Friday, October 30, 2020

બહુ જ સુંદર લખાણ છે તમને ગમશે

 


⭐⭐⭐⭐⭐⭐⭐⭐


જીંદગી સિતાફળ જેવી છે,

હજી માંડ ક્રીમની મજા લઈએ ત્યાં ઠળિયો આવી જાયછે.


વિશ્વાસ સ્ટીકર જેવો હોય છે.

બીજી વખત પહેલાં જેવો નથી ચોટતો.


લાગણીનુ તો છે ઘાસ જેવુ,

ઉગી આવે જ્યા મળે ભીનાશ જેવુ..


વળાંક આવે તો વળવું પડે

એને રસ્તો બદલ્યો ના કહેવાય..


મુઠ્ઠીભર નું હૈયુ

ને ખોબાભરનું પેટ,

મુદ્દા તો બેજ

તોય કેટકેટલી વેઠ..!!


કોઈકે પૂછ્યું,

"તમે આટલા બધા ખુશ

કેવી રીતે રહી શકો છો?"

મેં કહ્યું

કેટલાક નું સાંભળી લઉ છું,

કેટલાક ને સંભાળી લઉ છું.


કડવું બોલનાર નું"મધ"વેચાતું નથી

  ને..

મીઠું બોલનાર ના "મરચાં" વેચાઈ  જાય છે..


શિયાળામાં લોહી વહેતું રાખે એ માટે એક તાપણું જોઈએ,

અને

લાગણી વહેતી રાખે એ માટે એક આપણું જોઈએ.


જેને ગમ્યો એમણે ધૂપ કહી દીધો મને,

ના ગમ્યો જેને ધુમાડો કહી ગયા મને!


પ્રભુને મળવા ગયો, ને

રસ્તો ભૂલી ગયો, માણસ તો બનવા ગયો, પણ પ્રેમ ભૂલી ગયો,

પરિવાર ને પામવા ગયો ત્યાં

ખુદ ને ભૂલી ગયો, પૈસા ને પામવા ગયો, તો પરિવાર ને ભૂલી ગયો.

જિંદગી ની દોડ માં હું ઉમર ભૂલી ગયો,

અને ઉમર યાદ આવી ત્યારે,

હું જીવન ભૂલી ગયો..

 

કોઇકની ખામી શોધવા વાળા માખી જેવા હોય છે સાહેબ..

જે આખું સુંદર શરીર છોડીને ઘાવ ઉપર બેસતા હોય છે..


મારી સાથે બેસીને...

સમય પણ રડ્યો એક દિવસ

બોલ્યો તું મસ્ત વ્યક્તિ છે..

હું જ ખરાબ ચાલી રહ્યો છુ..


શું વેંચીને તને ખરીદુ,

" જિંદગી"

મારુ તો બધુજ ગીરવી પડ્યું છે.

જવાબદારીના બજારમાં..


દિલનો નેક છું સાહેબ..

"શરારત" કરું છું સૌની સાથે પણ "સાજિસ" નહિ

સ્વાદ અલગ છે મારા શબ્દોનો..

ઘણા ને સમજાતો નથી...

તો ઘણા ને ભૂલાતો નથી..


રોજ સાંજે... સુરજ નહિ..

પણ..

આ અણમોલ જિંદગી . .

ઢળતી જાય છે..


આંસુ ને ક્યાં હોય છે કોઈ વાણી..

સમજોતો મોતી ન સમજો તો પાણી..


સહન કરવાની આવડત હોય તો મુસીબતમાંય રાહત છે,

હ્રદય જો ભોગવી જાણે તો દુઃખ પણ એક દોલત છે..


એકાંત ને ઓગાળી ઓગાળી તેમા વ્યસ્ત રહુછુ.

માણસ છુ મુરઝાઉ છુ તોયે મસ્ત રહુછુ..‼️


આંખોમાં વસનારા જ રડાવી જાય છે...

દસ્તુર તો જુઓ આ દુનિયાનો પોતાના,

મો ચડાવી બેઠા ને પારકા હસાવી જાય છે..


