેણે કહ્યું કે જો હું અહીં રહ્યો, તો હું આ હોટલમાં તમારા બધાની રાહ જોઇશ. એ પછી આગળના અભ્યાસ માટે ચારેય જણ અલગ અલગ થઈ ગયા. સીતારામ શહેર છોડીને આગળના અભ્યાસ માટે તેના ફુવા પાસે ગયો, જયરામ આગળના અભ્યાસ માટે તેના કાકા પાસે ગયો, રામચંદ્ર અને રવિશરણને શહેરની જુદી જુદી કોલેજોમાં પ્રવેશ મળ્યો. છેલ્લે રામચંદ્ર પણ શહેર છોડી ચાલ્યો ગયો. દિવસો, મહિનાઓ, વર્ષો વીતી ગયા. 40 વર્ષમાં તે શહેરમાં આમૂલ પરિવર્તન આવ્યું, શહેરની વસ્તી વધી, રસ્તાઓ, ફ્લાયઓવરોએ મહાનગરનો દેખાવ બદલી નાખ્યો. હવે એ હોટેલ ફાઈવ સ્ટાર હોટેલ બની ગઈ હતી. પેલો વેઈટર કાલુ હવે કાલુ શેઠ બની ગયો હતો અને આ હોટેલનો માલિક બની ગયો. 40 વર્ષ પછી, નક્કી કરેલી તારીખ, 01 એપ્રિલના રોજ બપોરના સમયે, એક લક્ઝરી કાર હોટલના દરવાજે આવી. સીતારામ કારમાંથી ઉતરીને અંદર જવા લાગ્યો. સીતારામ પાસે હવે ત્રણ જ્વેલરી શોરૂમ છે. સીતારામ હોટલના માલિક કાલુ શેઠ પાસે પહોંચ્યો, બંને એકબીજાને જોતા જ રહ્યા. કાલુ શેઠે કહ્યું કે રવિશરણ સાહેબે તમારા માટે એક મહિના પહેલા એક ટેબલ બુક કરાવ્યું હતું. સીતારામ મનમાં ને મનમાં ખુશ થતો કે એ સૌથી પહેલો આવ્યો છે, તેથી તેણે આજનું બિલ આપવું નહી પડે, અને તે સૌથી પહેલા આવવાને કારણે પોતાના મિત્રોની મજાક ઉડાડશે. એક કલાકમાં જયરામ આવ્યો, જયરામ શહેરનો મોટો રાજકારણી અને બિઝનેસમેન બની ગયો હતો. હવે બંને જણા વાતો કરી રહ્યા હતા અને બીજા મિત્રોની રાહ જોઈ રહ્યા હતા, ત્રીજો મિત્ર રામચંદ્ર અડધા કલાકમાં આવી ગયો. તેની સાથે વાત કરતાં બંનેને ખબર પડી કે રામચંદ્ર બિઝનેસમેન બની ગયો છે. ત્રણેય મિત્રોની નજર વારંવાર દરવાજા તરફ જતી હતી કે રવિશરણ ક્યારે આવશે? આ પછી કાલુ શેઠે કહ્યું કે – રવિશરણ સાહેબનો મેસેજ આવ્યો છે, તમે લોકો ચા-નાસ્તો શરૂ કરો, હું આવું છું. ત્રણેય જણા 40 વર્ષ પછી એકબીજાને મળીને ખુશ હતા. કલાકો સુધી મજાક ચાલી, પણ રવિશરણ આવ્યો નહિ. કાલુ શેઠે કહ્યું કે ફરી રવિશરણ સરનો મેસેજ આવ્યો છે, તમે ત્રણેય તમારું મનપસંદ મેનુ પસંદ કરીને ખાવાનું શરૂ કરો. જમ્યા પછી પણ રવિશરણ દેખાયો નહીં. બિલ માગતાં જ ત્રણેયને જવાબ મળ્યો કે ઓનલાઈન બિલ ચૂકવાઈ ગયું છે. સાંજના આઠ વાગે એક યુવક કારમાંથી નીચે ઉતર્યો અને ભારે હૈયે જવાની તૈયારી કરતા ત્રણેય મિત્રો પાસે પહોંચ્યો. ત્રણેય