Wednesday, May 27, 2020

કેટલી ખબર પડી ગઈ?

કેટલી ખબર પડી ગઈ?
01 ભગવાને નિર્માણ કરેલી પ્રકૃતિને હાની પહોંચાડવાથી શું થાય છે તેનીખબર પડી.
02. દેશી દવા કેટલી ગુણકારી છે તેની ખબર પડી
03. Lockdown માં મૃત્યુ, ભોજન કે  બેસણા વિના કામ ચાલી રહ્યું છે એટલા માટે આ યોગ્ય સમય છે કે આવા સામાજિક કુરિવાજો કાયમ માટે બંધ કરી દેવા જોઈએ.
04. પ્રસંગ વગર એક થાળી વગાડવાથી કેટલો આનંદ થાય છે તેની ખબર પડી.
05 વિદેશમાં વસતા લોકોને ભારત (વતન) શું છે? તેની ખબર પડી
06. વિભક્ત કુટુંબને સંયુક્ત કુટુંબ શું છે તેની ખબર પડી.
07. કોઈપણ વસ્તુ વગર ચાલે છે તેની ખબર પડી.
08. જે લોકો કહેતા હતા કે મારી પાસે સમય નથી તેને સમય શું છે? તેની ખબર પડી.
09. મંદિરોમાં ગયા વગર પણ ભક્તિ થઈ શકે છે તે પણ શીખવા મળ્યું.
10. કોઈપણ પ્રકારના જંક ફૂડ વગર સરસ જીવી શકાય છે તેની ખબર પડી.
11. કોઈપણ પ્રકારની અગવડને સગવડમાં ફેરવી શકાય છે તેની ખબર પડી.
 Till awaited for more
 🌹🌷🌹

Monday, May 25, 2020

Future Planning શિયાળા નુ છાણુ અને જુવાની નું નાણું* 💰💰*જૂનાં જમાનામાં એક રાજ્યમાં એક