મા-બાપનો વારસો સંભાળો એને સંસ્કાર ના કેહવાય,

પણ વારસાની સાથે મા-બાપને સંભાળો તો સંસ્કારી કેહવાય.


ફિક્કા ચેહરાઓની,

ડોક્ટરે લોહીની તપાસ કરાવી ..

રિપોર્ટ માં આવ્યું,

સંબંધો ની ઉણપ છે ..


: મગજ કયારેય સીધું ચાલતું નથી,

અને હ્રદયને આડુ ચાલતા આવડતું નથી,

સરવાળે,,,,,

મગજ વાળા,હ્રદય વાળાની ભરપૂર મઝા લે છે.


❛જે માંગો એ મળી જાય એ શક્ય નથી,

જિંદગી છે આ બાપાનું ઘર નથી..


*જીંદગી ના છેલ્લા દિવસે પણ મોજ થઈ શકે,*

*પણ ખબર ના પડવી જોઈએ કે આજ છેલ્લો દિવસ છે...*


*ખબર છે કે મારૂં કશું પણ નથી*

*છતાં છોડવાનું ગજું પણ નથી!*🙏

Thursday, October 22, 2020

લ્યુના: એનો પણ એક જમાનો હતો કે ‘ચલ મેરી લ્યુના’

 લ્યુના: એનો પણ એક જમાનો હતો કે ‘ચલ મેરી લ્યુના’


આજે સવારે ચાલતા અચાનક એક ઘરની દીવાલ પાસે બિસ્માર અને ખખડધજ થઈ ગયેલ લ્યુના મોપેડને જોતા તેની જાહોજલાલી યાદ આવી ગઈ. સાત દસકા પહેલા દેશમાં આજની જેમ જ વસતિ હતી અને રસ્તાઓ ઉપર સાયકલો અને એક નાનકડી બકરી જેવું મોપેડ એટલે કે મોટર અને પેડલથી ચાલતું એક કિફાયતી વાહન  જે એકદમ મધ્યમવર્ગના લોકો અને કારીગર વર્ગ માટેનું મુસાફરી કરવાનું હાથવગું સાધન હતું તે લ્યુના. કારણ કે દરેક વ્યક્તિના જીવનનું પ્રથમ વાહન લ્યુના હોઈ શકે.


દેશ આર્થિક રીતે થોડો સમૃધ્ધ થતો જતો હતો તે અરસામાં 1972 માં એક કંપનીએ ઈટાલીની પિઆગીઓ સીઓ નામની મોટરસાયકલ/સ્કૂટર બનાવતી કંપની પાસેથી 50 સીસીનું હળવું વાહન બનાવાનું લાઈસંસ મેળવ્યું અને દેશમાં તેનું ઉત્પાદન શરૂ કર્યું. લ્યુના દેશી બનાવટનું પ્રથમ મોપેડ હતું. બહુ ટૂંકા ગાળામાં લ્યુના મોપેડ લોકપ્રિય થઈ ગયું અને ઘરેઘરે જાણીતું થઈ ગયું.


લોકો તેની સરખામણી સાયકલ અને મોટરબાઈકની વચ્ચે કરતા. લ્યુના ખુબ હળવું હોવાથી લોકોને ચલાવવામાં સરળ રહેતું અને તેની આ લાક્ષણિકતાને લીધે દેશમાં તોફાન મચાવી દીધું હતું. ઘણાં મોપેડ ત્યાર પછી બજારમાં આવ્યા પણ એ બધાની વચ્ચે લ્યુનાનો દબદબો અલગ જ હતો. તેનું કારણ એક તો તેનો દેખાવ નાજુક હતો અને સ્ટીલ બોડીના કારણે સ્ટાઈલીશ દેખાતું હતું.