તે માણસને જોતા જ રહ્યા. યુવક બોલવા લાગ્યો, હું તમારા મિત્રનો દીકરો યશવર્ધન છું, મારા પિતાનું નામ રવિશરણ છે. પપ્પાએ મને આજે તમારા આવવા વિશે કહ્યું હતું, તેઓ આ દિવસની રાહ જોતા હતા, પરંતુ ગયા મહિને એક ગંભીર બીમારીને કારણે તેમનું અ-વ-સા-ન થઈ ગયું. તેઓએ મને તમને લોકોને મોડેથી મળવા માટે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જો તું વહેલો નીકળીશ, તો તેઓ ઉદાસ થશે, કારણ કે મારા મિત્રો જ્યારે જાણશે કે હું આ દુનિયામાં નથી રહ્યો તો તેઓ મસ્તી નહીં કરે, અને તેઓ એકબીજાને મળવાનો આનંદ ખોઈ બેસસે. તેથી તેમણે મને મોડા આવવાનો આદેશ આપ્યો હતો. તેમણે મને તેમના વતી તમને ગળે મળવાનું પણ કહ્યું. એ પછી યશવર્ધને તેના બંને હાથ ફેલાવ્યા. આજુબાજુના લોકો ઉત્સુકતાથી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. તેમને લાગ્યું કે તેઓએ આ યુવકને ક્યાંક જોયો છે. પછી યશવર્ધને કહ્યું કે, મારા પિતા શિક્ષક બન્યા અને ભણાવીને મને કલેક્ટર બનાવ્યો. આજે હું આ શહેરનો કલેક્ટર છું. બધા આશ્ચર્યચકિત થઈ ગયા. કાલુ શેઠે કહ્યું કે હવે 40 વર્ષ પછી નહીં, પરંતુ દર 40 દિવસે આપણે આપણી હોટેલમાં વારંવાર મળીશું, અને દરેક વખતે મારી તરફથી એક ભવ્ય પાર્ટી હશે. તમારા મિત્રો, સ્નેહીજનો અને સંબંધીઓને મળતા રહો. તમારા પ્રિયજનોને મળવા માટે વર્ષો સુધી રાહ ન જુઓ. કોણ જાણે ક્યારે કોઈનાથી અલગ થવાનો સમય આવી જાય અને આપણને ખબર પણ ન પડે. કદાચ આપણું પણ એવું જ છે. આપણે આપણા કેટલાક મિત્રોને ગુડ મોર્નિંગ, ગુડ નાઈટ વગેરે સંદેશાઓ મોકલીને જીવતા હોવાનો પુરાવો આપીએ છીએ. જીવન પણ એક ટ્રેન જેવું છે, જ્યારે સ્ટેશન આવશે ત્યારે ઉતરી જવું પડશે. અને રહી જશે તો માત્ર ઝાંખી યાદો. તો પરિવાર સાથે રહો, અને જીવતા હોવાનો આનંદ અનુભવો. માત્ર હોળી કે દિવાળીના દિવસે જ નહીં, પરંતુ અન્ય તમામ પ્રસંગોએ અથવા દરરોજ મળો ત્યારે એકબીજાને ભેટો તો તમારી મિત્રતા વધુ મજબૂત થશે. આ સ્ટોરી અન્ય ગ્રુપની સાથે સાથે તમારા સંબંધીઓ, મિત્રો અને પરિચિતો સાથે પણ ચોક્કસ શેર કરજો.. 🙏🙏🙏

એક નિઃસ્વાર્થ ભાવે કરેલું કાર્ય* *ક્યારેય નિષ્ફળ જતું નથી.*

 *કર્મ ના ફળ નું ફળ* સ્કોટલેન્ડમાં આવેલા મોટા-મોટા ખેતરોમાંથી એક ખેડૂત, જેનું નામ ફલેમિંગ હતું. એ ઝપાટાભેર જઈ રહ્યો હતો. એને ઘેર પહોંચવાની ઉ...