.*      *શિયાળા નુ છાણુ અને જુવાની નું નાણું*
💰💰💰💰💰💰
*જૂનાં જમાનામાં એક રાજ્યમાં એક એવો રીવાજ હતો કે દર પાંચ વર્ષે રાજાની નિયુક્તિ ગામની પ્રજામાંથી જ થાય અને પાંચ વર્ષ સુધી રાજા રાજ કરે અને નવો રાજા આવે એટલે જુના રાજાને રાજ્યની બહાર આવેલ નદીને સામે પારના ગાઢ જંગલમાં ભગવાન ભરોસે મૂકી આવવાનો. ત્યાના જંગલી જાનવરો આ રાજાનો શિકાર પણ કરી જાય અને એનું જીવન સમાપ્ત થઇ જાતું*
  *પ્રજામાંથી રાજાની નિમણૂક એક હાથી કરતો. એની સૂંઢમાં એક મોટો હાર લટકાવવામાં આવતો. ગામ વચ્ચેથી હાથી નીકળે અને જેના ગળામાં હાર નાખે એ રાજા! પાંચ વર્ષ સુધી એ રાજા હતો! અપાર જાહોજલાલી અને એશો આરામની જિંદગી. પણ પાંચ વર્ષ પછી રાજાની હાલત જોવા જેવી હોય! નવો રાજા આવે એ જુના રાજાને દોરડે બાંધીને નદીને પેલે પાર મુકવા જાય. જુનો રાજા કરગરે, જિંદગીની ભીખ માંગે પણ નવો રાજા એને ન સાંભળે*
  *એક રાજાની પાંચ વર્ષની ટર્મ પૂરી થઇ અને નવો રાજા નિયુક્ત થતાં જ જુના રાજાને દોરડેથી બાંધવા સૈનિકો આવ્યા એટલે રાજા હસીને કહે, ‘મને દોરડાથી બાંધવાની જરૂર નથી. હું તમારી સાથે જ આવું છું, ચાલો!’ સૈનિકો વિચારમાં પડી ગયા કે આ પહેલો રાજા આમ બોલે છે. અત્યાર સુધીના રાજાઓ તો કરગરતા. તેમ છતાં સૈનિકોએ એને ચારેબાજુથી કોર્ડન કરી લીધો કે જેથી એ ભાગી ન જાય! રાજા ગામ વચ્ચેથી રૂઆબથી ચાલતો નીકળ્યો અને નેતાની જેમ ગામ લોકોને હાથ હલાવતો ચાલી નીકળ્યો. નવો રાજા પણ એને જોઈ રહ્યો હતો કે આ હસતો હસતો કેમ જાય છે! અત્યાર સુધી ગામ લોકોએ રોતો કકળતો અને કરગરતો રાજા જ જોયો હતો. પણ આજે સાવ વિપરીત પરિસ્થિતિ હતી. આ રાજા તો લોકોનું અભિવાદન ઝીલતો હતો!*
  *નદીને પેલે પાર જવા એને નાવમાં બેસાડવામાં આવ્યો ત્યારે નાવિક પણ અચરજમાં પડી ગયો. અત્યાર સુધીના રાજાઓને તો દોરડે બાંધેલા હતા અને તેઓ રાડો પાડીને ‘બચાવો! બચાવો!ની બૂમ પાડતા હતા! જયારે આ રાજા તો ગીત ગાતો હતો! જયારે નાવ ચાલી નીકળી ત્યારે નાવિક કહે, ‘રાજા, તું પહેલા રાજા છો કે આમ હસતા હસતા વિદાય લઇ રહ્યો છો! તને મોતનો ડર નથી લાગતો? તારામાં કાંઈક રહસ્ય તો છે જ!’ રાજા કહે, ‘તારી વાત સાચી છે! તેં મને સાચો ઓળખ્યો! ચાલ, તને પૂરી વાત કહું’:*
*જે દિવસે હું રાજા બન્યો ત્યારથી જ હું જાણી ગએલો કે પાંચ વર્ષ પછી મારો વારો પણ દોરડે બંધાઈને જંગલમાં જવાનો જ છે! એટલે મને વિચાર આવ્યો કે હું પાંચ વર્ષ પછી પણ કાયમ રાજા બનીને જ રહું તો! એટલે રાજા બનીને મેં તરત જ સૈનિકો અને મજુરોને નદીને સામેનાં જંગલમાં મોકલીને જંગલ સાફ કરવાનો હુકમ આપ્યો! હું રાજા હતો. ગમે તે હુકમ આપી શકું તેમ હતો. એટલે મેં સૌથી પહેલું આ કામ કર્યું. બીજા વર્ષે ત્યાં હોંશિયાર પ્રધાનોને મોકલીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવેલોપ કરાવ્યું. પ્રજા માટે સારા રસ્તા, તળાવ, અને શાળા બનાવરાવ્યા. ત્રીજા વર્ષે કડીયાઓ અને મીસ્ત્રીઓને મોકલીને મારો મહેલ અને પ્રજા માટે મકાનો બનાવરાવ્યા. ચોથા વર્ષે એ વિસ્તારને ‘ટેક્સ ફ્રી’ ઝોન જાહેર કરીને સારા બિઝનેસમેનોને ત્યાં વેપાર કરવા મોકલી દીધા. પાંચમાં વર્ષે ત્યાં તમામ પ્રોફેશનલ લોકો જેવા કે વૈદ્ય, હજામ, સોની, શિક્ષકો, નાણા ધીરનાર જેવા અનેકને સ્થાયી થવાનું આમંત્રણ આપ્યું. આજે પાંચ વર્ષ પૂરા થયા. જો ભાઈ, ધ્યાનથી સાંભળ...તને દૂરથી શરણાઈ, ઢોલ અને નગારાનો અવાજ સંભળાય છે? એ મારા સ્વાગત માટે પ્રજાજનો રાહ જુએ છે. મને રાજા તરીકે અહીં તો ફક્ત પાંચ વર્ષ જ રાજ કરવા મળ્યું, પણ ત્યાં તો હું આખી જિંદગી રાજા બનીને રહેવાનો! આ છે મારી મુસ્કાનનું રહસ્ય!*’
  *દોસ્ત, બીજા રાજાઓ તો પાંચ વર્ષ ફક્ત ભોગ વિલાસમાં જ માહોલતા રહ્યા! પણ હું જાણતો હતો કે ભગવાને આપણી કમાણીને પણ અમુક વર્ષો જ આપેલા છે. જો તે દરમ્યાન ભવિષ્યનું અને આવનારી અવસ્થાનું પ્લાનિંગ કરી લઈશું તો આખી જિંદગી રાજા બનીને જીવી શકાશે! પણ જો 5-15 વર્ષ કરક્સર થી, ઐયાશી વગર, ભવિષ્ય ના પ્લાનીંગ સાથે જીવીશું તો બીજા રાજાઓની માફક કાકલુદી કરવાનો વારો જ ન આવે*

*દોસ્તો પ્લાનિંગ માટે આવક માંથી સૌ પ્રથમ ઈન્વેસ્ટમેન્ટ નું પ્લાનિંગ કરી પછી ખર્ચ કરાય.*