બ્લ્યુ અને મરૂન કલરના અસંખ્ય લ્યુના તો દેશની બજારોમાં સર્પાકાર દોડતા દેખાતા. પેડલથી કીક મારો એટલે ફટ કરતું ચાલુ થઈ જાય અને રસ્તામાં બંધ પડે તો પેડ્લ મારીને ઘરે કે રિપેરરની દુકાને આસાનાથી જઈ શકાતું. લ્યુનાની ડિઝાઈન એવી હતી કે કોઈપણ સ્ત્રી કે પુરુષ સરળતાથી બ્રેક અને એક્સીલેટ કરી શકે. એવરેજ પણ 60 કિલોમીટરની આવતી. જાળવણીનો ખર્ચ નહીવત. લોકો ઘરે પણ સર્વિસ કરી નાખતા. શરૂમાં પાછળની સીટ ફક્ત સ્ટીલની જ રહેતી પણ લોકોએ તેને કુશનવાળી ડબલ સીટમાં ફેરવી નાખી અને સહકુટુમ્બ 20 કે 30 ની સ્પીડ સાથે લોકો નીકળી પડતા. ઘણાં કિસ્સામાં તો લ્યુના ઉપર પતિ-પત્નિ અને ત્રણ બાળકો બેઠા હોય અને મસ્ત રીતે ધીમી ગતિએ લ્યુના દોડે જતું હોય એ દ્રશ્ય જોતા લોકો ખુશ થઈ જતા. સીતમાં ટૂંકમાં બચત જ બચત.


સીટ અને હેંડલની વચ્ચેની જગ્યા પણ મોટી હતી જેને ફૂટરેસ્ટ કહેવાતી જેમાં અનાજનો ડબ્બો, શાકના થેલા કે અન્ય સામાન ગોઠવી જઈ શકાતું. 50 કિલોના ઘંઉં કે ચોખાના બાચકા આ ફૂટ રેસ્ટ ઉપર લોકો લઈ જતા. ગ્રામ્ય પ્રદેશોમાં તો તો લ્યુનાનો કચ્ચરઘાણ નીકળી જાય તે રીતે માલલસામાનની હેરફેર કરવામાં આવતી. શહેરોમાં આખા કુટુમ્બનો ભાર ઉપાડી લ્યુના ગતિ કરતું  લ્યુના નક્કર સ્ટીલમાંથી બનેલું હોવાથી તે પડતું તો પણ બોડી ઉપર ગોબા દેખાતા નહી. તેની બ્રેક સિસ્ટમ પણ અસરકારક હોવાથી લ્યુનાને બ્રેક મારો કે સડક પર ચોંટી જાય.


ભારતીય મધ્યમવર્ગના સમાજ માટે સાયકલ અને સ્કૂટરની વચ્ચે એક વાહન હોવું જોઈએ જે દેશના કોઈપણ ભાગમાં ચાલી શકે અને ચલાવવામાં સરળ, વજનમાં હળવું અને કિમતમાં સસ્તું હોવું જોઈએ એવા નક્કર અભિગમથી પુનાની કિનેટિક એંજિનિયરરીંગ કંપનીએ લ્યુના બનાવેલું. અને તેમનો આ અભિગમ લ્યુનાના વેચાણે યથાર્થ કરી બતાવ્યો. 1980ના સમયમાં ભાવનગરના હલુરિયા ચોક અને ઘોઘા દરવાજે સવારે 10-30 વાગ્યે બેંક કર્મચારીઓ,  વેપારીઓ અને ખરીદી કરવા આવતા થોકબંધ લોકોને લ્યુના ઉપર જોવાનો એક લહાવો હતો. સરકારી કર્મચારીઓને તો વાહન ખરીદવા માટે આગોતરી લોન મળતી અને તેમાં લ્યુનાની   ખરીદી કરતા


એ સમયમાં લ્યુનાની જાહેર ખબરમાં શબાના આઝમી અને સ્મિતા પાટીલ આવતા. મહારાષ્ટ્રમાં યોજાતી આંતરશાળા ક્રિકેટ સ્પર્ધામાં મેન ઑવ ધ મેચ થનાર ખેલાડીને લ્યુના આપવામાં આવતું જેમાં એક સમયમાં સંદીપ પાટીલ અને બી.એસ ચંદ્રશેખરને મળ્યું હતું. તો એસએસસીની પરીક્ષામાં ટોપરને પણ લ્યુના અપાતું. ફિલ્મ ગોપીચંદ જાસુસમાં રાજ કપૂરને લ્યુના ઉપર સવારી કરતા જોઈ શકાય છે. તે સમયની તમીળ ફિલ્મોમાં તો અસંખ્ય વાર હિરો અને હિરોઈન લ્યુના ચલાવતા. હિંદી ફિલ્મોના દિગ્દર્શક શ્યામ બેનેગલ ત્યારે જાહેરાતની ફિલ્મો બનાવતા એમણે લ્યુના માટેઘણી જાહેરાતો બનાવેલી.


પણ લ્યુનાને સર્વાધિક પ્રસિધ્ધિ મળી 1984 માં જ્યારે પીયુષ પાંડે જાહેરાતના ક્ષેત્રમાં દાખલ થયા અને ‘ચલ મેરી લ્યુના’ ની જાહેર ખબરથી આક્રમણ કર્યું. આ તેમની પ્રથમ જાહેરાત હતી અને તેનાથી પીયુષ તો લોકપ્રિય થયા સાથોસાથ લ્યુના પણ. લ્યુનાને સંકટ સમયનો સાથી અને દરેક વખતે લોકોને ઉપયોગી થયું છે તેવા ભાવનિર્દેશ સાથે જાહેરાતો બનાવામાં આવેલી. જો તમને બરોબર યાદ હોય તો સહેજ માથાને ટપલી મારી ભૂતકાળમાં સરી જાવ. સરકારી કર્મચારી રામ મુરારી, વ્યાપારી રવીકુમાર, મેડીકલની સ્ટુડંટ રાધા આ બધા લ્યુનાના પાત્રો હતા. કઠીન સમય એટલે કે હડતાલ, ઓફિસે સમયસર પંહોચવું, ધંધારોજગારને સાચવવો, આ બધી વિટંબણામાં લ્યુના મોપેડ કેવો અસરકારક સાથ આપે છે  તે જાહેરખબરની લોકમાનસ ઉપર ખુબ અસર થયેલી. 


સતત 25 વર્ષ સુધી કિફાયતી વાહન તરીકે લ્યુનાનું અસ્તિત્વ રહ્યું. 1990 પછી ભારતીય બજારમાં ક્રમશ: મોટરબાઈકનું આગમન થયું. લોકોની આર્થિક સમૃધ્ધિ વધી ત્યારે લ્યુનાનું આકર્ષણ ઘટતું ગયું. લોકો સ્પીડ અને જવામર્દી ઈમેજને પસંદ કરવા લાગ્યા.


લ્યુનાએ પતિ-પત્નિને નજીક લાવવાનું પણ કામ કરેલું છે. પહેલાતો ચાલતા કે બસમાં જતા પણ લ્યુનાના આગમનના કારણે પત્નિ પાછળની સીટ પર સહેજ અડીને બેસી જતી. ગ્રામ્ય મહિલાઓ પણ લોકોની પરવા કર્યા વગર એકદમ સલુકાઈથી લ્યુના પાછ્ળ બેસી એક ગામથી બીજા ગામની સફર કરતી અને ગામ વટાવે એટલે માથાનો ઘુંઘટ ખસેડી લેતી ને હવામાં ફરફરતા વાળની મજા માણતી.

Wednesday, October 14, 2020

જંગલમાં સિંહે એક ફેકટરી ચાલુ કરી ... 🏭

 જંગલમાં સિંહે 

એક ફેકટરી ચાલુ કરી ... 🏭


એમા વર્કર મા પાંચ કીડી હતી, 🐜

 