*તમને મળેલા કમાણી ના (પાંચ) વરસો માં આખી જિંદગી રાજા બનીને જીવો એવી વ્યવસ્થા કરી લો, કોઈ ની પાસે કાકલૂદી કરવાનો વારો નહીં આવે.*

એટલે જ આપણે ત્યાં કહેવત છે... "નાનપણમાં દળેલું, ઘડપણમાં રળેલું"

Monday, May 18, 2020

માનવ શરીર અદ્ભૂત છે



*મજબૂત ફેફસા*
આપણા ફેફસાં દરરોજ 20 લાખ લિટર હવાને ફિલ્ટર કરે છે. આપણને એનો અંદેશો પણ નથી આવતો. જો ફેફસાંને ખેંચવામાં આવે, તો તે ટેનિસ કોર્ટના એક હિસ્સાને આવરી લેશે. 📌

*આવી કોઇ ફેક્ટરી નથી*
આપણું શરીર દર સેકન્ડે 25 કરોડ નવા સેલ બનાવે છે. વળી દરરોજ 200 અબજથી વધુ રક્ત કોશિકાઓ ઉત્પન્ન થાય છે. દર વખતે શરીરમાં 2500 અબજ રક્ત કોષો હોય છે. લોહીના એક ટીપામાં 25 કરોડ કોશિકાઓ છે. 📌

*લાખો કિલોમીટર મુસાફરી*
માનવ રક્ત દરરોજ શરીરમાં 1,92,000 કિલોમીટર મુસાફરી કરે છે. આપણા શરીરમાં સરેરાશ 5.6 લિટર લોહી છે, જે દર 20 સેકંડે એકવાર સમગ્ર શરીરમાં ફરી લે છે. 📌

*ધબકારા*
તંદુરસ્ત વ્યક્તિનું હૃદય દરરોજ 100,000 વખત ધબકે છે. તે વર્ષમાં 30 કરોડકરતાં વધુ વખત ધડકી ચૂક્યું હોય છે. હૃદયના પંમ્પિંગનું દબાણ એટલું વધારે હોય છે કે તે લોહીને 30 ફુટ જેટલું ઉપર ઉછાળી શકે છે. 📌

*બધા કેમેરા અને દૂરબીન નિષ્ફળ*
માનવ આંખ એક કરોડ રંગો વચ્ચેનો બારીકમાં બારીક તફાવત પારખી શકે છે. હાલમાં વિશ્વમાં એવું કોઈ મશીન નથી જે તેની સાથે સ્પર્ધા કરી શકે. 📌

*નાકમાં એર કંડિશનર*
આપણા નાકમાં કુદરતી એર કન્ડીશનર છે. તે ઠંડી હવાને ગરમ અને ગરમ ​​હવાને ઠંડી કરી ફેફસાંમાં જવા દે છે.

*કલાક દીઠ 400 કિ.મી. ની ગતિ*
ચેતાતંત્ર શરીરના બાકી હિસ્સામાં કલાકના 400 કિલોમીટરની ઝડપે જરૂરી સૂચનાઓનું પ્રસારણ કરે છે. માનવ મગજમાં 100 અબજ કરતાં વધુ નર્વ સેલ્સ છે. 👍

*જબરદસ્ત મિશ્રણ*
શરીરમાં 70 ટકા પાણી છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં કાર્બન, જસત, કોબાલ્ટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નિકલ અને સિલિકોન છે. 👌🏻

*અજબ છીંક*
છીંકતી વખતે બહાર ફેંકાતી હવાની ઝડપ પ્રતિ કલાક 166 થી 300 કિલોમીટર સુધી હોઈ શકે છે. ખુલ્લી આંખે છીંકવું અશક્ય છે. 🟡

*બેક્ટેરિયાનું ગોદામ*
માનવ શરીરનું ૧૦ ટકા વજન એમાં રહેલા બેક્ટેરિયાને કારણે છે. એક ચોરસ ઇંચ ત્વચામાં 3.2 કરોડ બેક્ટેરિયા હોય છે.

*ઇએનટીનું  વિચિત્ર વિશ્વ*
આંખો બાળપણમાં જ પુરેપુરી વિકસી ચૂકે છે, બાદમાં તેમાં કોઈ વિકાસ થતો નથી. જ્યારે નાક અને કાનનો વિકાસ સમગ્ર જીવન પર્યંત ચાલુ રહે છે. કાન લાખો અવાજોમાં ભેદ પારખી શકે છે. કાન 1,000 થી 50,000 હર્ટ્ઝ વચ્ચેનાં અવાજનાં મોજા સાંભળી શકે છે.