જે સમયસર આવી ને પોતાનુ 

બધુ કામ ઈમાનદારીથી કરતી... 💪🏻


સિંહનો બિઝનેસ

બરાબર ચાલતો હતો, 🦁


એમા સિંહને મનમાં થયુ કે, 🤔

પાંચ કીડી જો

આટલુ સરસ કામ કરે છે, 👌🏻


તો એને કોઈ 

એક્ષપર્ટની દેખરેખમાં રાખુ તો 🧐

વધારે સારૂ કામ કરશે ... 😎


એણે એક ભમરાને 

પ્રોડકશન મેનેજર તરીકે રાખ્યો, 🐝 

ભમરાને કામનો અનુભવ હતો &

રીપોર્ટ લખવામાં પણ એક્ષપર્ટ હતો... 📝


ભમરાએ સિંહને કહ્યુ કે, 🐝...🦁

સૌથી પહેલા આપણે

કીડીઓનુ વર્ક શેડ્યુલ બનાવવુ પડશે,

🐜📝


પછી એનો રેકોર્ડ પ્રોપરલી રાખવા માટે 

મારે એક સેક્રેટરીની જરૂર પડશે...✍🏻


સિંહે મધમાખીને 

સેક્રેટરી તરીકે રાખી લીધી,🐞


સિંહને મધમાખીનુ કામ ગમ્યુ

 & કહ્યુ કે, 🦁...🐞


કીડીઓનુ 🐜

અત્યાર સુધીના કમ્પલીટ કાર્યનો

રીપોર્ટ & પોગ્રેસ ગ્રાફ રજુ કરો...📝📊


મધમાખીએ કહ્યુ ઠીક છે, 🐞🤔


એના માટે મારે 

એક કોમ્પયુટર, 🖥

લેઝર પ્રિન્ટર અને 🖨

પ્રોજેકટર જોઈ છે... 📽


સિંહે એક 🦁

કોમ્પયુટર ડીપાર્ટમેન્ટ જ

બનાવી આપ્યો 🏣


                 *&*


એના હેડ તરીકે 

બિલાડીની નિમણુક કરી દીધી, 🐱


હવે કીડીઓ કામને બદલે 🐜

રીપોર્ટ પર વધારે ધ્યાન આપવા લાગી

📊🤔📝


એના લીધે એનુ કામ અને પ્રોડકશન

ઓછુ થવા લાગ્યુ...🥴


સિંહને લાગ્યુ કે હજી એક 

ટેકનિકલ એક્ષપર્ટ રાખવો પડશે... 🤔


જે બધા ઉપર 

દેખરેખ ને સલાહ આપી શકે...🤩


એટલે વાંદરાને 

એક્ષપર્ટ તરીકે રાખી લીધો, 🐵


હવે ફેકટરીમાં

જે કામ સોંપવામાં આવતુ...📊


તેમાં કીડીઓ ડર અને રીપોર્ટને 

લીધે પુર નો કરી શકતી... 🥴


 ફેકટરી નુકશાનમાં ચાલવા લાગી...🏭


સિંહે એક નફા નુકસાનના માસ્ટર ડીગ્રીવાળા 

શિયાળને નુકસાનના કારણ માટે બોલાવ્યો...🐺


🐺...ત્રણ મહીના પછી...🐺

 

*શિયાળે રીપોર્ટ સિંહને આપ્યો કે,*


ફેકટરીમા વર્કરની સંખ્યા વધારે છે 

માટે એને છુટા કરવામાં આવે...👊🏻


*હવે કોને કાઢવા*

🐜

🐝

🐞

🐱

🐒

🐺


છેલ્લે બધાએ નકકી કર્યુ કે , 

*કીડીઓને રજા આપવામાં આવે...* 


મોટા ભાગના સેકટરમાં

 આવુ જ હાલે છે.... 🏭


*જે મહેનત ને ઈમાનદારીથી કામ કરે તેને હેરાન પરેશાન થવું પડે છે *


બંધ બેસતી પાઘડીઓ પહેરવી નહી 


Only story of some companies... 😇

Monday, October 12, 2020

શરીર ની રચના કેવી રીતે કરવા મા આવી છે

 કૃતજ્ઞ છું પ્રભુ તારા એ પ્રેમ અને ઉપકાર માટે...

કેવી અદ્ભૂત રચના કરી છે મારા શરીરની...!!


૨૦૬ હાડકાઓ...કેટ-કેટલા સાંધાઓ...??

નહીં કોઈ સ્ક્રુ કે નહીં કોઈ નટ-બોલ્ટ...!!

સાવ છુટ્ટા..

છતાં જોડાયેલા જ રહે છે...


           કઈ રીતે રહે છે...??

           કંઈ ખબર નથી પ્રભુ....


આખા શરીરને આ ચામડીનું કવર 

કેવું ચડાવ્યું છે પ્રભુ....

કેટલું નાજુક..??

છતાં કેવું સંરક્ષક પડ..!!

ટાઢ,તાપ,વરસાદમાં શરીરનું રક્ષા-કવચ...!!


વળી, કેવી અદ્ભૂત રચના છે ચામડીની...???

સાંધો નહીં...સિલાઈ નહીં...!! વળી,


શરીરનો જેમ જેમ વિકાસ

થાય તેમ તેમ આ ચામડીનું

કવર પણ મોટું થાય....

અને, શરીર દુબળુ થાય તો નાનું થઈ જાય...!!


            કઈ રીતે થતું હશે આ....!!

            કંઈ ખબર નથી...


ચામડી તો એની એ જ...

                 પણ,

ઠંડી, ગરમીની સંવેદના અલગ-અલગ...


           કઈ રીતે થતું હશે આ...??

           કંઈ ખબર નથી...


મને એક જ ખબર છે પ્રભુ,

                  કે,

    તારો મારા પર પ્રેમ છે...


કૃતજ્ઞ છું પ્રભુ તારા એ પ્રેમ માટે....


 *દરેકે રોજ ભગવાન ને કરવા જેવી વિનંતી*


*હે પરમેશ્વર*

_મને મારા ભાગ્ય મુજબ *કણ*  આપજે,_ 

_હિંમતભેર ચાલી શકુ તેવા *ચરણ* આપજે,_ 

_હંમેશા કોઈનુ સારુ કરી શકુ તેવુ *આચરણ* આપજે,અને

_સદાય મુખપર સ્મિત ને હૈયે તારું *સ્મરણ* આપજે,_

_થાકી હારી જાઉં ત્યારે 

તારુ *શરણ* આપજે._🙏🏽

શુભ સવાર 

જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻

Sunday, October 4, 2020

શેરબજાર શું છે તે સમજીએ

 શેરબજાર  શું છે તે સમજીએ.


એક ગામ નજીક ઘણાં વાંદરા  રહેતા હતા 🐒🐒🐒🐒🐒🐒🐒🐒🐒


એક દિવસ એક વેપારી આ વાંદરાઓ ખરીદવા માટે ગામમાં આવ્યો! 🐵🐵🐵🐵🐵🐵🐵🐵


તેણે જાહેરાત કરી હતી કે તે દરેક વાંદરાને ₹1000 માં ખરીદશે. 🐵💵


ગ્રામવાસીઓને લાગ્યું કે આ માણસ પાગલ છે.😇


તેઓએ વિચાર્યું કે કોઈ કેવી રીતે ₹1000 માં રખડતા વાંદરાઓ ખરીદી શકે છે? 🤔


તેમ છતાં, કેટલાક લોકોએ વાંદરાઓને પકડ્યા અને તેને આ વેપારીને આપ્યા અને તેણે દરેક વાનર માટે ₹1000 ચુકવ્યા. 😬 


આ સમાચાર દાવાનળની  જેમ ફેલાય ગયા અને લોકો વાંદરાઓને પકડયા અને વેપારીને વેચી દીધા😬