*દાંતની કાળજી લો*
માનવ દાંત શીલા જેવા મજબૂત છે. પરંતુ શરીરના અન્ય ભાગો પોતાની કાળજી પોતે જ લે છે, જ્યારે દાંત બીમાર થયા પછી પોતાને સુધારવા માટે સક્ષમ નથી.

*મોંમાં ભીનાશ*
માનવ મોંમાં દરરોજ 1.7 લિટર લાળ બને છે. લાળ ખોરાકનું પાચન કરે છે તે ઉપરાંત જીભમાં રહેલી 10,000 કરતાં વધુ સ્વાદ ગ્રંથિઓને ભેજવાળી રાખે છે.

*પલક ઝપકતાં*
વૈજ્ઞાનિકો માને છે કે પલક ઝપકવાથી આંખોનો પરસેવો બહાર નીકળે છે અને તેમાં ભીનાશ જળવાઇ રહે છે. પુરૂષોની સરખામણીમાં સ્ત્રીઓ બમણી વાર પલક ઝપકાવે છે.

*નખની કમાલ*
અંગૂઠાના નખ સૌથી ધીરે ધીરે વધે છે. જ્યારે મધ્યમ આંગળીના નખ સૌથી વધુ ઝડપે વધે છે.

*દાઢીના વાળ*
પુરુષોમાં દાઢીના વાળ સૌથી ઝડપી વધે છે. જો કોઈ વ્યક્તિ આખું જીવન દાઢી ના કરે તો એની દાઢી 30 ફુટ લાંબી હોઈ શકે છે.

*ખોરાકનું ગણિત*
વ્યક્તિ સામાન્ય રીતે ખાવા પાછળ પાંચ વર્ષની જિંદગી ખર્ચે છે. જીવનપર્યંત આપણે આપણા વજન કરતાં 7,000 ગણો વધારે ખોરાક ખાધો હોય છે.

*વાળ ખરવાની પરેશાની*
એક તંદુરસ્ત માણસના માથામાંથી દરરોજ 80 વાળ ખરતા હોય છે.

*ડ્રીમ વર્લ્ડ*
બાળક દુનિયામાં આવે તે પહેલા પણ એટલે કે માતાના ગર્ભાશયમાં જ સ્વપ્ન જોવાનું શરૂ કરે છે. વસંતઋતુમાં બાળક ઝડપથી વિકાસ પામે છે.

*ઊંઘનું મહત્વ*
ઊંઘ દરમિયાન માણસની ઉર્જા બળે છે. મગજ મહત્વપૂર્ણ માહિતીનો સંગ્રહ કરે છે. શરીરને આરામ મળે છે અને સમારકામનું કામ પણ થાય છે. ઊંઘ દરમિયાન જ શારીરિક વિકાસ માટે જરુરી હોર્મોન્સ મુક્ત થતા હોય છે.

*તેથી તમારા કિંમતી શરીરનું ઓછું મૂલ્યાંકન કરશોમા*

માટે ભગવાન ને દિવસ માં 3 વાર અચૂક યાદ (આભાર પ્રગટ કરશો) કરશો સવારે ઉઠી ને ,જમતી વખતે અને રાતે સૂતી વખતે.       
..*

👌💐👌💐👌💐👌

*આ લેખ બધાને કામ લાગે તેવો છે માટે કૃપયા આ પોસ્ટમાં કોઈપણ ફેરફાર કર્યા વગર સૌને ખાસ  SAHRE કરજો હો।..*

Friday, May 1, 2020

શક્ય છે કે પ્રસ્તુત ઘટનાનો ઉલ્લેખ હિંદુ પૌરાણિક કથામાં તમને ક્યાંય નહીં મળે ... પરંતુ મને આ સંદર્ભ ગમ્યો, તેથી હું તેને શેર કરું છું ..

શક્ય છે કે પ્રસ્તુત ઘટનાનો ઉલ્લેખ હિંદુ પૌરાણિક કથામાં તમને ક્યાંય નહીં મળે ...

પરંતુ મને આ સંદર્ભ ગમ્યો, તેથી હું તેને શેર કરું છું ..
       
      એકવાર ભગવાન ઇન્દ્ર ખેડુતો પર ગુસ્સે થયા, તેમણે જાહેર કર્યું કે 12 વર્ષ સુધી વરસાદ નહીં આવે ..
તમે પાક ઉગાડશો નહીં ...
ખેડુતોએ નમ્રતા સાથે ભગવાન ઇન્દ્રની વિનંતી કરી. ઇન્દ્ર દેવે કહ્યું કે વરસાદ ત્યારે જ શક્ય છે જો ભગવાન શિવ તેમનો ડમરુ વગાડે! પરંતુ તેમણે ભગવાન શિવ સાથે ગુપ્ત રીતે ચર્ચા કરી હતી અને તેમને આ ખેડૂતો સાથે સહમત ન થવા વિનંતી કરી હતી. જ્યારે ભગવાન ભગવાન શિવ પાસે આવ્યા, ત્યારે તેઓએ કહ્યું કે 12 વર્ષ પછી, ડમરુ વગાડવામાં આવશે.
      નિરાશ ખેડુતોએ 12 વર્ષ રાહ જોવાનું નક્કી કર્યું. પરંતુ એક ખેડૂત નિયમિતપણે ખેતી કરી રહ્યો હતો. બીજ વાવી રહ્યો હતો. અન્ય ખેડુતો તે ખેડૂતની મજાક ઉડાવતા હતા.
થોડા વર્ષો પછી, અન્ય ખેડૂતોએ તેને પૂછ્યું, "જ્યારે તમે જાણો જ છો કે 12 વર્ષ વરસાદ નહીં આવે ત્યારે તમે તમારો સમય અને શક્તિ કેમ બગાડો છો?"
 
     તેણે જવાબ આપ્યો, "મને ખબર છે કે પાક નહીં આવે. પણ હું આ ફક્ત "મહવરા" (પ્રેક્ટિસ) તરીકે જમીન ખેડી રહ્યો છું. 12 વર્ષ પછી, કદાચ.... હું પાક ઉગાડવાની અને ખેતરોમાં કામ કરવાની પ્રક્રિયાને ભૂલી જઇશ . શરીર કાર્ય કે શ્રમ કરવાની ટેવ ભૂલી જશે, તેથી હું આ કાર્ય કરવાનું ચાલુ રાખું છું જેથી 12 વર્ષ પછી વરસાદ પડે ત્યારે કામ કરવું મુશ્કેલ ન બને” 

    તેમની દલીલ સાંભળીને, દેવી પાર્વતીએ પ્રશંસા કરી અને ભગવાન શિવને કહ્યું, "તમે 12 વર્ષ પછી ડમરુ વગાડવાનું ભૂલી શકો છો!" ભગવાન શિવ પણ ચિંતિત હતા. ડમરુ  વગાડતા આવડશે કે કેમ તે તપાસવા તેણે ડમરુ વગાડવાનો પ્રયાસ કર્યો. મેઘે ડામરુનો અવાજ સાંભળતાંની સાથે જ વરસાદ શરૂ કરી દીધો હતો .. અને નિયમિત રીતે કામ કરતા ખેડૂતનું ખેતર મબલખ પાકથી ભરેલો હતું, પરંતુ બાકીના બધાએ તેનો ખેદ વ્યક્ત કર્યો

   "મહાવરો (પ્રેક્ટિસ)" તમને સંપૂર્ણ બનાવે છે. પ્રેક્ટિસ એ ગુણવત્તાનો સાર છે. પ્રેક્ટિસ એ યુવાનીનું રહસ્ય છે.. 

    #LockDown 2 અઠવાડિયા, 2 મહિના અથવા 2 વર્ષ પછી કોઈક વાર સમાપ્ત થઈ જ જશે .. તેને જોવાને બદલે, એક વસ્તુ કરો .. તમે જે વ્યવસાય અથવા ક્ષેત્રમાં છો તેની કુશળતાને ધાર કાઢતા રહો, તમારી પાસે શું છે તેનો અભ્યાસ કરો અને તમારું જ જ્ઞાન વધારશો.

      આજે તમારી કુશળતા પર ધ્યાન કેન્દ્રિત કરો, તમે કેવી રીતે વધુ સારું કરી શકો તેના પર ધ્યાન કેન્દ્રિત કરો ..
   
   જેથી ફરીથી કામ કરવાનો સમય આવે ત્યારે, તમે બધા પડકારોનો સામનો કરવા તૈયાર રહેશો ..
💓Good morning 💓

એક નિઃસ્વાર્થ ભાવે કરેલું કાર્ય* *ક્યારેય નિષ્ફળ જતું નથી.*

 *કર્મ ના ફળ નું ફળ* સ્કોટલેન્ડમાં આવેલા મોટા-મોટા ખેતરોમાંથી એક ખેડૂત, જેનું નામ ફલેમિંગ હતું. એ ઝપાટાભેર જઈ રહ્યો હતો. એને ઘેર પહોંચવાની ઉ...