થોડા દિવસો બાદ, વેપારીએ જાહેરાત કરી કે તે વાંદરાઓ ₹ 2000 માં ખરીદશે. 🐵💵💵 


હવે બાકીના વાંદરાઓને પકડવા માટે આળસુ ગ્રામવાસીઓ પણ ફરતા થઇ ગયા! 🐒🐒🐒🐒🐒🐒🐒


તેઓએ બાકીના વાંદરાઓને ₹2000 માં વેચ્યા😋


પછી વેપારીએ જાહેરાત કરી કે તે વાંદરાઓ ₹5000 માં ખરીદશે! 🐵💵💵💵💵💵 


ગ્રામવાસીઓ ઊંઘવાનુ છોડી રહી ગયેલ છ - સાત વાંદરાઓને પકડવાના શરૂ કર્યા ! ... અને પકડીને દરેકના ₹ 5000 મળવે છે. 🐵🐵🐵🐵🐵🐵🐒


ગ્રામવાસીઓ આગામી જાહેરાત માટે આતુરતાથી રાહ જોતા હતા 🙄


પછી વેપારીએ જાહેરાત કરી કે તે એક અઠવાડિયા માટે ઘરે જઈ રહ્યો છે. અને જ્યારે તે પાછો આવશે, ત્યારે તે ₹ 10000 માં ખરીદશે! 🐵💵💵💵💵💵💵💵💵💵💵


વેપારી પોતાના કર્મચારીને ખરીદેલ વાંદરાઓની સંભાળ રાખવા નુ કહ્યું. તે એક જ પાંજરામાં તમામ વાંદરાઓની સંભાળ રાખતો હતો 🤠🐒🐒🐒🐒🐒🐒🐒🐒🐒🐒🐒 


વેપારી ઘરે ગયો😎


ગ્રામવાસીઓ ખૂબ દુ: ખી હતા કારણ કે તેમની પાસે ₹ 10000 માં વેચવા માટે કોઈ વાંદરો બાકી ન હતો🙁😞😓


ત્યારે વેપારીના કર્મચારીએ કહ્યું કે તે દરેક વાનરને ₹7000 માં ગુપ્ત રીતે આપશે. 😶 


આ સમાચાર આગની જેમ ફેલાય છે કારણ કે વેપારી વાનરને ₹10000 માં ખરીદવા નો છે, અને દરેક વાનર માટે ₹3000 નો નફો મેળવી શકાય છે. 😬


બીજા દિવસે, ગ્રામવાસીઓએ વાંદરાના પાંજરા પાસે લાઇન લગાવી દીધી🐒🐒🐒🐒🐒🤑🤑🤑🤑🤑🤑


કર્મચારીએ ₹7000 માં એક લેખે તમામ વાંદરાઓ ને વેચી દીધા. પૈસાદાર લોકો એ પોતાની મુડી વડે ઘણાં વાંદરાઓ ખરીદી લીધા, જયારે ગરીબોએ પૈસા ધીરનાર પાસેથી નાણાં ઉછીના લઇને પણ વાંદરાઓ ખરીદ્યા! 🐒🐒🐒🐒🐒🐒🐒🐒🐒🐒💵💵💵💵💵💵💵💵💵💵 


ગ્રામવાસીઓ તેમના વાંદરાઓની સંભાળ રાખવા લાગ્યા અને વેપારી પાછા ફરવાની રાહ જોવા લાગ્યા. 😕 


પરંતુ કોઇ આવ્યુ નહી! ... 😤 પછી તેઓ કર્મચારી પાસે દોડી ગયા ... 🤠 


પરંતુ કર્મચારીએ પહેલેથી જ ગામ છોડી દીધું હતુ!😉


હવે ગ્રામવાસીઓને ખબર પડી કે તેઓએ ₹7000 માં નકામા રખડતા વાંદરાઓ ખરીદ્યા છે અને તેમને વેચવા માટે અસમર્થ છે! 😩😫😨😰😭😭😭😭😭😭 


    *ચેતજો અને ચેતવજો*_

આરતી ગાઈએ છીએ પણ તેનો અર્થ જાણીએ

 *આરતી ગાઈએ છીએ પણ તેનો અર્થ જાણીએ  નવરાત્રિ કે અન્ય શુભપ્રસંગે જ્યાં માતાજીની અર્ચના પૂજા કરવામાં આવે છે, ત્યાં ગવાતી મા અંબેની આરતી *‘જય આ...